વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ/H: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
 
Line 2: Line 2:
{{Heading|H}}
{{Heading|H}}


{{hi|'''Hard Core (pornography) અતિ અશ્લીલ''' એકદમ પ્રગટ અશ્લીલતાવાળું સાહિત્ય.}}
{{hi|'''Ideogram ભાવપ્રસ્તુતિ''' મૂર્તકવિતામાં ભાવપ્રસ્તુતિ એનું બળ સંકેત અને વસ્તુના વિનિમયમાંથી મેળવે છે. પરંતુ એમાં વસ્તુ પરનું નહિ પણ સંકેત પરનું ધ્યાન ભાવકને સંતર્પક અનુભૂતિ તરફ લઈ જાય છે.}}
{{hi|'''Hard Science દૃઢવિજ્ઞાન''' પ્રાકૃતિક કે ભૌતિકવિજ્ઞાન. જેમકે રસાયણશાસ્ત્ર, ધાતુશાસ્ત્ર, જીવશાસ્ત્ર.}}
{{hi|'''Image culture દૃશ્ય''' સંસ્કૃતિ ટી.વી., મ્યૂઝિક વીડિયો, જાહેરાતો, કાર્ટૂનો, બીભત્સ સાહિત્ય અને પ્રસ્તુતિ કલાઓ જેવી સામૂહિક સંસ્કૃતિના છવાયેલા આજના આતંકને વર્ણવવા માટે વપરાયેલી સંજ્ઞા.}}
{{hi|'''Hasosismo આ-ગ્રહણકલા''' અનુઆધુનિક કવિતાનું ખાસ લક્ષણ. રચનાઓમાં આવતી સ્વયંઘાતક પંક્તિઓનો એમાં નિર્દેશ છે. આ પ્રક્રિયા ઉપસ્થિતિ અને અનુપસ્થિતિ વચ્ચે હરેફરે છે, અને પૂર્વખંડમાં સ્થાપેલાને ઉત્તરખંડમાં ઉત્તેચ્છેદે છે. બીજી રીતે કહીએ તો રચનામાં આગલી પંક્તિ જે પુરસ્કારે છે એને પછીની પંક્તિમાં ગોપવી દેવાની કલા છે. આને પૂર્વની પંક્તિમાં જે ગોપવ્યું હોય અને પછીની પંક્તિમાં જે પ્રગટ કર્યું હોય એની સાથે કે પછીની પંક્તિમાં જેને પ્રગટ કરવાનું હોય એને આગલી પંક્તિમાં જે ગોપવ્યું હોય એની સાથે ગૂંચવવાની જરૂર નથી. જેમકે, ‘એ આવ્યો એ સ્થળે, જ્યાં એ હતો જ’ અહીં પૂર્વખંડ એક નિશ્ચિત અને પરિચિત જગતને સ્થાપે છે પણ ઉત્તરખંડમાં એને ઉસેટી લે છે. કેટલાક દક્ષિણ અમેરિકન કવિઓની અને ખાસ તો અમેરિકન કવિ જોન એશબરીની રચનાઓમાં કલાપ્રવિધિ વધુ અખત્યાર થયેલો જોવા મળે છે.}}
{{hi|'''Impositionalism અધિરોપણ''' ઇતિહાસકાર કઈ રીતે ભૂતકાળને ઇતિહાસ તરીકે રચે છે એ બાબતે એક વર્ગ એવું સ્વીકારે છે કે ઇતિહાસકાર અને એની સામગ્રી વચ્ચે આંતરક્રિયા થાય છે અને તેથી ઇતિહાસકારે અર્થઘટિત કરીને વિચારોને, પ્રમાણોને ગોઠવી ભૂતકાળ માટેના તર્કને રજૂ કરવો પડે છે. આ પ્રક્રિયા અધિરોપણ તરીકે ઓળખાય છે. સાહિત્યના ઇતિહાસમાં તો આ પ્રક્રિયા અગ્રગામી રહે છે.}}
