આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/A: Difference between revisions

+1
No edit summary
(+1)
 
Line 104: Line 104:
'''Abridgement સંક્ષિપ્તીકરણ'''
'''Abridgement સંક્ષિપ્તીકરણ'''
:મૂળ કૃતિનાં મુખ્ય વસ્તુ અને સ્વરૂપને જાળવી રાખીને તેને સંક્ષિપ્તમાં રજૂ કરવાની પ્રક્રિયા.
:મૂળ કૃતિનાં મુખ્ય વસ્તુ અને સ્વરૂપને જાળવી રાખીને તેને સંક્ષિપ્તમાં રજૂ કરવાની પ્રક્રિયા.
Absolutism નિરપેક્ષવાદ, એકાન્તિકવાદ
'''Absolutism નિરપેક્ષવાદ, એકાન્તિકવાદ'''
:કલાકૃતિ અંતર્ગત મૂળભૂત મૂલ્યો પડેલાં છે અથવા કેટલાંક અચલ અને અનુલ્લંઘનીય મૂળભૂત ધોરણો છે જેને આધારે કલાકૃતિનું મૂલ્યાંકન થઈ શકે એવું માનનારો સિદ્ધાંત. આ સિદ્ધાંત સાપેક્ષતાવાદ(જુઓ, Relativism)થી વિરુદ્ધનો છે.

'''Abstract અમૂર્ત'''
'''Abstract અમૂર્ત'''
Line 156: Line 156:
'''Alienation વિચ્છેદ'''
'''Alienation વિચ્છેદ'''
:આ સંજ્ઞા બે ભિન્ન અર્થમાં પ્રયોજાય છે :
:આ સંજ્ઞા બે ભિન્ન અર્થમાં પ્રયોજાય છે :
:૧. સામાજિક નિસબતનો સ્વેચ્છાપૂર્વક અસ્વીકાર કરવાનું કેટલાક સર્જકોનું વલણ. આ સર્જકો પોતાનને સામાન્ય મનુષ્યથી ઉચ્ચ કોટિના ગણી કૃતિમાં સામાજિક પ્રશ્નોનો વિનિયોગ કરવાનું અનુચિત લેખે છે.
::{{hi|1em|૧. સામાજિક નિસબતનો સ્વેચ્છાપૂર્વક અસ્વીકાર કરવાનું કેટલાક સર્જકોનું વલણ. આ સર્જકો પોતાનને સામાન્ય મનુષ્યથી ઉચ્ચ કોટિના ગણી કૃતિમાં સામાજિક પ્રશ્નોનો વિનિયોગ કરવાનું અનુચિત લેખે છે.}}
:૨. જર્મન નાટ્યકાર બ્રેસ્ત દ્વારા પ્રસ્થાપિત વિભાવના. બ્રેસ્તના મત અનુસાર કૃતિમાં થતાં લાગણીઓનાં નિરૂપણ દ્વારા ભાવકની વિચારશક્તિને નિષ્ક્રિય બનાવી દેવામાં આવે છે. વાસ્તવવાદી સાહિત્યકૃતિઓના આ લક્ષણના વિરોધમાં બ્રેસ્તે વિચ્છેદની વિભાવના પ્રસ્તુત કરી, તે મુજબ ભાવક (પ્રેક્ષક) અને સર્જક (નાટ્યકાર, અભિનેતા) બંનેએ કૃતિના ભાવન અને સર્જન વખતે પાત્રોની લાગણીઓને તટસ્થ ભૂમિકાએ મૂલવવી જોઈએ અને સાહિત્યકૃતિ એ માત્ર જીવનની કાલ્પનિક અભિવ્યક્તિ છે તે વિશે સભાન રહેવું જોઈએ. કૃતિનાં પાત્રો અને ક્રિયા સાથે સર્જક કે ભાવકે તાદાત્મ્ય ન સ્થાપવું જોઈએ. રંગભૂમિના સંદર્ભમાં બ્રેસ્તે આ વિભાવનાને અનુરૂપ કેટલીક પ્રવિધિઓ યોજી. જેમકે, પ્રેક્ષકો સાથે પાત્ર દ્વારા સીધી વાતચીત, નાટકની ક્રિયાને અચાનક થોભાવી ગીત, પોસ્ટર્ઝ, સ્લાઈડ્‌ઝ વગેરેની રજૂઆત, અવાસ્તવિક પાત્રનિરૂપણ વગેરે.
::{{hi|1em|૨. જર્મન નાટ્યકાર બ્રેસ્ત દ્વારા પ્રસ્થાપિત વિભાવના. બ્રેસ્તના મત અનુસાર કૃતિમાં થતાં લાગણીઓનાં નિરૂપણ દ્વારા ભાવકની વિચારશક્તિને નિષ્ક્રિય બનાવી દેવામાં આવે છે. વાસ્તવવાદી સાહિત્યકૃતિઓના આ લક્ષણના વિરોધમાં બ્રેસ્તે વિચ્છેદની વિભાવના પ્રસ્તુત કરી, તે મુજબ ભાવક (પ્રેક્ષક) અને સર્જક (નાટ્યકાર, અભિનેતા) બંનેએ કૃતિના ભાવન અને સર્જન વખતે પાત્રોની લાગણીઓને તટસ્થ ભૂમિકાએ મૂલવવી જોઈએ અને સાહિત્યકૃતિ એ માત્ર જીવનની કાલ્પનિક અભિવ્યક્તિ છે તે વિશે સભાન રહેવું જોઈએ. કૃતિનાં પાત્રો અને ક્રિયા સાથે સર્જક કે ભાવકે તાદાત્મ્ય ન સ્થાપવું જોઈએ. રંગભૂમિના સંદર્ભમાં બ્રેસ્તે આ વિભાવનાને અનુરૂપ કેટલીક પ્રવિધિઓ યોજી. જેમકે, પ્રેક્ષકો સાથે પાત્ર દ્વારા સીધી વાતચીત, નાટકની ક્રિયાને અચાનક થોભાવી ગીત, પોસ્ટર્ઝ, સ્લાઈડ્‌ઝ વગેરેની રજૂઆત, અવાસ્તવિક પાત્રનિરૂપણ વગેરે.}}
'''Allegory રૂપકપ્રબંધ, રૂપકકથા '''
'''Allegory રૂપકપ્રબંધ, રૂપકકથા '''
:મૂળે તો રૂપકપ્રબંધ એ ગદ્ય યા પદ્યમાં દ્વિ-અર્થી કથા છે. એટલે એવી કથા જે બે સ્તરે વાંચી શકાય, સમજી શકાય, એનું અર્થઘટન થઈ શકે. એમાં સૂચક રીતે સરખી લાગતી અન્ય વસ્તુના ઓથા હેઠળ કોઈ એક વસ્તુનું વર્ણન હોય છે. આ પ્રકારના વર્ણનમાં પાત્રો, કાર્ય અને ક્યારેક તો દૃશ્યો પણ એવી રીતે રચવામાં આવ્યાં હોય કે એમનો પોતાનો અર્થ સીમિત રહેતો નથી, પરન્તુ એમની સાથે સંબંધિત અન્ય કોઈ વ્યક્તિઓ, વસ્તુઓ અને ઘટનાઓના ક્રમને પણ એ સૂચવે છે. એટલે કે પાત્રો, કાર્ય અને દૃશ્યો વ્યવસ્થિત રીતે પ્રતીકાત્મક હોય છે. આને ઘણી વાર વિસ્તારેલા રૂપક તરીકે પણ ઓળખવામાં આવે છે. મધ્યકાળનું આ એક સર્વસ્વીકૃત કાવ્યસ્વરૂપ છે. જેમકે ‘ત્રિભુવન-દીપકપ્રબંધ’

Line 209: Line 209:
'''Anadiplosis અંત્યપદાનુવૃત્તિ'''
'''Anadiplosis અંત્યપદાનુવૃત્તિ'''
:પંક્તિના અંતભાગમાં આવતો મહત્ત્વનો શબ્દ પછીની પંક્તિના પ્રારંભમાં પુનરાવર્તન પામે એને અંત્ય પદાનુવૃત્તિ એટલે કે ‘અંત્ય પદાનુવૃત્તિ’ કહેવાય. જેમકે હરીન્દ્ર દવેની પંક્તિ :
:પંક્તિના અંતભાગમાં આવતો મહત્ત્વનો શબ્દ પછીની પંક્તિના પ્રારંભમાં પુનરાવર્તન પામે એને અંત્ય પદાનુવૃત્તિ એટલે કે ‘અંત્ય પદાનુવૃત્તિ’ કહેવાય. જેમકે હરીન્દ્ર દવેની પંક્તિ :
:‘ફૂલ કહે ભમરાને  
{{Block center|'''<poem>‘ફૂલ કહે ભમરાને  
:ભમરો વાત વહે ગુંજનમાં  
ભમરો વાત વહે ગુંજનમાં  
:માધવ ક્યાંય નથી મધુવનમાં’
માધવ ક્યાંય નથી મધુવનમાં’</poem>'''}}
'''Anagnorisis અભિજ્ઞાન '''
'''Anagnorisis અભિજ્ઞાન '''
:જુઓ, Recognition
:જુઓ, Recognition
Line 220: Line 220:
:કવિતામાં વર્ણવિનિમય અંગેની વિકસેલી વિવેચનાત્મક સૂઝ અને વર્ણવિનિમયના પ્રભાવો તેમ જ કાવ્યયોજના અંતર્ગત એના કાર્ય અંગે ઊભી થયેલી અભ્યાસની દિશા મહત્ત્વની છે. કાવ્યની આસ્વાદરુચિમાં એનો સમૃદ્ધ ઉમેરો હશે.
:કવિતામાં વર્ણવિનિમય અંગેની વિકસેલી વિવેચનાત્મક સૂઝ અને વર્ણવિનિમયના પ્રભાવો તેમ જ કાવ્યયોજના અંતર્ગત એના કાર્ય અંગે ઊભી થયેલી અભ્યાસની દિશા મહત્ત્વની છે. કાવ્યની આસ્વાદરુચિમાં એનો સમૃદ્ધ ઉમેરો હશે.
:જેમકે, ઉમાશંકર જોશીના ‘પ્રભુકવિ’ કાવ્યની પંક્તિઓ :  
:જેમકે, ઉમાશંકર જોશીના ‘પ્રભુકવિ’ કાવ્યની પંક્તિઓ :  
:‘અંતે રહે એક નિરાકાર
{{Block center|'''<poem>‘અંતે રહે એક નિરાકાર
:રહે એક અશબ્દ નામ
રહે એક અશબ્દ નામ
:તું...
તું...
:હું...
હું...
:પ્રભુ.... કવિ......
પ્રભુ.... કવિ......
:પ્રભુકવિ.’
પ્રભુકવિ.’</poem>'''}}
'''Analects અંશ-સંશય'''
'''Analects અંશ-સંશય'''
:સામાન્ય રીતે એક જ લેખકની કૃતિઓમાંથી પંસદ કરવામાં આવેલાં ઉત્તમ સાહિત્યિક વિધાનો, પરિચ્છેદોનો સંચય.  
:સામાન્ય રીતે એક જ લેખકની કૃતિઓમાંથી પંસદ કરવામાં આવેલાં ઉત્તમ સાહિત્યિક વિધાનો, પરિચ્છેદોનો સંચય.  
Line 240: Line 240:
:એકના એક શબ્દ કે શબ્દજૂથનું કાવ્યની અને ખાસ તો ગીતની પંક્તિઓમાં આરંભમાં આવતું પુનરાવર્તન તે આદ્યપુનરુક્તિ છે.
:એકના એક શબ્દ કે શબ્દજૂથનું કાવ્યની અને ખાસ તો ગીતની પંક્તિઓમાં આરંભમાં આવતું પુનરાવર્તન તે આદ્યપુનરુક્તિ છે.
:જેમકે, રાજેન્દ્ર શુક્લની પંક્તિઓ –
:જેમકે, રાજેન્દ્ર શુક્લની પંક્તિઓ –
:‘કદાચ હું ક્વચિતનાં વસનારને મળું  
{{Block center|'''<poem>‘કદાચ હું ક્વચિતનાં વસનારને મળું  
:કદાચ હું હૃદય શીર્ણવિશીર્ણતા તણા  
કદાચ હું હૃદય શીર્ણવિશીર્ણતા તણા  
:અવાજના ધધખતા રુધિરપ્રવાહમાં  
અવાજના ધધખતા રુધિરપ્રવાહમાં  
:અવાજમુક્ત સ્થળના વસનારને મળું...’
અવાજમુક્ત સ્થળના વસનારને મળું...’</poem>'''}}
'''Anecdote પ્રસંગ'''
'''Anecdote પ્રસંગ'''
:આ સંજ્ઞા મૂળ અર્થમાં પ્રાચીન લેખકનાં લખાણોનો એક ભાગ પહેલીવાર પ્રકાશિત થાય એનું સૂચન કરતી. તે જ રીતે પ્રાચીન સમયમાં ટુચકાના અર્થમાં પણ આ સંજ્ઞા પ્રચારમાં હતી. ત્યાર બાદ વાર્તાસાહિત્યના વિકાસની સાથોસાથ પ્રસંગપ્રધાન નવલકથામાં તેનો સમાવેશ થયો આ પ્રકારની નવલકથામાં વસ્તુના ક્રમિક વિકાસના અભાવે નાના નાના પ્રસંગોની શ્રેણી દ્વારા વાર્તાનો વિસ્તાર કરવામાં આવે છે.