34,140
edits
(Created page with "{{SetTitle}} {{Heading|જેમ્સ જોય્સકૃત ‘યુલિસિસ’}} {{center|'''૧'''}} {{Poem2Open}} ટી. એસ. એલિયટે જે ‘યુલિસિસ’ના પ્રકાશન વખતે કહ્યું હતું કે ‘વર્તમાન જગતને કલાના રૂપમાં સફળતાપૂર્વક ઉતારવાનો પ્રયોગ એક કદમ આગળ વધ્ય...") |
(+1) |
||
| Line 8: | Line 8: | ||
{{center|'''૨'''}} | {{center|'''૨'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પહેલાં કથ્ય. ‘યુલિસિસ’ની દુરૂહ શૈલીને બાજુ પર રાખીને એકવાર તેની રૂપરેખાને ધ્યાનથી જોઈએ તો સમજાશે કે બાહ્ય વિશૃંખલતા હોવા છતાં તેમાં એક સળંગ વાર્તા ગુંથાયેલી છે. સને ૧૯૦૪ના ૧૬મી જૂનના દિવસે આયર્લેન્ડની રાજધાની ડબ્લિનમાં જે કૈં બને છે તેનું નિરૂપણ આ કૃતિમાં કરવામાં આવ્યું છે. સવારમાં જાગ્યા પછી મોડી રાતે સૂઈ જાય ત્યાં સુધીના સમય દરમ્યાન ત્રણ ચેતનાઓ પોતાની ચિંતાઓ લઈને કેવી રીતે દિવસ પસાર કરે છે તે દર્શાવવામાં આવ્યું છે. બ્લૂમની દિનચર્યા સંક્ષેપમાં આ પ્રમાણે છે : એ એક કસાઈની દુકાનેથી નાસ્તા માટે માંસ લઈ આવે છે, એક અખબારની ઑફિસમાં હાજરી આપે છે, નેશનલ લાયબ્રેરીમાં જાય છે, એક સ્મશાનયાત્રામાં જોડાય છે, એક છોકરીની સ્મૃતિમાં દિવાસ્વપ્ન જોતો અપ્રકટ રહેલા પ્રેમને અભિવ્યક્ત કરે છે, એક પ્રસૂતિગૃહમાં વિદ્યાર્થીઓ (મેડિકલ કૉલેજના) સાથે બેસીને અંગ્રેજ લેખકોની શૈલીની પેરડી (પ્રતિકાવ્યરચના) કરીને નવા પત્રકારત્વ પર પ્રકાશ પાડે છે અને પછી સ્ટીફન સાથે પોતાને ઘેર પાછો આવે છે, અને પોતાની પત્ની સાથે સૂઈ જાય છે. તેની નજર સામે જે જે બને છે તેના પર ત વિચાર કરે છે, કોઈ રિમાર્ક પસાર કરે છે અને વારેવારે મનમાં પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે યોજનાઓ ઘડે છે. પરન્તુ દરેક વખતે તેની બેવફા પત્નીના બ્લેજિજ બૉયલન સાથેના સંબંધોની યાદ તેને દુઃખીદુઃખી કરી મૂકે છે. તેના એક પુત્રનું નાનપણમાં મૃત્યુ થયું હોવાથી તેને એક એવી વ્યક્તિની જરૂર હતી જેના પર તે પુત્રવત્ સ્નેહ રાખી શકે અને જે પોતાની ઉમ્મરલાયક દીકરીનો વર પણ થઈ શકે. સ્ટીફન ડેડાલસ આ બંને માટે યોગ્ય હતો. ડેડાલસ સુંદર યુવક છે અને સાહિત્યમાં તેને રુચિ છે. વળી તે પોતે પણ પોતાની માની આખરી ઘડીઓમાં માના આત્માની શાંતિ માટે પ્રાર્થના નહોતો કરી શક્યો તે બદલ મનોમન દુઃખી છે. બ્લૂમ યહૂદી છે અને ડબ્લિન જેવા શહેરમાં રહેવા છતાં કોઈ અજાણ્યા મુલકમાં આવીને વસ્યો હોય તેવું તેને લાગે છે. ડેડાલસ પોતાના વતનમાં હોવા છતાં સ્વભાવે કલાકાર જીવડો હોવાથી શહેરના જીવનપ્રવાહથી નિર્લિપ્સ રહે છે. આમ આ બન્નેને અન્યોન્યની આવશ્યકતા હતી. વળી બ્લૂમના મનમાં સાહિત્ય અને કલા માટે જે અભિરુચિ હતી, તેની અભિવ્યક્તિ ડેડાલસ સાથેની વાતચીતો દ્વારા થતી. આ ડેડાલસનું પાત્ર બીજું કોઈ નહિ, લેખક પોતે જ છે. ડેડાલસ - લેખક ડાબ્લિનની સડકો અને ગલીઓમાં રખડી રખડીને થાકી ગયો તેમ છતાં તેને ક્યાંય પોતાપણું ન લાગ્યું. તે એટલે સુધી કે વિદ્યાલયથી