‘વત્સલનાં નયનો’ અને બીજા વિવેચનલેખો/‘દર્શક’ની અમર પાત્રસૃષ્ટિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 32: Line 32:
પ્રેમની ‘દર્શક’ની વ્યાખ્યા વિશાળ અને સર્વાશ્લેષી છે. ‘ઝેર તો પીધાં’માં સત્યકામ રોહિણીને કહે છે : ‘પાણીથી તૃષા શમે છે. નવધાન્ય પકાવાય છે, ને એ જ પાણીથી દેવપૂજા પણ થાય છે. આપણા પ્રેમની તરસ ન છિપાવાઈ તેથી આ અસાર ને દુર્ભિક્ષગ્રસ્ત સૃષ્ટિમાં નવધાન્ય પકાવતાં કોઈ આપણને રોકે છે?’ (ભા.૨; આવૃત્તિ ૧૯૮૨; પૃ.૩૦૪) પાઠકસાહેબની કાવ્યપંક્તિઓનું સહેજે સ્મરણ થાય :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ન પાણી ને પ્રેમ સમું બીજું જગે!{{gap|8em}}
{{Block center|'''<poem>ન પાણી ને પ્રેમ સમું બીજું જગે!{{gap|8em}}
જે સર્વતઃ સ્પર્શ કરે મનુષ્યને!
જે સર્વતઃ સ્પર્શ કરે મનુષ્યને!
રમાય, પીવાય, ન્હવાય જેમાં  
રમાય, પીવાય, ન્હવાય જેમાં  
બાહ્યાંતર, ઉભયની શુદ્ધિ તાજગી!
બાહ્યાંતર, ઉભયની શુદ્ધિ તાજગી!
{{right|(‘શેષનાં કાવ્યો’, એક સન્ધ્યા, પૃ.૨૭-૨૮)}}</poem>}}
{{right|(‘શેષનાં કાવ્યો’, એક સન્ધ્યા, પૃ.૨૭-૨૮)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વિશ્વનાં દુરિતોનો સામનો કરવા ‘દર્શક’નાં પાત્રો કટિબદ્ધ છે, દેવી સંપત્તિના બળે તેઓ ઝૂઝે છે. ‘દીપનિર્વાણ’માં ભગવાન મહાકાશ્યપ, આચાર્ય ઐલ, આનંદ અને સુચરિતા; ‘ઝેર તો પીધાં’માં ગોપાળબાપા, રોહિણી, સત્યકામ, અચ્યુત અને મર્સી અને ‘કુરુક્ષેત્ર’માં તો ખુદ શ્રીકૃષ્ણ જ સુર-અસુરના સંગ્રામમાં સાધુજનોના પરિત્રાણનું નેતૃત્વ ધારણ કરે છે. લોહિયાળ યુદ્ધભૂમિ પર કે વિષમય સંસારની ભૂમિ પર આ સાધુચરિત પાત્રો જે દુ:ખ ભોગવે છે, જે વેદના અનુભવે છે તે છતાં ‘દર્શક’ની શ્રદ્ધા અતૂટ છે. ‘ઝેર તો પીધાં’ના બીજા ભાગના મુદ્રામંત્ર તરીકે એમણે વિલિયમ ફોકનેરનું નોબેલ પ્રાઈઝના સ્વીકારનું વચન ટાંક્યું છે :

Line 51: Line 51:
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાતી ભાષા ગીતા અને ઉપનિષદની ભવ્યતાની કોટિએ પહોંચી શકે એવી સમર્થ છે એની પ્રતીતિ કોઈક નરસિંહમાં (‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’), કોઈક અખામાં (‘ચિત્ત ચમક્યું, હું-તું તે ટળ્યું’), ક્યારેક ન્હાનાલાલમાં (‘વિરાટનો હિંડોળો ઝાકમઝોર કે આભને મોભે બાંધ્યા દોર’) થાય છે. ગદ્યમાં આવી ભવ્યતાનો સંસ્પર્શ ‘દર્શક’માં જોવા મળે છે. ગોવર્ધનરામ કે મુનશીનું ગદ્ય આ ભવ્યતાને આંબી શક્યું નથી. પન્નાલાલની ‘માનવીની ભવાઈ’માં ગદ્ય ભવ્યતાના સીમાડાને પહોંચી શક્યું છે. વિદગ્ધ વાચકો પન્નાલાલ અને ‘દર્શક’ની ભવ્યતામાં એક વિલક્ષણ ભેદ જોઈ શકશે. પન્નાલાલના છપ્પનિયા દુષ્કાળના આલેખનમાં ભીષણ અને કરાલ ખીણની ભવ્યતા છે, જ્યારે ‘દર્શક’ના મહાકાશ્યપ અને ઐલના પાત્રાલેખનમાં ઉદાત્ત અને ઉન્નત શિખરની ભવ્યતા છે.

