31,687
edits
(+1) |
No edit summary |
||
| Line 28: | Line 28: | ||
રા. વિ. પા.એ તારવેલી ઉત્થાનિકા : | રા. વિ. પા.એ તારવેલી ઉત્થાનિકા : | ||
{{Block center|<poem>{{gap|0.25em}}।{{gap|1.75em}}।{{gap|0.75em}}।{{gap|1.5em}}।{{gap|1em}}।{{gap|1.5em}}।{{gap|1em}}।{{gap|1em}}। | |||
દાલદાદા દાલદાદા દાલદાદા દાલગા</poem>}} | દાલદાદા દાલદાદા દાલદાદા દાલગા</poem>}} | ||
{{Poem2Open}} | |||
પારંપરિક હરિગીતનો પ્રથમ નિસ્તાલ ‘દા’ કાઢી નાખી નર્મદે નવી રચના આપી એવી રામનારાયણ પાઠકની ચિકિત્સા અપૂર્ણ છે. નર્મદની સંયોજનામાં તેઓ છેલ્લે ‘દાલગા’ સંધિ આપે છે ત્યાં નર્મદે તો ‘રગણ’(ગાલગા)નો આગ્રહ રાખ્યો છે. અને ૨૨–૨૩ માત્રાને સંયુક્ત ગણીને બે લઘુ મૂકવાની શક્યતા નકારી છે. તેનાં હરિગીતોમાં આ લક્ષણ ચુસ્તપણે જળવાયું છે. તેના ‘પિંગળપ્રવેશ’માં પણ તેણે આ જ લક્ષણ આપ્યું છે. | પારંપરિક હરિગીતનો પ્રથમ નિસ્તાલ ‘દા’ કાઢી નાખી નર્મદે નવી રચના આપી એવી રામનારાયણ પાઠકની ચિકિત્સા અપૂર્ણ છે. નર્મદની સંયોજનામાં તેઓ છેલ્લે ‘દાલગા’ સંધિ આપે છે ત્યાં નર્મદે તો ‘રગણ’(ગાલગા)નો આગ્રહ રાખ્યો છે. અને ૨૨–૨૩ માત્રાને સંયુક્ત ગણીને બે લઘુ મૂકવાની શક્યતા નકારી છે. તેનાં હરિગીતોમાં આ લક્ષણ ચુસ્તપણે જળવાયું છે. તેના ‘પિંગળપ્રવેશ’માં પણ તેણે આ જ લક્ષણ આપ્યું છે. | ||
મહાકાવ્યને અનુરૂપ છંદની શોધ માટે ગુજરાતીમાં જે પ્રયોગો થયા તેમાં પણ ‘વીરવૃત્ત’ની યોજનાથી નર્મદ અગ્રયાયી છે. તેનો એક સંકલ્પ હતો કે ‘એક મોટી વીરરસ કવિતા તો કરવી જ.’ ‘વીરરસ કવિતા કોને કહેવી’ તે સમજવા અંગ્રેજી પુસ્તકો તેણે વાંચ્યાં, સંસ્કૃત ગ્રંથો પણ જોયા. ઇતિહાસમાંથી કોઈ યશસ્વી નાયક યોગ્ય ન લાગતાં, કલ્પિત નાયકને કેન્દ્રમાં રાખી તેણે વીરરસનું કાવ્ય લખવાનો ઉપક્રમ વિચાર્યો. તેમાંથી ‘વીરસિંહ’નો જન્મ થયો. છંદની મુશ્કેલી આ સમયે પણ તેને જણાઈ. તે નોંધે છે : ‘અંગરેજી વીરરસ કવિતાના વૃત્તને ગુજરાતીમાં ઉતારવાને મથ્યો પણ તેમાં પણ મનમાનતી રીતે ફાવ્યો નહિ.’ આ પહેલાં તેને રોળા વૃત્ત ‘બીજાં બધાં કરતાં અનુકૂળ પડે તેવું’ લાગ્યું હતું. તેમાંય ‘જેટલી જોઈએ તેટલી પ્રૌઢતા’ ન આવતાં તે પણ પડતો મૂક્યો હતો. આ વિગતો ઉપરથી પ્રતીત થાય છે કે નર્મદે કેવળ જોસ્સામાં આવીને આવી કવિતા લખી કાઢી ન હતી. અભિવ્યક્તિના માધ્યમ માટે તે ખૂબ ચીવટ રાખે છે. તે ન મળે ત્યાં સુધી મથે છે. છંદની ભાવવાહિતાની પરીક્ષા પણ તે ખૂબ કાળજીથી કરે છે. મથામણ છતાં આ કાવ્ય માટે યોગ્ય છંદ હાથ ન લાગતાં તે કાવ્યના વસ્તુને