માંડી વેશ્યાગૃહ સુધીની યાત્રા કર્યા પછી પણ તે કોઈ પ્રકારના સ્થાયિત્વનો અનુભવ કરતો નથી. જાણે તેની ધરી જ અદૃશ્ય ન થઈ ગઈ હોય! બ્લૂમ અને ડેડાલસ દિવસમાં ઘણીવાર એકબીજાનેક મળે છે. છેવટે વેશ્યાગૃહમાં મળ્યા પછી પીધેલ હાલતમાં ઘેર પાછા આવતા હોય છે ત્યારે એક ગાડીવાળાને ત્યાં થોભે છે. અહીં તેઓ પોતપોતાના વ્યક્તિત્વનો સાચો પરિચય આપી રહે છે. અહીં તેમની ચેતનાઓ પરસ્પરથી એકદમ જુદી જુદી લાગે છે. લેખક આ વસ્તુ પર ભાર મૂકી એમ કહેવા માગે છે કે દરેકની ચેતના અને તેનું વ્યક્તિત્વ જ નહિ, નિયતિ પણ અલગ અલગ હોય છે. | પહેલાં કથ્ય. ‘યુલિસિસ’ની દુરૂહ શૈલીને બાજુ પર રાખીને એકવાર તેની રૂપરેખાને ધ્યાનથી જોઈએ તો સમજાશે કે બાહ્ય વિશૃંખલતા હોવા છતાં તેમાં એક સળંગ વાર્તા ગુંથાયેલી છે. સને ૧૯૦૪ના ૧૬મી જૂનના દિવસે આયર્લેન્ડની રાજધાની ડબ્લિનમાં જે કૈં બને છે તેનું નિરૂપણ આ કૃતિમાં કરવામાં આવ્યું છે. સવારમાં જાગ્યા પછી મોડી રાતે સૂઈ જાય ત્યાં સુધીના સમય દરમ્યાન ત્રણ ચેતનાઓ પોતાની ચિંતાઓ લઈને કેવી રીતે દિવસ પસાર કરે છે તે દર્શાવવામાં આવ્યું છે. બ્લૂમની દિનચર્યા સંક્ષેપમાં આ પ્રમાણે છે : એ એક કસાઈની દુકાનેથી નાસ્તા માટે માંસ લઈ આવે છે, એક અખબારની ઑફિસમાં હાજરી આપે છે, નેશનલ લાયબ્રેરીમાં જાય છે, એક સ્મશાનયાત્રામાં જોડાય છે, એક છોકરીની સ્મૃતિમાં દિવાસ્વપ્ન જોતો અપ્રકટ રહેલા પ્રેમને અભિવ્યક્ત કરે છે, એક પ્રસૂતિગૃહમાં વિદ્યાર્થીઓ (મેડિકલ કૉલેજના) સાથે બેસીને અંગ્રેજ લેખકોની શૈલીની પેરડી (પ્રતિકાવ્યરચના) કરીને નવા પત્રકારત્વ પર પ્રકાશ પાડે છે અને પછી સ્ટીફન સાથે પોતાને ઘેર પાછો આવે છે, અને પોતાની પત્ની સાથે સૂઈ જાય છે. તેની નજર સામે જે જે બને છે તેના પર ત વિચાર કરે છે, કોઈ રિમાર્ક પસાર કરે છે અને વારેવારે મનમાં પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે યોજનાઓ ઘડે છે. પરન્તુ દરેક વખતે તેની બેવફા પત્નીના બ્લેજિજ બૉયલન સાથેના સંબંધોની યાદ તેને દુઃખીદુઃખી કરી મૂકે છે. તેના એક પુત્રનું નાનપણમાં મૃત્યુ થયું હોવાથી તેને એક એવી વ્યક્તિની જરૂર હતી જેના પર તે પુત્રવત્ સ્નેહ રાખી શકે અને જે પોતાની ઉમ્મરલાયક દીકરીનો વર પણ થઈ શકે. સ્ટીફન ડેડાલસ આ બંને માટે યોગ્ય હતો. ડેડાલસ સુંદર યુવક છે અને સાહિત્યમાં તેને રુચિ છે. વળી તે પોતે પણ પોતાની માની આખરી ઘડીઓમાં માના આત્માની શાંતિ માટે પ્રાર્થના નહોતો કરી શક્યો તે બદલ મનોમન દુઃખી છે. બ્લૂમ યહૂદી છે અને ડબ્લિન જેવા શહેરમાં રહેવા છતાં કોઈ અજાણ્યા મુલકમાં આવીને વસ્યો હોય તેવું તેને લાગે છે. ડેડાલસ પોતાના વતનમાં હોવા છતાં સ્વભાવે કલાકાર જીવડો હોવાથી શહેરના જીવનપ્રવાહથી નિર્લિપ્સ રહે છે. આમ આ બન્નેને અન્યોન્યની આવશ્યકતા હતી. વળી બ્લૂમના મનમાં સાહિત્ય અને કલા માટે જે અભિરુચિ હતી, તેની અભિવ્યક્તિ ડેડાલસ સાથેની વાતચીતો દ્વારા થતી. આ ડેડાલસનું પાત્ર બીજું કોઈ નહિ, લેખક પોતે જ છે. ડેડાલસ - લેખક ડાબ્લિનની સડકો અને ગલીઓમાં રખડી રખડીને થાકી ગયો તેમ છતાં તેને ક્યાંય પોતાપણું ન લાગ્યું. તે એટલે સુધી કે વિદ્યાલયથી માંડી વેશ્યાગૃહ સુધીની યાત્રા કર્યા પછી પણ તે કોઈ પ્રકારના સ્થાયિત્વનો અનુભવ કરતો નથી. જાણે તેની ધરી જ અદૃશ્ય ન થઈ ગઈ હોય! બ્લૂમ અને ડેડાલસ દિવસમાં ઘણીવાર એકબીજાનેક મળે છે. છેવટે વેશ્યાગૃહમાં મળ્યા પછી પીધેલ હાલતમાં ઘેર પાછા આવતા હોય છે ત્યારે એક ગાડીવાળાને ત્યાં થોભે છે. અહીં તેઓ પોતપોતાના વ્યક્તિત્વનો સાચો પરિચય આપી રહે છે. અહીં તેમની ચેતનાઓ પરસ્પરથી એકદમ જુદી જુદી લાગે છે. લેખક આ વસ્તુ પર ભાર મૂકી એમ કહેવા માગે છે કે દરેકની ચેતના અને તેનું વ્યક્તિત્વ જ નહિ, નિયતિ પણ અલગ અલગ હોય છે. | ||
અંતમાં બ્લૂમ જ્યારે સૂઈ જાય છે ત્યારે તેની સાથે સૂઈ ગયેલી તેની પત્ની મૉલી તેના પ્રેમીનું સ્મરણ કરતી હોય છે. ધીરે ધીરે લગભગ ૪૦ પાનાં ભરાય તેટલું ‘સ્વગત’ સમાપ્ત કરી રહેવા આવે છે ત્યારે તેનાં પોપચાં પર નીંદનાં ભારણ વરતાય છે. અહીં મૉલીનું પાત્ર સ્પષ્ટ ઊપસી આવે છે. આમ તો આખો દિવસ તેની હાજરીનું ભાન થતું રહેતું હોય છે, પરન્તુ અહીં તેના અસ્તિત્વનો પૂરા રૂપમાં પરિચય મળે છે. એના અસ્તિત્વનું મહત્ત્વ એટલું બધું છે કે બ્લૂમ આખો દિવસ તેની સ્મૃતિથી ગ્રસ્ત રહે છે. | અંતમાં બ્લૂમ જ્યારે સૂઈ જાય છે ત્યારે તેની સાથે સૂઈ ગયેલી તેની પત્ની મૉલી તેના પ્રેમીનું સ્મરણ કરતી હોય છે. ધીરે ધીરે લગભગ ૪૦ પાનાં ભરાય તેટલું ‘સ્વગત’ સમાપ્ત કરી રહેવા આવે છે ત્યારે તેનાં પોપચાં પર નીંદનાં ભારણ વરતાય છે. અહીં મૉલીનું પાત્ર સ્પષ્ટ ઊપસી આવે છે. આમ તો આખો દિવસ તેની હાજરીનું ભાન થતું રહેતું હોય છે, પરન્તુ અહીં તેના અસ્તિત્વનો પૂરા રૂપમાં પરિચય મળે છે. એના અસ્તિત્વનું મહત્ત્વ એટલું બધું છે કે બ્લૂમ આખો દિવસ તેની સ્મૃતિથી ગ્રસ્ત રહે છે. | ||
| Line 17: | Line 16: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''૩'''}} | {{center|'''૩'''}} | ||
{{Poem2Open}} | |||
વિચારના ક્ષેત્રમાં જોય્સે જેવો પ્રયોગ કર્યો છે તેવો શૈલીના ક્ષેત્રમાં પણ. ‘ફિનેગન્સ વેક’માં નવા શબ્દોની એટલી ભરમાર છે કે વાંચતાં વાંચતાં ધીરજ ખૂટી જાય, અને કેટલીયે જગાઓએ અર્થ સ્પષ્ટ ન થાય એવું પણ બને. ગાગરમાં સાગર સમાવવાનો પ્રયત્ન સ્પૃહણીય હોવા છતાં તેનું મૂલ્ય પ્રયોગની દૃષ્ટિએ જ વધારે છે. નવલકથાની દૃષ્ટિએ (ભલે કેટલાક વિવેચકો ‘ફિનેગન્સ વેક’ને કવિતા માનતા હોય) આ કૌશલ બહુ વખાણવાલાયક નથી ‘યુલિસિસ’માં નવા શબ્દોનો ઉપયોગ જરૂર થયો છે તેમ છતાં અહીં મહત્ત્વની વસ્તુ તો બીજી જ છે. ઉપર બતાવ્યું છે તેમ ત્રણે વાર્તાઓને એકીસાથે જોડીને વર્તમાન યુગના જીવનની કરુણાને વ્યક્ત કરવાનું કામ કંઈ સહેલું નથિ. એ વખતે જે શૈલી પ્રચલિત હતી તેમાં આ બધું કહેવું સંભવિત નહોતું. એટલે જોય્સે એવી શૈલીનો પ્રયોગ કર્યો, જેમાં દુ જાર્દિન, હેનરી જેમ્સ, કોનરેડ, ડોરોથી રિચાર્ડસન અને માર્શલ પ્રુસ્ત આદિ પુરોગામી લેખકોની શૈલીનો વિકાસ જોવા મળે છે, તે સાથે લેખકના નવા પ્રયોગો પણ છે. | વિચારના ક્ષેત્રમાં જોય્સે જેવો પ્રયોગ કર્યો છે તેવો શૈલીના ક્ષેત્રમાં પણ. ‘ફિનેગન્સ વેક’માં નવા શબ્દોની એટલી ભરમાર છે કે વાંચતાં વાંચતાં ધીરજ ખૂટી જાય, અને કેટલીયે જગાઓએ અર્થ સ્પષ્ટ ન થાય એવું પણ બને. ગાગરમાં સાગર સમાવવાનો પ્રયત્ન સ્પૃહણીય હોવા છતાં તેનું મૂલ્ય પ્રયોગની દૃષ્ટિએ જ વધારે છે. નવલકથાની દૃષ્ટિએ (ભલે કેટલાક વિવેચકો ‘ફિનેગન્સ વેક’ને કવિતા માનતા હોય) આ કૌશલ બહુ વખાણવાલાયક નથી ‘યુલિસિસ’માં નવા શબ્દોનો ઉપયોગ જરૂર થયો છે તેમ છતાં અહીં મહત્ત્વની વસ્તુ તો બીજી જ છે. ઉપર બતાવ્યું છે તેમ ત્રણે વાર્તાઓને એકીસાથે જોડીને વર્તમાન યુગના જીવનની કરુણાને વ્યક્ત કરવાનું કામ કંઈ સહેલું નથિ. એ વખતે જે શૈલી પ્રચલિત હતી તેમાં આ બધું કહેવું સંભવિત નહોતું. એટલે જોય્સે એવી શૈલીનો પ્રયોગ કર્યો, જેમાં દુ જાર્દિન, હેનરી જેમ્સ, કોનરેડ, ડોરોથી રિચાર્ડસન અને માર્શલ પ્રુસ્ત આદિ પુરોગામી લેખકોની શૈલીનો વિકાસ જોવા મળે છે, તે સાથે લેખકના નવા પ્રયોગો પણ છે. | ||
‘યુલિસિસ’માં જોય્સનું લક્ષ્ય પાઠકને નવલકથા દ્વારા જીવનના સીધા સંપર્કમાં લાવવાનું છે. પોતા તરફથી કોઈ પણ જાતની દખલગીરી કર્યા સિવાય લેખકે જીવનને તેના મૂળ રૂપમાં આપણી સામે ધર્યું છે. ‘ધ પોર્ટ્રેટ ઑફ ધ આર્ટીસ્ટ’માં જોય્સે લખ્યું હતું : "કલાકારનું વ્યક્તિત્વ ધીમે ધીમે વૈયક્તિક્તા અને અસ્તિત્વના ઘેરાવામાંથી બહાર નીકળી જાય છે અને છેવટે પોતાની કૃતિનો સ્રષ્ટા કલાકાર તે કૃતિના અન્તરમાં, તેની બહાર, તે કૃતિથી ઉપર અથવા તેનાથી બિલકુલ અલગ હોય છે." આ વાત ‘યુલિસિસ’ માટે બિલકુલ સાચી છે. નિર્વૈયક્તિકતા પ્રાપ્ત કરવા માટે આ નવલકથામાં ચેતનાપ્રવાહ (Stream of Consciousness)- ટેકનિકલનો પ્રયોગ કરવામાં આવ્યો છે. | ‘યુલિસિસ’માં જોય્સનું લક્ષ્ય પાઠકને નવલકથા દ્વારા જીવનના સીધા સંપર્કમાં લાવવાનું છે. પોતા તરફથી કોઈ પણ જાતની દખલગીરી કર્યા સિવાય લેખકે જીવનને તેના મૂળ રૂપમાં આપણી સામે ધર્યું છે. ‘ધ પોર્ટ્રેટ ઑફ ધ આર્ટીસ્ટ’માં જોય્સે લખ્યું હતું : "કલાકારનું વ્યક્તિત્વ ધીમે ધીમે વૈયક્તિક્તા અને અસ્તિત્વના ઘેરાવામાંથી બહાર નીકળી જાય છે અને છેવટે પોતાની કૃતિનો સ્રષ્ટા કલાકાર તે કૃતિના અન્તરમાં, તેની બહાર, તે કૃતિથી ઉપર અથવા તેનાથી બિલકુલ અલગ હોય છે." આ વાત ‘યુલિસિસ’ માટે બિલકુલ સાચી છે. નિર્વૈયક્તિકતા પ્રાપ્ત કરવા માટે આ નવલકથામાં ચેતનાપ્રવાહ (Stream of Consciousness)- ટેકનિકલનો પ્રયોગ કરવામાં આવ્યો છે. | ||
| Line 25: | Line 25: | ||
