સાહિત્ય પલ્લવ – ભાગ ૨/શામળ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
શામળ

[સંસારમાં જ્યાં જોઈએ છીએ ત્યાં બધે અસમાનતા દેખાય છે. તેનું કવિ શામળે સરળ વાણીમાં વર્ણન કર્યું છે. ૧. પટંતર - પટ+અંતર, લૂગડાની આડશ રાખીને. એટલે કે સીધેસીધું નહિ, પણ દાખલા દલીલથી. ૮ પરિયા — વંશ. (સરખાવો: જાવે જે કો નર ગયો, ના’વે મંદિર માંહ્ય; જો આવે પાછો ફરી, પરિયા પરિયા ખાય.) ૧૦. શામળ કવિને માતર તાલુકાના સિંહુજ ગામના કણબી રખીદાસે ગમાન બારોટને ખાસ મોકલી અમદાવાદના પરા ગોમતીપુરમાંથી પોતાને ગામ તેડાવ્યા હતા, અને તેમની કવિતાથી ખુશ થઈ ત્યાં પોતાની પાસે જ રાખ્યા હતા અને પસાયતું કરી આપ્યું હતું. આ વાત કવિએ અન્યત્ર કહેલી છે. અહીં તો માત્ર સૂચન છે. ૧૮. હુતદ્રવ્ય - હોમવાનો પદાર્થ. ૨૦. સુચીર? ૨૪. અમરે - દેવ ઉપર. શ્રીકાર - શોભા કરનારું (શ્રી+કાર). ૨૭. જંત્ર - વાજિંત્ર. વીણા જેવા વાજિંત્રનું તુંબડું થઈને. ૩૧. શાળ – ડાંગર. સામો, કણકી, તે હલકી જાત. સામો જંગલી અનાજ છે. ભાદરવામાં સામાપાંચમે અપવાસમાં લોક ખાય છે. પહેલાં તે વાનપ્રસ્થાશ્રમી ઋષિમુનિઓનો ખોરાક હતો. ૩૬. ઉદ્વસ્ત – ઉજ્જડ ૩૭. સર્પણ — ઇંધણ. નામ વિષેના છપ્પા બહુ જાણીતા છે ને કહેવતરૂપ થઈ ગયા છે. ઘણી વાર નામ કરતાં ઊલટા જ ગુણ જોવા મળે છે તે કવિએ કહ્યું છે. ૧. ઉવાણે - પગરખાં વગરને - ઉઘાડે. ૩. રણછોડ જે રણ(દેવા)માંથી છોડાવનાર તે જ વ્યાજ ભરે છે. ૧૧. ખુશાલ – કુશળ, આનંદી. ૨૩. ઓલગ — દેવને પારે આંટા ફેરા ખાવા તે. આ હાસ્યરસિક દૃષ્ટાંતોથી કવિનો કહેવાનો આશય એ છે કે, નામમાં શું છે? ‘નામને શું કરે?’ નામ પરથી ગુણ ઓછા જોવાના છે? અંગ્રેજી ભાષાને મહાન કવિ શેક્સપિયર પણ આ જ વાત બીજી રીતે કહે છે: ‘નામમાં શું છે? ગુલાબને તમે બીજું નામ આપશો તોપણ તે સુગંધ તો તેવી જ આપશે.’]