31,377
edits
(+1) |
(+1) |
||
| Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ચુનીલાલ મડિયાએ ’૪૦-૪૧ના ગાળામાં નવલિકાલેખનની પ્રવૃત્તિ આરંભી, તે સમયે આપણે ત્યાં ધૂમકેતુ, રામનારાયણ પાઠક, અને ઝવેરચંદ મેઘાણી જેવા પ્રસિદ્ધ લેખકોનું આ ક્ષેત્રમાં તેમનુ મહત્ત્વનું ગણાય તેવું સારું એવું સાહિત્ય પ્રગટ થઈ ચૂક્યું હતું. એમના અનુગામીઓમાં ઉમાશંકર, સુન્દરમ્, બ્રોકર, પન્નાલાલ અને જયંત ખત્રી જેવા શક્તિસંપન્ન લેખકો, આગવું આગવું અર્પણ કરી રહ્યા હતા. | ચુનીલાલ મડિયાએ ’૪૦-૪૧ના ગાળામાં નવલિકાલેખનની પ્રવૃત્તિ આરંભી, તે સમયે આપણે ત્યાં ધૂમકેતુ, રામનારાયણ પાઠક, અને ઝવેરચંદ મેઘાણી જેવા પ્રસિદ્ધ લેખકોનું આ ક્ષેત્રમાં તેમનુ મહત્ત્વનું ગણાય તેવું સારું એવું સાહિત્ય પ્રગટ થઈ ચૂક્યું હતું. એમના અનુગામીઓમાં ઉમાશંકર, સુન્દરમ્, બ્રોકર, પન્નાલાલ અને જયંત ખત્રી જેવા શક્તિસંપન્ન લેખકો, આગવું આગવું અર્પણ કરી રહ્યા હતા.<ref>. ઈ. સ. ૧૯૪૧ના અંત સુધીમાં ધૂમકેતુના ‘તણખા’ (ચાર ભાગો) ‘મલ્લિકા’, ‘ત્રિભેટો’ આદિ સંગ્રહો, દ્વિરેફના ‘દ્વિરેફની વાતો’ (૧-૨) અને ત્રીજાની કેટલીક, મેઘાણીની ‘નવલિકાઓ’ (૧-૨), ઉમાશંકરનો ‘શ્રાવણી મેળો’, સુન્દરમ્ના ‘ખોલકી અને નાગરિકા’ અને ‘પિયાસી’, બ્રોકરના ‘લતા અને બીજી વાતો’, ‘વસુંધરા અને બીજી વાતો’, પન્નાલાલના ‘સુખદુઃખના સાથી’, ‘જીવો દાંડ’ અને ‘જિંદગીનો ખેલ’ વગેરે સંગ્રહો પ્રગટ થઈ ચૂક્યા હતા.</ref> આ લેખકોએ પોતાની આગવી આગવી દૃષ્ટિ અને રુચિને અનુરૂપ વાર્તાવિશ્વ નિર્માણ કરવાના પ્રયત્નો કર્યા હતા. નવલિકાની કળા વિશે તેઓ ઊંડી સૂઝ ધરાવતા હતા. એટલે, તેમની નવલિકાઓ દ્વારા આપણા નવલિકાસાહિત્યનો એક રંગબેરંગી પ્રવાહ રચાઈ રહ્યો હતો. અલબત્ત, એ સૌ વાસ્તવવાદી કળાથી પ્રેરાયેલા હતા. ત્રીશીના અંત સુધીમાં આપણું કથાસાહિત્ય વાસ્તવવાદી કથાસાહિત્યનાં ઘણાં તત્ત્વો આમેજ કરી લેતું દેખાશે. | ||
આવા સમયે તરુણ મડિયાએ, પોતાની અનોખી પ્રતિભાના ઉન્મેષો જેવી વિશિષ્ટ શૈલીની નવલિકાઓ રચીને, એક જુદી જ કેડી કંડારવાનો પુરુષાર્થ આદર્યો. તેમનો પ્રથમ નવલિકાસંગ્રહ ‘ઘૂઘવતાં પૂર’ ૧૯૪૫માં પ્રગટ થયો, ત્યારે રસિકલાલ પરીખ જેવા આપણા એક રસજ્ઞ વિદ્વાને પ્રસ્તુત સંગ્રહનો – અને એ રીતે એના સર્જકનો – જે અત્યંત ઉષ્માભર્યો આદરસત્કાર કર્યો હતો, તે હકીકત તત્કાલીન સંદર્ભમાં ઓછી મહત્ત્વની નથી. | આવા સમયે તરુણ મડિયાએ, પોતાની અનોખી પ્રતિભાના ઉન્મેષો જેવી વિશિષ્ટ શૈલીની નવલિકાઓ રચીને, એક જુદી જ કેડી કંડારવાનો પુરુષાર્થ આદર્યો. તેમનો પ્રથમ નવલિકાસંગ્રહ ‘ઘૂઘવતાં પૂર’ ૧૯૪૫માં પ્રગટ થયો, ત્યારે રસિકલાલ પરીખ જેવા આપણા એક રસજ્ઞ વિદ્વાને પ્રસ્તુત સંગ્રહનો – અને એ રીતે એના સર્જકનો – જે અત્યંત ઉષ્માભર્યો આદરસત્કાર કર્યો હતો, તે હકીકત તત્કાલીન સંદર્ભમાં ઓછી મહત્ત્વની નથી. | ||
તો, અહીં તરત પ્રશ્ન થશે કે, મડિયાની સર્જકપ્રતિભાનો વિશેષ તેમની નવલિકાઓમાં ક્યાં અને કેવી રીતે પ્રગટ થયો હતો? પણ એનો ઉત્તર એટલો સરળ નથી. પ્રસ્તુત સંગ્રહની નવલિકાઓમાં, આમ જુઓ તો, કથાવસ્તુ અને રચનારીતિઓનું વૈવિધ્ય ધ્યાન ખેંચે એટલું હતું. પણ એવું વૈવિધ્ય કંઈ તેમની સર્જકશક્તિનો માપદંડ બની રહે એવું નથી. એમાં તળપદા સોરઠી જીવનના વૃત્તાંતો હતા એમ કોઈ સૂચવે, પણ એમાંય મડિયાની વિશેષતા નહોતી. એમની પહેલાં ધૂમકેતુ અને મેઘાણી જેવા સમર્થ લેખકો આવા વિષયો સ્પર્શી ચૂક્યા હતા. મડિયાની સર્જકતાનો વિશેષ પામવા તેમની શૈલીના હાર્દમાં ઊતરવું જોઈએ, એમ મને લાગે છે. ‘કમાઉ દીકરો’, ‘જેરામ ગંજેરી’, ‘વાની મારી કોયલ’ અને ‘ઘૂઘવતાં પૂર’ જેવી વિલક્ષણ નવલિકાઓના હાર્દમાં પ્રવેશતાં જણાશે કે લોકજીવનની કથાઓ કહેતાં મડિયા વાસ્તવિકતાના કોઈ આદિમ્ બલિષ્ઠતત્ત્વને, કહો કે અસ્તિત્વના અતિ પ્રાકૃત એવાં દુર્ઘર્ષ બળોને આલેખવા ચાહે છે. સામાજિક વાસ્તવિકતાથી ગહન સ્તરની, અબૌદ્ધિકતાની ગહરાઈને તેઓ સ્પર્શી રહે છે. અને, માનવપરિસ્થિતિમાં નિહિત રહેલા વિષમ કરુણ અંશને તેઓ સહજ પ્રત્યક્ષ કરી લે છે. એ રીતે ‘ઘૂઘવતાં પૂર’માં કશાક આદિમ્ આવેગનું સબળ આલેખન પ્રભાવક નીવડ્યું હતું. આ કારણે જ, કદાચ, મડિયા આપણા સાહિત્યજગતમાં બહુ ટૂંકા ગાળામાં પોતાનું આગવું ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કરી શક્યા હતા. | તો, અહીં તરત પ્રશ્ન થશે કે, મડિયાની સર્જકપ્રતિભાનો વિશેષ તેમની નવલિકાઓમાં ક્યાં અને કેવી રીતે પ્રગટ થયો હતો? પણ એનો ઉત્તર એટલો સરળ નથી. પ્રસ્તુત સંગ્રહની નવલિકાઓમાં, આમ જુઓ તો, કથાવસ્તુ અને રચનારીતિઓનું વૈવિધ્ય ધ્યાન ખેંચે એટલું હતું. પણ એવું વૈવિધ્ય કંઈ તેમની સર્જકશક્તિનો માપદંડ બની રહે એવું નથી. એમાં તળપદા સોરઠી જીવનના વૃત્તાંતો હતા એમ કોઈ સૂચવે, પણ એમાંય મડિયાની વિશેષતા નહોતી. એમની પહેલાં ધૂમકેતુ અને મેઘાણી જેવા સમર્થ લેખકો આવા વિષયો સ્પર્શી ચૂક્યા હતા. મડિયાની સર્જકતાનો વિશેષ પામવા તેમની શૈલીના હાર્દમાં ઊતરવું જોઈએ, એમ મને લાગે છે. ‘કમાઉ દીકરો’, ‘જેરામ ગંજેરી’, ‘વાની મારી કોયલ’ અને ‘ઘૂઘવતાં પૂર’ જેવી વિલક્ષણ નવલિકાઓના હાર્દમાં પ્રવેશતાં જણાશે કે લોકજીવનની કથાઓ કહેતાં મડિયા વાસ્તવિકતાના કોઈ આદિમ્ બલિષ્ઠતત્ત્વને, કહો કે અસ્તિત્વના અતિ પ્રાકૃત એવાં દુર્ઘર્ષ બળોને આલેખવા ચાહે છે. સામાજિક વાસ્તવિકતાથી ગહન સ્તરની, અબૌદ્ધિકતાની ગહરાઈને તેઓ સ્પર્શી રહે છે. અને, માનવપરિસ્થિતિમાં નિહિત રહેલા વિષમ કરુણ અંશને તેઓ સહજ પ્રત્યક્ષ કરી લે છે. એ રીતે ‘ઘૂઘવતાં પૂર’માં કશાક આદિમ્ આવેગનું સબળ આલેખન પ્રભાવક નીવડ્યું હતું. આ કારણે જ, કદાચ, મડિયા આપણા સાહિત્યજગતમાં બહુ ટૂંકા ગાળામાં પોતાનું આગવું ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કરી શક્યા હતા. | ||
‘ઘૂઘવતાં પૂર’ પછીના એક દાયકામાં – ઈ. સ. ૧૯૪૫થી ’૫૫ના ગાળામાં – મડિયાએ ધરખમ લેખન કર્યું. પત્રકારત્વના વ્યવસાયમાં રોકાયા હતા, એટલે આ કામ માટે તેમને પુષ્કળ અવકાશ મળ્યો દેખાય છે. દશ-બાર વરસના ગાળામાં ‘પદ્મજા’, ‘ચંપો અને કેળ’, ‘તેજ અને તિમિર’, ‘રૂપ અરૂપ’, ‘શરણાઈના સૂર’ અને ‘અંતસ્રોતા’ – જેવા વત્તાઓછા મહત્ત્વના સંગ્રહો પ્રગટ થયા. એમાં સોરઠી જીવનની વાર્તાઓ, ઉપરાંત નગરજીવનના વિષયો પણ સ્પર્શાયા હતા અને રચનારીતિની બાબતમાંયે રુચિકર વૈવિધ્ય આણવાના તેમણે મહત્ત્વાકાંક્ષી પ્રયત્નો કર્યા હતા. છતાં, તેમની પ્રતિભાનો જે કંઈ વિશેષ હતો તે મુખ્યત્વે સોરઠી લોકજીવનની વાર્તાઓમાં પ્રગટ્યો હતો. અહીં એમ નોંધવું જોઈએ કે, પત્રકારત્વના વ્યવસાયે જો મડિયાની લેખનપ્રવૃત્તિને વેગ આપ્યો, તો એ વ્યવસાય જ કદાચ તેમની સર્જકતાને કુંઠિત કરવામાં કારણભૂત બન્યો. પત્રકારત્વના પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રભાવ હેઠળ તેમની અનેક રચનાઓ પાંખી શિથિલ અને અલ્પસત્ત્વ બની ગઈ દેખાશે. | ‘ઘૂઘવતાં પૂર’ પછીના એક દાયકામાં – ઈ. સ. ૧૯૪૫થી ’૫૫ના ગાળામાં – મડિયાએ ધરખમ લેખન કર્યું. પત્રકારત્વના વ્યવસાયમાં રોકાયા હતા, એટલે આ કામ માટે તેમને પુષ્કળ અવકાશ મળ્યો દેખાય છે. દશ-બાર વરસના ગાળામાં ‘પદ્મજા’, ‘ચંપો અને કેળ’, ‘તેજ અને તિમિર’, ‘રૂપ અરૂપ’, ‘શરણાઈના સૂર’ અને ‘અંતસ્રોતા’ – જેવા વત્તાઓછા મહત્ત્વના સંગ્રહો પ્રગટ થયા. એમાં સોરઠી જીવનની વાર્તાઓ, ઉપરાંત નગરજીવનના વિષયો પણ સ્પર્શાયા હતા અને રચનારીતિની બાબતમાંયે રુચિકર વૈવિધ્ય આણવાના તેમણે મહત્ત્વાકાંક્ષી પ્રયત્નો કર્યા હતા. છતાં, તેમની પ્રતિભાનો જે કંઈ વિશેષ હતો તે મુખ્યત્વે સોરઠી લોકજીવનની વાર્તાઓમાં પ્રગટ્યો હતો. અહીં એમ નોંધવું જોઈએ કે, પત્રકારત્વના વ્યવસાયે જો મડિયાની લેખનપ્રવૃત્તિને વેગ આપ્યો, તો એ વ્યવસાય જ કદાચ તેમની સર્જકતાને કુંઠિત કરવામાં કારણભૂત બન્યો. પત્રકારત્વના પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રભાવ હેઠળ તેમની અનેક રચનાઓ પાંખી શિથિલ અને અલ્પસત્ત્વ બની ગઈ દેખાશે. | ||
ઈ. સ. ૧૯૫૫-૫૬માં, તેમનો ‘અંતઃસ્રોતા’ સંગ્રહ પ્રેસમાં હતો. એ દરમ્યાન જ, મડિયા થોડો સમય પરદેશયાત્રા કરી આવ્યા. એ પ્રવાસેથી પાછા ફરતાંવેંત તેમણે એવો મત પ્રગટ કર્યો કે, નવલિકા જેવા સ્વરૂપ માટે હવે કોઈ ઊજળું ભાવિ નથી. | ઈ. સ. ૧૯૫૫-૫૬માં, તેમનો ‘અંતઃસ્રોતા’ સંગ્રહ પ્રેસમાં હતો. એ દરમ્યાન જ, મડિયા થોડો સમય પરદેશયાત્રા કરી આવ્યા. એ પ્રવાસેથી પાછા ફરતાંવેંત તેમણે એવો મત પ્રગટ કર્યો કે, નવલિકા જેવા સ્વરૂપ માટે હવે કોઈ ઊજળું ભાવિ નથી.<ref>‘અંતઃસ્રોતા’ના આરંભમાં ‘થોડીક ગોષ્ઠી’ શીર્ષકની ચર્ચા.</ref> આના સમર્થનમાં તેમણે એમ કહ્યું કે અમેરિકા જેવા દેશમાં ત્યાંની ઉત્તમોત્તમ પ્રતિભાઓ હવે વિવેચન અને એવાં બીજાં ક્ષેત્રોમાં સક્રિય બની છે. આ પ્રકારની સમજ કેળવ્યા પછી મડિયા નવલિકાલેખનની પ્રવૃત્તિ પરત્વે થોડા ઉદાસીન પણ બન્યા જણાય છે. પણ એ પ્રવૃત્તિનો સર્વથા ત્યાગ કરવાનું તેમને માટે શક્ય જ નહોતું. નવલિકા તેમની સર્જકતા માટે કદાચ સૌથી વધુ અનુકૂળ માધ્યમ હતું. એટલે, મંદ ગતિએ તેમની કલમ આ ક્ષેત્રમાં ચાલતી રહી. એની ફલશ્રુતિ રૂપે આપણને તેમની પાસેથી ‘જેકબ સર્કલ : સાત રસ્તા’ (૧૯૫૯), ‘ક્ષણાર્ધ (૧૯૬૨) અને એ પછી ‘ક્ષત-વિક્ષત’ (૧૯૬૮) જેવા સંગ્રહો મળતા રહ્યા. | ||
આ ઉત્તરકાલીન સંગ્રહોની વિશેષ કરીને ‘ક્ષણાર્ધ’ અને ‘ક્ષત-વિક્ષત’ની નવલિકાઓના વર્ણ્યવિષયો અને નિરૂપણરીતિ જોતાં એમ સમજાય કે મડિયાનો પ્રયત્ન આપણા તરુણ પેઢીના સર્જકોની સાથે કંઈક કદમ મિલાવવાનો છે. સોરઠી લોકજીવનના વૃત્તાંતોથી અળગા બની વર્તમાન નગરજીવનની વિષમતા વિફલતા અને વંધ્યતાના ભાવો નિરૂપવાનું વલણ હવે બળવાન બન્યું છે. ‘રાયજીનું રૉસ્કોપ’ જેવી નવલિકામાં પલટાતા સમયની અભિજ્ઞતાનું ચિત્તસ્પર્શી આલેખન થયું છે, જે મડિયાના સમસ્ત નવલિકાસાહિત્યમાં એક અનન્ય ઉન્મેષ બની રહે છે. એ રીતે તેમની ઉત્તરકાલીન નવલિકાઓના રંગરાગ અમુક અંશે બદલાયા પણ છે. છતાં ઉત્તરકાલીન રચનાઓમાં ઘણી કૃતિઓ નીરસ અને નિસ્તેજ રહી જતી લાગે છે. આરંભકાળમાં જે અનન્ય ઓજસ તાજગી અને હૃદ્યતા સિદ્ધ થયાં હતાં, તે આ ઉત્તરકાલીન રચનાઓમાં ક્ષીણ થતાં દેખાય છે. એ વિશે કેટલીક વાર એવી લાગણી થાય કે તેમની સર્જકતાનું મૂળ ઝરણ જાણે કે સુકાઈ જવા આવ્યું છે. | આ ઉત્તરકાલીન સંગ્રહોની વિશેષ કરીને ‘ક્ષણાર્ધ’ અને ‘ક્ષત-વિક્ષત’ની નવલિકાઓના વર્ણ્યવિષયો અને નિરૂપણરીતિ જોતાં એમ સમજાય કે મડિયાનો પ્રયત્ન આપણા તરુણ પેઢીના સર્જકોની સાથે કંઈક કદમ મિલાવવાનો છે. સોરઠી લોકજીવનના વૃત્તાંતોથી અળગા બની વર્તમાન નગરજીવનની વિષમતા વિફલતા અને વંધ્યતાના ભાવો નિરૂપવાનું વલણ હવે બળવાન બન્યું છે. ‘રાયજીનું રૉસ્કોપ’ જેવી નવલિકામાં પલટાતા સમયની અભિજ્ઞતાનું ચિત્તસ્પર્શી આલેખન થયું છે, જે મડિયાના સમસ્ત નવલિકાસાહિત્યમાં એક અનન્ય ઉન્મેષ બની રહે છે. એ રીતે તેમની ઉત્તરકાલીન નવલિકાઓના રંગરાગ અમુક અંશે બદલાયા પણ છે. છતાં ઉત્તરકાલીન રચનાઓમાં ઘણી કૃતિઓ નીરસ અને નિસ્તેજ રહી જતી લાગે છે. આરંભકાળમાં જે અનન્ય ઓજસ તાજગી અને હૃદ્યતા સિદ્ધ થયાં હતાં, તે આ ઉત્તરકાલીન રચનાઓમાં ક્ષીણ થતાં દેખાય છે. એ વિશે કેટલીક વાર એવી લાગણી થાય કે તેમની સર્જકતાનું મૂળ ઝરણ જાણે કે સુકાઈ જવા આવ્યું છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 25: | Line 25: | ||
“આજે જીવનમાં ક્રૌંચવધ જેવો ચિત્તક્ષોભ નથી થતો પણ આ જે નાના પ્રકારના ચિત્તક્ષોભો થઈ રહ્યા છે એની ઉત્કટતા જ એવી તો આકરી હોય છે કે એની અભિવ્યક્તિ માટે લેખનકૌશલ કે રચનાકૌશલની પણ બહુ આવશ્યકતા નથી લાગતી. મૂળ વાસ્તવિકતા જ એવી તો ચોટભરી હોય છે કે કાગળ ઉપર એની કાચી-પાકી રજૂઆત થાય તોપણ એ પ્રતીતિકર અને ધારદાર બની રહે છે.” મડિયાની વિચારણા, દેખીતી રીતે જ, અહીં આત્યંતિકતામાં સરી પડી છે. અહીં તેમણે ‘લેખનકૌશલ’ કે ‘રચનાકૌશલ’નું’ જે રીતે અવમૂલ્યન કર્યું છે, તે પરથી તો તેમની કળાદૃષ્ટિ વિશેયે થોડો સંદેહ જાગે તો આશ્ચર્ય નહિ. ૧૯૬૭માં, ‘કથાલોક’માં (ગ્રંથસ્થ લેખ ‘કથા અને કથનરીતિ’માં) આવું જ વલણ તેમણે ફરીથી સ્પષ્ટ કર્યું છે : “અતિ સભાનપણે ટેક્નિકની જટાઝાળ ગૂંથતા લેખકોની મને બહુ બીક લાગે છે. સર્જનની ક્ષણ કંઈક અંશે અ-ભાન ક્ષણ હોય છે. સર્જકની પોતાની પણ જાણ બહાર, યોજના બહાર કશુંક રચાઈ જતું હોય છે. અને એ સ્વયંભૂ આકાર પામતું હોય છે. સર્જકને પણ વશ ન વર્તે એ સર્જન ઉત્તમ. એલિયટે કહેલું કે વૃક્ષના વિકાસનો નકશો ન દોરી શકાય” (પૃ. ૭૫). સાહિત્યની સર્જનપ્રક્રિયા વિશેની મડિયાની આ બધી વિચારણા ખરેખર તો વિસ્તૃત સમીક્ષા માગે છે. પણ અહીં સ્થળસંકોચને કારણે આપણે એ માટે રોકાઈશું નહિ. માત્ર તેમના અભિગમ પરત્વે એટલું જ નોંધીશું કે ટેક્નિકની ઉપયોગિતા વિશે તેમને ભારે સંશય છે. કદાચ ટેક્નિક એ નર્યો બૌદ્ધિક પ્રપંચ છે કે જડ યાંત્રિક ઢાંચો છે અને તેથી જ તે આગંતુક છે એવું કંઈક તેમના ખ્યાલમાં હશે. એટલે જ તેઓ ‘અનુભૂતિની સચ્ચાઈ’નો ખ્યાલ પુરસ્કારે છે. પણ નવલિકા નવલકથા નાટક આદિ કથામૂલક સ્વરૂપોમાં સર્જકની ‘અનુભૂતિની સચ્ચાઈ’ પૂરેપૂરી પ્રબળતાથી પ્રકટ થાય એ માટેય સમુચિત સંવિધાન જોઈએ, વિશિષ્ટ અભિવ્યક્તિ કે રૂપનિર્મિતિ જોઈએ. સ્થૂળ ઘટનાસામગ્રી તો ઘણી વાર કેન્દ્રહીન વેરવિખેર હોઈ શકે. એને વિશિષ્ટ સર્જનનું મૂલ્ય પ્રાપ્ત થાય તેવી રચનારીતિની અપેક્ષા રહે જ છે. | “આજે જીવનમાં ક્રૌંચવધ જેવો ચિત્તક્ષોભ નથી થતો પણ આ જે નાના પ્રકારના ચિત્તક્ષોભો થઈ રહ્યા છે એની ઉત્કટતા જ એવી તો આકરી હોય છે કે એની અભિવ્યક્તિ માટે લેખનકૌશલ કે રચનાકૌશલની પણ બહુ આવશ્યકતા નથી લાગતી. મૂળ વાસ્તવિકતા જ એવી તો ચોટભરી હોય છે કે કાગળ ઉપર એની કાચી-પાકી રજૂઆત થાય તોપણ એ પ્રતીતિકર અને ધારદાર બની રહે છે.” મડિયાની વિચારણા, દેખીતી રીતે જ, અહીં આત્યંતિકતામાં સરી પડી છે. અહીં તેમણે ‘લેખનકૌશલ’ કે ‘રચનાકૌશલ’નું’ જે રીતે અવમૂલ્યન કર્યું છે, તે પરથી તો તેમની કળાદૃષ્ટિ વિશેયે થોડો સંદેહ જાગે તો આશ્ચર્ય નહિ. ૧૯૬૭માં, ‘કથાલોક’માં (ગ્રંથસ્થ લેખ ‘કથા અને કથનરીતિ’માં) આવું જ વલણ તેમણે ફરીથી સ્પષ્ટ કર્યું છે : “અતિ સભાનપણે ટેક્નિકની જટાઝાળ ગૂંથતા લેખકોની મને બહુ બીક લાગે છે. સર્જનની ક્ષણ કંઈક અંશે અ-ભાન ક્ષણ હોય છે. સર્જકની પોતાની પણ જાણ બહાર, યોજના બહાર કશુંક રચાઈ જતું હોય છે. અને એ સ્વયંભૂ આકાર પામતું હોય છે. સર્જકને પણ વશ ન વર્તે એ સર્જન ઉત્તમ. એલિયટે કહેલું કે વૃક્ષના વિકાસનો નકશો ન દોરી શકાય” (પૃ. ૭૫). સાહિત્યની સર્જનપ્રક્રિયા વિશેની મડિયાની આ બધી વિચારણા ખરેખર તો વિસ્તૃત સમીક્ષા માગે છે. પણ અહીં સ્થળસંકોચને કારણે આપણે એ માટે રોકાઈશું નહિ. માત્ર તેમના અભિગમ પરત્વે એટલું જ નોંધીશું કે ટેક્નિકની ઉપયોગિતા વિશે તેમને ભારે સંશય છે. કદાચ ટેક્નિક એ નર્યો બૌદ્ધિક પ્રપંચ છે કે જડ યાંત્રિક ઢાંચો છે અને તેથી જ તે આગંતુક છે એવું કંઈક તેમના ખ્યાલમાં હશે. એટલે જ તેઓ ‘અનુભૂતિની સચ્ચાઈ’નો ખ્યાલ પુરસ્કારે છે. પણ નવલિકા નવલકથા નાટક આદિ કથામૂલક સ્વરૂપોમાં સર્જકની ‘અનુભૂતિની સચ્ચાઈ’ પૂરેપૂરી પ્રબળતાથી પ્રકટ થાય એ માટેય સમુચિત સંવિધાન જોઈએ, વિશિષ્ટ અભિવ્યક્તિ કે રૂપનિર્મિતિ જોઈએ. સ્થૂળ ઘટનાસામગ્રી તો ઘણી વાર કેન્દ્રહીન વેરવિખેર હોઈ શકે. એને વિશિષ્ટ સર્જનનું મૂલ્ય પ્રાપ્ત થાય તેવી રચનારીતિની અપેક્ષા રહે જ છે. | ||
માર્ક શૉરરે ટેક્નિકનું મહત્ત્વ, સર્જકના અનુભવને રૂપ આપવાના સાધન લેખે જ, કર્યું છે તે મુદ્દો નોંધપાત્ર છે : | માર્ક શૉરરે ટેક્નિકનું મહત્ત્વ, સર્જકના અનુભવને રૂપ આપવાના સાધન લેખે જ, કર્યું છે તે મુદ્દો નોંધપાત્ર છે : | ||
“For technique is the means by which the writer’s experience, which is his subject matter, compels him to attend to it; technique is the only means he has of discovering, exploring, developing his subject, of conveying its meaning, and finally evaluating, it. And surely it follows that certain techniques are sharper tools than others, and will discover more; that the writer capable of the most exacting technical scrutiny of his subject matter will produce works with the most satisfying content, works with thickness and resonance works which reverberate, works with maximum meaning. | “For technique is the means by which the writer’s experience, which is his subject matter, compels him to attend to it; technique is the only means he has of discovering, exploring, developing his subject, of conveying its meaning, and finally evaluating, it. And surely it follows that certain techniques are sharper tools than others, and will discover more; that the writer capable of the most exacting technical scrutiny of his subject matter will produce works with the most satisfying content, works with thickness and resonance works which reverberate, works with maximum meaning.”<ref>‘Technique as Discovery: Forms of Modern Fiction’, pp. ૯, Ed. by Van O’Connor, The University of Minnesota Press, ૧૯૪૮</ref> | ||
શૉરરની આ વિચારણા ધ્યાનાર્હ છે. સ્થૂળ ઘટનાયુક્ત કાચી સામગ્રીમાં રહસ્યસભર ક્ષણ ઉત્કટતાથી રેખાંકિત કરી આપી શકાય, એના વ્યંજનાક્ષમ અંશોનો પૂરેપૂરો વિકાસ સાધી શકાય અને સમગ્ર કૃતિનું પ્રતીકાત્મક રૂપ રચી શકાય તે માટે વિશિષ્ટ રચનારીતિની અપેક્ષા રહે છે. મૂળની કાચી સામગ્રી તો ઘાટ વિનાની, પાસા વિનાની, કેન્દ્ર વિનાની વસ્તુ સંભવે છે. એમાં વ્યંજનાના વિકાસની ક્ષમતા હોય પણ એની વિકાસદિશા સ્પષ્ટ ન હોય. એટલે આવી સામગ્રીમાંથી સૌથી વધુ સમૃદ્ધ ‘અર્થ’ વિકસાવી શકાય. તે માટે સર્જકે માત્ર પ્રસંગસંકલનના સ્તરેથી જ નહિ, છેક ભાષાશૈલી અને અભિવ્યક્તિના સ્તરેથી વિચાર કરવાનો રહે છે. ટેક્નિક કોઈ તૈયાર કારિકા નથી કે રચનાનો ઢાંચો નથી. દરેક વિશિષ્ટ અનુભવસામગ્રી માટે ભિન્ન ટેક્નિકની અપેક્ષા રહે છે. અલબત્ત, આ ટેક્નિક તે સર્જકની મૂળ ઉપલબ્ધિ સમા ‘રહસ્ય’ની અવેજીમાં ચાલે નહિ, પણ ‘રહસ્ય’ની ઉપલબ્ધિ જે સંદિગ્ધ પ્રચ્છન્ન સામગ્રીમાં વીંટળાઈને અસ્ફુટ બની રહી હોય છે તેને નજાકતથી સંવારીને જાળવી લેવાનો આ ઉપક્રમ છે. | શૉરરની આ વિચારણા ધ્યાનાર્હ છે. સ્થૂળ ઘટનાયુક્ત કાચી સામગ્રીમાં રહસ્યસભર ક્ષણ ઉત્કટતાથી રેખાંકિત કરી આપી શકાય, એના વ્યંજનાક્ષમ અંશોનો પૂરેપૂરો વિકાસ સાધી શકાય અને સમગ્ર કૃતિનું પ્રતીકાત્મક રૂપ રચી શકાય તે માટે વિશિષ્ટ રચનારીતિની અપેક્ષા રહે છે. મૂળની કાચી સામગ્રી તો ઘાટ વિનાની, પાસા વિનાની, કેન્દ્ર વિનાની વસ્તુ સંભવે છે. એમાં વ્યંજનાના વિકાસની ક્ષમતા હોય પણ એની વિકાસદિશા સ્પષ્ટ ન હોય. એટલે આવી સામગ્રીમાંથી સૌથી વધુ સમૃદ્ધ ‘અર્થ’ વિકસાવી શકાય. તે માટે સર્જકે માત્ર પ્રસંગસંકલનના સ્તરેથી જ નહિ, છેક ભાષાશૈલી અને અભિવ્યક્તિના સ્તરેથી વિચાર કરવાનો રહે છે. ટેક્નિક કોઈ તૈયાર કારિકા નથી કે રચનાનો ઢાંચો નથી. દરેક વિશિષ્ટ અનુભવસામગ્રી માટે ભિન્ન ટેક્નિકની અપેક્ષા રહે છે. અલબત્ત, આ ટેક્નિક તે સર્જકની મૂળ ઉપલબ્ધિ સમા ‘રહસ્ય’ની અવેજીમાં ચાલે નહિ, પણ ‘રહસ્ય’ની ઉપલબ્ધિ જે સંદિગ્ધ પ્રચ્છન્ન સામગ્રીમાં વીંટળાઈને અસ્ફુટ બની રહી હોય છે તેને નજાકતથી સંવારીને જાળવી લેવાનો આ ઉપક્રમ છે. | ||
એ ખરું કે મડિયાને વિશાળ કથાસાહિત્યનો પરિચય હતો. દેશવિદેશની અસંખ્ય સમૃદ્ધ કૃતિઓના વાચનથી તેમની રુચિ કેળવાતી રહી છે. એટલે નવલિકાનાં રમણીય તત્ત્વોની ઓળખ તેમને સહજ હોય જ. પણ કંઈક આશ્ચર્ય લાગે એવી વાત એ છે કે નવલિકાની કળામાં રૂપરચનાનું જે વિશેષ મહત્ત્વ છે તેનો તેઓ પુરસ્કાર કરી શક્યા નથી. | એ ખરું કે મડિયાને વિશાળ કથાસાહિત્યનો પરિચય હતો. દેશવિદેશની અસંખ્ય સમૃદ્ધ કૃતિઓના વાચનથી તેમની રુચિ કેળવાતી રહી છે. એટલે નવલિકાનાં રમણીય તત્ત્વોની ઓળખ તેમને સહજ હોય જ. પણ કંઈક આશ્ચર્ય લાગે એવી વાત એ છે કે નવલિકાની કળામાં રૂપરચનાનું જે વિશેષ મહત્ત્વ છે તેનો તેઓ પુરસ્કાર કરી શક્યા નથી. | ||
| Line 31: | Line 31: | ||
વાર્તાસૃષ્ટિમાં વૈવિધ્ય આવે એવા કશાક ખ્યાલથી પ્રેરાઈને જ કદાચ તેમણે વાર્તાકથનની રીતિઓ બદલી જોઈ છે. જોકે મોટા ભાગની વાર્તાઓમાં સીધું કથન સ્વીકાર્યું છે. એટલે કે લેખક કથાનો તંતુ હાથમાં લઈ વિસ્તાર સાધે છે. પણ કેટલીક રચનાઓ મુખ્ય કે ગૌણ પાત્રોના આત્મકથન રૂપે રજૂ કરી છે. ‘મૂરખાઓ અને ફિરસ્તાઓ’, ‘પૈડાં’, ‘જેરામ ગંજેરી’, ‘ધણખૂટ’, ‘ધરાની માટી’, ‘ચંપો અને કેળ’, ‘હું મંજરીને પરણું તો’, ‘હું પુપુલ ને હંસા’, ‘મારી નાખ્યાં રે’, ‘આઈ જાનબાઈનું થાનકડું’ જેવી રચનાઓ આ રીતિએ આલેખાઈ છે. આથી ભિન્ન, ‘ફૂલદડો અને ઢીંગલી’ ‘પ્રેમના સંગીતમાં’ અને ‘કોરું કપાળ’ એ પત્રકથનની રીતિએ લખાઈ છે. વળી ‘પ્રથમ વર્ષા અને પછી’, ‘માણેકઠારી રાતે’, ‘એક સંસ્કારસેવકની ડાયરીમાંથી’ એ કૃતિઓ ડાયરીલેખનના રૂપમાં છે. ‘એ’ અને ‘સઢ અને સુકાન’ કેવળ સ્વગતોક્તિ રૂપે રજૂ થઈ છે. તો ‘વગડાના વા’, ‘એક અસત્ય કથા’, ‘એક બોધક કથા’, ‘પ્રેમ કથાકિસ્સો’ અને ‘એક કરુણ સુખાન્ત’ એ રચનાઓ દ્વિરેફની ‘મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદમંડળ’ની યાદ આપતી ‘યાત્રીગણ’ની ગોષ્ઠી રૂપે પ્રસ્તુત કરી છે. | વાર્તાસૃષ્ટિમાં વૈવિધ્ય આવે એવા કશાક ખ્યાલથી પ્રેરાઈને જ કદાચ તેમણે વાર્તાકથનની રીતિઓ બદલી જોઈ છે. જોકે મોટા ભાગની વાર્તાઓમાં સીધું કથન સ્વીકાર્યું છે. એટલે કે લેખક કથાનો તંતુ હાથમાં લઈ વિસ્તાર સાધે છે. પણ કેટલીક રચનાઓ મુખ્ય કે ગૌણ પાત્રોના આત્મકથન રૂપે રજૂ કરી છે. ‘મૂરખાઓ અને ફિરસ્તાઓ’, ‘પૈડાં’, ‘જેરામ ગંજેરી’, ‘ધણખૂટ’, ‘ધરાની માટી’, ‘ચંપો અને કેળ’, ‘હું મંજરીને પરણું તો’, ‘હું પુપુલ ને હંસા’, ‘મારી નાખ્યાં રે’, ‘આઈ જાનબાઈનું થાનકડું’ જેવી રચનાઓ આ રીતિએ આલેખાઈ છે. આથી ભિન્ન, ‘ફૂલદડો અને ઢીંગલી’ ‘પ્રેમના સંગીતમાં’ અને ‘કોરું કપાળ’ એ પત્રકથનની રીતિએ લખાઈ છે. વળી ‘પ્રથમ વર્ષા અને પછી’, ‘માણેકઠારી રાતે’, ‘એક સંસ્કારસેવકની ડાયરીમાંથી’ એ કૃતિઓ ડાયરીલેખનના રૂપમાં છે. ‘એ’ અને ‘સઢ અને સુકાન’ કેવળ સ્વગતોક્તિ રૂપે રજૂ થઈ છે. તો ‘વગડાના વા’, ‘એક અસત્ય કથા’, ‘એક બોધક કથા’, ‘પ્રેમ કથાકિસ્સો’ અને ‘એક કરુણ સુખાન્ત’ એ રચનાઓ દ્વિરેફની ‘મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદમંડળ’ની યાદ આપતી ‘યાત્રીગણ’ની ગોષ્ઠી રૂપે પ્રસ્તુત કરી છે. | ||
પણ કથનરીતિ કે પ્રસ્તુતીકરણની સ્થૂળ યુક્તિનું ઝાઝું મૂલ્ય ન હોઈ શકે. અંતે કોઈ ૫ણ રચનારીતિ કૃતિની આંતરક્ષમતાને તાગવામાં કેટલી કાર્યક્ષમ નીવડી છે તે જ મહત્ત્વનું બની રહે છે. દા.ત. ‘પ્રથમ વર્ષા અને પછી’ એ શીર્ષકની વાર્તા એમાંના મુખ્ય પાત્ર પિનુની ડાયરી રૂપે રજૂ થઈ છે. ડાયરીના ઢાંચામાં આત્મકથનની મોકળાશ રહે છે. અને પિનુના મનોભાવને પ્રકટ કરવા આ જાતનું ડાયરીલેખન ઉપકારક નીવડશે એમ કદાચ મડિયાને અભિમત હશે. પણ નર્યું આત્મકથન નવલિકાને અનિવાર્ય એવા વિશિષ્ટ રૂપતંત્ર સુધી પહોંચતું નથી. સ્થૂળ નિસ્તેજ લાગતું બયાન એક ચપટી વસ્તુ રહી જાય છે. ‘ફૂલદડો અને ઢીંગલી’માં મડિયાએ પત્રકથનની શૈલી ઉપયોગમાં લીધી છે. એમાં પાત્રો પરસ્પરને પત્રો લખે છે, અને એ દ્વારા પોતાના મનોભાવો ખુલ્લા કરે છે. પત્રોમાં આગળ-પાછળના પ્રસંગોના નિર્દેશો થતા રહે છે. પણ એથી નવલિકાનું કળાત્મક રૂપ બંધાતું નથી. પત્રવિનિમયની પદ્ધતિથી આ પાત્રોના જીવનના કોઈ રોચક પ્રસંગો વિશેનું કુતૂહલ કદાચ સંતોષાય, પણ સૂક્ષ્મ ચમત્કૃતિભર્યું સંવિધાન એમાં સિદ્ધ થઈ શક્યું નથી. રચનારીતિ કે કથનરીતિની નવીનતાનું કોઈ મહત્ત્વ ન હોય. મૂળ પ્રશ્ન તો રૂપનિર્માણનો છે : વિશિષ્ટ રહસ્ય ક્રમશઃ ઊઘડતું રહે અને અંતમાં એક પ્રકાશમય ઉપલબ્ધિના આઘાત સાથે પૂરું થાય, તેવા સંવિધાનનો છે. નવલિકાના રૂપવિધાનની અસંખ્ય તરેહો હોઈ શકે પણ એ બધામાં એક ચોક્કસ મરોડ તો હોવાનો જ. આરંભમાં રજૂ થતો વૃત્તાંત જે ક્ષમતાનો અણસાર આપે છે તેનો તાગ લેતાં કૃતિને એક મરોડ મળ્યો હોય છે : એમાં નિહિત રહેલું રહસ્ય અંતમાં એક લોકોત્તર ચમત્કૃતિ સાથે ભાવકચિત્તમાં ઝળહળી ઊઠે છે. | પણ કથનરીતિ કે પ્રસ્તુતીકરણની સ્થૂળ યુક્તિનું ઝાઝું મૂલ્ય ન હોઈ શકે. અંતે કોઈ ૫ણ રચનારીતિ કૃતિની આંતરક્ષમતાને તાગવામાં કેટલી કાર્યક્ષમ નીવડી છે તે જ મહત્ત્વનું બની રહે છે. દા.ત. ‘પ્રથમ વર્ષા અને પછી’ એ શીર્ષકની વાર્તા એમાંના મુખ્ય પાત્ર પિનુની ડાયરી રૂપે રજૂ થઈ છે. ડાયરીના ઢાંચામાં આત્મકથનની મોકળાશ રહે છે. અને પિનુના મનોભાવને પ્રકટ કરવા આ જાતનું ડાયરીલેખન ઉપકારક નીવડશે એમ કદાચ મડિયાને અભિમત હશે. પણ નર્યું આત્મકથન નવલિકાને અનિવાર્ય એવા વિશિષ્ટ રૂપતંત્ર સુધી પહોંચતું નથી. સ્થૂળ નિસ્તેજ લાગતું બયાન એક ચપટી વસ્તુ રહી જાય છે. ‘ફૂલદડો અને ઢીંગલી’માં મડિયાએ પત્રકથનની શૈલી ઉપયોગમાં લીધી છે. એમાં પાત્રો પરસ્પરને પત્રો લખે છે, અને એ દ્વારા પોતાના મનોભાવો ખુલ્લા કરે છે. પત્રોમાં આગળ-પાછળના પ્રસંગોના નિર્દેશો થતા રહે છે. પણ એથી નવલિકાનું કળાત્મક રૂપ બંધાતું નથી. પત્રવિનિમયની પદ્ધતિથી આ પાત્રોના જીવનના કોઈ રોચક પ્રસંગો વિશેનું કુતૂહલ કદાચ સંતોષાય, પણ સૂક્ષ્મ ચમત્કૃતિભર્યું સંવિધાન એમાં સિદ્ધ થઈ શક્યું નથી. રચનારીતિ કે કથનરીતિની નવીનતાનું કોઈ મહત્ત્વ ન હોય. મૂળ પ્રશ્ન તો રૂપનિર્માણનો છે : વિશિષ્ટ રહસ્ય ક્રમશઃ ઊઘડતું રહે અને અંતમાં એક પ્રકાશમય ઉપલબ્ધિના આઘાત સાથે પૂરું થાય, તેવા સંવિધાનનો છે. નવલિકાના રૂપવિધાનની અસંખ્ય તરેહો હોઈ શકે પણ એ બધામાં એક ચોક્કસ મરોડ તો હોવાનો જ. આરંભમાં રજૂ થતો વૃત્તાંત જે ક્ષમતાનો અણસાર આપે છે તેનો તાગ લેતાં કૃતિને એક મરોડ મળ્યો હોય છે : એમાં નિહિત રહેલું રહસ્ય અંતમાં એક લોકોત્તર ચમત્કૃતિ સાથે ભાવકચિત્તમાં ઝળહળી ઊઠે છે. | ||
આરંભમાં નિર્દેશ કર્યો છે તેમ, વાર્તારસની ખિલવણી અર્થે મડિયાએ વારંવાર સ્થૂળ અસામાન્ય કદની ઘટનાઓનો આશ્રય લીધો છે. અવૈધ જાતીયસંબંધ, ખૂન, આપઘાત, બળાત્કાર અને એવી સ્થૂળ આઘાતક ઘટનાઓ તેમની અનેક વાર્તાઓના હાડમાં રહી છે. અને મુશ્કેલી એ છે કે વાર્તારસ જમાવવા તાલમેલિયા કે નાટકી બનાવોય ઉપયોગમાં લેવાયા છે. સ્થૂળ કથાપ્રપંચની આવી રીતિનીતિ દેખીતી રીતે જ સૂક્ષ્મ સર્જકતાને અવરોધક નીવડે છે. સ્થૂળ પ્રસંગ પર જ્યાં ભાર પડે છે ત્યાં માનવહૃદયનાં સૂક્ષ્મ સંચલનોની ઉપેક્ષા થાય એમ બને. બલકે, કૃત્રિમ રીતે ઘડાયેલું માળખું રૂપનિર્મિતિને અવરોધક નીવડે. ‘બોડકી’ વાર્તામાં જોડાયેલા પ્રસંગો કેવળ વાર્તારસ બહલાવવા આવ્યા હશે. પણ એમાં કોઈ રહસ્યસભર ઘટના સુરેખ રીતે કંડારી શકાઈ નથી. બોડકી પરનો અત્યાચાર, જાનકીદાસ દ્વારા તેનું ખૂન અને અંતે તેનું પલાયન – એ બધા બનાવોના અંકોડા સાવ શિથિલ રહી ગયા છે. ‘કાળી રાત, કાળી ઓઢણી, કાળી ચીસ’નો અંત પણ કૃતક લાગે છે. મધરાતે રેલવેયાર્ડમાં યુવતી પરનો બળાત્કાર અને તેના નાના બાળકનું મૉત – એ બધી ઘટનાઓ કેવળ સંક્ષોભક બનાવથી વિશેષ નથી. વ્યવહારજીવનમાં આવી સ્થૂળ ઘટનાઓ સરેરાશ વાચકને જે રીતે આંચકો આપી જાય છે કે સ્તબ્ધ કરી જાય છે, તેવો જ સ્થૂળ અનુભવ આ વાર્તા કરાવે છે. મૂળ મુદ્દો એ છે કે નવલિકાના કળારૂપમાં સૂક્ષ્મ રહસ્યનું ઉદ્ઘાટન અપેક્ષિત છે. વાસ્તવજીવનમાં ઘણી અણધારી અને વિચિત્ર ઘટનાઓ બની જતી હોય છે. વર્તમાનપત્રમાં છપાતા સનસનાટીભર્યા કિસ્સાઓ કંઈ ઓછા આકર્ષક નથી હોતા. પણ આવા કિસ્સાઓ વાચકની સ્થૂળ કુતૂહલવૃત્તિને સંતોષે છે, અથવા એમ હોય કે તેના ચિત્તની ગહન સ્તરની અતૃપ્ત (કે અવરુદ્ધ) લાગણીઓ અને ઇચ્છાઓને સંતર્પતી હોય. પણ એ કંઈ કળાની અનુભૂતિ નથી. રસની સૂક્ષ્મતા એમાં નથી. નવલિકાના સર્જક સામે – અને કોઈ પણ કળાકાર સામે – પ્રશ્ન રસની સૂક્ષ્મતમ સિદ્ધિનો છે. મડિયા પોતાની વાર્તાઓ માટે સ્થૂળ અસામાન્ય ઘટનાઓ લે છે પણ એવી સામગ્રીનું કળાત્મક રૂપ નિર્માણ કરવા તેઓ ઝાઝા ઉદ્યુક્ત બન્યા નથી. ‘મારી નાખ્યાં રે’, ‘અગનપોયણું’, ‘અત્તરનું પૂમડું’, ‘કાયાકલ્પ’ અને ‘ચીસ’ જેવી વાર્તાઓ આપધાત ખૂન અને મૉત જેવી અસામાન્ય ઘટના પર અવલંબે છે. | આરંભમાં નિર્દેશ કર્યો છે તેમ, વાર્તારસની ખિલવણી અર્થે મડિયાએ વારંવાર સ્થૂળ અસામાન્ય કદની ઘટનાઓનો આશ્રય લીધો છે. અવૈધ જાતીયસંબંધ, ખૂન, આપઘાત, બળાત્કાર અને એવી સ્થૂળ આઘાતક ઘટનાઓ તેમની અનેક વાર્તાઓના હાડમાં રહી છે. અને મુશ્કેલી એ છે કે વાર્તારસ જમાવવા તાલમેલિયા કે નાટકી બનાવોય ઉપયોગમાં લેવાયા છે. સ્થૂળ કથાપ્રપંચની આવી રીતિનીતિ દેખીતી રીતે જ સૂક્ષ્મ સર્જકતાને અવરોધક નીવડે છે. સ્થૂળ પ્રસંગ પર જ્યાં ભાર પડે છે ત્યાં માનવહૃદયનાં સૂક્ષ્મ સંચલનોની ઉપેક્ષા થાય એમ બને. બલકે, કૃત્રિમ રીતે ઘડાયેલું માળખું રૂપનિર્મિતિને અવરોધક નીવડે. ‘બોડકી’ વાર્તામાં જોડાયેલા પ્રસંગો કેવળ વાર્તારસ બહલાવવા આવ્યા હશે. પણ એમાં કોઈ રહસ્યસભર ઘટના સુરેખ રીતે કંડારી શકાઈ નથી. બોડકી પરનો અત્યાચાર, જાનકીદાસ દ્વારા તેનું ખૂન અને અંતે તેનું પલાયન – એ બધા બનાવોના અંકોડા સાવ શિથિલ રહી ગયા છે. ‘કાળી રાત, કાળી ઓઢણી, કાળી ચીસ’નો અંત પણ કૃતક લાગે છે. મધરાતે રેલવેયાર્ડમાં યુવતી પરનો બળાત્કાર અને તેના નાના બાળકનું મૉત – એ બધી ઘટનાઓ કેવળ સંક્ષોભક બનાવથી વિશેષ નથી. વ્યવહારજીવનમાં આવી સ્થૂળ ઘટનાઓ સરેરાશ વાચકને જે રીતે આંચકો આપી જાય છે કે સ્તબ્ધ કરી જાય છે, તેવો જ સ્થૂળ અનુભવ આ વાર્તા કરાવે છે. મૂળ મુદ્દો એ છે કે નવલિકાના કળારૂપમાં સૂક્ષ્મ રહસ્યનું ઉદ્ઘાટન અપેક્ષિત છે. વાસ્તવજીવનમાં ઘણી અણધારી અને વિચિત્ર ઘટનાઓ બની જતી હોય છે. વર્તમાનપત્રમાં છપાતા સનસનાટીભર્યા કિસ્સાઓ કંઈ ઓછા આકર્ષક નથી હોતા. પણ આવા કિસ્સાઓ વાચકની સ્થૂળ કુતૂહલવૃત્તિને સંતોષે છે, અથવા એમ હોય કે તેના ચિત્તની ગહન સ્તરની અતૃપ્ત (કે અવરુદ્ધ) લાગણીઓ અને ઇચ્છાઓને સંતર્પતી હોય. પણ એ કંઈ કળાની અનુભૂતિ નથી. રસની સૂક્ષ્મતા એમાં નથી. નવલિકાના સર્જક સામે – અને કોઈ પણ કળાકાર સામે – પ્રશ્ન રસની સૂક્ષ્મતમ સિદ્ધિનો છે. મડિયા પોતાની વાર્તાઓ માટે સ્થૂળ અસામાન્ય ઘટનાઓ લે છે પણ એવી સામગ્રીનું કળાત્મક રૂપ નિર્માણ કરવા તેઓ ઝાઝા ઉદ્યુક્ત બન્યા નથી. ‘મારી નાખ્યાં રે’, ‘અગનપોયણું’, ‘અત્તરનું પૂમડું’, ‘કાયાકલ્પ’ અને ‘ચીસ’ જેવી વાર્તાઓ આપધાત ખૂન અને મૉત જેવી અસામાન્ય ઘટના પર અવલંબે છે.<ref>‘રાજી ભંગડી’, ‘ઓલા ભવની શોક્ય’, ‘ગળચટાં વખ’, ‘ધરાની માટી’, ‘ભેરવ બોલી’, ‘વોંકળાને કાંઠે’, ‘મેના પોપટ’, ‘કાશીભાભુ’, ‘ઊજડેલો બાગ’, ‘પરબત ચાગેલો’, ‘અભુ મકરાણી’, ‘ડબલ ન્યૂમોનિયા’, ‘અંધારાં અજવાળાં’, ‘પેટ’ અને ‘કાપલી’ – એ બધી વાર્તાઓ પણ કોઈ ને કોઈ સ્થૂળ આઘાતક બનાવો પર આધારિત છે.</ref> | ||