તેનો આકાર લેવા દે છે. કાવ્યનાં પાત્રોનાં નામો, કાર્યો આદિ નક્કી કરી મંગલાચરણ કર્યું અને મનમાં ઘૂંટાતો કોઈક લય તેનું માધ્યમ બની ગયો અને આમ ‘વીરવૃત્ત’નો આવિષ્કાર થયો. કવિ નોંધે છે : | મહાકાવ્યને અનુરૂપ છંદની શોધ માટે ગુજરાતીમાં જે પ્રયોગો થયા તેમાં પણ ‘વીરવૃત્ત’ની યોજનાથી નર્મદ અગ્રયાયી છે. તેનો એક સંકલ્પ હતો કે ‘એક મોટી વીરરસ કવિતા તો કરવી જ.’ ‘વીરરસ કવિતા કોને કહેવી’ તે સમજવા અંગ્રેજી પુસ્તકો તેણે વાંચ્યાં, સંસ્કૃત ગ્રંથો પણ જોયા. ઇતિહાસમાંથી કોઈ યશસ્વી નાયક યોગ્ય ન લાગતાં, કલ્પિત નાયકને કેન્દ્રમાં રાખી તેણે વીરરસનું કાવ્ય લખવાનો ઉપક્રમ વિચાર્યો. તેમાંથી ‘વીરસિંહ’નો જન્મ થયો. છંદની મુશ્કેલી આ સમયે પણ તેને જણાઈ. તે નોંધે છે : ‘અંગરેજી વીરરસ કવિતાના વૃત્તને ગુજરાતીમાં ઉતારવાને મથ્યો પણ તેમાં પણ મનમાનતી રીતે ફાવ્યો નહિ.’ આ પહેલાં તેને રોળા વૃત્ત ‘બીજાં બધાં કરતાં અનુકૂળ પડે તેવું’ લાગ્યું હતું. તેમાંય ‘જેટલી જોઈએ તેટલી પ્રૌઢતા’ ન આવતાં તે પણ પડતો મૂક્યો હતો. આ વિગતો ઉપરથી પ્રતીત થાય છે કે નર્મદે કેવળ જોસ્સામાં આવીને આવી કવિતા લખી કાઢી ન હતી. અભિવ્યક્તિના માધ્યમ માટે તે ખૂબ ચીવટ રાખે છે. તે ન મળે ત્યાં સુધી મથે છે. છંદની ભાવવાહિતાની પરીક્ષા પણ તે ખૂબ કાળજીથી કરે છે. મથામણ છતાં આ કાવ્ય માટે યોગ્ય છંદ હાથ ન લાગતાં તે કાવ્યના વસ્તુને તેનો આકાર લેવા દે છે. કાવ્યનાં પાત્રોનાં નામો, કાર્યો આદિ નક્કી કરી મંગલાચરણ કર્યું અને મનમાં ઘૂંટાતો કોઈક લય તેનું માધ્યમ બની ગયો અને આમ ‘વીરવૃત્ત’નો આવિષ્કાર થયો. કવિ નોંધે છે : | ||
‘વિરસિંહનું અભિમાન કેમ જાગ્યું તે વિશે એકદમ જોશમાં આવી લખવા બેઠો. હું પણ હાલમાં મારી હાલતથી કેદી જેવો છઉં એ વિચારથી બોલાઈ ગયું “હું કોણ કહાં હું” ને પછી એ જ નવું વૃત્ત કાયમ રાખ્યું ને વૃત્તનું નામ પણ વીરવૃત્ત રાખ્યું.’ | :''‘વિરસિંહનું અભિમાન કેમ જાગ્યું તે વિશે એકદમ જોશમાં આવી લખવા બેઠો. હું પણ હાલમાં મારી હાલતથી કેદી જેવો છઉં એ વિચારથી બોલાઈ ગયું “હું કોણ કહાં હું” ને પછી એ જ નવું વૃત્ત કાયમ રાખ્યું ને વૃત્તનું નામ પણ વીરવૃત્ત રાખ્યું.’'' | ||