{{hi|'''Herbraism હિબ્રૂચેતના''' જુઓ, Hellenism,}}
{{hi|'''Incommensurability અસદૃશતા''' અલગ અલગ ભાતના ભાષકો અલગ અલગ વિશ્વમાં જીવે છે. તેથી બધી ભાષાઓ એકબીજાથી અસદૃશ હોય છે, એવી સપિર-હોર્ફની અભિધારણાને અનુઆધુનિકતાવાદીઓએ વિશિષ્ટ રીતે પ્રયોજી છે. સાહિત્યમાં અનુવાદની પ્રક્રિયાથી માંડી, સામાજિક રાજકીયક્ષેત્રે શોષણના મુદ્દા સુધી આ સંજ્ઞા મહત્ત્વની કામગીરી બજાવે છે.}}
{{hi|'''Hegemony આધિપત્ય''' અધિપત્યની વિભાવના માક્ર્‌સવાદી સિદ્ધાંતકાર એન્ટોનિયો ગ્રામ્સીએ ઉપયોગમાં લીધી છે, જે દર્શાવે છે કે કોઈ પણ મૂડીવાદી સમાજમાં શાસકવર્ગ કઈ રીતે પ્રજાસમુદાય પર પોતાની વિચારધારાને બળનો ઉપયોગ કર્યા વગર કઈ થોપે છે.}}
{{hi|'''Independent form of indirect discourse.''' જુઓ, FIS.}}
{{hi|'''Hellenism ગ્રીકચેતના''' ગ્રીકચેતનાને અનુલક્ષીને આ સંજ્ઞા ગ્રીકસભ્યતા, સંસ્કૃતિ, ભાષા, કલા અને સાહિત્યને લાગુ પડે છે; તેમ જ ગ્રીક નમૂના પર આધારિત રુચિ અને સૌંદર્યભાવનાને સૂચવે છે. આ ગ્રીક ચેતનાની સામે મેથ્યુ આર્નલ્ડે હિબ્રૂચેતના (Hebraism) જેવી સંજ્ઞાને વિશેષ અર્થમાં પ્રયોજેલી અને વિરોધાવેલી. જો ગ્રીકચેતનાનો મુખ્ય વિચાર ચેતનાની સાહજિકતા છે તો હિબ્રૂચેતના અંતઃકરણના શિસ્ત પર ભાર મૂકે છે. હિબ્રૂચેતના વ્યવહાર અને અનુપાલન સાથે સંકળાયેલી છે. અલબત્ત ગ્રીકચેતના અને હિબ્રૂચેતના બંને મનુષ્યની પૂર્ણતાને, એની મુક્તિને ઝંખે છે. જીવનની પરિપક્વતા માટે બંને આવશ્યક છે.}}
{{hi|'''In-depth study સઘન અભ્યાસ''' સપાટી પરનો નહિ એવો સર્વ પાસાંને આવરી લેતો અભ્યાસ.}}
{{hi|'''Hendiadys વિશેષણવિશેષ''' બે વિશેષ્ય દ્વારા વ્યક્ત થતો એક વિચાર. વિશેષ રીતે જોઈએ તો સામાન્યતઃ વિશેષણ અને વિશેષ્યમાં સમાઈ શકે એવો સંકુલ વિચારને ‘અને’ સંયોજક દ્વારા જોડાતા બે શબ્દોથી વ્યક્ત કરવામાં આવે એવી અલંકાર-રીતિ, જેમકે ‘ફરકે હાથરૂમાલ અને સ્મિત.}}
