હરીશ મીનાશ્રુની કવિતા/પ્રેમસૂક્ત : ૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પ્રેમસૂક્ત : ૨

તમે પુષ્પ ચૂંટ્યું
તો મેં ગંધ
તમે પાદુકા ઉતારી
તો મેં પંથ
તમે ત્યજ્યાં પટકૂળ
અને મેં ત્વચા
હવે ઝળહળે તે કેવળ પ્રેમ