નર્મદનાં બધાં કાવ્યોમાં, વસ્તુલક્ષી રચનાઓમાં પણ તેનું કોઈક ને કોઈક પ્રકારનું વ્યક્તિત્વ નિગૂઢ હોય છે તેનું આ એક ઉદાહરણ છે. અભ્યાસ ઉપરાંત અંતઃપ્રેરણા છંદના આવિષ્કારમાં કેવો ભાગ ભજવે છે તે પણ આ રચના દર્શાવે છે. રામનારાયણ પાઠક વીરવૃત્તને ‘વિવર્ધિત લાવણીનો એક પ્રકાર’ કહે છે. એ સાચું છે કે લાવણીનાં અષ્ટકલનાં ત્રણ આવર્તનોને સ્થાને નર્મદની આ સંયોજનામાં ચાર આવર્તનો છે. પરંતુ કેટલાંય અક્ષરમેળ વૃત્તો ગણની અને માત્રામેળ છંદો સંધિની વધઘટથી યોજાયાં છે તે તથ્ય આ સંદર્ભમાં નજરઅંદાજ ન થવું જોઈએ. કવિએ પોતાની અનેક રચનાઓ લાવણીમાં રચી છે. મરાઠી લાવણી વીરરસ માટે પરંપરાથી યોજાતી આવી છે તેનો લય કવિના ચિત્તમાં ઘૂંટાતો હશે જ. લાવણીની વીરરસયોગ્યતા તેણે પારખી હતી, ‘વેહેમનો કોટ તોડી પાડવા વિશે’ની પાદટીપમાં તે નોંધે છે : ‘...કબીરનાં પદમાં વીરરસ ઉતારવો શોભે છે તેના કરતાં લાવણીમાં ઘણો સારો શોભે છે ને મારા ઘરમાં સવિતાનારાયણ એવી ફક્કડ લાવણી ગાતો કે તેવી લાવણીઓ ગુજરાતીમાં કરવાને મારૂં મન લલચાયું...’ આમ ગુજરાતીમાં લાવણી લાવવાનો યશ પણ નર્મદને મળે છે. ‘વીરસિંહ’ લખતાં લાવણીનો લય એક સંધિ જેટલો લંબાયો તે કદાચ કવિના અસંપ્રજ્ઞાત ચિત્તમાં થયેલી પ્રક્રિયા છે. આ પ્રયત્ન સભાન ન પણ હોય. કાવ્ય રચાઈ ગયા પછી પણ તેને ખ્યાલ ન આવ્યો કે આ નવો છંદ તે તો લાવણીની લહાણી છે. અન્યથા તેણે તે વાત પણ નોંધી હોત. કશુંય છુપાવવાનું નર્મદની પ્રકૃતિમાં જ ન હતું. | નર્મદનાં બધાં કાવ્યોમાં, વસ્તુલક્ષી રચનાઓમાં પણ તેનું કોઈક ને કોઈક પ્રકારનું વ્યક્તિત્વ નિગૂઢ હોય છે તેનું આ એક ઉદાહરણ છે. અભ્યાસ ઉપરાંત અંતઃપ્રેરણા છંદના આવિષ્કારમાં કેવો ભાગ ભજવે છે તે પણ આ રચના દર્શાવે છે. રામનારાયણ પાઠક વીરવૃત્તને ‘વિવર્ધિત લાવણીનો એક પ્રકાર’ કહે છે. એ સાચું છે કે લાવણીનાં અષ્ટકલનાં ત્રણ આવર્તનોને સ્થાને નર્મદની આ સંયોજનામાં ચાર આવર્તનો છે. પરંતુ કેટલાંય અક્ષરમેળ વૃત્તો ગણની અને માત્રામેળ છંદો સંધિની વધઘટથી યોજાયાં છે તે તથ્ય આ સંદર્ભમાં નજરઅંદાજ ન થવું જોઈએ. કવિએ પોતાની અનેક રચનાઓ લાવણીમાં રચી છે. મરાઠી લાવણી વીરરસ માટે પરંપરાથી યોજાતી આવી છે તેનો લય કવિના ચિત્તમાં ઘૂંટાતો હશે જ. લાવણીની વીરરસયોગ્યતા તેણે પારખી હતી, ‘વેહેમનો કોટ તોડી પાડવા વિશે’ની પાદટીપમાં તે નોંધે છે : ‘...કબીરનાં પદમાં વીરરસ ઉતારવો શોભે છે તેના કરતાં લાવણીમાં ઘણો સારો શોભે છે ને મારા ઘરમાં સવિતાનારાયણ એવી ફક્કડ લાવણી ગાતો કે તેવી લાવણીઓ ગુજરાતીમાં કરવાને મારૂં મન લલચાયું...’ આમ ગુજરાતીમાં લાવણી લાવવાનો યશ પણ નર્મદને મળે છે. ‘વીરસિંહ’ લખતાં લાવણીનો લય એક સંધિ જેટલો લંબાયો તે કદાચ કવિના અસંપ્રજ્ઞાત ચિત્તમાં થયેલી પ્રક્રિયા છે. આ પ્રયત્ન સભાન ન પણ હોય. કાવ્ય રચાઈ ગયા પછી પણ તેને ખ્યાલ ન આવ્યો કે આ નવો છંદ તે તો લાવણીની લહાણી છે. અન્યથા તેણે તે વાત પણ નોંધી હોત. કશુંય છુપાવવાનું નર્મદની પ્રકૃતિમાં જ ન હતું. | ||
