સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/તીર્થધામ
Jump to navigation
Jump to search
તીર્થધામ
આ કતલનો હાહાકાર બોલી ગયો. સરકારે રાજ પર કમિશન બેસારી, નવાબને પદભ્રષ્ટ કર્યા હતા, ને મહિયાઓને કરમુક્ત બનાવી જૂનાગઢની હકૂમત નીચેથી એજન્સીની હકૂમતમાં ખેસવી નાખ્યા હતા. ચારણોનાં છૂટક છૂટક ત્રાગાં સિવાય સોરઠની ધરા પર એક હથિયારધારી શૂરવીર લડાયક જાતિના બેઠા બહારવટાનો આ કિસ્સો એક અને અનન્ય જ છે. મહાત્મા ગાંધીજીને માટે કનડો આજે તીર્થનું ધામ થવા લાયક છે. પણ મહાત્માજીને આ ઘટનાથી કોણ વાકેફ કરે? હજુ તો અરધા જ સૈકા પરની આ વાત છે, મારા ‘સોરઠી બહારવટિયા’ ભાગ ત્રીજામાં એનો સવિસ્તર ને શબ્દશઃ અહેવાલ પડ્યો છે. કનડાને દીઠ્યે એ બધું તાજું બન્યું હતું.