ચેતનાપ્રવાહને નવલકથામાં ઉતારવા જતાં બે મુશ્કેલીઓ ઊભી થાય છે. એક તો એ કે પ્રત્યેક પાત્રની ચેતના અલગ પ્રકારની હોય છે અને બીજી મુશ્કેલી એ છે કે ચેતના સદા પ્રવહમાન હોય છે, કદી સ્થિર નથી હોતી. આ મુશ્કેલીઓ ટાળવા માટે જોય્સે પ્રયત્નપૂર્વક ખાસ ખાસ ઉપાયો (devices)નો સહારો લીધો છે. સૌથી પહેલાં તો તેમણે માનસશાસ્રીઓએ માન્ય કરેલા associations- સાહચર્યોના રૂપનો સ્વીકાર કરી લીધો અને મગજમાં થનારી હલચલને મહત્ત્વ આપ્યું, અને બીજાં કેટલાંય ભાવબિંબો અને પ્રતીકોની મદદથી તે બધું કહી શકાયું જે સીધી રીતે ન કહેવાતું હોત. એક ઉદાહરણ લઈએ. પોતાની માની મરણ પથારીએ સ્ટીફન પ્રાર્થના ન કરી શક્યો. આ વસ્તુની સ્ટીફનને વારેવારે યાદ આવે છે અને તેના હૃદયને કોતરી ખાય છે (જેને તે agenbite of inwit કહે છે.) આ અપરાધી મનોવૃત્તિ માત્ર પોતાની મા પ્રત્યે જ નહિ પરંતુ બધી માનવજાત તરફ છે. પહેલા પ્રસંગ વખતે આ ભાવબિંબની ભૂમિકા તૈયાર થાય છે. અને તે પછી તો નેસ્ટર પ્રોટિયસ તથા સર્સી પ્રસંગોમાં આ ભાવબિંબનો ઉલ્લેખ આવે છે. બરાબર આ રીતનું બીજું પણ એક મજાનું ઉદાહરણ છે. બ્લૂમ પોતાના ખિસ્સામાં એક બાફેલો બટાટો રાખે છે. તેને માટે આ એક પ્રકારનું માદળિયું છે (આ વાત તેણે વેશ્યા બેલાને પણ કરી હતી.) તે વારે વારે ખિસ્સામાં હાથ નાખી આંગળીએથી અડકી જોઈ લે છે કે બટાટો તેની જગ્યાએ છે કે નહિ, કારણ કે, જ્યારે કોઈપણ કામ કરવા તે નીકળે છે ત્યારે વિશ્વાસ પેદા કરવા માટે તેને કૈંક જોઈતું હોય છે : એનાં બહાદુરીનાં (?) કામની વેળાએ જેમકે માંસ લાવવા વખતે. જ્યારે તે મૂંઝવણમાં પડે છે ત્યારે પણ તેના હાથ તે બટાટા પર જાય છે, જેમકે, જ્યારે તે પોતાની પત્નીના પ્રેમી બ્લેજીજ બૉયલન સાથે લડવાની અણી પર હોય છે ત્યારે પણ તેનો હાથ તે બટાટા પર જાય છે. ક્યારેક ક્યારેક કેટલાક ખાસ શબ્દો આ ભાવબિંબો અને પ્રતીકોની જેમ જ ઘણા મહત્ત્વપૂર્ણ હોય છે. ‘Metempsychosis’ (પુર્નજન્મ) શબ્દનો ઉચ્ચાર મૉલી દિવસના આરંભે સવારમાં જ કરવા ઇચ્છે છે, પણ બરાબર ઉચ્ચાર કરી શકતી નથી. ભારે મુશ્કેલી પછી તે આટલું જ કહી શકે છે : ‘Methimpikehoses’. આ શબ્દ કૅલિપ્સો પ્રસંગમાં પહેલીવાર આવે છે. જે વખતે મૉલી બ્લૂમને તેનો અર્થ પૂછે છે. તે પછી આખો દિવસ બ્લૂમ આ શબ્દને ભૂલી શકતો નથિ. નૉસિકા, સાયરન, ઑક્સન ઑફ ધ સન પ્રસંગો વખતે વારે વારે તેને આ શબ્દ યાદ આવે છે. તેનું કારણ એ છે કે જોય્સ આ નવલકથમાં પુનર્જન્મ પર પણ પ્રકાશ પાડવા માંગે છે. બ્લૂમ માટે તો આ શબ્દ ખાસ મહત્ત્વનો હતો. કૌટુંબિક તથા સમાજિક ક્ષેત્રમાં અસંતોષને કારણે તેના મનમાં આ જીવનની નિસ્સારતાનો જે ભાવ હતો તેને કારણે સ્તો. | ચેતનાપ્રવાહને નવલકથામાં ઉતારવા જતાં બે મુશ્કેલીઓ ઊભી થાય છે. એક તો એ કે પ્રત્યેક પાત્રની ચેતના અલગ પ્રકારની હોય છે અને બીજી મુશ્કેલી એ છે કે ચેતના સદા પ્રવહમાન હોય છે, કદી સ્થિર નથી હોતી. આ મુશ્કેલીઓ ટાળવા માટે જોય્સે પ્રયત્નપૂર્વક ખાસ ખાસ ઉપાયો (devices)નો સહારો લીધો છે. સૌથી પહેલાં તો તેમણે માનસશાસ્રીઓએ માન્ય કરેલા associations- સાહચર્યોના રૂપનો સ્વીકાર કરી લીધો અને મગજમાં થનારી હલચલને મહત્ત્વ આપ્યું, અને બીજાં કેટલાંય ભાવબિંબો અને પ્રતીકોની મદદથી તે બધું કહી શકાયું જે સીધી રીતે ન કહેવાતું હોત. એક