આમ આ પાદટીપો નર્મદની છંદસાધનાનો સારો પરિચય આપે છે. | આમ આ પાદટીપો નર્મદની છંદસાધનાનો સારો પરિચય આપે છે. | ||
| Line 38: | Line 39: | ||
પ્રીતિસંબંધી કાવ્યોનો મોટો ભાગ અને ઈશ્વરસંબંધી કાવ્યોમાંથી જૂજ કાવ્યો ‘ઉભરામાં’ લખાયાં છે, એમ તે કાવ્યોની ટીપમાં નોંધે છે. વીરરસનાં કાવ્યોમાંથી કોઈ એક પણ ‘ઉભરામાં’ લખાયું હોવાનું કોઈ પણ ટીપ કહેતી નથી! આ હકીકત વિસ્મયકારક છે. પ્રેમ અને શૌર્ય કવિના બે સ્થાયી ભાવો, તેમાંથી એકનો આવિષ્કાર ‘ઉભરા’માં થયો છે અને બીજાનો સ્વસ્થતાથી થયો છે. ઈશ્વરસંબંધી જે કાવ્યો ‘ઉભરા’માં લખાયાં છે તે મનોદ્વેગનાં છે. આ મનોદ્વેગ બહુધા પ્રીતિવિષયક અથવા નાણાંવિષયક છે. | પ્રીતિસંબંધી કાવ્યોનો મોટો ભાગ અને ઈશ્વરસંબંધી કાવ્યોમાંથી જૂજ કાવ્યો ‘ઉભરામાં’ લખાયાં છે, એમ તે કાવ્યોની ટીપમાં નોંધે છે. વીરરસનાં કાવ્યોમાંથી કોઈ એક પણ ‘ઉભરામાં’ લખાયું હોવાનું કોઈ પણ ટીપ કહેતી નથી! આ હકીકત વિસ્મયકારક છે. પ્રેમ અને શૌર્ય કવિના બે સ્થાયી ભાવો, તેમાંથી એકનો આવિષ્કાર ‘ઉભરા’માં થયો છે અને બીજાનો સ્વસ્થતાથી થયો છે. ઈશ્વરસંબંધી જે કાવ્યો ‘ઉભરા’માં લખાયાં છે તે મનોદ્વેગનાં છે. આ મનોદ્વેગ બહુધા પ્રીતિવિષયક અથવા નાણાંવિષયક છે. | ||
‘દયાળુ દેવ તું તો દિનાનાથ રે’ કાવ્યની પાદટીપ તો એકસાથે ઘણું બધું કહી નાખે છે : | ‘દયાળુ દેવ તું તો દિનાનાથ રે’ કાવ્યની પાદટીપ તો એકસાથે ઘણું બધું કહી નાખે છે : | ||
‘નાણાંના ગભરાટમાં મેં મારા મિત્રોને કહ્યું હતું કે કોઈ ચાકરી અપાવો. પણ તેઓ ઉડાવ્યા કરતા હતા—એક રાતે જોસ્સો થઈ આવ્યો ને મેં કવિતા જોડી. (૧૮૬૩)’. | :''‘નાણાંના ગભરાટમાં મેં મારા મિત્રોને કહ્યું હતું કે કોઈ ચાકરી અપાવો. પણ તેઓ ઉડાવ્યા કરતા હતા—એક રાતે જોસ્સો થઈ આવ્યો ને મેં કવિતા જોડી. (૧૮૬૩)’.'' | ||
નાણાંની મૂંઝવણથી કવિ ઈશ્વરને શરણે તો જાય છે જ, પોતાનો ટેક છોડવા પણ તત્પર બને છે! કવિએ નોકરી તો સ્વીકારી ૧૮૮૨ના આરંભમાં, પરંતુ તે માટેની તત્પરતા તો તેના ઓગણીશ વર્ષ પહેલાં, ટેક લીધાને હજુ પાંચ વર્ષ પણ થયાં ન હતાં ત્યારથી કેળવવા માંડી હતી! જોકે આને આપણે માનવજીવનમાં આવતી નબળી ક્ષણ તરીકે જ ઓળખીશું. આભાર માનીએ તે મિત્રોનો, જેમણે કવિને આ તબક્કે તો ચાકરીએ ન જોતરાવા દીધા! | નાણાંની મૂંઝવણથી કવિ ઈશ્વરને શરણે તો જાય છે જ, પોતાનો ટેક છોડવા પણ તત્પર બને છે! કવિએ નોકરી તો સ્વીકારી ૧૮૮૨ના આરંભમાં, પરંતુ તે માટેની તત્પરતા તો તેના ઓગણીશ વર્ષ પહેલાં, ટેક લીધાને હજુ પાંચ વર્ષ પણ થયાં ન હતાં ત્યારથી કેળવવા માંડી હતી! જોકે આને આપણે માનવજીવનમાં આવતી નબળી ક્ષણ તરીકે જ ઓળખીશું. આભાર માનીએ તે મિત્રોનો, જેમણે કવિને આ તબક્કે તો ચાકરીએ ન જોતરાવા દીધા! | ||
