પ્રીતમ પ્રીત લગાય કે, દૂરના દેશ મત જાવ;
રહો હમારે નગરમેં, અમ લાવે તુમ ખાવ.
હે પ્રીતમ! મને તમારી લગની લગાડીને પછી દેશાવર ખેડવા ચાલ્યા જાવ મા. તમે આ મારા ગામમાં જ રહો, અને અહીં બીજો કાંઈ ધંધો રોજગાર નહિ મળે તો હું ગામમાંથી માગી માગીને લાવીશ અને તમને ખવરાવીશ.