ઉદાહરણ લઈએ. પોતાની માની મરણ પથારીએ સ્ટીફન પ્રાર્થના ન કરી શક્યો. આ વસ્તુની સ્ટીફનને વારેવારે યાદ આવે છે અને તેના હૃદયને કોતરી ખાય છે (જેને તે agenbite of inwit કહે છે.) આ અપરાધી મનોવૃત્તિ માત્ર પોતાની મા પ્રત્યે જ નહિ પરંતુ બધી માનવજાત તરફ છે. પહેલા પ્રસંગ વખતે આ ભાવબિંબની ભૂમિકા તૈયાર થાય છે. અને તે પછી તો નેસ્ટર પ્રોટિયસ તથા સર્સી પ્રસંગોમાં આ ભાવબિંબનો ઉલ્લેખ આવે છે. બરાબર આ રીતનું બીજું પણ એક મજાનું ઉદાહરણ છે. બ્લૂમ પોતાના ખિસ્સામાં એક બાફેલો બટાટો રાખે છે. તેને માટે આ એક પ્રકારનું માદળિયું છે (આ વાત તેણે વેશ્યા બેલાને પણ કરી હતી.) તે વારે વારે ખિસ્સામાં હાથ નાખી આંગળીએથી અડકી જોઈ લે છે કે બટાટો તેની જગ્યાએ છે કે નહિ, કારણ કે, જ્યારે કોઈપણ કામ કરવા તે નીકળે છે ત્યારે વિશ્વાસ પેદા કરવા માટે તેને કૈંક જોઈતું હોય છે : એનાં બહાદુરીનાં (?) કામની વેળાએ જેમકે માંસ લાવવા વખતે. જ્યારે તે મૂંઝવણમાં પડે છે ત્યારે પણ તેના હાથ તે બટાટા પર જાય છે, જેમકે, જ્યારે તે પોતાની પત્નીના પ્રેમી બ્લેજીજ બૉયલન સાથે લડવાની અણી પર હોય છે ત્યારે પણ તેનો હાથ તે બટાટા પર જાય છે. ક્યારેક ક્યારેક કેટલાક ખાસ શબ્દો આ ભાવબિંબો અને પ્રતીકોની જેમ જ ઘણા મહત્ત્વપૂર્ણ હોય છે. ‘Metempsychosis’ (પુર્નજન્મ) શબ્દનો ઉચ્ચાર મૉલી દિવસના આરંભે સવારમાં જ કરવા ઇચ્છે છે, પણ બરાબર ઉચ્ચાર કરી શકતી નથી. ભારે મુશ્કેલી પછી તે આટલું જ કહી શકે છે : ‘Methimpikehoses’. આ શબ્દ કૅલિપ્સો પ્રસંગમાં પહેલીવાર આવે છે. જે વખતે મૉલી બ્લૂમને તેનો અર્થ પૂછે છે. તે પછી આખો દિવસ બ્લૂમ આ શબ્દને ભૂલી શકતો નથિ. નૉસિકા, સાયરન, ઑક્સન ઑફ ધ સન પ્રસંગો વખતે વારે વારે તેને આ શબ્દ યાદ આવે છે. તેનું કારણ એ છે કે જોય્સ આ નવલકથમાં પુનર્જન્મ પર પણ પ્રકાશ પાડવા માંગે છે. બ્લૂમ માટે તો આ શબ્દ ખાસ મહત્ત્વનો હતો. કૌટુંબિક તથા સમાજિક ક્ષેત્રમાં અસંતોષને કારણે તેના મનમાં આ જીવનની નિસ્સારતાનો જે ભાવ હતો તેને કારણે સ્તો. | ||
‘યુલિસિસ’ પર દોષારોપણ કરવામાં આવે છે કે તેમાં ઘટનાબાહુલ્ય છે, અને ઘટનાઓ અસમતોલ અને અસંબદ્ધ છે, સામાન્ય પાત્રોની સંખ્યા જોઈએ તે કરતાં વધારે છે. ભૌગોલિક દૃષ્ટિથી પણ જીબ્રાલ્ટર, પૅરિસ, ભારત અને ઇંગ્લૅન્ડ જેવાં શહેરો અને દેશોમાં પ્રસંગો બને છે એટલું જ નહિ, પ્રસંગોનો વિસ્તાર પણ ઘણો વધારે છે. સ્ટીફનના વિદ્યાર્થીજીવનથી શરૂ કરીને પૅરિસમાં એ રહે છે તે સમય સુધી, બ્લૂમ તથા મૉલીના રમતિયાળ બચપણથી આરંભી તેમના આજના જીવન સુધી. કેટલી મોટી પરિધિ છે આ? પરન્તુ આ બધી વસ્તુને જોય્સે જે રીતે નવલકથામાં ગૂંથી લીધી છે આશ્ચર્યજનક છે. આ નવલકથામાં એકસૂત્રતા (Unity)નો અભાવ છે એમ કહેવું સુસંગત નથી, કેમકે ‘યુલિસિસ’ની આખી કથા માત્ર એક દિવસની (અઢાર કલાકની) અને એક જ શહેર (ડબ્લિન)ની છે. વર્ણન બે જગાએથી શરૂ થાય છે. એક મોર્ટેલો ટાવરથી જ્યાં આઠ વાગે બક મુલીગન અને સ્ટીફન વાતો કરતા