સાહિત્ય પલ્લવ – ભાગ ૨/સરખી મળી છે જોડી!
Jump to navigation
Jump to search
૬. સરખી મળી છે જોડી!
નરસિંહ મહેતા
ના આવે, ના આવે રે, નાથજી ના આવે.
મથુરામાં છે શાલ દુશાલા, ને નાના વિધના વાઘા રે;
આગળ હુતા ગોવાળિયા ને થયા મથુરાના રાય રે;
કંસરાયની કાળી કુબજા, ખૂંધી ને વળી ખોડી રે;
વૃંદાવનની કુંજગલીમાં અમને રમાડ્યાં રાસ રે;