‘દુનિયા જૂઠાંની જૂઠાંની...’ એ જાણીતું પદ ‘પ્રીતિના ઉભરા’માં લખાયું હતું એમ ટીપ કહે છે. આ રચના પણ ૧૮૬૩ના સમયગાળાની છે. | ‘દુનિયા જૂઠાંની જૂઠાંની...’ એ જાણીતું પદ ‘પ્રીતિના ઉભરા’માં લખાયું હતું એમ ટીપ કહે છે. આ રચના પણ ૧૮૬૩ના સમયગાળાની છે. | ||
‘જે જે અંબા શક્તિ તું સાચી જગમાતા’ એ પદની ટીપ વાંચો : | ‘જે જે અંબા શક્તિ તું સાચી જગમાતા’ એ પદની ટીપ વાંચો : | ||
‘એક મારો પેટલાદી નાતીલો કોઈએ મુઠ મારીછ એવા વ્હેમથી માંદો પડ્યો હતો. તે માતાનો ભક્ત હતો તેથી મેં એ શ્લોકો લખી આપીને કહ્યું કે એનો પાઠ કર્યા કરજે—એ કવચથી તું સારો થઈશ. પછી તેણે તેમ કીધું હતું ને તે સારો થયો હતો.’ | :''‘એક મારો પેટલાદી નાતીલો કોઈએ મુઠ મારીછ એવા વ્હેમથી માંદો પડ્યો હતો. તે માતાનો ભક્ત હતો તેથી મેં એ શ્લોકો લખી આપીને કહ્યું કે એનો પાઠ કર્યા કરજે—એ કવચથી તું સારો થઈશ. પછી તેણે તેમ કીધું હતું ને તે સારો થયો હતો.’'' | ||
આ પદ પણ ૧૮૬૩ના જ અરસાનું. વહેમ અને પાખંડ સામે જુદ્ધે ચડવાનો આ કાળ. ‘વેહેમનો કોટ તોડી પાડવા વિશે’ રચના તેણે ‘૧૮૬૨ની આખરીએ’ પૂરી કરી હતી. ‘હિંદુઓની પડતી’ (૧૮૬૪)નો વિચાર પણ આ સમયે કવિના ચિત્તમાં ઘૂમરાયા કરતો હતો ત્યારે તે આવા જંતરમંતરના શ્લોકો રચી તેની સિદ્ધિમાં શ્રદ્ધા સેવતો અને સેવડાવતો હતો! નર્મદ આંતર-વિરોધનો જીવ હતો! આ ટીપો કેટલી બધી પારદર્શક છે! ‘મારી હકીકત’ આટલી પારદર્શી નથી. | આ પદ પણ ૧૮૬૩ના જ અરસાનું. વહેમ અને પાખંડ સામે જુદ્ધે ચડવાનો આ કાળ. ‘વેહેમનો કોટ તોડી પાડવા વિશે’ રચના તેણે ‘૧૮૬૨ની આખરીએ’ પૂરી કરી હતી. ‘હિંદુઓની પડતી’ (૧૮૬૪)નો વિચાર પણ આ સમયે કવિના ચિત્તમાં ઘૂમરાયા કરતો હતો ત્યારે તે આવા જંતરમંતરના શ્લોકો રચી તેની સિદ્ધિમાં શ્રદ્ધા સેવતો અને સેવડાવતો હતો! નર્મદ આંતર-વિરોધનો જીવ હતો! આ ટીપો કેટલી બધી પારદર્શક છે! ‘મારી હકીકત’ આટલી પારદર્શી નથી. | ||
પ્રીતિનો ઉદ્રેક પણ ઘણો તીવ્ર છે જે તેને નિત્ય ચંચલવૃત્તિ રાખે છે. પ્રીતિસંબંધી કાવ્યોની ટીપમાં આ ચાંચલ્ય પ્રતિબિંબિત થવા દેવામાં તેણે કોઈ ક્ષોભ અનુભવ્યો નથી. ‘માન ધરે શા સારૂ...’ એ કાવ્યનો સંદર્ભ જુઓ : ‘ચાલતી ગાડીમાંથી એક ગૃહસ્થની એક સ્ત્રી બારિયે દીઠી—તેણે મને નિરખતો જોઈ લાજથી મ્હોડું અંદર લઈ લીધું, તે ઉપરથી જોડી.’ આમ તેની પ્રીતિસંબંધી રચનાઓ – ભાગ્યે જ કોઈ અપવાદ હશે – ‘ચાલતી ગાડીએ’ રચાયેલી છે, એમ તેની બહુ બોલકી ટીપો કહે છે. નર્મદ માટે તો ગમે તે ક્ષણ ઉશ્કેરનારી અને તેથી કાવ્યસર્જનની ક્ષણ છે! ‘કેતકી રાત દિવસ ઘુમાય’ એ પદ દોસ્તની માશૂકને સંબોધી લખાયેલું છે. તો મંડળીના એક દોસ્તે ફરમાઈશ કરી કે ‘આવું કંઈ હમણાંનું જોડો કે કોઈ સ્ત્રીની પાછળ કોઈ પુરૂષ ભટકતો હોય – પેલી દાદ લેતી ન હોય – પણ એક દાહડો તે હસી દે – આ બાબતનું ચિત્ર...’ આ સૂચનથી ઉશ્કેરાયેલા કવિએ તર્ક લડાવી એક ફરમાસુ શીઘ્ર કવિતા જોડી કાઢી! દલપતરામની ફરમાસુ શીઘ્ર કવિતાની ટીકા કરનાર આ કવિએ આ પ્રકારની, પ્રાસંગિક અને વ્યક્તિવિશેષ સંબંધી સંખ્યાબંધ ફરમાસુ અને શીઘ્ર રચનાઓ જોડી હતી તેની ચાડી ખાધા વિના આ ટીપો રહેતી નથી. આ પ્રકારની રચનાઓને તેણે જાણે ડાબા હાથનો ખેલ જ માની છે. | પ્રીતિનો ઉદ્રેક પણ ઘણો તીવ્ર છે જે તેને નિત્ય ચંચલવૃત્તિ રાખે છે. પ્રીતિસંબંધી કાવ્યોની ટીપમાં આ ચાંચલ્ય પ્રતિબિંબિત થવા દેવામાં તેણે કોઈ ક્ષોભ અનુભવ્યો નથી. ‘માન ધરે શા સારૂ...’ એ કાવ્યનો સંદર્ભ જુઓ : ‘ચાલતી ગાડીમાંથી એક ગૃહસ્થની એક સ્ત્રી બારિયે દીઠી—તેણે મને નિરખતો જોઈ લાજથી મ્હોડું અંદર લઈ લીધું, તે ઉપરથી જોડી.’ આમ તેની પ્રીતિસંબંધી રચનાઓ – ભાગ્યે જ કોઈ અપવાદ હશે – ‘ચાલતી ગાડીએ’ રચાયેલી છે, એમ તેની બહુ બોલકી ટીપો કહે છે. નર્મદ માટે તો ગમે તે ક્ષણ ઉશ્કેરનારી અને તેથી કાવ્યસર્જનની ક્ષણ છે! ‘કેતકી રાત દિવસ ઘુમાય’ એ પદ દોસ્તની માશૂકને સંબોધી લખાયેલું છે. તો મંડળીના એક દોસ્તે ફરમાઈશ કરી કે ‘આવું કંઈ હમણાંનું જોડો કે કોઈ સ્ત્રીની પાછળ કોઈ પુરૂષ ભટકતો હોય – પેલી દાદ લેતી ન હોય – પણ એક દાહડો તે હસી દે – આ બાબતનું ચિત્ર...’ આ સૂચનથી ઉશ્કેરાયેલા કવિએ તર્ક લડાવી એક ફરમાસુ શીઘ્ર કવિતા જોડી કાઢી! દલપતરામની ફરમાસુ શીઘ્ર કવિતાની ટીકા કરનાર આ કવિએ આ પ્રકારની, પ્રાસંગિક અને વ્યક્તિવિશેષ સંબંધી સંખ્યાબંધ ફરમાસુ અને શીઘ્ર રચનાઓ જોડી હતી તેની ચાડી ખાધા વિના આ ટીપો રહેતી નથી. આ પ્રકારની રચનાઓને તેણે જાણે ડાબા હાથનો ખેલ જ માની છે. | ||
| Line 48: | Line 49: | ||
કવિઓ pornographic અને bedroom poems પણ લખતા હશે, લખે છે. પરંતુ તે અંતરંગ મંડળ માટે હેાય છે, પ્રકાશન માટે નહિ. નર્મદ આવી રચનાઓ ગ્રંથસ્થ તો કરે જ છે, તેનાં નિમિત્ત અને અસંદિગ્ધ અર્થને પણ વિશેષ સ્ફુટ કરતું ટિપ્પણ ધૃષ્ટતાપૂર્વક લખે છે. ‘ગોપીઓ ખેંચાઈ હરિની ભણી’, ‘શી આ તગતગતી તસવીર’ જેવી રચનાઓ આનાં દૃષ્ટાંતો છે. | કવિઓ pornographic અને bedroom poems પણ લખતા હશે, લખે છે. પરંતુ તે અંતરંગ મંડળ માટે હેાય છે, પ્રકાશન માટે નહિ. નર્મદ આવી રચનાઓ ગ્રંથસ્થ તો કરે જ છે, તેનાં નિમિત્ત અને અસંદિગ્ધ અર્થને પણ વિશેષ સ્ફુટ કરતું ટિપ્પણ ધૃષ્ટતાપૂર્વક લખે છે. ‘ગોપીઓ ખેંચાઈ હરિની ભણી’, ‘શી આ તગતગતી તસવીર’ જેવી રચનાઓ આનાં દૃષ્ટાંતો છે. | ||
પોતાનાં કાવ્યો સાથે સંકળાયેલા પ્રેમપ્રસંગોનો નિર્દેશ કરવાની ધૃષ્ટતા – boldness — પણ તેની ટીપોમાં છે. ‘મારી હકીકત’માં પણ તેણે આવી જ boldness બતાવી છે. અહીં કાવ્યઘટના અને જીવનઘટના વચ્ચેનો અનુબંધ પ્રગટ થાય છે. ‘ગંગી સ્ત્રીઓને છૂટ આપવા વિશે’ કાવ્ય આમ સૂઝ્યું : | પોતાનાં કાવ્યો સાથે સંકળાયેલા પ્રેમપ્રસંગોનો નિર્દેશ કરવાની ધૃષ્ટતા – boldness — પણ તેની ટીપોમાં છે. ‘મારી હકીકત’માં પણ તેણે આવી જ boldness બતાવી છે. અહીં કાવ્યઘટના અને જીવનઘટના વચ્ચેનો અનુબંધ પ્રગટ થાય છે. ‘ગંગી સ્ત્રીઓને છૂટ આપવા વિશે’ કાવ્ય આમ સૂઝ્યું : | ||
‘...એક વાણિયા શેઠની મોટી ઉમરની પુખ્ત ડાહી ભણેલી ને સુધરેલા વિચારની દીકરીથી તેનાં ઘરનાં વડીલોનો જુલમ સંખાતો નહીં, ને તે મનમાં ને મનમાં બળી જતી—એ સ્ત્રી સાથે મારે પ્રસંગ પડ્યો હતો. એણે એક દહાડે પોતાનું દુખ મારી આગળ રડ્યું – અને પછવાડેથી કંઈ એવો ઈશારો પણ કર્યો કે એ બાબતની કવિતા કરો તો સારૂં.’ | :''‘...એક વાણિયા શેઠની મોટી ઉમરની પુખ્ત ડાહી ભણેલી ને સુધરેલા વિચારની દીકરીથી તેનાં ઘરનાં વડીલોનો જુલમ સંખાતો નહીં, ને તે મનમાં ને મનમાં બળી જતી—એ સ્ત્રી સાથે મારે પ્રસંગ પડ્યો હતો. એણે એક દહાડે પોતાનું દુખ મારી આગળ રડ્યું – અને પછવાડેથી કંઈ એવો ઈશારો પણ કર્યો કે એ બાબતની કવિતા કરો તો સારૂં.’'' | ||
‘ઋતુવર્ણન’ કાવ્યની પાદટીપમાં તે નોંધે છે : | ‘ઋતુવર્ણન’ કાવ્યની પાદટીપમાં તે નોંધે છે : | ||
‘...હું ને મારી પ્રિયા પરસ્પર વાત કરતાં હતાં, એવામાં એકાએક મારા મનમાં એવો તુરંગ ઉઠ્યો કે મારો ને તેનો વિયોગ થાય, તો તે બચારીને કેટલું ખમવું પડે? એ તુરંગથી મારૂં મ્હો ઉતરી ગયું જોઈને પેલીએ પરાણે મારી પાસેથી મારા મનની વાત કહડાવી, ને પછી તે પણ દલગીર થઈ ગઈ, એ વાત ઉપરથી મને વિયોગ સંબંધી કંઈ લખવાનું મન થયું...’ | :''‘...હું ને મારી પ્રિયા પરસ્પર વાત કરતાં હતાં, એવામાં એકાએક મારા મનમાં એવો તુરંગ ઉઠ્યો કે મારો ને તેનો વિયોગ થાય, તો તે બચારીને કેટલું ખમવું પડે? એ તુરંગથી મારૂં મ્હો ઉતરી ગયું જોઈને પેલીએ પરાણે મારી પાસેથી મારા મનની વાત કહડાવી, ને પછી તે પણ દલગીર થઈ ગઈ, એ વાત ઉપરથી મને વિયોગ સંબંધી કંઈ લખવાનું મન થયું...’'' | ||
