< હયાતી
હયાતી/૬૦. શું કહેશે?
Jump to navigation
Jump to search
૬૦. શું કહેશે?
આ ક્ષણે શ્વાસ સમેટું તો જગત શું કહેશે?
એક સુખદ ઊંઘમાં લેટું તો જગત શું કહેશે?
જેની મનમાં જ ભરી રાખી’તી તડપન એને
આ નગરચોકમાં ભેટું તો જગત શું કહેશે?
મારા અવશેષ તરીકે તો ફક્ત શબ્દો છે,
એને સ્મરણોથી લપેટું તો જગત શું કહેશે?
એક મહોબ્બત છે જગતમાં, જે ટકી રહેવાની,
બાકીનું સર્વ ઉશેટું તો જગત શું કહેશે?
જિંદગીમાંય જ્યાં અંતર હતું એ લોકોને
મોતથી પણ પડે છેટું તો જગત શું કહેશે?
૧૯–૧૨–૧૯૭૨