{{hi|'''Individualism વ્યક્તિવાદ''' પ્રત્યેક વ્યક્તિ પોતાના હિતને સમજે એટલો સમાજ એના હિતને ન સમજી શકે. આથી સામાજિક રૂઢિઓ, રિવાજો, પરંપરાઓ, સામાજિક સંસ્થાઓ અને માન્યતાઓ વ્યક્તિ પર સંપૂર્ણ શાસન કરી શકે નહિ. વ્યક્તિવાદ એ વ્યક્તિગત સ્વતંત્રતા અને અધિકારને છીનવવાની સામાજિક પ્રક્રિયા સામેની પ્રતિક્રિયા છે.}}
{{hi|'''Hermeneutical cirde અર્થઘટનપરક ચક્ર''' રંગદર્શી અર્થઘટનશાસ્ત્રના પ્રણેતા ફિડરિક સ્લાયરમાકરે (૧૭૬૮-૧૮૩૪) દર્શાવ્યું છે કે કોઈ પણ વાચકનું પ્રમુખ કાર્ય ‘સમભાવ’ને સિદ્ધ કરવાનું છે. એટલે કે સર્જક અર્થપરત્વેની જે મનોઘટનામાંથી પસાર થયો હોય તેનો બરાબર વાચકે પુનરનુભવ કરવાનો છે. સ્લાયરમાકરે આ પ્રક્રિયાને ‘અર્થઘટનપરક ચક્ર’ તરીકે ઓળખાવી છે. આમ અંતઃક્ષેપના કાર્યથી અને ઐતિહાસિક પુનર્રચનાથી કૃતિ અને ભાવકને જુદા રાખતા ઐતિહાસિક અવકાશને અતિક્રમી શકાય છે.}}
{{hi|'''Ink-horn term સાક્ષરસંજ્ઞા''' ઈલિઝાબેથના સમયમાં બીજી ભાષામાંથી ઘુસાડાતા લેટિન ગ્રીક ફ્રેન્ચ સ્પેનિશ વગેરે પાંડિત્યપૂર્ણ શબ્દો માટે વપરાતી સંજ્ઞા.}}
{{hi|'''Heterocosm theory ભિન્નવિશ્વ સિદ્ધાંત અનુકરણના સિદ્ધાંતની સામેનો સાહિત્યસિદ્ધાંત કાવ્યના જગતથી અનુભવનું વાસ્તવ જગત જુદું છે એમ સિદ્ધાંતની દૃઢ માન્યતા છે અને આથી એ કાલ્પનિક રીતે પ્રક્ષિપ્ત જગતની ફરતે દૃઢ સીમાઓ બાંધે છે.}}
{{hi|'''Inset story અંતઃસ્થાપિત વાર્તા''' કોઈ એક વાર્તામાં અન્ય વાર્તાને વાર્તાની ઘટક સામગ્રી રૂપે સમાવવામાં આવી હોય એવી વાર્તા.}}
{{hi|'''High cultural ભદ્રરુચિ''' જુઓ Mass culture.}}
{{hi|'''Intentional theory વિવક્ષાસિદ્ધાંત''' સાહિત્યકૃતિની સૌંદર્યનિષ્ઠ સામગ્રીના વર્ણનમાં સર્જક કે ભાવકની અભિવૃત્તિ ભાવના કે આશયની કામગીરીને મુખ્ય ગણવામાં આવતી હોય સાહિત્યનો વિવક્ષા સિદ્ધાંત છે; આનાથી ઊલટો સાહિત્યનો વિસ્તૃતિ સિદ્ધાંત (extensional theory) સંયોજક ઘટકોને સમાવિષ્ટ કરનાર કૃતિત્વ પર ભાર મૂકે છે.}}
{{hi|'''Histoire/discours વૃત્તાંત/કથાનક વૃત્તાંત''' એ બનેલી ઘટનાઓનું કેવળ માળખું-હાડપિંજર છે, જ્યારે દૃષ્ટિબિંદુ ગતિશીલતા, સમય વગેરેના અનુસંધાનમાં રજૂ થયેલી ઘટનાઓ લોહીમજ્જાયુક્ત કથાનક છે. નવલકથાના સૌંદર્યશાસ્ત્ર માટેની આ સંજ્ઞાઓ રશિયન સ્વરૂપવાદી Fabula અને Sjuzet સંજ્ઞાઓની સમાંતર સંજ્ઞાઓ છે.}}
