હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/ટહુકો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ટહુકો

ટહુકો જો ગૂંગળાય તો પડઘો નહીં પડે,
કે સૂર્ય અસ્ત થાય તો પડઘો નહીં પડે,
સાંનિધ્યમાં ન આવશે અંદાજ પ્રેમનો
અંતર અમુક સિવાય તો પડઘો નહીં પડે.

દોસ્ત ૧૭૩