હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/રસ્તે રસ્તે

રસ્તે રસ્તે

રસ્તે રસ્તે શઠ ઊભા છે,
મંદિર, મસ્જિદ, મઠ ઊભાં છે.

પાણી લઈને હઠ, ઊભાં છે,
ખેતર સૂકાંભઠ ઊભાં છે.

કાચાં, લીલાં પાન ખરે છે,
ઠૂંઠાં સાવ જરઠ ઊભાં છે.

કોઈ ફરકતું ચકલું ક્યાં છે?
લોકો હકડેઠઠ ઊભા છે.

પ્રશ્ન હજી તો એક જ ઊકલ્યો,
ત્રણસો ને ચોસઠ ઊભા છે.

દોસ્ત, ૧૩૩