{{hi|'''Interlingual translation આંતરભાષા''' અનુવાદ એક ભાષામાંથી બીજી ભાષામાં થતો અનુવાદ. જેમકે, ફ્રેન્ચમાંથી અંગ્રેજીમાં અથવા બંગાળીમાંથી ગુજરાતીમાં થતો અનુવાદ.}}
{{hi|'''Holism અખિલવાદ''' કોઈ પણ સંકુલ સાવયવિક તંત્રમાં એના બધા ઘટકોના સરવાળા કરતાં સમસ્ત વધુ હોય છે એવું માનતો સંપ્રત્યય.}}
{{hi|'''Intermedia આંતરમાધ્યમો''' એક જ પરિયોજનામાં ફિલ્મ, નૃત્ય ઇલેક્ટ્રોનિક વગેરે જુદી જુદી કલાઓ અને વિજ્ઞાનને સાંકળતાં કલારૂપો.}}
{{hi|'''Holophrase શબ્દવાક્ય''' ઘણાબધા વિચારો સંયોજિત કરતો એક શબ્દ કે આખા વાક્યની ગરજ સારતો એક શબ્દ, જેમકે આજ્ઞાર્થ ‘જા’.}}
{{hi|'''Internalization આંતરીકરણ''' યોઆન વિલિયમે આંતરીકરણને વાસ્તવવાદી કથાસાહિત્યના મહત્ત્વનાં લક્ષણોમાંનું એક લક્ષણ ગણ્યું છે. આંતરીકરણ બાહ્યકાર્યો અને આંતરનુભવ વચ્ચેના કોઈ સંગત સંબંધનું કે પાત્ર અને વસ્તુસંકલના વચ્ચેના સંબંધનું પુનરાયોજન છે. આંતરીકરણને સિદ્ધ કરવાનું જે ચૂકે છે તે નવલકથાકાર યાંત્રિક અને અપ્રતીતિકર વસ્તુસંકલના તરફ જાય છે.}}
{{hi|'''Homosociality સજાતીય સામાજિકતા''' ઈવ કોસોફસ્કી સેજવિક સજાતીય સામાજિકતા જેવી સંજ્ઞા હેઠળ સ્ત્રીપુરુષોના સજાતીય વ્યવહારોને આવરવા માગે છે. ઉપરાંત એ સજાતીય સામાજિકતા આ સંજ્ઞાને ‘સજાતીય લૈંગિકતા’ (homosexuality)થી જુદી પાડવા ઇચ્છે છે. ઈવનું માનવું છે કે સ્ત્રી અને પુરુષની સજાતીયતાનાં સ્વરૂપ વચ્ચે ભેદ છે. સજાતીય પુરુષવ્યવહારોમાં સજાતીય સામાજિકતા અને સજાતીય લૈંગિકતાની ઇચ્છા સજાતીયભીતિ (homophobia) દ્વારા વારંવાર વિચ્છેદ પામે છે, જ્યારે સજાતીય સ્ત્રીવ્યવહારોમાં સજાતીય સામાજિકતા અને સજાતીય લૈંગિકતા વચ્ચે ઓછી દ્વિધા છે.}}
{{hi|'''Internal Source Deviation આંતરસ્રોત વિચલન''' આંતરસ્રોત વિચલનમાં લેખક પોતાની જ રચનામાં અનેક ફેરફાર કરતો કરતો રચનામાં વિચલન કરતો હોય છે. જેમ લેખક પોતાની રચનામાં વિચલન કરે છે એ જ રીતે લેખક રચના અંગેની સામગ્રી જ્યાંથી મેળવી હોય એ સ્રોતથી પણ રચનાને વિચલિત કરતો હોય છે, એ બાહ્ય સ્રોત વિચલન (External Source Deviation) છે.}}
{{hi|'''Hypallage સંક્રમિત વિશેષણ''' આ અલંકાર ‘સંક્રમિત વિશેષણ’ (Trans-ferred epithet) તરીકે ઓળખાય છે. એમાં વિશેષણ એના ઉચિત વિશેષ્યથી ખસીને જેને લાગુ ન પડી શકે એવા વિશેષ્ય સાથે જોડાય છે. જેમકે, ‘અજંપાભરી રાત’ ‘પ્રસન્ન સવાર’.}}
{{hi|'''Interpellation અભિવાદન''' ટેલિવિઝન, ચલચિત્ર, જાહેરાતો વ્યાવસાયિક વિજ્ઞાપનો – જેવાં સમૂહમાધ્યમોની પ્રસ્તુતિઓ મારફતે વ્યક્તિઓને વિચારધારા સ્વીકૃત કરાવવા અંગેની પ્રક્રિયા. કોઈ બૂમ પાડીને બોલાવે અને વ્યક્તિ પાછા ફરી એને ઓળખી અભિવાદન કરે એ ક્રિયાની સાથે આલ્થુઝરે પ્રક્રિયાને સરખાવી છે.}}
{{hi|'''Hypocorism લાડનામ''' હૂલામણા નામ માટે કે બાળકની વાતચીતનાં રૂપોનો પુખ્તો દ્વારા થતા ઉપયોગ માટે પણ આ સંજ્ઞા વપરાય છે. જેમકે, ‘પાર્વતી’નું ‘પારુ’ યા ‘રમા’નું ‘રમાડી’.}}
{{hi|'''Interpretive fallacy અર્થઘટનાત્મક દોષ''' લેખકના આશયને આધારે નહિ પરંતુ કૃતિની સામગ્રીને આધારે સાહિત્યિક અર્થનો નિર્ણય થવો જોઈએ. ઘણીવાર લેખકની બિનસાહિત્યિક અભિવ્યક્તિઓના આધાર પર કૃતિના અર્થને નિર્ણિત કરવામાં આવે છે. આ પ્રકારની પ્રક્રિયા અર્થઘટનાત્મક દોષ તરફ લઈ જાય છે. વિમ્સેટ અને બ્રેડલીનું આ મંતવ્ય છે. ટૂંકમાં, લેખકનો આશય એ પણ સાહિત્યકૃતિના મૂલ્યાંકન માટે કે એના વિવેચન માટે માપદંડ અનુઆધુનિકતાવાદી ચિંતકોએ સત્તા બક્ષતાં બધાં જ ઉપાદાનો અંગે શંકા વ્યક્ત કરી છે. આ ચિંતકો માને છે કે અનુઆધુનિક જગતમાં તર્કસંગત લાગતી સત્તાઓમાં એક પ્રકારની કટોકટી પ્રવેશી છે. આપણી સામાજિક રાજકીય સમસ્યાઓને હલ કરવા માટે આજ સુધીના તર્કસંગત વૃત્તાંતો હવે ખપનાં રહ્યાં નથી.}}
{{hi|'''Hypoicon ઉપસંમૂર્તિ''' પિયર્સે સંમૂર્તિ (lcon)ના અર્થપરક પાસાથી અલગ સંમૂર્તિની નરી ભૌતિકતાને ચીંધવા માટે ઉપસંજ્ઞાનો કર્યો છે.}}
{{hi|'''Hysteron proteron અપરપૂર્વ''' અમુક પ્રકારનું મહત્ત્વ ઊભું કરવા સ્વાભાવિક કે તાર્કિક ઘટનાઓના કાલક્રમનો જેમાં વ્યત્યય કરવામાં આવે છે તે અલંકારરીતિ. જેમકે, ‘તું તો ગુરુનો ગુરુ થયો,’ અથવા ‘તને ઉછેર્યો, તને જન્મ આપ્યો’.}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu