હરીશ મીનાશ્રુની કવિતા/પર્જન્યસૂક્ત : ૧૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પર્જન્યસૂક્ત : ૧૪

આ વરસ એવું જલદ વરસાદનું ટીપું ખરે
કે તને અંગતપણું તારું પલળતું સાંભરે

શ્રાવણે પોપટ અને પરદેશ બહુ લીલા બને
એટલે કાયમ તું લીલાં પાંદડાં ચૂંટ્યાં કરે