35,357
edits
(+1) |
(+1) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|‘સરકસના કૂવામાં કાગડાઓ’ :<br>સ્વપ્નપરિવેશમાં ઝિલમિલાતાં દૃશ્યોનું અનોખું સર્જન}} | ||
સ્વપ્નપરિવેશમાં ઝિલમિલાતાં દૃશ્યોનું અનોખું સર્જન | |||
{{Poem2Open}} | |||
સ્વપ્નપરિવેશમાં ઝિલમિલાતાં દૃશ્યોનું સર્જન કરવા ચાહતી કિશોર જાદવની નવલિકાઓ આપણા આજના નવલિકાસાહિત્યમાં એક અતિવિલક્ષણ ઉન્મેષ બની રહે છે. વાસ્તવવાદી રીતિની વાર્તાઓની સામે છેડે ‘પ્રતિ નવલિકા’ જેવી, એ રચનાઓ લાગે છે. સ્વપ્નસૃષ્ટિના જેવો અતિબૌદ્ધિક ઘટનાક્રમ એમાં પ્રવર્તતો દેખાય છે. સ્વપ્નજગતમાં જોવા મળતી અતિપ્રાકૃતતા અને આદિમતા અહીં સમયાતીત પરિવેશમાં વ્યાપી રહ્યાં દેખાય છે. માનવચેતના અને પ્રાકૃતિક સત્ત્વો અહીં પરસ્પરમાં ભળી ગયાં છે. માનવવિશ્વ અહીં સતત રીતે vegetational worldમાં રૂપાંતર પામ્યા કરે છે; તો, એ vegetational world માનવવિશ્વમાં વિસ્તર્યા કરે છે! આદિમ ચેતનાનું નિરંતર સ્વરૂપાંતર આ કથાવિશ્વની પ્રથમ લાક્ષણિકતા છે. પરિચિત સ્થળકાળમાં બદ્ધ વાસ્તવિકતાનો આપણે જે ખ્યાલ કેળવીને ચાલીએ છીએ, તેનો ભાગ્યે જ કોઈ નિયમ અહીં સ્પષ્ટ રૂપમાં પકડી શકાય. સ્વપ્નઘટનાની જેમ અહીં બધું જ અતાર્કિક, અસંગત અને અસંબદ્ધ રીતે બન્યા કરે છે. પરિચિત વાસ્તવિકતાને આપણે બૌદ્ધિક માળખામાં ગોઠવીને જોતા આવ્યા છીએ. અહીં કશું જ એવા માળખામાં બંધબેસતું થતું નથી. આદિમ આબોહવાના ધૂંધળા પરિવેશમાં, ક્યારેક જ સ્ફુટ પણ ઘણી વાર અર્ધસ્ફુટ કે અલ્પસ્ફુટ આકારો તર્યા કરે છે; બલકે, કશાય તર્કસૂત્ર વિના એવા આકારો એકબીજામાં ભળતા ને ઓગળતા જાય છે, સંયોજાતા ને વિચ્છેદાતા જાય છે. ધૂંધળી આદિમ આબોહવામાં પ્રાકૃતિક સત્ત્વો અને માનવછાયાઓ સતત પરસ્પરમાં રૂપાંતર પામે છે. તેથી આખાય ઘટનાક્રમમાં કશુંક લોકોત્તર તત્ત્વ ભળી જતું વરતાય છે. કપોલ-કલ્પિત અને અસંબદ્ધ લાગતાં તત્ત્વો એમાં સતત જોડાતાં રહે છે. સ્વપ્નસદૃશ એવા આ વિશ્વમાં ક્યાંય કોઈ વિચાર કે વિભાવ નિર્ણાયક બનતો દેખાતો નથી. સ્વપ્નઘટના અહીં સર્વથા અપરિચિત ચિત્ર-વિચિત્ર આકારો દ્વારા સંચલિત થાય છે. રહસ્યમય આવરણમાં અર્ધપ્રચ્છન્ન એવા એ આકારો સ્વયં પ્રતીકનું મૂલ્ય ધરાવે છે. કિશોરની રચનાઓમાં આવા અનેક સંદર્ભો આદિમ વૃત્તિઓનો બલિષ્ઠ પ્રતીકાત્મક આવિષ્કાર સૂચવે છે. સ્વપ્નસૃષ્ટિની દરેક ઘટના માનવ-ચિત્તમાં ગહન સ્તરની અશ્મીભૂત વાસનાઓ વૃત્તિઓ ઇચ્છાઓ ઝંખનાઓ આદિ પ્રવેગોનું રૂપાંતરિત પ્રગટીકરણ હોઈ શકે. મનોવૈજ્ઞાનિકોએ એનું વ્યાકરણ રચવાના પ્રયત્નો પણ કર્યા જ છે. પણ અહીં એવું વ્યાકરણ શોધવાનું આપણને અભિમત નથી. અલબત્ત, કિશોરની કૃતિઓમાં અનેકવિધ સ્વપ્નિલ ઘટનાઓ કે ઘટનાસંદર્ભો પરસ્પરમાં