સોજાં જેનાં શીલ, (એનાં) વરણ કાંઉ વચારિર્યે; પ્રેહ્લાદે ય પવિત્ર, (નકે) દાનવ હૂતો દાદવા!
હે દાદુ! જેનાં ચારિત્ર્ય સુંદર છે, નિર્મલ છે તેના વર્ણને — કોમને શીદ વિચારીએ? પ્રહ્લાદ જન્મથી દાનવ હતો છતાં શું પવિત્ર નહોતો?