કાળમુખાં ને રિસાળવાં, નીચાં ઢાળે નેણ; (એને) કાળી નાગણ કરડજો, (મર) હોય પોતાનાં શેણ.
ગુસ્સાથી કાળું મોં કરનારી, રિસાળ, નીચી નજર ઢાળનારી એવી સ્ત્રી ભલે આપણી પોતાની સજની હોય તોપણ એને કાળી નાગણીના દંશ થજો.