જે રીતે સંકળાતાં આવે છે, તેની ભીતરમાં અમુક ચૈતસિક સંચલનોનો અણસાર મળ્યા કરે, એમ બનવાનું. અને, એમ પણ જોઈ શકાશે કે, કલ્પનો અને પ્રતીકોની પ્રચ્છન્ન ભાતમાં, જ્યાં આવાં આંતરિક પરિબળોની ઓળખ થઈ જાય છે ત્યાં, એ સંદર્ભ વધુ વ્યંજનાસભર પ્રતીત થતો રહ્યો છે. | સ્વપ્નપરિવેશમાં ઝિલમિલાતાં દૃશ્યોનું સર્જન કરવા ચાહતી કિશોર જાદવની નવલિકાઓ આપણા આજના નવલિકાસાહિત્યમાં એક અતિવિલક્ષણ ઉન્મેષ બની રહે છે. વાસ્તવવાદી રીતિની વાર્તાઓની સામે છેડે ‘પ્રતિ નવલિકા’ જેવી, એ રચનાઓ લાગે છે. સ્વપ્નસૃષ્ટિના જેવો અતિબૌદ્ધિક ઘટનાક્રમ એમાં પ્રવર્તતો દેખાય છે. સ્વપ્નજગતમાં જોવા મળતી અતિપ્રાકૃતતા અને આદિમતા અહીં સમયાતીત પરિવેશમાં વ્યાપી રહ્યાં દેખાય છે. માનવચેતના અને પ્રાકૃતિક સત્ત્વો અહીં પરસ્પરમાં ભળી ગયાં છે. માનવવિશ્વ અહીં સતત રીતે vegetational worldમાં રૂપાંતર પામ્યા કરે છે; તો, એ vegetational world માનવવિશ્વમાં વિસ્તર્યા કરે છે! આદિમ ચેતનાનું નિરંતર સ્વરૂપાંતર આ કથાવિશ્વની પ્રથમ લાક્ષણિકતા છે. પરિચિત સ્થળકાળમાં બદ્ધ વાસ્તવિકતાનો આપણે જે ખ્યાલ કેળવીને ચાલીએ છીએ, તેનો ભાગ્યે જ કોઈ નિયમ અહીં સ્પષ્ટ રૂપમાં પકડી શકાય. સ્વપ્નઘટનાની જેમ અહીં બધું જ અતાર્કિક, અસંગત અને અસંબદ્ધ રીતે બન્યા કરે છે. પરિચિત વાસ્તવિકતાને આપણે બૌદ્ધિક માળખામાં ગોઠવીને જોતા આવ્યા છીએ. અહીં કશું જ એવા માળખામાં બંધબેસતું થતું નથી. આદિમ આબોહવાના ધૂંધળા પરિવેશમાં, ક્યારેક જ સ્ફુટ પણ ઘણી વાર અર્ધસ્ફુટ કે અલ્પસ્ફુટ આકારો તર્યા કરે છે; બલકે, કશાય તર્કસૂત્ર વિના એવા આકારો એકબીજામાં ભળતા ને ઓગળતા જાય છે, સંયોજાતા ને વિચ્છેદાતા જાય છે. ધૂંધળી આદિમ આબોહવામાં પ્રાકૃતિક સત્ત્વો અને માનવછાયાઓ સતત પરસ્પરમાં રૂપાંતર પામે છે. તેથી આખાય ઘટનાક્રમમાં કશુંક લોકોત્તર તત્ત્વ ભળી જતું વરતાય છે. કપોલ-કલ્પિત અને અસંબદ્ધ લાગતાં તત્ત્વો એમાં સતત જોડાતાં રહે છે. સ્વપ્નસદૃશ એવા આ વિશ્વમાં ક્યાંય કોઈ વિચાર કે વિભાવ નિર્ણાયક બનતો દેખાતો નથી. સ્વપ્નઘટના અહીં સર્વથા અપરિચિત ચિત્ર-વિચિત્ર આકારો દ્વારા સંચલિત થાય છે. રહસ્યમય આવરણમાં અર્ધપ્રચ્છન્ન એવા એ આકારો સ્વયં પ્રતીકનું મૂલ્ય ધરાવે છે. કિશોરની રચનાઓમાં આવા અનેક સંદર્ભો આદિમ વૃત્તિઓનો બલિષ્ઠ પ્રતીકાત્મક આવિષ્કાર સૂચવે છે. સ્વપ્નસૃષ્ટિની દરેક ઘટના માનવ-ચિત્તમાં ગહન સ્તરની અશ્મીભૂત વાસનાઓ વૃત્તિઓ ઇચ્છાઓ ઝંખનાઓ આદિ પ્રવેગોનું રૂપાંતરિત પ્રગટીકરણ હોઈ શકે. મનોવૈજ્ઞાનિકોએ એનું વ્યાકરણ રચવાના પ્રયત્નો પણ કર્યા જ છે. પણ અહીં એવું વ્યાકરણ શોધવાનું આપણને અભિમત નથી. અલબત્ત, કિશોરની કૃતિઓમાં અનેકવિધ સ્વપ્નિલ ઘટનાઓ કે ઘટનાસંદર્ભો પરસ્પરમાં જે રીતે સંકળાતાં આવે છે, તેની ભીતરમાં અમુક ચૈતસિક સંચલનોનો અણસાર મળ્યા કરે, એમ બનવાનું. અને, એમ પણ જોઈ શકાશે કે, કલ્પનો અને પ્રતીકોની પ્રચ્છન્ન ભાતમાં, જ્યાં આવાં આંતરિક પરિબળોની ઓળખ થઈ જાય છે ત્યાં, એ સંદર્ભ વધુ વ્યંજનાસભર પ્રતીત થતો રહ્યો છે. | ||
