હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/ઈસુ ઉપર
Jump to navigation
Jump to search
ઈસુ ઉપર
ઈસુ ઉપર ફેંકાયેલા પથ્થર તપાસ કર,
લોહી વડે લખાયેલા અક્ષર તપાસ કર.
ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે,
જુલિયસ સીઝરની પીઠનું ખંજર તપાસ કર.
ટૂંકી ને ટચ છે બંધ એમાં એક વેદના,
આ કાચની કરચને સવિસ્તર તપાસ કર.
મુજ નામની વિશાળ ઇમારત કને જઈ,
મળવું જ હો મને તો તું અંદર તપાસ કર.
દોસ્ત, ૨૬