32,111
edits
(Created page with "{{SetTitle}} {{Heading|વાર્તાકાર શ્રી હર્ષદ ત્રિવેદી|ગિરિમા ઘારેખાન }} 200px|right '''સર્જકનો પરિચય''' <poem>જન્મતારીખ : ૧૭.૭.૧૯૫૮, સ્થળ : ખેરાળી ગામ, જિલ્લો સુરેન્દ્રનગર જીવનસાથી : બિંદુબેન ભટ્ટ અભ્...") |
(+1) |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|વાર્તાકાર શ્રી હર્ષદ ત્રિવેદી|ગિરિમા ઘારેખાન }} | {{Heading|વાર્તાકાર શ્રી હર્ષદ ત્રિવેદી|ગિરિમા ઘારેખાન }} | ||
[[File: | [[File:GTVI Image 135 Harshad Trivedi.png|200px|right]] | ||
'''સર્જકનો પરિચય''' | '''સર્જકનો પરિચય''' | ||
| Line 38: | Line 38: | ||
અર્પણ : ‘પંકજ-સ્મિતા, રેખા-જગદીશકુમાર તથા અરવિંદભાઈ-ધર્મિષ્ઠા ભાભીને.’ | અર્પણ : ‘પંકજ-સ્મિતા, રેખા-જગદીશકુમાર તથા અરવિંદભાઈ-ધર્મિષ્ઠા ભાભીને.’ | ||
વાર્તા સંખ્યા ૧૩, પાનાં ૧૨૮</poem> | વાર્તા સંખ્યા ૧૩, પાનાં ૧૨૮</poem> | ||
<center> | |||
[[File:GTVI Image 136 Jaliyum.png|200px]] [[File:GTVI Image 137 Mukam.png|200px]] | |||
</center> | |||
{{Poem2Open}} | |||
કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક અને સંપાદક શ્રી હર્ષદ ત્રિવેદી અનુઆધુનિક યુગના સર્જક છે. એમની વાર્તાઓ અને કાવ્યોનાં અંગ્રેજી, મરાઠી, બંગાળી, સિંધી, કન્નડ જેવી ભાષાઓમાં અનુવાદ થયા છે. એમનો ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ તો કવિ તરીકે થયો પણ ગદ્યમાં પણ એમનું પ્રદાન એટલું જ નોંધપાત્ર છે. ‘જાળિયું’ની એમની વાર્તાઓ ગુજરાતી સાહિત્યકારો અને સાથે સાથે સામાન્ય વાચકો દ્વારા એટલી પસંદ કરવામાં આવી હતી કે એ પછી સહુ વાર્તારસિકો આતુરતાપૂર્વક એમના બીજા સંગ્રહની પ્રતીક્ષામાં હતા. ઘણા વર્ષો પછી વાર્તાકલાના એક નવા જ મુકામ રૂપે ‘મુકામ’ સંગ્રહે એ વાર્તારસિકોની તૃષાને સંતોષી. | કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક અને સંપાદક શ્રી હર્ષદ ત્રિવેદી અનુઆધુનિક યુગના સર્જક છે. એમની વાર્તાઓ અને કાવ્યોનાં અંગ્રેજી, મરાઠી, બંગાળી, સિંધી, કન્નડ જેવી ભાષાઓમાં અનુવાદ થયા છે. એમનો ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ તો કવિ તરીકે થયો પણ ગદ્યમાં પણ એમનું પ્રદાન એટલું જ નોંધપાત્ર છે. ‘જાળિયું’ની એમની વાર્તાઓ ગુજરાતી સાહિત્યકારો અને સાથે સાથે સામાન્ય વાચકો દ્વારા એટલી પસંદ કરવામાં આવી હતી કે એ પછી સહુ વાર્તારસિકો આતુરતાપૂર્વક એમના બીજા સંગ્રહની પ્રતીક્ષામાં હતા. ઘણા વર્ષો પછી વાર્તાકલાના એક નવા જ મુકામ રૂપે ‘મુકામ’ સંગ્રહે એ વાર્તારસિકોની તૃષાને સંતોષી. | ||
પોતાના પહેલા વાર્તાસંગ્રહમાં પણ હર્ષદ ત્રિવેદી એક પરિપક્વ વાર્તાકારની જેમ ઊભરી આવ્યા છે. એ પરિપક્વતા ‘મુકામ’માં એક નિશ્ચિત મુકામ સુધી પહોંચી છે. શ્રી ભોળાભાઈ પટેલે ‘જાળિયું’ની વાર્તાઓ માટે જે કહ્યું છે એ એમની બધી જ વાર્તાઓને એક સરખું લાગે પડે છે કે ‘એમની વાર્તાઓમાં બહારની ઘટનાઓથી ચિત્તની અંદર ઝાંકી કરાવવાનો અને ચિત્તની અંદરની સંકુલ પ્રક્રિયા દ્વારા બાહ્ય વાસ્તવને વ્યાખ્યાયિત કરવાનો કલાત્મક ઉપક્રમ જોવા મળે છે. | પોતાના પહેલા વાર્તાસંગ્રહમાં પણ હર્ષદ ત્રિવેદી એક પરિપક્વ વાર્તાકારની જેમ ઊભરી આવ્યા છે. એ પરિપક્વતા ‘મુકામ’માં એક નિશ્ચિત મુકામ સુધી પહોંચી છે. શ્રી ભોળાભાઈ પટેલે ‘જાળિયું’ની વાર્તાઓ માટે જે કહ્યું છે એ એમની બધી જ વાર્તાઓને એક સરખું લાગે પડે છે કે ‘એમની વાર્તાઓમાં બહારની ઘટનાઓથી ચિત્તની અંદર ઝાંકી કરાવવાનો અને ચિત્તની અંદરની સંકુલ પ્રક્રિયા દ્વારા બાહ્ય વાસ્તવને વ્યાખ્યાયિત કરવાનો કલાત્મક ઉપક્રમ જોવા મળે છે. | ||
| Line 55: | Line 58: | ||
‘જીવ ઉપર જેવી બીજી ગાંઠ લગાવી કે પહેલી તરત ઢીલી થઈ ગઈ. ઘણી વાર આંખો બંધ કરવાથી ધારેલું દૂર નથી થતું પણ વધારે નજીક આવે છે.’ (ગૂંથણી) | ‘જીવ ઉપર જેવી બીજી ગાંઠ લગાવી કે પહેલી તરત ઢીલી થઈ ગઈ. ઘણી વાર આંખો બંધ કરવાથી ધારેલું દૂર નથી થતું પણ વધારે નજીક આવે છે.’ (ગૂંથણી) | ||
આવાં જ વાક્યોમાં ક્યારેક ક્યારેક જિંદગીનું તત્ત્વજ્ઞાન પણ ગૂંથી લેવાય છે. જેમ કે એ જ વાર્તાનું આ વાક્ય – ‘આ ગૂંથણીનું બીજું નામ જ સંસાર નહીં? ક્યારેક નીચેથી ઉપર આવવાનું, ક્યારેક ગાંઠ મારવાની, ગોળ ગોળ ફરવાનું, એ દોરીને આંટી મારવાની ને છેલ્લે કટકો કરીને...’ | આવાં જ વાક્યોમાં ક્યારેક ક્યારેક જિંદગીનું તત્ત્વજ્ઞાન પણ ગૂંથી લેવાય છે. જેમ કે એ જ વાર્તાનું આ વાક્ય – ‘આ ગૂંથણીનું બીજું નામ જ સંસાર નહીં? ક્યારેક નીચેથી ઉપર આવવાનું, ક્યારેક ગાંઠ મારવાની, ગોળ ગોળ ફરવાનું, એ દોરીને આંટી મારવાની ને છેલ્લે કટકો કરીને...’ | ||
ક્યાંક આવી રીતે ‘read between the lines’ના લઘુકોણ છે તો એનાથી બિલકુલ વિપરીત ક્યાંક પરિવેશ કે પાત્રોનાં વર્ણનોમાં લેખકે ધીમી કલમથી અદ્ભુત શબ્દચિત્ર ઊભાં કર્યાં છે. એ એમની બારીક નિરીક્ષણશક્તિની પણ સાક્ષી પૂરે છે. | ક્યાંક આવી રીતે ‘read between the lines’ના લઘુકોણ છે તો એનાથી બિલકુલ વિપરીત ક્યાંક પરિવેશ કે પાત્રોનાં વર્ણનોમાં લેખકે ધીમી કલમથી અદ્ભુત શબ્દચિત્ર ઊભાં કર્યાં છે. એ એમની બારીક નિરીક્ષણશક્તિની પણ સાક્ષી પૂરે છે. | ||
‘ગૂંચળા ગૂંચળા વાળની લાંબી જટા, નાભિ સુધી આવતી દાઢી, ઉઘાડું શરીર એકલી કૌપીનને સહારે શોભી રહ્યું છે. ડોકમાં રૂદ્રાક્ષની માળા ને બે ય હાથમાં બેરખા, બાજુમાં પડેલું કમંડળ, જમીનમાં ખોડી રાખેલાં ત્રિશૂળ, ચિપિયો.’ (ગૂંથણી) | ‘ગૂંચળા ગૂંચળા વાળની લાંબી જટા, નાભિ સુધી આવતી દાઢી, ઉઘાડું શરીર એકલી કૌપીનને સહારે શોભી રહ્યું છે. ડોકમાં રૂદ્રાક્ષની માળા ને બે ય હાથમાં બેરખા, બાજુમાં પડેલું કમંડળ, જમીનમાં ખોડી રાખેલાં ત્રિશૂળ, ચિપિયો.’ (ગૂંથણી) | ||
| Line 72: | Line 74: | ||
‘ટૂંકી વાર્તા પાસે પણ એ જ અપેક્ષા હોઈ શકે કે અન્ય કળાસ્વરૂપોની જેમ એ આસ્વાદ્ય હોય. આકાર પરત્વે લાઘવ અને પ્રભાવ પરત્વે તીવ્રતાની અપેક્ષા ટૂંકી વાર્તા પાસે સવિશેષ રહે. એની શિલ્પા-કૃતિમાં જ ટૂંકી વાર્તાનું સ્થાપત્ય કેન્દ્રિત થયેલું હોવું જોઈએ.’ | ‘ટૂંકી વાર્તા પાસે પણ એ જ અપેક્ષા હોઈ શકે કે અન્ય કળાસ્વરૂપોની જેમ એ આસ્વાદ્ય હોય. આકાર પરત્વે લાઘવ અને પ્રભાવ પરત્વે તીવ્રતાની અપેક્ષા ટૂંકી વાર્તા પાસે સવિશેષ રહે. એની શિલ્પા-કૃતિમાં જ ટૂંકી વાર્તાનું સ્થાપત્ય કેન્દ્રિત થયેલું હોવું જોઈએ.’ | ||
સંદર્ભ : | {{Poem2Close}} | ||
પ્રસ્તાવના ‘જાળિયું’, શ્રી ભોળાભાઈ પટેલ | '''સંદર્ભ :''' | ||
પ્રસ્તાવના ‘મુકામ’, શ્રી ભરત મહેતા | <poem>પ્રસ્તાવના ‘જાળિયું’, શ્રી ભોળાભાઈ પટેલ | ||
ગિરિમા ઘારેખાન | પ્રસ્તાવના ‘મુકામ’, શ્રી ભરત મહેતા</poem> | ||
{{rh|||<poem>ગિરિમા ઘારેખાન | |||
ગૃહિણી | ગૃહિણી | ||
વાર્તાકાર, નવલકથાકાર | વાર્તાકાર, નવલકથાકાર | ||
અમદાવાદ | અમદાવાદ | ||
Email : Mailid-kruhagi@yahoo.com | Email : Mailid-kruhagi@yahoo.com | ||
મો. ૮૯૮૦૨ ૦૫૯૦૯ | મો. ૮૯૮૦૨ ૦૫૯૦૯</poem> }}<br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ધરમાભાઈ શ્રીમાળી | ||
|next = | |next = રાજેન્દ્ર પટેલ | ||
}} | }} | ||