કિશોરની નવલિકાઓ આ પ્રકારના સ્વપ્નસદૃશ વિશ્વને કારણે આપણા ઘણાખરા સાહિત્યરસિકોને ભારે મૂંઝવનારી નીવડી છે. વિદગ્ધ અભ્યાસીઓ પણ એ રચનાઓ ખરેખર નવલિકાનું રૂપ પામી છે કે કેમ, તે વિશે મતભેદ ધરાવતા જણાય છે. એમના અત્યાર સુધીમાં પ્રગટ થયેલા બે નવલિકાસંગ્રહો ‘પ્રાગૈતિહાસિક અને શોકસભા’ અને ‘સૂર્યારોહણ’માં ગ્રંથસ્થ થયેલી કૃતિઓ વિશે ઉપેક્ષાભર્યું મૌન સેવાયું હોય, તો તે કદાચ તેમની કૃતિઓની આ જાતની પ્રચ્છન્ન આકૃતિ અને દુર્બોધતાને કારણે જ હોઈ શકે, એમ લાગે છે. અને, હકીકતમાં કિશોરની મોટા ભાગની રચનાઓમાં આકૃતિ કે રૂપસંવિધાનની મુખ્ય રેખાઓ પકડવાનું મુશ્કેલ બની રહ્યું છે : એમાં સંકેતોનું જો કોઈ તંત્ર હોય કે અર્થસમૃદ્ધિની જો કોઈ ભાત હોય, તો તેની પાછળનું આંતરિક સૂત્ર હાથમાં આવતું નથી. અલબત્ત, આવી રચનાઓમાં પણ કલ્પનો અને પ્રતીકોની તાજગી, તેનું ભાવસમૃદ્ધ ધ્વનન, તેનો રોમાંચક સ્વપ્નિલ પરિવેશ, એવું બધું અલગ રૂપમાં સ્પર્શી જાય, એમ બનવાનું. પણ, અહીં ખરો પ્રશ્ન કૃતિના સર્જનમાં પ્રવર્તતા નિયમનો, તેની ચોક્કસ ભાતનો, તેની સાંકેતિક યોજનાનો છે. કિશોરના અભ્યાસી સામે આ પ્રશ્ન સતત ઊભો રહેવો જોઈએ. | કિશોરની નવલિકાઓ આ પ્રકારના સ્વપ્નસદૃશ વિશ્વને કારણે આપણા ઘણાખરા સાહિત્યરસિકોને ભારે મૂંઝવનારી નીવડી છે. વિદગ્ધ અભ્યાસીઓ પણ એ રચનાઓ ખરેખર નવલિકાનું રૂપ પામી છે કે કેમ, તે વિશે મતભેદ ધરાવતા જણાય છે. એમના અત્યાર સુધીમાં પ્રગટ થયેલા બે નવલિકાસંગ્રહો ‘પ્રાગૈતિહાસિક અને શોકસભા’ અને ‘સૂર્યારોહણ’માં ગ્રંથસ્થ થયેલી કૃતિઓ વિશે ઉપેક્ષાભર્યું મૌન સેવાયું હોય, તો તે કદાચ તેમની કૃતિઓની આ જાતની પ્રચ્છન્ન આકૃતિ અને દુર્બોધતાને કારણે જ હોઈ શકે, એમ લાગે છે. અને, હકીકતમાં કિશોરની મોટા ભાગની રચનાઓમાં આકૃતિ કે રૂપસંવિધાનની મુખ્ય રેખાઓ પકડવાનું મુશ્કેલ બની રહ્યું છે : એમાં સંકેતોનું જો કોઈ તંત્ર હોય કે અર્થસમૃદ્ધિની જો કોઈ ભાત હોય, તો તેની પાછળનું આંતરિક સૂત્ર હાથમાં આવતું નથી. અલબત્ત, આવી રચનાઓમાં પણ કલ્પનો અને પ્રતીકોની તાજગી, તેનું ભાવસમૃદ્ધ ધ્વનન, તેનો રોમાંચક સ્વપ્નિલ પરિવેશ, એવું બધું અલગ રૂપમાં સ્પર્શી જાય, એમ બનવાનું. પણ, અહીં ખરો પ્રશ્ન કૃતિના સર્જનમાં પ્રવર્તતા નિયમનો, તેની ચોક્કસ ભાતનો, તેની સાંકેતિક યોજનાનો છે. કિશોરના અભ્યાસી સામે આ પ્રશ્ન સતત ઊભો રહેવો જોઈએ. | ||