આછાં પાણી વીરડે, ધરતી લાંપડિયાળ;
સરભર્યાં સારસ લવે, પડ જોવો પાંચાળ.
જેની ધરતી લાંપડ (કાંટાવાળા) ઊંચા ઘાસથી ઢંકાયેલી છે, જેની નદીઓના પટમાં વીરડા ગાળીને લોકો તલ જેવાં નિર્મળ પાણી પીવે છે, જેનાં ભરપૂર સરોવરડાંમાં સારસ પક્ષીઓ કિલ્લોલ કરતાં હોય છે, એવી દેવભૂમિ એ પાંચાળ છે.