કંઈક વિસ્મય થાય એવી વાત એ છે કે મડિયાની ઉત્કૃષ્ટ ગણાતી વાર્તાઓ ‘કમાઉ દીકરા’, ‘વાની મારી કોયલ’, ‘અંતઃસ્રોતા’, ‘ચંપો અને કેળ’ ‘કાકવંધ્યા’, ‘આરસીની ભીતરમાં’ પણ માનવજીવનની અસામાન્ય ઘટનાઓ પર મંડાયેલી છે. એટલે એક વાત સ્પષ્ટ થાય છે કે સ્થૂળ ઘટનારૂપ વસ્તુ પોતે કળાકૃતિમાં નિષિદ્ધ નથી, એવી ઘટનાને સર્જક કેટલી કળાત્મક રીતે યોજી શકે છે, ઘટનાની સ્થૂળતાને ઓગાળી સૂક્ષ્મ રહસ્યનું કેવું ઉદ્ઘાટન કરી શકે છે, અને સ્થૂળ ઘટનાતંત્રને કેવું પ્રતીકાત્મક રૂપ અર્પી શકે છે તે જ મહત્ત્વનું છે. | કંઈક વિસ્મય થાય એવી વાત એ છે કે મડિયાની ઉત્કૃષ્ટ ગણાતી વાર્તાઓ ‘કમાઉ દીકરા’, ‘વાની મારી કોયલ’, ‘અંતઃસ્રોતા’, ‘ચંપો અને કેળ’ ‘કાકવંધ્યા’, ‘આરસીની ભીતરમાં’ પણ માનવજીવનની અસામાન્ય ઘટનાઓ પર મંડાયેલી છે. એટલે એક વાત સ્પષ્ટ થાય છે કે સ્થૂળ ઘટનારૂપ વસ્તુ પોતે કળાકૃતિમાં નિષિદ્ધ નથી, એવી ઘટનાને સર્જક કેટલી કળાત્મક રીતે યોજી શકે છે, ઘટનાની સ્થૂળતાને ઓગાળી સૂક્ષ્મ રહસ્યનું કેવું ઉદ્ઘાટન કરી શકે છે, અને સ્થૂળ ઘટનાતંત્રને કેવું પ્રતીકાત્મક રૂપ અર્પી શકે છે તે જ મહત્ત્વનું છે. | ||
‘વાની મારી કોયલ’માં મડિયાની વાર્તાકળા કંઈક મુલાયમ રંગો ધારણ કરે છે. મુખ્ય કથાવસ્તુને તેઓ ઠીક ઠીક સુરેખ રીતે કંડારી શક્યા છે. સંવિધાનમાં કરુણ કટાક્ષ(tragic irony)નું તત્ત્વ સબળ રીતે ગૂંથાયેલું છે. નેણશી ભગતને સંતી માટે અપાર લાગણી હતી. પણ સંતીના વર્તનમાં દોષ થયો એ આઘાત તે જીરવી શકે એમ નથી. પ્રેમ અને વિશ્વાસના અત્યંત નાજુક તંતુ પર કારમો ઘા થયો છે. એ કમનસીબ સંધ્યાએ સીમના એકાંતમાં કામાંધ બની સંતી જાતીયસ્ખલન કરી બેઠી તેથી એક ભર્યા ભર્યા કુટુંબનો કરુણ અંત આવ્યો. માનવપ્રકૃતિમાં કામ કરતા અંધ આદિમ્ કામાવેગનું આ અણધાર્યું પરિણામ છે. આમ જુઓ તો, સંતીનું સ્ખલન અને આત્મહત્યા જેવી સ્થૂળ ઘટનાઓ અહીં સામગ્રી તરીકે સ્વીકારાઈ છે. પણ લેખકની માર્મિક શૈલીને કારણે એની સ્થૂળતા ઠીક ઠીક તિરોભૂત થઈ જાય છે. સંતીના સ્ખલન-પ્રસંગનું સૂચન કરતું વર્ણન જુઓ : “નીતરતી ચાંદનીમાં અટાણે આખું ખેતર પ્રશાન્ત લાગતું... સાંજે મરચીને પાણી પાઈ રહ્યા પછી તરકોશીના થાળા ઉપર નિંગળવા મૂકેલો કોશ પણ હવે નીતરી રહ્યો હતો અને વાવમાં પડતાં ટપાક ટપાક ટીપાંનો અવાજેય બંધ થયો હતો. રતાંધળાં છીપાં પણ તરકોશીના બે માથોડાં ઊંડાં બંધાણનાં બાકોરાંઓમાં એકસાથે ગોઠવાઈને બેસી ગયાં હતાં. માત્ર વાવમાં જ નહિ પણ જાણે કે આખાં ખેતરવાડીમાં જળ જંપી ગયાં હતાં.” વાતાવરણમાં વ્યાપી રહેલી આ સ્તબ્ધતામાં કશીક છલનાનો અણસાર પ્રગટ થઈ જાય છે. આવું જ સમર્થ આલેખન પાગલ બની જતા નેણશી ભગતના અંતના પ્રસંગમાં જોવા મળે છે : | ‘વાની મારી કોયલ’માં મડિયાની વાર્તાકળા કંઈક મુલાયમ રંગો ધારણ કરે છે. મુખ્ય કથાવસ્તુને તેઓ ઠીક ઠીક સુરેખ રીતે કંડારી શક્યા છે. સંવિધાનમાં કરુણ કટાક્ષ(tragic irony)નું તત્ત્વ સબળ રીતે ગૂંથાયેલું છે. નેણશી ભગતને સંતી માટે અપાર લાગણી હતી. પણ સંતીના વર્તનમાં દોષ થયો એ આઘાત તે જીરવી શકે એમ નથી. પ્રેમ અને વિશ્વાસના અત્યંત નાજુક તંતુ પર કારમો ઘા થયો છે. એ કમનસીબ સંધ્યાએ સીમના એકાંતમાં કામાંધ બની સંતી જાતીયસ્ખલન કરી બેઠી તેથી એક ભર્યા ભર્યા કુટુંબનો કરુણ અંત આવ્યો. માનવપ્રકૃતિમાં કામ કરતા અંધ આદિમ્ કામાવેગનું આ અણધાર્યું પરિણામ છે. આમ જુઓ તો, સંતીનું સ્ખલન અને આત્મહત્યા જેવી સ્થૂળ ઘટનાઓ અહીં સામગ્રી તરીકે સ્વીકારાઈ છે. પણ લેખકની માર્મિક શૈલીને કારણે એની સ્થૂળતા ઠીક ઠીક તિરોભૂત થઈ જાય છે. સંતીના સ્ખલન-પ્રસંગનું સૂચન કરતું વર્ણન જુઓ : “નીતરતી ચાંદનીમાં અટાણે આખું ખેતર પ્રશાન્ત લાગતું... સાંજે મરચીને પાણી પાઈ રહ્યા પછી તરકોશીના થાળા ઉપર નિંગળવા મૂકેલો કોશ પણ હવે નીતરી રહ્યો હતો અને વાવમાં પડતાં ટપાક ટપાક ટીપાંનો અવાજેય બંધ થયો હતો. રતાંધળાં છીપાં પણ તરકોશીના બે માથોડાં ઊંડાં બંધાણનાં બાકોરાંઓમાં એકસાથે ગોઠવાઈને બેસી ગયાં હતાં. માત્ર વાવમાં જ નહિ પણ જાણે કે આખાં ખેતરવાડીમાં જળ જંપી ગયાં હતાં.” વાતાવરણમાં વ્યાપી રહેલી આ સ્તબ્ધતામાં કશીક છલનાનો અણસાર પ્રગટ થઈ જાય છે. આવું જ સમર્થ આલેખન પાગલ બની જતા નેણશી ભગતના અંતના પ્રસંગમાં જોવા મળે છે : | ||
| Line 58: | Line 58: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''પાદટીપ :''' | '''પાદટીપ :''' | ||
{{reflist}} | |||
{{ | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ધૂમકેતુની નવલિકાઓ | ||
|next = | |next = જયંત ખત્રીનું વાર્તાવિશ્વ | ||
}} | }} | ||