હયાતી/૪૦. બહેલાવી સાંભળો
Jump to navigation
Jump to search
૪૦. બહેલાવી સાંભળો
એ ક્યાં અમારી જિદ્દ કે ગઝલ આખી સાંભળો,
આ બે વચનમાં વાત જે તમારી સાંભળો.
કહે છે વ્યથાની ધાર હવે વાગતી નથી,
આ વેદનાની વાત દાદ આપી સાંભળો.
ચાલો, સમયની પાર જવા હક નહીં કરું.
મુજને તમારી ખૂબ નિકટ રાખી સાંભળો.
એ પણ મિલનનું સ્થાન હવે લઈ શકે, સ્વજન,
મારી ગઝલને યાદમાં બહેલાવી સાંભળો.
આ શું કે શૂન્ય આંખે ફક્ત સાંભળ્યા કરો,
થોડું ઘણું આ મનનેયે સમજાવી સાંભળો.
૨૦–૫–૧૯૭૧