સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/‘મીરાં, તમે ઘેરે જાવને!’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘મીરાં, તમે ઘેરે જાવને!’

રોઈદાસ તો કાશીના. મીરાંને એનો ભેટો કાશીધામે થયો હતો. મીરાં એ ચમારની યે ચેલી બની હતી. એનું ભજન છે — મીરાંના નામનું : ચમાર સંત મીરાંનાં મમત્વને ખાળવા કેવા કાલાવાલા કરે છે :

એ જી મારી સેવાના શાળગરામ!
મીરાં, તમે ઘેરે જાવને!
તમે રે રાજાની કુંવરી, ને
અમે છૈયેં જાતના ચમાર :
જાણશે તો મેવાડો કોપશે,
ચિતરોડો ચોંપે દેશે ગાળ — 
મીરાં, તમે ઘેરે જાવને!

અને છેલ્લી પંક્તિ!

કાશી રે નગરના ચોકમાં રે
ગરુ મને મળ્યા રોઈદાસ — 
મીરાં, તમે ઘેરે જાવને!

આ ભજનના ટાઢાબોળ શબ્દોમાં દુલાભાઈ ચારણ પોતાના ગળાના કેવા પ્રાણવંતા સૂરો સીંચે છે!