હયાતી/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કૃતિ-પરિચય

હયાતી

હયાતી (૧૯૭૭) : હરીન્દ્ર દવેનાં કાવ્યોના સુરેશ દલાલ દ્વારા સંપાદિત આ સંચયમાં 'આસવ', 'મૌન', 'અર્પણ', 'સમય’, 'સૂર્યોપનિષદ' જેવા સંગ્રહોમાંથી લીધેલી તેમજ 'સૂર્યોપનિષદ' પછીની રચનાઓ મળીને કુલ ૧૦૨ રચનાઓનો સમાવેશ થયો છે. પરંપરા સાથે રહી આધુનિક બનવા માગતી આ રચનાઓનો વિકાસ-આલેખ અહીં સ્પષ્ટ થાય છે. 'હે ધરા', 'નજરું લાગી', 'કાનુડાને બાંધ્યો છે હીરને દોરે', 'માધવ ક્યાંય નથી મધુવનમાં' જેવી સિદ્ધ રચનાઓ અહીં છે. – ચંદ્રકાન્ત ટોપીવાળા
(‘ગુજરાતી સાહિત્યકોશ : ખંડ ૨’માંથી સાભાર)