31,377
edits
(+1) |
No edit summary |
||
| Line 83: | Line 83: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
– ચતુષ્કલના એકધારા આવર્તનમાં સમથળ રીતે વહેતી આ પ્રલંબ પંક્તિ ગતિશીલ ભાવને સુરેખ રીતે રજૂ કરે છે. એક સંકુલ કલ્પન એમાંથી ઊપસી આવે છે, ટેકરીઓના ઢોળાવ પર નાયકનાયિકા ધીમે પગલે ઊતરે છે એ જાતનું વિશાળ ફલકનું આ દૃશ્ય ઘણું જ પ્રભાવક છે. ‘ટેકરીઓ’ પોતે ‘ધીમે ધીમે ઢાળ ઊતરતી’ હોવાની કલ્પનામાં વળી વિશેષ ચમત્કૃતિ સધાઈ છે. આખું ચિત્ર એ રીતે ગતિશીલ બની આવ્યું છે. બંને વચ્ચે ફૂલની આપલે એક આત્મીય સંબંધની દ્યોતક ઘટના છે. હૈયાની ઝંખના આશા આરત બધું ફૂલના પ્રતીક દ્વારા સૂચવાઈ જાય છે. પણ ના, કાવ્યનાયક માટે આજે એ પ્રસંગ એક સ્મૃતિશેષ વસ્તુ બની રહી છે. /ધીમે ધીમે/ એ અષ્ટકલ પછી /ઢાળ/ ઊતરતી/ એ અષ્ટકલનું લઘુગુરુનું સંયોજન એ રીતનું છે કે એમાં સહજ રીતે આછા ઢોળાવ પરની ગતિનું રૂપ તાદૃશ થઈ ઊઠ્યું છે. એમાં રમેશના કવિકર્મનો વિશેષ જોઈ શકાશે. | – ચતુષ્કલના એકધારા આવર્તનમાં સમથળ રીતે વહેતી આ પ્રલંબ પંક્તિ ગતિશીલ ભાવને સુરેખ રીતે રજૂ કરે છે. એક સંકુલ કલ્પન એમાંથી ઊપસી આવે છે, ટેકરીઓના ઢોળાવ પર નાયકનાયિકા ધીમે પગલે ઊતરે છે એ જાતનું વિશાળ ફલકનું આ દૃશ્ય ઘણું જ પ્રભાવક છે. ‘ટેકરીઓ’ પોતે ‘ધીમે ધીમે ઢાળ ઊતરતી’ હોવાની કલ્પનામાં વળી વિશેષ ચમત્કૃતિ સધાઈ છે. આખું ચિત્ર એ રીતે ગતિશીલ બની આવ્યું છે. બંને વચ્ચે ફૂલની આપલે એક આત્મીય સંબંધની દ્યોતક ઘટના છે. હૈયાની ઝંખના આશા આરત બધું ફૂલના પ્રતીક દ્વારા સૂચવાઈ જાય છે. પણ ના, કાવ્યનાયક માટે આજે એ પ્રસંગ એક સ્મૃતિશેષ વસ્તુ બની રહી છે. /ધીમે ધીમે/ એ અષ્ટકલ પછી /ઢાળ/ ઊતરતી/ એ અષ્ટકલનું લઘુગુરુનું સંયોજન એ રીતનું છે કે એમાં સહજ રીતે આછા ઢોળાવ પરની ગતિનું રૂપ તાદૃશ થઈ ઊઠ્યું છે. એમાં રમેશના કવિકર્મનો વિશેષ જોઈ શકાશે. | ||
બીજીત્રીજી પંક્તિઓનું અલગ યુગ્મ બને છે. આરંભની પંક્તિ ચોથી પંક્તિ સાથે અનુસંધાન જાળવી લે છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>‘સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં તરતા ખેતર શેઢે સોનલ | {{Block center|'''<poem>‘સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં તરતા ખેતર શેઢે સોનલ | ||
