ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/જયંતિ દલાલ: Difference between revisions

Jump to navigation Jump to search
+૧
(+1)
 
(+૧)
Line 9: Line 9:
{{Poem2Close}}
{{Poem2Close}}
'''સાહિત્ય સર્જન :'''  
'''સાહિત્ય સર્જન :'''  
<poem>વાર્તાસંગ્રહ : ‘ઉત્તરા’ (૧૯૪૪), ‘કથરોટમાં ગંગા’ (૧૯૫૦), ‘જૂજવા’ (૧૯૫૦), ‘મૂકમ્‌ કરોતિ’ (૧૯૫૩), ‘આ ઘેર પેલે ઘેર’ (૧૯૫૬), ‘ઇષત્‌’ (૧૯૬૩), ‘અડખે પડખે’ (૧૯૬૪), ‘યુધિષ્ઠિર’ (૧૯૬૮)  
{{Poem2Open}}
વાર્તાસંગ્રહ : ‘ઉત્તરા’ (૧૯૪૪), ‘કથરોટમાં ગંગા’ (૧૯૫૦), ‘જૂજવા’ (૧૯૫૦), ‘મૂકમ્‌ કરોતિ’ (૧૯૫૩), ‘આ ઘેર પેલે ઘેર’ (૧૯૫૬), ‘ઇષત્‌’ (૧૯૬૩), ‘અડખે પડખે’ (૧૯૬૪), ‘યુધિષ્ઠિર’ (૧૯૬૮)  
નાટક-એકાંકી : ‘ઝબૂકિયાં’ (૧૯૩૯), ‘અવતરણ’ (૧૯૪૯), ‘પ્રવેશ બીજો’ (૧૯૫૦), ‘ત્રીજો પ્રવેશ’ (૧૯૫૩), ‘જવનિકા’ (૧૯૫૬), ‘ચોથો પ્રવેશ’ (૧૯૫૭)  

બાળનાટકો : ‘રંગતોરણ’, ‘રંગદ્વારા’, ‘રંગપગલી’, ‘રંગપોથી’ (૧૯૫૮)  

Line 15: Line 16:
નિબંધ-ગદ્યલેખન સંગ્રહ : ‘પગદીવાની પછીતેથી’ (૧૯૪૦), ‘શહેરની શેરી’ (૧૯૫૭), ‘મનમાં આવ્યું’ (૧૯૬૧), ‘તરણાની ઓથ મને ભારી’ (૧૯૬૩)  

વિવેચન : ‘કાયા લાકડાની માયા લૂગડાની’ (૧૯૬૩), ‘નાટક વિશે’ (મરણોત્તર સંપાદન સં. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, રાધેશ્યામ શર્મા, પ્રકાશ ન. શાહ, ૧૯૭૪) આ ઉપરાંત અનુવાદક તરીકે તેમણે સાહિત્યના વિવિધ સ્વરૂપોની વિદેશી કૃતિઓના અનુવાદ કર્યા છે, જે તેમનું મહત્ત્વનું યોગદાન છે.  