નર્મદ તો પત્નીને પણ ‘પ્રિયા’ કહેતો તે ‘વૈધવ્યચિત્ર’ની પાદટીપને આધારે જણાય છે. ૧૮૬૦માં ડાહીગૌરી તેની સાથે રહેતાં થયાં અને આ કાવ્યનો ‘તુરંગ’ આવ્યો ‘૧૮૬૧ની ૬ અપરેલે.’ પરંતુ આ ટીપમાં ઉલ્લેખ થયો છે તે ‘પ્રિયા’ ડાહીગૌરી નથી એમ પ્રિયા માટેનું સર્વનામ ‘પેલીએ’ પરકીયાવાચક છે તેથી સમજાય છે. | નર્મદ તો પત્નીને પણ ‘પ્રિયા’ કહેતો તે ‘વૈધવ્યચિત્ર’ની પાદટીપને આધારે જણાય છે. ૧૮૬૦માં ડાહીગૌરી તેની સાથે રહેતાં થયાં અને આ કાવ્યનો ‘તુરંગ’ આવ્યો ‘૧૮૬૧ની ૬ અપરેલે.’ પરંતુ આ ટીપમાં ઉલ્લેખ થયો છે તે ‘પ્રિયા’ ડાહીગૌરી નથી એમ પ્રિયા માટેનું સર્વનામ ‘પેલીએ’ પરકીયાવાચક છે તેથી સમજાય છે. | ||
‘વૈધવ્યચિત્ર’ની પાદટીપ જોઈ લઈએ. ‘પહેલી વારની પ્રિયાના મરણ પછી’ અને ‘બીજી વારની પ્રિયા’ ઘેર રહેતી થઈ તે દરમિયાન કવિ ‘વિષયવાસનાના જોસ્સાથી’ અને ‘અનીતિ ન કરવા’ મન માર્યાથી ‘રીબાતો’ હતો. તે એટલે સુધી કે ‘એકાંતમાં સારી પેઠે’ રડતો પણ ખરો, આ સમયે ને કારણે તેનું મન શૃંગારરસ તરફ વળ્યું. તે નોંધે છે : ‘... સુધારામાં એવી વાત લખવાની પહેલ કરવાની હિંમત ચાલે નહીં એવામાં વળી માહારી સગી કેટલીએક બાળવિધવાનાં અસહ્ય દુઃખો માહારા જોવામાં આવ્યાં...’ આમ કવિએ એક કાંકરે બે પક્ષી મારવા નિશાન તાક્યું. કાવ્યનું પ્રથમ નિમિત્ત સુધારો નથી, પત્નીવિરહ અને જાતિનેય અજંપો છે. તેથી તેમાં પણ morbid અને pornographic કક્ષાએ પહોંચતું નિરૂપણ આવ્યું. આ પછીયે લંબાયેલી ટીપ અનુસાર દલપતરામની સ્પર્ધાએ તેને આ કાવ્ય ‘સપાટાની સાથે’ લખવા મજબૂર કર્યો. એકસાથે કેટલાં બધાં નિમિત્તો આ કાવ્ય પાછળ છે! | ‘વૈધવ્યચિત્ર’ની પાદટીપ જોઈ લઈએ. ‘પહેલી વારની પ્રિયાના મરણ પછી’ અને ‘બીજી વારની પ્રિયા’ ઘેર રહેતી થઈ તે દરમિયાન કવિ ‘વિષયવાસનાના જોસ્સાથી’ અને ‘અનીતિ ન કરવા’ મન માર્યાથી ‘રીબાતો’ હતો. તે એટલે સુધી કે ‘એકાંતમાં સારી પેઠે’ રડતો પણ ખરો, આ સમયે ને કારણે તેનું મન શૃંગારરસ તરફ વળ્યું. તે નોંધે છે : ‘... સુધારામાં એવી વાત લખવાની પહેલ કરવાની હિંમત ચાલે નહીં એવામાં વળી માહારી સગી કેટલીએક બાળવિધવાનાં અસહ્ય દુઃખો માહારા જોવામાં આવ્યાં...’ આમ કવિએ એક કાંકરે બે પક્ષી મારવા નિશાન તાક્યું. કાવ્યનું પ્રથમ નિમિત્ત સુધારો નથી, પત્નીવિરહ અને જાતિનેય અજંપો છે. તેથી તેમાં પણ morbid અને pornographic કક્ષાએ પહોંચતું નિરૂપણ આવ્યું. આ પછીયે લંબાયેલી ટીપ અનુસાર દલપતરામની સ્પર્ધાએ તેને આ કાવ્ય ‘સપાટાની સાથે’ લખવા મજબૂર કર્યો. એકસાથે કેટલાં બધાં નિમિત્તો આ કાવ્ય પાછળ છે! | ||