હરીશ મીનાશ્રુની કવિતા/પદપ્રાંજલિ : ૧૪
Jump to navigation
Jump to search
પદપ્રાંજલિ : ૧૪
સાધો, મુરશિદ નર્યો નઠારો
એક કીડીને માથે મૂક્યો કમળતંતુનો ભારો
મહિયારણની માફક એ તો
હરિ વેચવા હાલી
વણકર મોહી પડ્યો તો રણઝણતી
ઝાંઝરીઓ આલી
ચૌદ ભુવનને ચકિત કરે એવો એનો ચટકારો
બધું ભણેલું ભૂલવાડી દે
એવો એક જ મહેતો
ત્રિલોકની સાંકડ ભાળી
કીડીના દરમાં રહેતો
નથી કોદરા કોઠીમાં, કેવળ કંઠે કેદારો