ગુજરાતી બાળવાર્તા સંપદા/ખુશખુશાલ પરી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+૧)
 
No edit summary
 
Line 6: Line 6:
નવા સત્રની શરૂઆત થઈ. હજી માંડ એકાદ મહિનો થયો હશે ત્યારે તેમનાં મેડમે કહ્યું : 'આપણે સપ્ટેમ્બરમાં પ્રવાસે જવાનું ગોઠવ્યું છે. તેના થોડા દિવસ પહેલાં તે અંગેની નોટિસ આવશે.' ને ઑગસ્ટમાં નોટિસ આવી. જે દિવસે નોટિસ આવી તે દિવસે શાળા છૂટ્યા બાદ રેવાએ માધવીને કહ્યું: 'હું આ વખતે જરૂર પ્રવાસે આવીશ. હું આજ સુધી ક્યાંય ગઈ નથી, પણ આ વખતે જરૂર આવીશ. ને તને ખબર છે માધવી? મેં આ વખતે પ્રવાસે જવા માટે પૈસા પણ ભેગા કરવા માંડ્યા છે. કઈ રીતે કહું? કોઈ મારે ઘેર આવે ને મારા હાથમાં પાંચ-દસ રૂપિયા આપે કે મૂકું ગલ્લામાં. અરે પેલાં સીમાઆન્ટીને પગની બહુ તકલીફ છે ને ! તો હું એમને માટે એ જે કહે તે લાવી દઉં. દર વખતે તે મને કંઈક આપે જ! ને તેય મૂકું ગલ્લામાં.'

'હા ! મારાં દાદી કાયમ કહેતાં હતાં કે બીજાનો ફેરોઆંટો કરો તો ભગવાન રાજી થાય. તું આ રીતે કોઈનું કામ કરે તો તેનું કામ થાય તેથી તે ખુશ થાય ને તને કંઈક આપે.' માધવીએ કહ્યું.  

'હા... ને એમ મેં પૈસા મૂકે જ રાખ્યા. બે દિવસ પહેલાં જ ગણ્યા. તો બોલ, બસ્સો રૂપિયા નીકળ્યા.'

'વાહ ! સરસ ! તો તું નામ લખાવી જ દેજે. ભરવાના તો દોઢસો જ છે ! તું હોયને તો મને પ્રવાસમાં ખૂબ મજા આવશે ને અંતકડી રમવાની તો મજા બધાંને ખાસ આવશે.' એમ વાતો કરતાં કરતાં બેઉ ઘર ભણી ચાલ્યાં. તે દિવસે રેવાના પગમાં જાણે પાંખો આવી ગઈ હોય તેમ તે દોડતી દોડતી ઘેર પહોંચી. તેને માને બહુ કહેવું હતું...

...ને ઘે૨ પહોંચીને જોયું તો...
...ને ઘે૨ પહોંચીને જોયું તો...
Line 27: Line 27:
'અરે ! પણ સાંભળ તો ખરી ! નથી પ્રવાસ રદ થયો કે નથી અમે બસ ચૂક્યાં. પણ... આજે આપણી આ દીકરીએ જે કર્યું તે તો અદ્ભુત !' – ને પછી તેના પપ્પાએ બધી વાત તેની મમ્મીને કરી. મમ્મી તો વાત સાંભળતી જાય, માધવીને માથે હાથ ફેરવતી જાય ને રડતી જાય ! ત્યાં તો પપ્પા કહે : 'આજે હવે મારા તરફથી સરપ્રાઈઝ ! આજે હું ઑફિસ નહીં જાઉં. ને માધવી જેમ કહેશે તેમ કરીશ. સાથે ફરવા જઈશું, તે કહેશે તો પિક્ચર જોવા જઈશું. બોલો મારી પરીરાણી ! શું કરીશું ?'

'પપ્પા! આપણે છે ને.... છે ને... તે... છે... ને... પ્રાણીસંગ્રહાલય જોવા જઈશું. ત્યાંથી બાગમાં ને પછી...' ત્યાં તો મમ્મી કહે : 'ને પછી માધવીની ગમતી જગ્યાએ ખાઈશું...'

'હા...હા...બસ ! મજા જ મજા ! પપ્પા, મેં રેવાને ખુશ કરી તો તમે મને રાજી કરી ! જાણે ખુશીનું ચકડોળ ચાલ્યું !'

'હા બેટા ! બા કહેતાં હતાં તેમજ. જે બીજાને રાજી કરે, ભગવાન તેને પણ રાજીપો દે !' મમ્મીએ ટાપશી પુરાવી.

'હા... ભાઈ હા ! બસ, હવે થાઓ તૈયાર ! એટલે આપણેય જઈએ આપણા પ્રવાસે ! ખરું ને !' પપ્પા બોલ્યા.

Navigation menu