હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/નિસાસાની

From Ekatra Foundation
Jump to navigation Jump to search
નિસાસાની

નિસાસાની ચાદર હું વણતો નથી,
કે વેરાનીના મંત્ર ભણતો નથી,
વસંતોમાં વિશ્વાસ રાખ્યો છે મેં,
કદી પાન તૂટેલાં ગણતો નથી.

દોસ્ત ૧૭૪