32,422
edits
No edit summary |
No edit summary |
||
| Line 123: | Line 123: | ||
અજાણ્યા ‘અંજુમ'ને કોઈ જાણે તો એનો મને સંતોષ હોય જ. | અજાણ્યા ‘અંજુમ'ને કોઈ જાણે તો એનો મને સંતોષ હોય જ. | ||
ગાંધીયુગમાં વાલોડે કેટલાક સામાન્ય રહેવામાં—ગાંધીજીમાં સમાઈ જવામાં જ — અસ્તિત્વ જોતા કેટલાક ઉત્તમ માણસો આપ્યા તેમાંના એક ઈશ્વરલાલ ઇચ્છારામ દેસાઈ. એ હયાત હોય તો એમણે પોતાનો ‘અંજુમ' વિશેનો સંતોષ વ્યક્ત કરવા જેટલા એ ‘પ્રામાણિક પત્રકાર’ હતા. ઉ. જો. સાથે વીસાપુરની જેલમાં સાથે એ રહેલા. થોડાં વર્ષો ચાલેલા એમના ‘લોકવાણી’ દૈનિકના તંત્રીમંડળમાં હું હતો. એ ‘હળવે હાથે' નામે કૉલમ લખે. એમની માંદગીના સમયમાં એ કૉલમ મેં લખી. એમણે એક દિવસ કેબિનમાં બોલાવી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનો પોસ્ટકાર્ડ બતાવ્યો. ‘ફલાણા દિવસની કટારમાં તો પિકવિક પેપર્સ જેવું છે.’ એવું લખેલું. હવે સાહિત્યમાં વિ. ૨. ત્રિવેદી અને ઈ. ઈ. દેસાઈ જેવા તંત્રી ક્યાં? | ગાંધીયુગમાં વાલોડે કેટલાક સામાન્ય રહેવામાં—ગાંધીજીમાં સમાઈ જવામાં જ — અસ્તિત્વ જોતા કેટલાક ઉત્તમ માણસો આપ્યા તેમાંના એક ઈશ્વરલાલ ઇચ્છારામ દેસાઈ. એ હયાત હોય તો એમણે પોતાનો ‘અંજુમ' વિશેનો સંતોષ વ્યક્ત કરવા જેટલા એ ‘પ્રામાણિક પત્રકાર’ હતા. ઉ. જો. સાથે વીસાપુરની જેલમાં સાથે એ રહેલા. થોડાં વર્ષો ચાલેલા એમના ‘લોકવાણી’ દૈનિકના તંત્રીમંડળમાં હું હતો. એ ‘હળવે હાથે' નામે કૉલમ લખે. એમની માંદગીના સમયમાં એ કૉલમ મેં લખી. એમણે એક દિવસ કેબિનમાં બોલાવી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનો પોસ્ટકાર્ડ બતાવ્યો. ‘ફલાણા દિવસની કટારમાં તો પિકવિક પેપર્સ જેવું છે.’ એવું લખેલું. હવે સાહિત્યમાં વિ. ૨. ત્રિવેદી અને ઈ. ઈ. દેસાઈ જેવા તંત્રી ક્યાં? | ||
સુન્દરમ્’ની ‘મારી બંસીમાં બોલ બે બજાવી જા' અને ઉ. જો.ની એવી જ વિખ્યાત કવિતા પ્રથમ 'લોકવાણી'માં પ્રગટ થયેલી. તે સિવાય પણ સુરત જિલ્લામાં ત્યારે વાલોડ ગાલ પરના તલ જેવું, ગાંધીયુગની ઊપજ જેવું હતું. ‘અંજુમ’ને એ ભૂમિની ઊપજરૂપે પણ હું જોઉં છું. | |||
અંજુમે ઉર્દૂ અને અંગ્રેજી સાહિત્યની કેટલીક સારી કૃતિઓ પણ ગુજરાતીમાં અનૂદિત કરી છે, તેમાં પણ પસંદગીમાં પણ એમની સાહિત્યપદાર્થની પહોંચ દેખાય છે. 'તમે એક શૂન્યભૂમિ પર ઘર બનાવો, ગામ વસવા માંડશે' એવું કહેનાર કવિ એકલા નથી, એમનામાં ગામ વસે છે. વાસ્તવમાં એ ચિંતક નહીં તોયે વિચારક છે, પણ મારા જેવા અચાનક બોલી ઊઠનારા નથી. માણસ અને જગતની સ્થિતિ, પરિસ્થિતિ જુએ છે અને અજંપામાં રહે છે, પણ એ શાંતસાદે પ્રતિભાવ આપે છે. એ હસી શકે છે, પણ મર્માળુ, ગઝલમાંય અખતરો કરે છે, પણ પ્રત્યેક ક્રાંતિ આગલી ક્રાંતિનું અનુકરણ કરે છે અને આગલી ક્રાંતિ જેવો જ એનો અંત આવે છે એ જોઈ શકનારા રિવાયતી શાયરના સ્વરમાં જ ઉદ્દામ સ્વર ક્યારેક કાઢે છે. | અંજુમે ઉર્દૂ અને અંગ્રેજી સાહિત્યની કેટલીક સારી કૃતિઓ પણ ગુજરાતીમાં અનૂદિત કરી છે, તેમાં પણ પસંદગીમાં પણ એમની સાહિત્યપદાર્થની પહોંચ દેખાય છે. 'તમે એક શૂન્યભૂમિ પર ઘર બનાવો, ગામ વસવા માંડશે' એવું કહેનાર કવિ એકલા નથી, એમનામાં ગામ વસે છે. વાસ્તવમાં એ ચિંતક નહીં તોયે વિચારક છે, પણ મારા જેવા અચાનક બોલી ઊઠનારા નથી. માણસ અને જગતની સ્થિતિ, પરિસ્થિતિ જુએ છે અને અજંપામાં રહે છે, પણ એ શાંતસાદે પ્રતિભાવ આપે છે. એ હસી શકે છે, પણ મર્માળુ, ગઝલમાંય અખતરો કરે છે, પણ પ્રત્યેક ક્રાંતિ આગલી ક્રાંતિનું અનુકરણ કરે છે અને આગલી ક્રાંતિ જેવો જ એનો અંત આવે છે એ જોઈ શકનારા રિવાયતી શાયરના સ્વરમાં જ ઉદ્દામ સ્વર ક્યારેક કાઢે છે. | ||
લંડનમાં રહે છે. ત્યાંના હવામાનમાં જોયું—અનુભવ્યું તેમાંય સૌંદર્યદૃષ્ટિનો વિસ્મય જ છે, આ બે હાઈકુમાં : | લંડનમાં રહે છે. ત્યાંના હવામાનમાં જોયું—અનુભવ્યું તેમાંય સૌંદર્યદૃષ્ટિનો વિસ્મય જ છે, આ બે હાઈકુમાં : | ||