ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/ગણપતરામ રાજારામ ભટ્ટનું આત્મવૃત્તાંત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ગણપતરામ રાજારામ ભટ્ટ}}
{{Heading|ગણપતરામ રાજારામ ભટ્ટ}}
{{center|'''મારો જીવન વૃત્તાંત.'''}}
{{center|'''મારો જીવન વૃત્તાંત.'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મારૂં જીવનવૃત નોંધ લેવા યોગ્ય, લોકોને ઉદાહરણ આપવા જેવું હેાય એમ બહુધા હું માનતો નથી. જગતમાં કોઇ પણ અધિપતિ, અધિકારી વા વિદ્વાન પડે છે ત્યારે તેને માટે જે હોહા થાય છે. લખાય છે તથા તેના ગુણનાં ગીત ગવાય છે તેને હું પાણીમાં પથરો પડ્યા જેવું લેખું છું. ખરૂં જોતાં છે પણ તેમજ; કેમકે એ બધું થોડા વખતમાં શમી જાય છે, અને પછી કોઇ તે તરફ દૃષ્ટિ કરતું નથી. એથી વખત જતાં તેનું નામ પણ વિસરાઇ જાય છે. આથી મહજ્જનોને માટે જોઇશું તો તેમનાં કામજ સતત તેમનાં નામ લોકના સ્મરણમાં રાખનારાં છે એમ મારૂં માનવું છે. મારે માટે તેવું બહુ નથી. તોપણ જો યત્‌ કિંચિત્‌ હશે તો તેથીજ હું લોકસ્મરણમાં રહીશ; છતાં આપની ઇચ્છા છે તો કાળક્રમ પ્રમાણે મારે વિષે સારમાં હું નીચે પ્રમાણે નિવેદન કરૂં છું.

હું જ્ઞાતિયે રાયકવાળ બ્રાહ્મણ, કૌશિક ગોત્રી, યજુર્વેદી, માધ્યંદિની શાખાનો છું. મારો જન્મ સંવત્‌ ૧૯૦૪ વૈશાખ વદી ૬ છઠ બુધવારે અમદાવાદથી છ કોશને અંતરે આવેલા ઝાંણું ગામમાં થયો હતો. મારી માતાનું નામ મહાકોર અને પિતાનું નામ રાજારામ હતું. પિતાનું નિવાસ સ્થળ ભરૂચ જિલામાં આવેલો આમોદ કસ્બો હતું. ઝાંણું મારૂં મોસાળ હતું. મારી માતા મને ત્રણ વર્ષનો મૂકી પહેલી વીશીમાંજ પરલોક પામી હતી, પણ તે પછી તેની ખોટ પીતાએ પૂરી હતી. મારાં માતા સાથે તેમનો લગ્નસંબંધ બીજી વારનો હતો, સંતતીમાં માત્ર હુંજ હોવાથી પોતાનું તન, મન, અને ધન તે, મનેજ ગણતા; અને તેથી મારૂં લાલન પાલન કરવામાં કસર રાખતા નહોતા. જંબુસર કસ્બાના એક શેઠીઆની ગુમાસ્તી તે કરતા અને કપાસ લોઢાવવાનો ધંધો ચલાવતા. સ્વભાવે ઉગ્ર, જીવના ઉદાર અને મનના ભોળા તે હતા. જો કે બાળપણમાં તે મારા કોડ પૂરતા તો પણ મોટો થતાં જતાં મારા ઉપર ધાકનો છાપ પાડવા સોટી સંભાળતા હતા. હું ગામઠી નિશાળમાં સાત વર્ષની ઉમરે જતો થયો એવામાં મને મારા પિતા ઘેર આંક ગોખાવતા હતા. દોઢ બે વર્ષ ગામઠી શાળામાં અભ્યાસ કરાવી મને તેમણે સરકારી શાળામાં મૂક્યો. પોતે વૃદ્ધ થયેલા હોવાથી, માંદા સાજા ચાલવાથી નવ વર્ષની વયે તેમણે મારૂં લગ્ન કરી નાખ્યું.

Navigation menu