હોય છે. બીજી જગા છે મૉલી બ્લૂમનું ઘર, જ્યાંથી ચોથો પ્રસંગ શરૂ થાય છે. બન્ને પ્રસંગો એક જ સમયે - લગભગ આઠથી દશ વાગ્યાની વચ્ચે જ શરૂ થાય છે. પ્રસંગોનો વિકાસ પણ એક એક કલાકના અંતર પર બતાવવામાં આવે છે. હા, ‘ઑડિસિ’ સાથે જે જે સરખામણી કરવામાં આવી છે તે તેની સામયિક વિશેષતાઓ સાથે છે. આજનો માણસ ઑડિસ્યુસ જેવો સાહસિક વીર નથી, જે પોતાના બહુબલને આધારે દુનિયાને પોતાના ચરણમાં ઝુકાવી શકે, અથવા કૃપાળુ દેવતાઓની મદદથી ઈર્ષ્યાળુ પૉઝાઈડોન જેવા દેવતાનો સામનો કરી શકે. આજનો માણસ લિયોપોલ્ડ બ્લૂમ છે, જે એક નિકૃષ્ટ નગરની ગલીઓ અને સડકો પર ભાગ્યનો માર્યો ભટકે છે. એટલે ‘યુલિસિસ’ એક મહાકાવ્યની ભાત પર રચાયું હોવા છતાં એક પ્રહસન (Burlesque)છે, જેમાં વર્તમાન મનુષ્યની કરુણ સ્થિતિ પર વ્યંગ કરવામાં આવ્યો છે. ઑડિસ્યુસ નરભક્ષીઓના પ્રદેશમાં ગયો હતો, તો ‘યુલિસિસ’ નો બ્લૂમ માત્ર એટલા માટે પરેશાન હતો કે તેને બપોરનું લંચ ખાવા માટે કોઈ સ્થાન મળતું નથી. આ બે ઘટનાઓમાં જો કોઈ સમાનતા હોય તો તે છે ભોજન. ડબ્લિનની એક સસ્તી હોટેલમાં માંસની પ્લેટમાંથી તેને માણસના માંસની ગંધ આવતી હતી. બ્લૂમે એવી રીતે આશ્ચર્ય પ્રકટ કર્યું, જેવી રીતે ઑડિસ્યુસે નરભક્ષીઓ દ્વારા પોતાના મિત્રયાત્રીઓનું ભક્ષણ થતું જોઈને કર્યું હશે. આ રીતે ‘યુલિસિસ’નું દરેક દૃશ્ય અને પ્રસંગ હોમરના ‘ઑડિસિ’ની ઘટનાઓ સાથે જોડાયેલો લાગે છે, પરંતુ તેનો રંગ જુદો છે, તેની ટેકનિક જુદી છે, તેનુ પ્રતીક જુદું છે. તેમ છતાં આ બધી વસ્તુઓને બાજુ પર રાખીને કહી શકાય કે ‘યુલિસિસ’ એક સ્વતંત્ર કૃતિ છે. વર્તમાન જીવન પર ગદ્યમાં લખાયેલું મહાકાવ્ય છે. | ‘યુલિસિસ’ પર દોષારોપણ કરવામાં આવે છે કે તેમાં ઘટનાબાહુલ્ય છે, અને ઘટનાઓ અસમતોલ અને અસંબદ્ધ છે, સામાન્ય પાત્રોની સંખ્યા જોઈએ તે કરતાં વધારે છે. ભૌગોલિક દૃષ્ટિથી પણ જીબ્રાલ્ટર, પૅરિસ, ભારત અને ઇંગ્લૅન્ડ જેવાં શહેરો અને દેશોમાં પ્રસંગો બને છે એટલું જ નહિ, પ્રસંગોનો વિસ્તાર પણ ઘણો વધારે છે. સ્ટીફનના વિદ્યાર્થીજીવનથી શરૂ કરીને પૅરિસમાં એ રહે છે તે સમય સુધી, બ્લૂમ તથા મૉલીના રમતિયાળ બચપણથી આરંભી તેમના આજના જીવન સુધી. કેટલી મોટી પરિધિ છે આ? પરન્તુ આ બધી વસ્તુને જોય્સે જે રીતે નવલકથામાં ગૂંથી લીધી છે આશ્ચર્યજનક છે. આ નવલકથામાં એકસૂત્રતા (Unity)નો અભાવ છે એમ કહેવું સુસંગત નથી, કેમકે ‘યુલિસિસ’ની આખી કથા માત્ર એક દિવસની (અઢાર કલાકની) અને એક જ શહેર (ડબ્લિન)ની છે. વર્ણન બે જગાએથી શરૂ થાય છે. એક મોર્ટેલો ટાવરથી જ્યાં આઠ વાગે બક મુલીગન અને સ્ટીફન વાતો કરતા હોય છે. બીજી જગા છે મૉલી બ્લૂમનું ઘર, જ્યાંથી ચોથો પ્રસંગ શરૂ થાય છે. બન્ને પ્રસંગો એક જ સમયે - લગભગ આઠથી દશ વાગ્યાની વચ્ચે જ શરૂ થાય છે. પ્રસંગોનો વિકાસ પણ એક એક કલાકના અંતર પર બતાવવામાં આવે છે. હા, ‘ઑડિસિ’ સાથે જે જે સરખામણી કરવામાં આવી છે તે તેની સામયિક વિશેષતાઓ સાથે છે. આજનો માણસ ઑડિસ્યુસ જેવો સાહસિક