હરીશ મીનાશ્રુની કવિતા/કવિતા વિષે ચાટૂક્તિઓ : ૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કવિતા વિષે ચાટૂક્તિઓ : ૭

કવિતા
પાણીનું એક ટીપું લે છે
એમાં કરે છે ઝીણો છેદ
સાચવીને કાઢી લે છે બધો ય મીઠો ગરભ
પછી એ પોલાણમાં ઠાંસી ઠાંસીને ભરે છે પવન
ફુલાવે છે
ને આમ તૈયાર થયેલા કિફાયતી પરપોટા
વેચે છે
તરસ્યા લોકોને
પાણીને ભાવે