નર્મદ-દર્શન/સ્ત્રીઓ વિશે નર્મદ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 59: Line 59:
આ વિષયની ચર્ચા તારીખ ૯ થી ૧૪ સુધી, પૂરા છ દિવસ ચાલી હતી. ડાહીગૌરીએ ખૂદ્યાં ખમવાની સ્થિતિ એક વર્ષની મુદત સુધી અજમાવી જોવાની શરત મૂકી જે નર્મદને માન્ય ન હતી. સ્વતંત્ર રહેવા ડાહીગૌરી તૈયાર ન હતી. મન સાથે વૈરાગ્ય રાખવા બાબત, એટલે કે સાથે રહેવા છતાં પતિ-પત્નીનો વ્યવહાર ન રાખવાના સૂચન સાથે પણ નર્મદ સંમત નથી, કારણ ખૂંદ્યાં ખમવાની શરતમાં તે આવતું ન હતું. વ્રત વગેરે પણ તેને પૂછ્યા વિના ડાહીગવરી ન કરી શકે. પોતે કેટલો નીતિમાન છે તેનો વિચાર કર્યા વિના તે આ સતીને આખરીનામું આપી દે છે કે એક વાર સ્વતંત્ર રહ્યા પછી, ખૂંદ્યાં ખમવાનો વિકલ્પ પણ બંધ થઈ જશે, કારણ કે તે પછી ‘અતિનષ્ટા’ હશે. છેવટે ડાહીગૌરીએ ‘ખૂંદ્યાં ખમવા’નો વિકલ્પ સ્વીકારી લીધો. નર્મદાશંકરે તેની પાસે પ્રતિજ્ઞા લેવડાવી કે તે પોતે પતિ તરીકેની ફરજ ચૂકે તોયે તેણે તેની આજ્ઞા અનુસાર તેને અનુકૂળ થઈને વર્તવું; અર્થ, સ્નેહ અને ધર્મ એ ત્રણેમાં અર્થને ગૌણ ગણી, મારો કે ઉગારો એ જ સ્નેહની નીતિને પરવડે કે ન પરવડે, ધર્મ તરીકે સ્વીકારી ભોગ આપવા તત્પર રહેશે. પતિનાં ખૂંદ્યાં ખમવામાં જ સ્નેહ અને ધર્મનો સમન્વય છે એમ સમજી ડાહીગૌરીએ પતિને માર્ગ મોકળો કરી આપ્યો.

સવિતાગૌરી અને નર્મદાગૌરીના કિસ્સાઓમાં ભારે ઊહાપોહ થયો હતો. વર્ષો પછી કનૈયાલાલ મુનશી અને લીલાવતી શેઠે પુનર્લગ્ન કર્યાં ત્યારે પણ ક્યાં થયો ન હતો? સવિતાગૌરીને આશ્રય આપવા બાબત નર્મદના મિત્ર નંદશંકરના પુત્ર વિનાયક મહેતાએ નોંધ્યું છે કે જે ઉત્તમ માર્ગ હતો તે જ તેણે સ્વીકાર્યો હતો. તેણે સવિતાગૌરીને ‘દાનવો’ના ત્રાસમાંથી બચાવી હતી. નર્મદાગૌરી સાથેનાં પુનર્લગ્ન સંબંધમાં નવલરામ પંડ્યાએ જે નોંધ્યું છે તે પરિસ્થિતિનો સાચો ખ્યાલ આપે છે. તેઓ કહે છે :

::'‘...એ ખરું છે કે જાહેરમાં કવિએ લગ્ન કર્યું હોત, તો લોકો તો એથી પણ સોગણા વધારે ગુસ્સે થાત. તેમને તો કવિએ આ વિધવાનો છોકરો જીવાડ્યો એ જ ખરેખરું જોઈએ તો પરવડતું નહોતું. ઘણાએ પોતાની કે પરજ્ઞાતિની રાંડીરાડો સાથે ખુલ્લો આડકતરો સંબંધ રાખે છે. પણ તેનું કોઈ નામ લેતું નથી – કેમ કે તે શઠ પુરુષો કાંઈ પુનર્લગ્ન કરતા નથી, અને જ્યારે ગર્ભ રહે છે ત્યારે તે અભાગિણી વિધવાને તેણે સરજેલાં ઘોર કર્મો કરવાને રખડતી મૂકી દે છે અથવા પોતે જ તે કામમાં મદદ કરે છે. આ શો અજાયબ જેવો ધર્મને નામે અધર્મ!’''
:''‘...એ ખરું છે કે જાહેરમાં કવિએ લગ્ન કર્યું હોત, તો લોકો તો એથી પણ સોગણા વધારે ગુસ્સે થાત. તેમને તો કવિએ આ વિધવાનો છોકરો જીવાડ્યો એ જ ખરેખરું જોઈએ તો પરવડતું નહોતું. ઘણાએ પોતાની કે પરજ્ઞાતિની રાંડીરાડો સાથે ખુલ્લો આડકતરો સંબંધ રાખે છે. પણ તેનું કોઈ નામ લેતું નથી – કેમ કે તે શઠ પુરુષો કાંઈ પુનર્લગ્ન કરતા નથી, અને જ્યારે ગર્ભ રહે છે ત્યારે તે અભાગિણી વિધવાને તેણે સરજેલાં ઘોર કર્મો કરવાને રખડતી મૂકી દે છે અથવા પોતે જ તે કામમાં મદદ કરે છે. આ શો અજાયબ જેવો ધર્મને નામે અધર્મ!’''
નવલરામનું તે પ્રસંગના સંજોગોનું આ અવલોકન ખૂબ સ્પષ્ટ અને વિશેષ પ્રકાશ આપનારું છે. ‘આ વિધવાનો છોકરો જીવાડ્યો’ તે નર્મદાગૌરીનો પુત્ર જયશંકર તે કવિનો જ પુત્ર હતો. લગ્ન કરવાં જ પડે એ પરિસ્થિતિ માટે નર્મદ સિવાય બીજું કોઈ જવાબદાર હોત તો પારકી પળોજણ કરે એેવો દુઃસાહસી અથવા ભક્ત મૂળદાસ જેવો તે મહાત્મા ન હતો. આમ છતાં આ ‘વિધવા-વર્તણૂકો’ને સુધારાનાં કાર્ય તરીકે ખપાવી ન શકાય. પુનર્લગ્નના હિમાયતીઓને પણ આમાં ટીકાપાત્ર અને પાછા પડવા જેવું થયું હતું. તો બીજી તરફ વિધુર છતાં, એક વિધવા પુનર્લગ્ન માટે તૈયાર છતાં, માશીના વારસાના લોભે પારોઠનાં પગલાં ભરનાર, સુધારાના માર્ટિન લ્યૂથરની પ્રતિષ્ઠા જેણે મેળવી હતી તે, નર્મદના એક સમયના શિક્ષક દુર્ગારામને નર્મદે પોતાના પુનર્લગ્નથી લપડાક મારી હતી એ પણ સ્વીકારવું જોઈએ.

આ ઘટનામાં નર્મદના સ્વભાવની વિલક્ષણતા અને સુધારક તરીકેની તેની પ્રતિષ્ઠા પાછળની પુરુષસહજ નબળાઈ પણ છતી થાય છે. ‘ગંગી સ્ત્રીઓને છૂટ આપવા વિષે’ કાવ્યમાં સ્ત્રીઓને પુરુષોના જેટલા જ હકો આપવાની કવિની હિમાયત કેટલી પોકળ હતી તે ડાહીગૌરીના વિષયમાં તેણે બતાવેલી જોહુકમી ખુલ્લી કરી આપે છે.

Line 100: Line 100:
આ જ કાવ્યના અનુસંધાનમાં કવિએ વિધવાની દશા અને વ્યથા રૂપક દ્વારા કેટલાંક બીજાં કાવ્યોમાં વર્ણવી છે અને તે કાવ્યોના સંકલનને પણ ‘વૈધવ્યચિત્ર-બીજો ભાગ’ તરીકે ઓળખાવ્યું છે. એક પદમાં વિધવા નાયિકા પોતાની વ્યથા કઢાઈમાંના તેલના રૂપકથી આ રીતે વર્ણવે છે :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચૂલે ચ્હડ્યું તેલ ખૂબ તપે, સાહેલી રે,
{{Block center|'''<poem>ચૂલે ચ્હડ્યું તેલ ખૂબ તપે, સાહેલી રે,
{{gap}}ધૂમાડો ગોટે ગોટ બની બહુ ઘેલી રે,
{{gap}}ધૂમાડો ગોટે ગોટ બની બહુ ઘેલી રે,
છણકો જળ તેમાં પડે, સાહેલી રે,
છણકો જળ તેમાં પડે, સાહેલી રે,
Line 107: Line 107:
{{gap}}સળગી ઉભરાયે તેલ, બની બહુ ઘેલી રે;
{{gap}}સળગી ઉભરાયે તેલ, બની બહુ ઘેલી રે;
તેવી હું કઢાઈ તેલ છું, સાહેલી રે,
તેવી હું કઢાઈ તેલ છું, સાહેલી રે,
{{gap}}બળી સહૂ બાળૂં સ્હેલ, કર સુખ હેલી રે.</poem>}}
{{gap}}બળી સહૂ બાળૂં સ્હેલ, કર સુખ હેલી રે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એ જ કાવ્યમાં પતિસુખને પોપટનું રૂપક આપીને તે કહે છે :
એ જ કાવ્યમાં પતિસુખને પોપટનું રૂપક આપીને તે કહે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પોપટ બેઠો બારીએ, સાહેલી રે,
{{Block center|'''<poem>પોપટ બેઠો બારીએ, સાહેલી રે,
{{gap}}દેખી હું દોડી ઝટ્ટ બની બહુ ઘેલી રે;
{{gap}}દેખી હું દોડી ઝટ્ટ બની બહુ ઘેલી રે;
ઝડપતાં હું ચૂકી ખરે, સાહેલી રે,
ઝડપતાં હું ચૂકી ખરે, સાહેલી રે,
Line 118: Line 118:
{{gap}}દીઠો રંગીલો કામ, બની બહુ ઘેલી રે;
{{gap}}દીઠો રંગીલો કામ, બની બહુ ઘેલી રે;
જોતાં જોતાંમાં ગયો સાહેલી રે,
જોતાં જોતાંમાં ગયો સાહેલી રે,
{{gap}}હાથ ઘસી રહી આપ કર, સાહેલી રે.</poem>}}
{{gap}}હાથ ઘસી રહી આપ કર, સાહેલી રે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સંસારસુધારાનાં કાવ્યોમાં પ્રચાર જ છે, કાવ્યત્વ નથી એ આળને આ બે દૃષ્ટાંતો મિથ્યા ઠેરવે છે.
સંસારસુધારાનાં કાવ્યોમાં પ્રચાર જ છે, કાવ્યત્વ નથી એ આળને આ બે દૃષ્ટાંતો મિથ્યા ઠેરવે છે.
Line 138: Line 138:
લોઢું લોઢાને કાપે એ ન્યાયે કૃષ્ણવચન અને કર્મના વિકૃત અર્થની સામે અસંદિગ્ધ બોધનું કૃષ્ણવચન મૂકી નર્મદે સ્ત્રીઓને ચારિત્ર્યવાન બનવા, દુરાચારી મહારાજોથી છોડાવવા આ સમાજસ્વાસ્થ્યનું કાર્ય કર્યું છે. વૈષ્ણવ પુરુષોને પણ નર્મદે નીચે પ્રમાણે કેટલીક તાકીદ કરી હતી :

{{hi|1em|૧. તેમણે તેમની સ્ત્રીઓને અંકુશમાં રાખવી.}}
::{{hi|1em|૧. તેમણે તેમની સ્ત્રીઓને અંકુશમાં રાખવી.}}
{{hi|1em|૨. શૃંગારનાં ગીતો ન ગાવા દેવાં.}}
::{{hi|1em|૨. શૃંગારનાં ગીતો ન ગાવા દેવાં.}}
{{hi|1em|૩. એક જ વાર દર્શન કરવા જવા દેવી.}}
::{{hi|1em|૩. એક જ વાર દર્શન કરવા જવા દેવી.}}
{{hi|1em|૪. તેમાંય લોલુપતા દેખાડે તો તે પણ ન જવા દેવી.}}
::{{hi|1em|૪. તેમાંય લોલુપતા દેખાડે તો તે પણ ન જવા દેવી.}}
{{hi|1em|૫. મહારાજનો ઓછાયો પણ ન પડવા દેવો.}
::{{hi|1em|૫. મહારાજનો ઓછાયો પણ ન પડવા દેવો.}}
{{hi|1em|૬. મહારાજાને લાલ આંખ બતાવી સ્ત્રીવર્ગ તરફ નજર કરવાનું પરિણામ સારું નહિ આવે તેની ચેતવણી આપી દેવી.}}
::{{hi|1em|૬. મહારાજાને લાલ આંખ બતાવી સ્ત્રીવર્ગ તરફ નજર કરવાનું પરિણામ સારું નહિ આવે તેની ચેતવણી આપી દેવી.}}
{{hi|1em|૭. દુરાચારી મહારાજોનાં કરતૂતો વર્તમાનપત્રો દ્વારા બહાર લાવવાં અને કાયદાની અદાલતમાં કામ ચલાવવું.}}
::{{hi|1em|૭. દુરાચારી મહારાજોનાં કરતૂતો વર્તમાનપત્રો દ્વારા બહાર લાવવાં અને કાયદાની અદાલતમાં કામ ચલાવવું.}}
{{Poem2Open}}
{{Poem2Open}}
નર્મદે મહારાજો માટે પણ એક આચારસંહિતા ઘડી હતી અને તેનું પાલન ન કરનાર દુષ્ટ મહારાજને બીજા મહારાજોએ ન્યાત બહાર મૂકવા એેવો આગ્રહ રાખ્યો હતો. આ આચારસંહિતામાં મહારાજોએ ભક્તો અને તેમની મા-બહેન-દીકરીઓ પ્રતિ પુત્ર-પુત્રીભાવથી જોવાનો મુદ્દો અગ્રસ્થાને હતો.

Line 151: Line 151:
સમાજમાં સ્ત્રીજાતિને યોગ્ય સ્થાન આપવા અને તેનો ઉત્કર્ષ સાધવા નર્મદે કેટલાંક ખૂબ અગત્યનાં સૂચનો કર્યાં છે, જેમાંથી કેટલાંક ત્યારે પ્રસ્તુત હતાં તેા કેટલાંક આજેય પ્રસ્તુત છે :

{{hi|1em|૧. માબાપે પોતાની છોકરીઓને પાંચથી માંડી બાર વરસ સુધી સારી રીતે વિદ્યાભ્યાસ કરાવી, પછી ઘરધંધો અને સંસાર ચલાવવાની રીત સમજાવવી.}}
::{{hi|1em|૧. માબાપે પોતાની છોકરીઓને પાંચથી માંડી બાર વરસ સુધી સારી રીતે વિદ્યાભ્યાસ કરાવી, પછી ઘરધંધો અને સંસાર ચલાવવાની રીત સમજાવવી.}}
{{hi|1em|૨. આ રીતે તૈયાર થયેલી છોકરીને માબાપે ઘટતી સલાહ આપી તેને પસંદ પડતો ગુણી વર જોઈ પરણાવવી કે આગળ તેઓનો સંસાર કુસંપથી વંઠે નહિ.}}
::{{hi|1em|૨. આ રીતે તૈયાર થયેલી છોકરીને માબાપે ઘટતી સલાહ આપી તેને પસંદ પડતો ગુણી વર જોઈ પરણાવવી કે આગળ તેઓનો સંસાર કુસંપથી વંઠે નહિ.}}
{{hi|1em|૩. સ્ત્રીઓમાં લાજ કાઢવાની રીત કાઢી નખાવવી અને સદ્‌ગુણી વિદ્વાન પુરુષો સાથે વાર્તાલાપ કરવાની છૂટ આપવી.}}
::{{hi|1em|૩. સ્ત્રીઓમાં લાજ કાઢવાની રીત કાઢી નખાવવી અને સદ્‌ગુણી વિદ્વાન પુરુષો સાથે વાર્તાલાપ કરવાની છૂટ આપવી.}}
{{hi|1em|૪. દેશાટન કરાવી, કેવળ ધાર્મિક મહત્ત્વનાં નહિ, પરંતુ ઐતિહાસિક અને ઔદ્યોગિક મહત્ત્વનાં, તેની જિજ્ઞાસા વધે એવાં સ્થળો બતાવવાં.}}
::{{hi|1em|૪. દેશાટન કરાવી, કેવળ ધાર્મિક મહત્ત્વનાં નહિ, પરંતુ ઐતિહાસિક અને ઔદ્યોગિક મહત્ત્વનાં, તેની જિજ્ઞાસા વધે એવાં સ્થળો બતાવવાં.}}
{{hi|1em|૫. પરણ્યા પછી દીકરાઓએ માબાપથી જુદા રહેવું. હેત ઉતારવું એમ નહિ—હેત વધારવું. પણ ઘરમાં જેમ વધારે માણસ તેમ વિચાર પણ જુદા હેાય છે. તેથી સવાર પડે કે સાસુ-વહુ, નણંદ-ભોજાઈને લડાઈ ચાલે છે તે નહિ થાય.}}
::{{hi|1em|૫. પરણ્યા પછી દીકરાઓએ માબાપથી જુદા રહેવું. હેત ઉતારવું એમ નહિ—હેત વધારવું. પણ ઘરમાં જેમ વધારે માણસ તેમ વિચાર પણ જુદા હેાય છે. તેથી સવાર પડે કે સાસુ-વહુ, નણંદ-ભોજાઈને લડાઈ ચાલે છે તે નહિ થાય.}}
{{hi|1em|૬. પતિએ પત્નીને પુસ્તક વાંચતી જોઈ ગુરુસે ન થવું. ઊલટું નીતિજ્ઞાન, હુન્નરનાં પુસ્તકો વાંચવા અને એ જ્ઞાનથી બાળકોને કેળવવા બાબત પ્રોત્સાહન આપવું.}}
::{{hi|1em|૬. પતિએ પત્નીને પુસ્તક વાંચતી જોઈ ગુરુસે ન થવું. ઊલટું નીતિજ્ઞાન, હુન્નરનાં પુસ્તકો વાંચવા અને એ જ્ઞાનથી બાળકોને કેળવવા બાબત પ્રોત્સાહન આપવું.}}
{{hi|1em|૭. સ્ત્રીઓ વૈતરી છે એમ નહિ, પણ મદદનીશ પ્રધાન છે એમ તેઓના ધણીઓએ જાણવું.}}
::{{hi|1em|૭. સ્ત્રીઓ વૈતરી છે એમ નહિ, પણ મદદનીશ પ્રધાન છે એમ તેઓના ધણીઓએ જાણવું.}}
{{hi|1em|૮. સ્ત્રીઓને બહાર રહેવાની છૂટ આપવી, જેથી રાત્રિદિવસ ઘરમાં રહેવાથી તેમની પ્રકૃતિમાં બગાડો ન થાય.}}
::{{hi|1em|૮. સ્ત્રીઓને બહાર રહેવાની છૂટ આપવી, જેથી રાત્રિદિવસ ઘરમાં રહેવાથી તેમની પ્રકૃતિમાં બગાડો ન થાય.}}
{{hi|1em|૯. વિદ્વાનોએ સ્ત્રી-સુધારા સંબંધી અને તેઓના ઉદ્યોગો સંબંધી પુસ્તકો રચવાં જોઈએ.}}
::{{hi|1em|૯. વિદ્વાનોએ સ્ત્રી-સુધારા સંબંધી અને તેઓના ઉદ્યોગો સંબંધી પુસ્તકો રચવાં જોઈએ.}}
{{hi|1.2em|૧૦. બાળવિધવાઓનાં ફરી લગ્ન કરાવવાં.}}
::{{hi|1.2em|૧૦. બાળવિધવાઓનાં ફરી લગ્ન કરાવવાં.}}
{{hi|1.2em|૧૧. સ્ત્રી-સુધારા માટે ફંડ થવાં જોઈએ. ગરીબ સ્ત્રીઓને કામે લગાડવા માટે ન્યાતનાં આવાં ફંડોનો ઉપયોગ થવો જોઈએ.}}
::{{hi|1.2em|૧૧. સ્ત્રી-સુધારા માટે ફંડ થવાં જોઈએ. ગરીબ સ્ત્રીઓને કામે લગાડવા માટે ન્યાતનાં આવાં ફંડોનો ઉપયોગ થવો જોઈએ.}}
{{hi|1.2em|૧૨. જે સ્ત્રીઓને પુરુષનાં કર્મો કરવાની હોંશ હેાય તેમની પાસે એવાં મરદાની કામો જરૂર કરાવવાં.}}
::{{hi|1.2em|૧૨. જે સ્ત્રીઓને પુરુષનાં કર્મો કરવાની હોંશ હેાય તેમની પાસે એવાં મરદાની કામો જરૂર કરાવવાં.}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ સૂચનો જોતાં નર્મદ સ્ત્રીશિક્ષણ અને સ્ત્રીસ્વાતંત્ર્યનો હિમાયતી અને તેના જમાના કરતાં સો વર્ષ આગળ હતો એની પ્રતીતિ થાય છે. તેનો કેટલોક મુક્તવિહાર છતાં, ઘરની સ્ત્રીઓને—વિશેષ તો ડાહીગૌરીને તેણે ખૂંદ્યાં ખમવાની ફરજ પાડી હતી છતાં તેણે સુધારા સંબંધી જે કાર્યો કર્યાં, કરાવ્યાં, તેને વિશે કાવ્યો લખ્યાં, નિબંધો લખ્યા, ભાષણો કર્યાં તેનાથી સ્ત્રીમુક્તિનું કેવળ વાતાવરણ જ પેદા ન થયું, તે કાર્યનું પ્રસ્થાન થયું, તેમાં વેગ પણ આવ્યો.

Navigation menu