સાહિત્ય પલ્લવ – ભાગ ૩/ભલે રે સર્જ્યાં અમો લોક ભરવાડાં
૧. ભલે રે સર્જ્યાં અમો લોક ભરવાડાં
નરસિંહ
ભલે રે સર્જ્યાં અમો લોક ભરવાડાં,
નિત્ય વલોણાં વલોવતાં રે લોલ.
લખ ધેન ગોઠ બાવા નંદ ઘેર દૂઝે,
એકી પા ઘૂમે રાધિકા રે ગોરાં,
હળવા હળવા ઘૂમજે રે કાનજી,
ગોળી નંદાશે ને ચોળી છંટાશે,
કાળીનાગનાં નેતરાં રે કીધાં,
સાત સાહેરની ગોળી રે કીધી,
ભલે મળ્યો નરસૈંયાનો સ્વામી,