હરીશ મીનાશ્રુની કવિતા/પ્રેમસૂક્ત : ૧૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પ્રેમસૂક્ત : ૧૪

સ્તનથી
વધુ ઉત્તુંગ
નાભિથી વધુ ગહન
જંઘાથી
વધુ ગુહ્ય
નિતમ્બથી વધુ ભીષણ
આ વિશ્વમાં
અન્ય શું છે?
તેં ઉત્તર ન વાળ્યો
માત્ર ઝગમગી જળની પ્રહેલિકા
નેત્રને ખૂણે