વાર્તાકારનો યુગસંદર્ભ : જયંતિ દલાલ માત્ર અનુગાંધીયુગના જ નહીં, ગુજરાતી સાહિત્યના પ્રમુખ વાર્તાકાર છે. ત્રણેક દાયકા વાર્તાસર્જનમાં પ્રવૃત્ત જયંતિ દલાલે પોતાના યુગના પ્રશ્નોને કોઈની પણ સેહ રાખ્યા વગર પોતાના સર્જનમાં વાચા આપી છે. સર્જક તરીકે માનવીય સંવેદના અને તેનું તટસ્થ બયાન તેમની વાર્તાઓમાં જોઈ શકાય છે. જયંતિ દલાલ તત્કાલીન સામાજિક સંદર્ભ વગરના સાહિત્યને અપૂર્ણ ગણાવે છે : “મને લાગે છે કે આપણા જીવનમાં ‘શું?’ની સાથે જ ‘શા માટે’ને પણ એટલું જ અગત્યનું સ્થાન હોવું જોઈએ. કલમકસબમાં તો એ સવાલનો સળવળાટ અત્યંત જરૂરી બન્યો છે. સંવાદ અને સૌંદર્યની ખોજ, કશા અનાદિ-અનંત જીવનતત્ત્વની શોધ લેખક પાસે લખાવે. પણ એની સાથેસાથે એ સર્વ શોધ એ આજના જ સામાજિક સંદર્ભમાં હોઈ શકે. ભૂતકાળ માટે ભલે ગૌરવ અનુભવો. ભાવિ માટે ભલે તમે આશાવાદી રહો. પણ વર્તમાન વિશે સામાજિક રીતે સંપ્રજ્ઞ રહ્યા વિના લેખક સંવાદ અને સૌંદર્યની એની શોધમાં ય અટવાતો જ રહેવાનો.” (‘ઉત્તરા’ સંગ્રહની પાછળ મૂકેલ ‘છેક છેલ્લે’ લેખમાંથી) આ અર્થમાં જ. દ. તીવ્ર સંવેદનશીલ અને સામાજિક નિસબત ધરાવનાર સર્જક છે, તેમને પોતાના સમયના સમાજ અને દેશની સ્થિતિને સાહિત્ય સર્જનમાં ઉતારવાનો સર્જકીય ઉદ્યમ કર્યો છે. તેમણે ગૃહજીવન, નારીની સ્થિતિ, તત્કાલીન સામાજિક-રાજકીય સ્થિતિ, ભૂખમરો વગેરે તત્કાલીન વિષયો સ્વીકારીને વાર્તાસર્જન કર્યું છે. જ. દ.ના વાર્તાસર્જનમાંથી પસાર થતા તેમની વાર્તા રામનારાયણ પાઠક, સુન્દરમ્‌ની વાર્તા પરંપરા સાથે અનુસંધાન ધરાવતી હોય તેવી પ્રતીતિ ચોક્કસ થાય.</poem>
વાર્તાકારનો યુગસંદર્ભ : જયંતિ દલાલ માત્ર અનુગાંધીયુગના જ નહીં, ગુજરાતી સાહિત્યના પ્રમુખ વાર્તાકાર છે. ત્રણેક દાયકા વાર્તાસર્જનમાં પ્રવૃત્ત જયંતિ દલાલે પોતાના યુગના પ્રશ્નોને કોઈની પણ સેહ રાખ્યા વગર પોતાના સર્જનમાં વાચા આપી છે. સર્જક તરીકે માનવીય સંવેદના અને તેનું તટસ્થ બયાન તેમની વાર્તાઓમાં જોઈ શકાય છે. જયંતિ દલાલ તત્કાલીન સામાજિક સંદર્ભ વગરના સાહિત્યને અપૂર્ણ ગણાવે છે : “મને લાગે છે કે આપણા જીવનમાં ‘શું?’ની સાથે જ ‘શા માટે’ને પણ એટલું જ અગત્યનું સ્થાન હોવું જોઈએ. કલમકસબમાં તો એ સવાલનો સળવળાટ અત્યંત જરૂરી બન્યો છે. સંવાદ અને સૌંદર્યની ખોજ, કશા અનાદિ-અનંત જીવનતત્ત્વની શોધ લેખક પાસે લખાવે. પણ એની સાથેસાથે એ સર્વ શોધ એ આજના જ સામાજિક સંદર્ભમાં હોઈ શકે. ભૂતકાળ માટે ભલે ગૌરવ અનુભવો. ભાવિ માટે ભલે તમે આશાવાદી રહો. પણ વર્તમાન વિશે સામાજિક રીતે સંપ્રજ્ઞ રહ્યા વિના લેખક સંવાદ અને સૌંદર્યની એની શોધમાં ય અટવાતો જ રહેવાનો.” (‘ઉત્તરા’ સંગ્રહની પાછળ મૂકેલ ‘છેક છેલ્લે’ લેખમાંથી) આ અર્થમાં જ. દ. તીવ્ર સંવેદનશીલ અને સામાજિક નિસબત ધરાવનાર સર્જક છે, તેમને પોતાના સમયના સમાજ અને દેશની સ્થિતિને સાહિત્ય સર્જનમાં ઉતારવાનો સર્જકીય ઉદ્યમ કર્યો છે. તેમણે ગૃહજીવન, નારીની સ્થિતિ, તત્કાલીન સામાજિક-રાજકીય સ્થિતિ, ભૂખમરો વગેરે તત્કાલીન વિષયો સ્વીકારીને વાર્તાસર્જન કર્યું છે. જ. દ.ના વાર્તાસર્જનમાંથી પસાર થતા તેમની વાર્તા રામનારાયણ પાઠક, સુન્દરમ્‌ની વાર્તા પરંપરા સાથે અનુસંધાન ધરાવતી હોય તેવી પ્રતીતિ ચોક્કસ થાય.
{{Poem2Close}}
'''જયંતિ દલાલની ટૂંકી વાર્તા સ્વરૂપની વિચારણા :'''  
'''જયંતિ દલાલની ટૂંકી વાર્તા સ્વરૂપની વિચારણા :'''  
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 44: Line 46:
પ્રયુક્તિનો સાહજિક વિનિયોગ અને વાર્તા સ્વરૂપ સાથે સતત મથામણ રૂપે પણ તેમની વાર્તાઓમાં વિશેષ પ્રયોગશીલતા જોવા મળે છે. મોટાભાગના વાર્તાઅભ્યાસીએ તેમની પ્રયોગશીલતાની નોંધ લીધી છે. પણ ઉપર નોંધ્યું તેમ તત્કાલીન સામાજિક-રાજકીય વાસ્તવનું એક સંવેદનશીલ અને તટસ્થ સર્જક તરીકેનું સૂક્ષ્મ અને નિર્મમ આલેખન પણ તેમની વાર્તાનું મહત્ત્વનું પાસું છે. તેમણે આ વાર્તાઓમાં સામાજિક વર્ગ વિષમતા, ગરીબી, ભૂખમરો, સંગ્રહખોરી, બેરોજગારી, લેખકની પરાધીનતા, આઝાદી મળ્યાં બાદ નેતા તથા કાર્યકરોની બદલાયેલ સત્તાકેન્દ્રી દૃષ્ટિ અને પ્રજાની બેહાલી, સાચા દેશસેવકોની બેહાલી, ભ્રષ્ટ પોલીસતંત્ર, અસમાન ન્યાયવ્યવસ્થા, કોમી હુલ્લડો, શ્રીમંતો અને રાજનેતાઓની દાંભિકતા વગેરેનું નર્મ, મર્મ તો ક્યાંક તીખા વ્યંગ રૂપે વાસ્તવવાદી શૈલીમાં કરેલું આલેખન તે સમયની સ્થિતિને યથાતથ આલેખે છે. આ સંદર્ભે ‘ધૂતારો’, ‘મૂઠી ચોખા’, ‘મૂંગો માગે ત્યારે-’, ‘ચિત્રગુપ્તના દરબારમાં’, ‘પરગજુ’, ‘એક...બે...ત્રણ...’, ‘ગાંધીતોપ’, ‘મૂકમ કરોતિ’, ‘પગથિયા વસતિ’, ‘કવિ અને રાજા’, ‘...ન ભવિષ્યતિ’ જેવી વાર્તાઓ વાચકને વિચારતા કરી મૂકે તેવી છે. સ્વરૂપની દૃષ્ટિએ કદાચ આ વાર્તાઓ ચિરકાલીન ન નીવડે તો પણ તેનું ઐતિહાસિક દસ્તાવેજ તરીકેનું મૂલ્ય અનેકગણું છે. તો ‘અદકાં રૂપ’, ‘પારેવાંનો પાળનાર’, ‘એ ક્યાં જાય’, ‘મજીદ અને મુન્ની’, ‘નવજન્મ’, ‘લૂંટાયેલા’ વાર્તાઓમાં અમદાવાદના હુલ્લડો, હુલ્લડોમાં ભોગ બનેલી સ્ત્રીઓની સ્થિતિનું વાસ્તવપૂર્ણ અને ભાવાત્મક આલેખન વિભાજન અને કોમી રમખાણોને આલેખતા આપણાં અલ્પ સાહિત્યમાં નોંધપાત્ર સ્થાન ધરાવે એવી છે. જ. દ.ની વાર્તાકાર તરીકેની આ બે મુખ્ય લાક્ષણિકતાને આધારે તેમની કેટલીક નોંધપાત્ર વાર્તાઓ વિશેના નિરીક્ષણો અહીં પ્રસ્તુત છે.