| Line 124: | Line 124: | ||
એની પછીની કડીમાં અસ્ત પામેલા યુગનો એક વિલક્ષણ સંદર્ભ જોડાયો છે : | એની પછીની કડીમાં અસ્ત પામેલા યુગનો એક વિલક્ષણ સંદર્ભ જોડાયો છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center| | {{Block center|'''<poem>ખડભડ ગઢને ગબ્બર ગોખ કે ઝમરખ દીવો બળે રે લોલ | ||
<poem>ખડભડ ગઢને ગબ્બર ગોખ કે ઝમરખ દીવો બળે રે લોલ | લોલ, મારે કાંચવે આભલાંની હાર કે ભીંતમાં ભાત્યું પડે રે લોલ</poem>'''}} | ||
લોલ, મારે કાંચવે આભલાંની હાર કે ભીંતમાં ભાત્યું પડે રે લોલ</poem> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પહેલી પંક્તિમાં ‘ખડભડ ગઢ’, તેનો ‘ગબ્બરગોખ’ અને ‘ઝમરખ દીવો’ – એ સર્વ એક રોમાંચક પરિવેશ રચી દે છે. ‘ખડભડ’ આદિ પદોના વર્ણનું સંયોજન, પથ્થરિયા ગઢની સ્થૂળ ખરબચડી દીવાલો તે તેની નિર્જનતા, ભેંકાર અને અવાવરુ સ્થિતિનો સંકેત કરે છે. સાથે જોડાઈને આવતી બીજી પંક્તિ નાયિકાના મનોભાવનું, તેની અજ્ઞાત ઝંખનાઓ અને કામનાઓનું, એટલું જ સાંકેતિક ચિત્ર આંકી દે છે. ‘કંચવા’ પર ‘આભલાંની હાર’ ગૂંથાઈ છે. અને કદાચ એને કારણે જ અંદરની ‘ભીંત’માં ‘ભાત્યું’ અંકાતી રહે છે. નાયિકાની લાગણીનો સૂક્ષ્મ તંતુ અહીં પકડાયો છે. બંને ય પંક્તિઓમાં સોરઠની લોકસંસ્કૃતિનાં તત્ત્વો, અલબત્ત, સઘનપણે સ્પર્શાયાં છે. | પહેલી પંક્તિમાં ‘ખડભડ ગઢ’, તેનો ‘ગબ્બરગોખ’ અને ‘ઝમરખ દીવો’ – એ સર્વ એક રોમાંચક પરિવેશ રચી દે છે. ‘ખડભડ’ આદિ પદોના વર્ણનું સંયોજન, પથ્થરિયા ગઢની સ્થૂળ ખરબચડી દીવાલો તે તેની નિર્જનતા, ભેંકાર અને અવાવરુ સ્થિતિનો સંકેત કરે છે. સાથે જોડાઈને આવતી બીજી પંક્તિ નાયિકાના મનોભાવનું, તેની અજ્ઞાત ઝંખનાઓ અને કામનાઓનું, એટલું જ સાંકેતિક ચિત્ર આંકી દે છે. ‘કંચવા’ પર ‘આભલાંની હાર’ ગૂંથાઈ છે. અને કદાચ એને કારણે જ અંદરની ‘ભીંત’માં ‘ભાત્યું’ અંકાતી રહે છે. નાયિકાની લાગણીનો સૂક્ષ્મ તંતુ અહીં પકડાયો છે. બંને ય પંક્તિઓમાં સોરઠની લોકસંસ્કૃતિનાં તત્ત્વો, અલબત્ત, સઘનપણે સ્પર્શાયાં છે. | ||
| Line 174: | Line 172: | ||
અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, ‘ક્યાં’ પછીની ગીતરચનાઓમાં રમેશનો કવિસ્વર બદલાયો છે. એમાં કલ્પનો-પ્રતીકોના કેટલાક નવા જ સંદર્ભોનો તાઝગીભર્યો ઉઘાડ છે. તરલ ચંચલ છટકણી લાગણીનાં અલપઝલપ દ્યુતિમય રૂપોની અભિવ્યક્તિ અહીં તરત ધ્યાન ખેંચે છે. ‘ખડિંગ’ની ‘હેલ્લારો’ રચના તેમની બદલાતી સર્જકગતિનું એક સુભગ દૃષ્ટાંત છે : | અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, ‘ક્યાં’ પછીની ગીતરચનાઓમાં રમેશનો કવિસ્વર બદલાયો છે. એમાં કલ્પનો-પ્રતીકોના કેટલાક નવા જ સંદર્ભોનો તાઝગીભર્યો ઉઘાડ છે. તરલ ચંચલ છટકણી લાગણીનાં અલપઝલપ દ્યુતિમય રૂપોની અભિવ્યક્તિ અહીં તરત ધ્યાન ખેંચે છે. ‘ખડિંગ’ની ‘હેલ્લારો’ રચના તેમની બદલાતી સર્જકગતિનું એક સુભગ દૃષ્ટાંત છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>હેલ્લારો | {{Block center|'''<poem>હેલ્લારો | ||
આ ઝાકળના ઝબકારા ઝાલી ઘાસ ફરે મેદાન વચ્ચે હેલ્લારો | આ ઝાકળના ઝબકારા ઝાલી ઘાસ ફરે મેદાન વચ્ચે હેલ્લારો | ||
| Line 193: | Line 191: | ||
{{gap|4em}}આ જડી પડ્યાનો હેલ્લારો | {{gap|4em}}આ જડી પડ્યાનો હેલ્લારો | ||
આ ઝાકળના ઝબકારા ઝાલી ઘાસ ફરે મેદાન વચ્ચે હેલ્લારો | આ ઝાકળના ઝબકારા ઝાલી ઘાસ ફરે મેદાન વચ્ચે હેલ્લારો | ||
આ સવારના રેલાઓ લૈ ટેકરીઓ દોડે પાન વચ્ચે હેલ્લારો</poem>}} | આ સવારના રેલાઓ લૈ ટેકરીઓ દોડે પાન વચ્ચે હેલ્લારો</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પરોઢમાં પ્રકૃતિનું કોઈ જાદુઈ દૃશ્ય જોતાં કવિ હૃદયથી ઉલ્લાસ અનુભવે – અને એનો ય વળી કેફ ચઢે – એવા વિલક્ષણ ભાવમાંથી આ રચના જન્મી આવી છે. લયના મુક્ત હિલ્લોળમાં એ કેફ વરતાઈ આવે છે. અને, આખુંય એ દૃશ્યપટ એક તરલ ગતિમાન ઘટના રૂપે પ્રત્યક્ષ થઈ ઊઠે છે. રચનાના અંતરે અંતરે સંવેદનના તાઝગીભર્યા નવા સંદર્ભો ખુલ્લા થતા જાય છે. વિશાળ મેદાનમાં ઊગી નીકળેલું ઘાસ, આમ તો, સ્થિર અ-ચલ તત્ત્વ છે. પણ પવનને હિલોળે તેમાં જે રીતે લયાત્મક ઝુકાવ રચાય છે, તેમાં તરલ સરલ ગત્યાત્મકતાનો અજબ આભાસ રચાય છે. ‘ઝાકળના ઝબકારા’–એ ગતિમાં સહાયક સાધન બને છે. બીજી પંક્તિનું ગતિશીલ કલ્પન પણ એટલું જ મનોહર છે. ટેકરીઓ તો સ્થિર પ્રાકૃતિક સત્ત્વો છે. પણ પ્રભાતનાં સોનલવરણાં કિરણો એના ઢોળાવ પર જે રીતે ઊતરી રહ્યાં છે તેમાં રેલાની પ્રવાહિતા પ્રત્યક્ષ થાય છે, બલકે ટેકરીઓ સ્વયં ‘પાન વચ્ચે’ દોડી રહી હોવાનો ભાસ રચે છે! ‘આ ઈત્તો ઈત્તો હેલ્લારો, આ ચાંપપલિતો હેલ્લારો’–એ વચલી ટૂક લયના કેફને ઘૂંટે છે, શ્રુતિઓનું વિલક્ષણ સંયોજન અહીં નોંધપાત્ર છે. પછીના અંતરાઓમાં ભાવની અભિવ્યક્તિ કેટલાક માર્મિક સંકેતો રજૂ કરે છે. અહીં સોરઠી લોકગીતનો પરિવેશ લુપ્ત થયો છે, તે પણ સહૃદયોએ નોંધ્યું હશે. | પરોઢમાં પ્રકૃતિનું કોઈ જાદુઈ દૃશ્ય જોતાં કવિ હૃદયથી ઉલ્લાસ અનુભવે – અને એનો ય વળી કેફ ચઢે – એવા વિલક્ષણ ભાવમાંથી આ રચના જન્મી આવી છે. લયના મુક્ત હિલ્લોળમાં એ કેફ વરતાઈ આવે છે. અને, આખુંય એ દૃશ્યપટ એક તરલ ગતિમાન ઘટના રૂપે પ્રત્યક્ષ થઈ ઊઠે છે. રચનાના અંતરે અંતરે સંવેદનના તાઝગીભર્યા નવા સંદર્ભો ખુલ્લા થતા જાય છે. વિશાળ મેદાનમાં ઊગી નીકળેલું ઘાસ, આમ તો, સ્થિર અ-ચલ તત્ત્વ છે. પણ પવનને હિલોળે તેમાં જે રીતે લયાત્મક ઝુકાવ રચાય છે, તેમાં તરલ સરલ ગત્યાત્મકતાનો અજબ આભાસ રચાય છે. ‘ઝાકળના ઝબકારા’–એ ગતિમાં સહાયક સાધન બને છે. બીજી પંક્તિનું ગતિશીલ કલ્પન પણ એટલું જ મનોહર છે. ટેકરીઓ તો સ્થિર પ્રાકૃતિક સત્ત્વો છે. પણ પ્રભાતનાં સોનલવરણાં કિરણો એના ઢોળાવ પર જે રીતે ઊતરી રહ્યાં છે તેમાં રેલાની પ્રવાહિતા પ્રત્યક્ષ થાય છે, બલકે ટેકરીઓ સ્વયં ‘પાન વચ્ચે’ દોડી રહી હોવાનો ભાસ રચે છે! ‘આ ઈત્તો ઈત્તો હેલ્લારો, આ ચાંપપલિતો હેલ્લારો’–એ વચલી ટૂક લયના કેફને ઘૂંટે છે, શ્રુતિઓનું વિલક્ષણ સંયોજન અહીં નોંધપાત્ર છે. પછીના અંતરાઓમાં ભાવની અભિવ્યક્તિ કેટલાક માર્મિક સંકેતો રજૂ કરે છે. અહીં સોરઠી લોકગીતનો પરિવેશ લુપ્ત થયો છે, તે પણ સહૃદયોએ નોંધ્યું હશે. | ||
| Line 200: | Line 198: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>રમતાં રમતાં ધૂળના ખોબા ભરી ઢોળતા બાળક જેવું | {{Block center|'''<poem>રમતાં રમતાં ધૂળના ખોબા ભરી ઢોળતા બાળક જેવું | ||
{{right|ટપકે નેવું.}} | {{right|ટપકે નેવું.}} | ||
પલળેલી ચકલી થથરાવી પાંખ પવનમાં પૂરે ઝીણી ફરફરતી રંગોળી, | પલળેલી ચકલી થથરાવી પાંખ પવનમાં પૂરે ઝીણી ફરફરતી રંગોળી, | ||
| Line 214: | Line 212: | ||
હું માણસ ના થયો હોત ને હું જો ચકલી હોત ને મારે હોત પલળતી પાંખો | હું માણસ ના થયો હોત ને હું જો ચકલી હોત ને મારે હોત પલળતી પાંખો | ||
{{right|કોને કહેવું...}} | {{right|કોને કહેવું...}} | ||
રમતાં રમતાં ધૂળના ખોબા ભરી ઢોળતા બાળક જેવું ટપકે નેવું.</poem>}} | રમતાં રમતાં ધૂળના ખોબા ભરી ઢોળતા બાળક જેવું ટપકે નેવું.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ ગીતની અભિવ્યક્તિની રીતિ અને ભાષાનું પોત, આપણે અગાઉ જોઈ તે ‘ક્યાં’ની રચનાઓના પોતથી દેખીતી રીતે જ જુદું પડે છે. એમાં ‘ક્યાં’નો લાક્ષણિક એવો રંગદર્શી પરિવેશ નથી, સોરઠી લોકગીતનાં તત્ત્વોનું અનુસંધાન નથી. રમેશની કવિ લેખે અહીં ગતિ બદલાઈ રહી છે, એમ પણ જોઈ શકાશે. ન્હાનાલાલનાં ઊર્મિકાવ્યોથી, બલકે, પોતાની ‘ક્યાં’ની રચનાઓથી, કંઈક સામી દિશાની આ ગતિ છે. રૂઢ પરંપરામાં ઊછરેલું ઊર્મિકાવ્ય હૃદયની સરળ નિર્વ્યાજ ભાવોર્મિની અપેક્ષા રાખે છે. કવિહૃદયનું ગુંજન (musing) અને તેની રચનામાં ભાવ અને ભાષાનું માધુર્ય લાલિત્ય અને કુમાશ તેમજ ઊર્મિની આર્દ્રતા એ તેની મુખ્ય લાક્ષણિકતાઓ રહી છે. જ્યારે આ ગીતમાં વ્યક્ત થતું સંવેદન કંઈક રુક્ષ, અને ખરબચડી ધારવાળું છે. રંગબેરંગી કલ્પનોની ઝાંય એમાં નથી, એમાં, અલબત્ત, તરલ સૂક્ષ્મ રેખાઓમાં ઝિલાતી ચિત્રાત્મકતા છે, તેમ ચિત્રોનું પ્રાચુર્ય પણ છે. તેમની પ્રબળ સર્જકતા અહીં પણ પ્રલંબ પંક્તિઓ રૂપે વિસ્તરી છે. દરેક અંતરો એક નવો જ સંદર્ભ રજૂ કરે છે. અસ્તિત્વની કોઈ અકળ તરસ, ઝંખના, અભાવો અહીં માર્મિક રીતે પ્રગટ થયાં છે. ઉપાડની પંક્તિ, અલબત્ત, એટલી ચમત્કૃતિવાળી જણાતી નથી. કદાચ કૃતિના સૂક્ષ્મ સંવેદનની સાથે એ એટલી સંવાદી નથી. પણ પછીના ચારેય અંતરા ચિત્તસ્પર્શી બની આવ્યા છે. ‘પલળેલી ચકલી’ ‘નેવાંનું ટીપું’ ‘ધુમાડો’ ‘કૂતરું’ ‘છબી’ – આદિ પદાર્થો જોડે સંકળાતા સંદર્ભો આપણા સાવ પરિચિત જગતમાંથી આવ્યા છે. એવો સંદર્ભ ઘણું ખરું કલ્પનનું સામર્થ્ય ધરે છે. બીજા ને ચોથા અંતરામાં કાવ્યનાયકનું મનોગત તીવ્રતાથી ઊપસી આવ્યું છે. ‘એ પણ કેવું’ ‘કેવળ એવું’ ‘ખળખળ વહેવું’ ‘કોને કહેવું’ – એ પંક્તિઓ દરેક અંતરાને અંતે આગવા કાકુને કારણે અસાધારણ અસર પાડે છે. ‘ટપકે નેવું’ જોડે એનો પ્રાસસંબંધ છે, તે પણ વિલક્ષણ રીતે વ્યંગભાવ (irony) ઉપસાવી આપે છે. | આ ગીતની અભિવ્યક્તિની રીતિ અને ભાષાનું પોત, આપણે અગાઉ જોઈ તે ‘ક્યાં’ની રચનાઓના પોતથી દેખીતી રીતે જ જુદું પડે છે. એમાં ‘ક્યાં’નો લાક્ષણિક એવો રંગદર્શી પરિવેશ નથી, સોરઠી લોકગીતનાં તત્ત્વોનું અનુસંધાન નથી. રમેશની કવિ લેખે અહીં ગતિ બદલાઈ રહી છે, એમ પણ જોઈ શકાશે. ન્હાનાલાલનાં ઊર્મિકાવ્યોથી, બલકે, પોતાની ‘ક્યાં’ની રચનાઓથી, કંઈક સામી દિશાની આ ગતિ છે. રૂઢ પરંપરામાં ઊછરેલું ઊર્મિકાવ્ય હૃદયની સરળ નિર્વ્યાજ ભાવોર્મિની અપેક્ષા રાખે છે. કવિહૃદયનું ગુંજન (musing) અને તેની રચનામાં ભાવ અને ભાષાનું માધુર્ય લાલિત્ય અને કુમાશ તેમજ ઊર્મિની આર્દ્રતા એ તેની મુખ્ય લાક્ષણિકતાઓ રહી છે. જ્યારે આ ગીતમાં વ્યક્ત થતું સંવેદન કંઈક રુક્ષ, અને ખરબચડી ધારવાળું છે. રંગબેરંગી કલ્પનોની ઝાંય એમાં નથી, એમાં, અલબત્ત, તરલ સૂક્ષ્મ રેખાઓમાં ઝિલાતી ચિત્રાત્મકતા છે, તેમ ચિત્રોનું પ્રાચુર્ય પણ છે. તેમની પ્રબળ સર્જકતા અહીં પણ પ્રલંબ પંક્તિઓ રૂપે વિસ્તરી છે. દરેક અંતરો એક નવો જ સંદર્ભ રજૂ કરે છે. અસ્તિત્વની કોઈ અકળ તરસ, ઝંખના, અભાવો અહીં માર્મિક રીતે પ્રગટ થયાં છે. ઉપાડની પંક્તિ, અલબત્ત, એટલી ચમત્કૃતિવાળી જણાતી નથી. કદાચ કૃતિના સૂક્ષ્મ સંવેદનની સાથે એ એટલી સંવાદી નથી. પણ પછીના ચારેય અંતરા ચિત્તસ્પર્શી બની આવ્યા છે. ‘પલળેલી ચકલી’ ‘નેવાંનું ટીપું’ ‘ધુમાડો’ ‘કૂતરું’ ‘છબી’ – આદિ પદાર્થો જોડે સંકળાતા સંદર્ભો આપણા સાવ પરિચિત જગતમાંથી આવ્યા છે. એવો સંદર્ભ ઘણું ખરું કલ્પનનું સામર્થ્ય ધરે છે. બીજા ને ચોથા અંતરામાં કાવ્યનાયકનું મનોગત તીવ્રતાથી ઊપસી આવ્યું છે. ‘એ પણ કેવું’ ‘કેવળ એવું’ ‘ખળખળ વહેવું’ ‘કોને કહેવું’ – એ પંક્તિઓ દરેક અંતરાને અંતે આગવા કાકુને કારણે અસાધારણ અસર પાડે છે. ‘ટપકે નેવું’ જોડે એનો પ્રાસસંબંધ છે, તે પણ વિલક્ષણ રીતે વ્યંગભાવ (irony) ઉપસાવી આપે છે. | ||