વીર નથી, જે પોતાના બહુબલને આધારે દુનિયાને પોતાના ચરણમાં ઝુકાવી શકે, અથવા કૃપાળુ દેવતાઓની મદદથી ઈર્ષ્યાળુ પૉઝાઈડોન જેવા દેવતાનો સામનો કરી શકે. આજનો માણસ લિયોપોલ્ડ બ્લૂમ છે, જે એક નિકૃષ્ટ નગરની ગલીઓ અને સડકો પર ભાગ્યનો માર્યો ભટકે છે. એટલે ‘યુલિસિસ’ એક મહાકાવ્યની ભાત પર રચાયું હોવા છતાં એક પ્રહસન (Burlesque)છે, જેમાં વર્તમાન મનુષ્યની કરુણ સ્થિતિ પર વ્યંગ કરવામાં આવ્યો છે. ઑડિસ્યુસ નરભક્ષીઓના પ્રદેશમાં ગયો હતો, તો ‘યુલિસિસ’ નો બ્લૂમ માત્ર એટલા માટે પરેશાન હતો કે તેને બપોરનું લંચ ખાવા માટે કોઈ સ્થાન મળતું નથી. આ બે ઘટનાઓમાં જો કોઈ સમાનતા હોય તો તે છે ભોજન. ડબ્લિનની એક સસ્તી હોટેલમાં માંસની પ્લેટમાંથી તેને માણસના માંસની ગંધ આવતી હતી. બ્લૂમે એવી રીતે આશ્ચર્ય પ્રકટ કર્યું, જેવી રીતે ઑડિસ્યુસે નરભક્ષીઓ દ્વારા પોતાના મિત્રયાત્રીઓનું ભક્ષણ થતું જોઈને કર્યું હશે. આ રીતે ‘યુલિસિસ’નું દરેક દૃશ્ય અને પ્રસંગ હોમરના ‘ઑડિસિ’ની ઘટનાઓ સાથે જોડાયેલો લાગે છે, પરંતુ તેનો રંગ જુદો છે, તેની ટેકનિક જુદી છે, તેનુ પ્રતીક જુદું છે. તેમ છતાં આ બધી વસ્તુઓને બાજુ પર રાખીને કહી શકાય કે ‘યુલિસિસ’ એક સ્વતંત્ર કૃતિ છે. વર્તમાન જીવન પર ગદ્યમાં લખાયેલું મહાકાવ્ય છે. | ||
સમગ્રપણે જોતાં એમ કહી શકાય કે ‘યુલિસિસ’ એક પ્રયોગકૃતિ છે, જેમાં જુદા જુદા પ્રકારના ઉપાયો (devices) દ્વારા ત્રણ મુખ્ય પાત્રો સાથે બીજાં કેટલાંયે પાત્રોના ચેતનપ્રવાહને અંકિત કરવામાં આવ્યા છે, અને તેમના દ્વારા આજના જીવનની કરુણા તથા અસહાયતા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ‘યુલિસિસ’માં રજૂ થતો દૃષ્ટિકોણ કેટલે અંશે nihilistic (શૂન્યતાવાદી) છે તે એક અલગ ચર્ચાનો વિષય છે. અહીં તો માત્ર વિચાર અને શૈલીના ક્ષેત્રમાં જોેય્સે જે પ્રયોગ કર્યો છે તેની આછી ઝાંખી કરાવવાનો પ્રયત્ન કર્યો છે. | સમગ્રપણે જોતાં એમ કહી શકાય કે ‘યુલિસિસ’ એક પ્રયોગકૃતિ છે, જેમાં જુદા જુદા પ્રકારના ઉપાયો (devices) દ્વારા ત્રણ મુખ્ય પાત્રો સાથે બીજાં કેટલાંયે પાત્રોના ચેતનપ્રવાહને અંકિત કરવામાં આવ્યા છે, અને તેમના દ્વારા આજના જીવનની કરુણા તથા અસહાયતા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ‘યુલિસિસ’માં રજૂ થતો દૃષ્ટિકોણ કેટલે અંશે nihilistic (શૂન્યતાવાદી) છે તે એક અલગ ચર્ચાનો વિષય છે. અહીં તો માત્ર વિચાર અને શૈલીના ક્ષેત્રમાં જોેય્સે જે પ્રયોગ કર્યો છે તેની આછી ઝાંખી કરાવવાનો પ્રયત્ન કર્યો છે.<ref>મૂળ લેખક (સ્વ.) ડૉ. રામસેવક સિંહ.</ref> (અનુ. ભો. પ.) | ||
સંસ્કૃતિ, ૧૯૬૩ | {{Poem2Close}} | ||
{{right|સંસ્કૃતિ, ૧૯૬૩}}<br> | |||
{{reflist}} | |||
(સાહિત્યક પરંપરાનો વિસ્તાર) | (સાહિત્યક પરંપરાનો વિસ્તાર)<br> | ||
૦૦૦ | {{center|૦૦૦}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સ્વર્ગની લગોલગ | ||
|next = | |next = કિતની નાવોંમે કિતની બાર | ||
}} | }} | ||