'''ચેતનાપ્રવાહ આધારિત વાર્તાઓ :'''
<poem>'''ચેતનાપ્રવાહ આધારિત વાર્તાઓ :'''
'''‘આ ઘેર પેલે ઘેર’'''
'''‘આ ઘેર પેલે ઘેર’'''</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
સવિતાની આત્મઓળખની આ વાર્તા છે. વાર્તામાં માત્ર બે જ ભૌતિક ઘટના છે. એક આરંભની અને બીજી અંતની. બાકીની ચેતનાપ્રવાહ રૂપે આલેખાતી ચૈતસિક ઘટના છે. પતિ પુલિન બીજા લગ્ન કરતા પેલે ઘેર રહેવા જાય છે અને આ ઘેર એકલી પડેલી સવિતાના હાથમાંથી છટકેલી વઘારની વાટકીના જમીન પર થતાં અવાજની ભૌતિક ઘટના માધ્યમે આરંભાતી સ્મરણો અને જાતસંવાદે રૂપે ચેતનાપ્રવાહની યુક્તિ પ્રયોજાઈ છે. આ આતંરમંથન ધીરે ધીરે સ્થૂળ ગતિમાંથી સૂક્ષ્મતા તરફ ગતિ કરી અંતે સવિતાની આત્મઓળખ પર વિરમે છે. આરંભમાં ‘આ ઘર’માંથી ‘પેલા ઘર’માં થતા પરિવર્તનને પારખતી સુજાતાના ઘર, પતિ અને પુત્ર સાથેના સંબંધોમાંથી મુક્ત બની ‘સ્વ’ને પામે છે. પોતાના જ હાડમાંથી પોષાયેલ પુત્ર દ્વારા પોતાની નહીં પણ પિતાની પસંદગી, પુલિન સાથે વીતેલું મધુર દામ્પત્યજીવન, પોતા તરફથી ક્યાં ખોટ પડી?નો જવાબ તેનું આંતરમન માગે છે. તો આજે પણ તે પુલિનને જ ચાહવા, હૃદયના સ્વામી તરીકેના સ્વીકારે પતિ તરફનો ધિક્કાર પણ જતો રહે છે અને જન્મે છે પોતાના સ્વમાનનો પ્રશ્ન – ‘એ સ્વામી અને તું? માત્ર પત્ની? ફેંકી દેવાની ઢીંગલી? ચૂસાયેલો ગોટલો? શેરડીના કૂચા? તને પણ કશું સ્વમાન છે કે નહીં?’ એટલું જ નહીં, પુલિનને સર્વસ્વ, પુત્ર આપનાર પોતાને પુલિને ઘર, ઘરેણાં, રોકડ આપીને લેવડદેવડનો વ્યવહાર પૂરો કર્યો! પરંતુ પોતે શું કર્યું આ બધું સ્વીકારી જાતનો ‘સોદો કર્યો’ અને તેની બધી જ વંચના સરી પડે છે. એ જ ક્ષણે સવિતા પોતાની જાતને આ સોદામાંથી ઉગારવા પેટીમાં બધું જ ભરી પેલે ઘેર આપવા પહેરેલ કપડે, સળસળાટ ચાલી નીકળે છે. વાર્તામાં ચેતનાપ્રવાહનો સાહજિક અને કાર્યસાધક વિનિયોગ જ. દ.ને સિદ્ધ વાર્તાકાર ઠેરવે છે.

Line 67: Line 69:
‘કાળો નિતાર’ પતિ-પત્ની ધના અને રામી ધોબણનું રામદાસ શેઠના કપડા ધોતા કપડા ધોળા અને તેમાંથી ટપકતા કાળા નિતાર દ્વારા રામીને અનુક્રમે આશ્ચર્ય, ભય, આઘાત અને ચમત્કારે થતો ગૌરવનો અનુભવ બદલાતા વ્યક્તિમાનસને આલેખે છે. કાળા પાણીમાં પણ કપડા ઉજળા જ રહેવાની ઘટના કહેવાતા શ્રેષ્ઠીઓના વાસ્તવિક ચહેરાને રજૂ કરે છે અને તેનો કાળો નિતાર આવા ધોળા કપડા ધારણ કરનાર, સમાજમાં કહેવાતા પ્રતિષ્ઠિતોના ભ્રષ્ટ કાર્યો સંદર્ભે પ્રતીકાત્મક છે. વાર્તામાં ધોબણ રામીના બદલાતા ભાવો દ્વારા વર્તમાન સંદર્ભે બદલાતા પ્રજામાનસનું નિરૂપણ માનવીના નૈતિક અધઃપતનને અંતે મુખર બનાવે છે.

‘ઇલાજ’માં શહેરમાં નોકરીની શોધમાં ભટકતો ધોંડુ રાજકીય તત્ત્વોના હાથાઓ સમા વિઠુ અને દગડુ દ્વારા રોજીની લાલચે નીકળી પડે છે. જ્યાં પોતાના જેવા અનેક ખટારામાં ભરાયેલાઓને નિશ્ચિત સ્થાને ઉતારાતા કાંઈ સમજે એ પહેલા શરૂ થતો પથ્થરમારો ધોંડુની સાથે વાચકને પણ વાસ્તવ સમક્ષ લાવી મૂકી પોતાનું કામ કઢાવવા કહેવાતા ઉજળાઓ કેટલી હદ સુધી જઈ શકે તેની પ્રતીતિ કરાવે છે. સાથે ધોંડુ જેવા અનેક નિર્દોષના લેવાતા ભોગનું વાર્તામાં સંયમિત નિરૂપણ છે. અહીં વાર્તા અટકી ગઈ હોત તો ચાલત. પરંતુ ધોંડુની સારવાર દરમિયાન ડૉક્ટર દ્વારા બોલાતા ‘ઇલાજ’ શબ્દે ધોંડુના મનમાં મારામારી કરનાર તરીકે દગડુ અને વિઠુના મોં દેખાવા અને ધોંડુનો પીડાનો અનુભવ વાર્તાને મુખર બનાવી વાર્તાની પ્રતીકાત્મકતાને હાનિકર્તા ઠરે છે. ધોંડુ દ્વારા મોટરમાંથી થતું આસપાસનું વર્ણન વાર્તાને ગતિ આપનાર છે.

સામાજિક વાસ્તવનું વ્યંગ-કટાક્ષ અને વક્રશૈલીએ નિરૂપણ કરતી વાર્તાઓ :
{{Poem2Close}}
'''સામાજિક વાસ્તવનું વ્યંગ-કટાક્ષ અને વક્રશૈલીએ નિરૂપણ કરતી વાર્તાઓ :'''
{{Poem2Open}}
‘આઝાદ ખૂની’માં એક તરફ પોલીસ અધિકારી શ્રીશંભુશંકર દ્વારા મડદાંને આધારે કારકિર્દીમાં યશ રડી લેવાની મહેચ્છા દ્વારા પોલીસતંત્રની વાસ્તવિકતાનું આલેખન છે તો બીજી તરફ એ મરનારનું ખૂન થયું નથી પરંતુ ભૂખને કારણે મર્યો છે-ની ડૉક્ટર દ્વારા થતી સ્પષ્ટતા આપણા સામાજિક વાસ્તવને ધારદાર રીતે નિરૂપે છે. વાર્તાને અંતે કથકનું કથન – ‘અને ખૂની, આઝાદ બનીને કાયદા અને વ્યવસ્થાના સંરક્ષકોની નજર તળે જ ફરતો રહ્યો.’ આપણી વર્ગવિષમતા અને કાયદાની વ્યવસ્થા પર જાણે કોરડો વીંઝે છે.

‘મૂઠી ચોખા’માં સરકારી અનાજની દુકાને ઉગ્યાથી આથમ્યા સુધી વધતી કતાર, દુકાન બંધ થતાં સુધી અનાજ લેવાનો વારો ન આવવો, કતારમાં અનાજ ખરીદવા માટે આઠ આના ન હોવા અને પરિણામે અનાજ વગર જ પાછા જવું, લાઠીને મારે ભૂખ ભાંગતા લોકો, દુકાન લૂંટાવી, વેરાતું અનાજ અને ગોળીબાર, અનાજને તલસતા લોકોથી લાલ રંગે રંગાતી સડક, વેરાયેલી લાશો, ચોખાની ગુણને બાથ ભીડી મૃત્યુને ભેટનાર જેવા સંદર્ભો સર્જકની કટાક્ષ અને વક્રશૈલીનો સુભગ પરિચય કરાવે છે. કોઈ પણ વાચકના ચિત્તને હચમચાવી જતી આ વાર્તા જ. દ.ની ભાષાશક્તિનો પરિચય કરાવે છે.

Line 95: Line 99:
અનુગાંધીયુગના પ્રમુખ વાર્તાકાર જયંતિ દલાલે તેમની તેમની નોંખી વાર્તાશૈલી સૌનું ધ્યાન ખેંચ્યું છે. આધુનિક યુગના અણસારા આપણને તેમની કેટલીક વાર્તામાં દેખાય તો નવાઈ નહીં. માનવમનના ઊંડાણો ઉલેચી, તેની સૂક્ષ્મ ગતિવિધિનું આલેખન તેમની વાર્તાકાર તરીકેની મુખ્ય લાક્ષણિકતા છે. જયંતિ દલાલની વાર્તા સ્વરૂપની સૂક્ષ્મ કલાસૂઝ, સર્જકીય તટસ્થતા જે વાર્તામાં જળવાઈ છે ત્યાં ઉત્તમ પરિણામ મળ્યું છે. બીજું વાર્તાકાર તરીકે જયંતિ દલાલ સંપ્રજ્ઞ વાર્તાકાર છે. પરિણામે જ તેમની વાર્તાઓમાં નાનામાં નાના માનવીથી માંડીને રાજનેતા સુધીના પાત્રોનો સમાવેશ થયો. જે તેમના લોક તથા સામાજિક અનુભવને પ્રગટ કરે છે. પોતાની આસપાસના સમાજનું તટસ્થ અને વક્રશૈલીમાં આલેખન તેમની વાર્તાની લાક્ષણિકતા છે. એક સર્જકના સામાજિક ઉત્તરદાયિત્વનો સ્વીકાર તેમણે સ્વયં કર્યો છે. આસપાસમાં જે દંભ, આડંબર, ભ્રષ્ટાચાર, પ્રજાની બેહાલી, વર્ગ વિષમતા વગેરેને વિના સંકોચ અને કોઈની પણ દરકાર કર્યા વિના આલેખનાર સર્જક હોવાની પ્રતીતિ તેમને વાચનાર વાચકને અચૂક થવાની. ભાષા સમૃદ્ધિ અને પ્રયોજન શક્તિની દૃષ્ટિએ પણ જયંતિ દલાલ બેજોડ છે. અનેક ભૂંસાતા શબ્દો, બોલચાલના શબ્દો, તેની લઢણને સર્જક બરાબર પ્રયોજી જાણે છે. આ ઉપરાંત સાહજિક રીતે આવતા રૂઢિપ્રયોગો, કહેવતો, અલંકારો, વક્રોક્તિઓ તેમની ભાષા શક્તિને પ્રગટ કરે છે. તેમની વાર્તાકળાને ચીંધી આપતું રાધેશ્યામ શર્માનું નિરીક્ષણ ઉચિત છે – “વારતા નામની છટકિયાળ કલાવસ્ત્ર સાથે કામ પાડતાં દલાલ સંબંધે પણ એટલું જરૂરી જોઈ શકાય કે તેઓ અંતર્વસ્તુ સંગાથે તીવ્ર તાદાત્મ્ય અનુભવે છે, એ ક્ષણે આકાર અર્પવાની પ્રક્રિયામાં તેઓ પૂરતા નિર્મમ અને તટસ્થ પણ રહે છે. અતન્દ્ર જાગ્રત બૌદ્ધિક અને ઊંડા માનવ્ય પરત્વે આસ્થાળુ રહ્યાનું આ જ્વલંત પ્રમાણ, તેમની વાર્તાસર્જક તરીકેની મૂલવણી માટેય મૂલ્યવાન છે.”

'''સંદર્ભ  :'''
'''સંદર્ભ  :'''
<poem>– સં. રઘુવીર ચૌધરી, ‘જયંતિ દલાલ : સમગ્ર સાહિત્ય ખંડ – ૨ : ભાગ ૧ (ટૂંકી વાર્તા)’ પ્ર. આ. ૨૦૧૬, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર.

– સં. રઘુવીર ચૌધરી, ‘જયંતિ દલાલ : સમગ્ર સાહિત્ય ખંડ – ૨ : ભાગ ૨ (ટૂંકી વાર્તા)’ પ્ર. આ. ૨૦૧૬, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર.

Line 101: Line 105:
– રાધેશ્યામ શર્મા, ‘વાર્તાવિચાર’ પ્ર. આ. ૨૦૦૧, પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ.</poem>

{{rh|||સુશીલા વાઘમશી<br>મદદનીશ પ્રાધ્યાપક, <br>મહારાવશ્રી લખપતજી સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ,<br>દયાપર, કચ્છ}}
{{rh|||'''સુશીલા વાઘમશી'''<br>મદદનીશ પ્રાધ્યાપક, <br>મહારાવશ્રી લખપતજી સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ,<br>દયાપર, કચ્છ}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu