Changes

Jump to navigation Jump to search
Created page with "{{SetTitle}} {{Heading|મેડી|દલપત પઢિયાર}} <poem> ટોડલે ટહુક્યા ઝીણા મોર ભરચક ભાત્યોભ..."
{{SetTitle}}

{{Heading|મેડી|દલપત પઢિયાર}}
<poem>
ટોડલે ટહુક્યા ઝીણા મોર
ભરચક ભાત્યોભીની કોર
અમે ફૂલદોર ગૂંથ્યાં હારોહાર…
::: અદ્દલ મેડી ઉગમણી!

ઓરડા લીંપ્યા ને અમે હથેળીમાં ખૂટ્યાં,
ઝરમર ઝીલ્યા મેઘ માટી મેંદી જેવું ફૂટ્યાં,
અમે છાનું છાનું છૂટ્યાં બારોબાર…
::: અદ્દલ મેડી ઉગમણી!

કાગ બોલ્યા ડાળે, અધવચ કાયા વિસારી,
કોરી ભૂમિ પાળે, અઢળક નજરું ઉતારી;
અમે ટોળેટોળાં તલસ્યાં અપાર…
::: અદ્દલ મેડી ઉગમણી!

બારીએ બેઠાં કે ગગન આઘે આઘે તેડે,
ઉંબરે આવ્યાં કે અંગત બાંધી લીધાં છેડે;
અમે અડધાં અંદર અડધાં બહાર…
::: અદ્દલ મેડી ઉગમણી!
{{Right|(ભોંયબદલો, પૃ. ૮૯-૯૦)}}
</poem>
13,228

edits

Navigation menu