હરીશ મીનાશ્રુની કવિતા/પર્જન્યસૂક્ત : ૧૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પર્જન્યસૂક્ત : ૧૧


મોરનું મ્હેણું અષાઢે સાંખવું સારું નહીં
આ રીતે ભડલીવચન કૈં ભાખવું સારું નહીં

એકલાં જાણી રખે આવી ચડે એનાં સ્મરણ
આંખમાં પાણીનું જોખમ રાખવું સારું નહીં