હયાતી/૬૧. મૃત્યુનો અવાજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૬૧. મૃત્યુનો અવાજ

મારા ઘોઘરા અવાજને સાંભળું છું;
બારી બહાર રહેલાં પણોં
વચ્ચે થતી ગુપતગોઠડી કાને પડે છે.
તાજા જન્મેલા બિલાડીના બચ્ચાનું રુદન
મધરાતે
હૉસ્પિટલના ખંડને ચોંકાવી દે છે.
રસ્તા પરથી પસાર થતી
બસોનો ઘર્ઘરાટ સંભળાય છે.

પણ
આ બધાં વચ્ચે
ક્યાં ગયો
મારા મૃત્યુનો અવાજ
જે હજી હમણાં જ
મેં સાંભળ્યો હતો!

૮–૧–૧૯૭૩