મહાકાશ્યપ
{{Poem2Close}}
'''મહાકાશ્યપ'''
{{Poem2Open}}
મહાકાશ્યપના પાત્રની રેખાએ રેખામાં ભવ્યતાનો સ્પર્શ છે. સમગ્ર નવલકથામાં એમનું વ્યક્તિત્વ છાઈ વળે છે. એકેએક પ્રસંગમાં એમના ઉદાત્ત વ્યક્તિત્વની ઝાંખી થાય છે. એમની સાથેના એકેએક સંવાદમાં વાણીની ભવ્યતાની પ્રતીતિ થાય છે. એક બાજુ આનંદ માટેની પ્રીતિ અને બીજી બાજુ સુદત્ત પ્રત્યેની વચનબદ્ધતાની વચ્ચે ઝોલાં ખાતી પુત્રી સુચરિતા માટે પિતાનું વત્સલ હૃદય વેદના અનુભવે છે, પણ એમની વિવેકબુદ્ધિ એટલી જ જાગ્રત છે. સુદત્ત અને સુચરિતા બન્નેનો વાંક જુએ છે : ‘બંને અધીરાં થયાં, અસ્પષ્ટ રહ્યાં, અવિવેકી અને અનુદાર થયાં – બંને ફળ ભોગવે છે.’ આનંદ પૂછે છે: ‘ને હું શા માટે ભોગવું?’ મહાકાશ્યપની પારગામી વાણી જુઓ: ‘પ્રેમનો મહિમા ગાવા. પછી થોડી વાર થોભીને ભાષ્ય કરતા હોય તેમ કહે : ઈશ્વરની દુનિયામાં એક કૃત્યની એક જ અસર નથી હોતી. સૂર્યનાં કિરણો કેટલાં બળોને મુક્ત કરે છે! એ એકલું અંધારું નાશ કરીને નથી બેસી રહેતાં, ચરાચરને પ્રવૃત્તિશીલ કરે છે. એમ જ કર્મ અનેક સ્થળે અનેક ભાવે વ્યાપે છે.’ (દીપનિર્વાણ પૃ.૧૧૧). સુદત્તને આશીર્વાદ આપે છે તેમાં કેટલું ગૌરવ છે : ‘ભગવાન તને તારી કલા કરતાંયે ઊંચો બનાવે.’ (પૃ.૧૧૩) જેમાં જોખમ વિશેષ હોય તેમાં પોતે જ પડવું એ સેનાનીધર્મને અનુસરીને શતદ્રુ નદીના જળમાં ઝંપલાવતા ને પ્રવાહની જોડે વહેતા જતા મહાકાશ્યપનું સેનાની અને ઋષિનું રૂપ એકસાથે વ્યક્ત થાય છે. શિરસ્ત્રાણ ને લોહકવચમાં બીજાથી બે મૂઠ ઊંચા લાગતા મહાકાશ્યપનું યુદ્ધકૌશલ અને એમના વ્યક્તિત્વને અનુરૂપ વીરવાણી સુદત્ત સાથેના સંગ્રામમાં જોવા મળે છે. ‘સુદત્ત, ગુરુહત્યા લેવી છે કે પુત્રહત્યા દેવી છે?’ (પૃ.૧૯૨)

મહાકાશ્યપની ગૌરવાન્વિત વાણી આનંદ-સુચરિતા સાથેના પ્રેમની વ્યાખ્યાના સંવાદમાં રણકી ઊઠે છે. ‘દર્શક’નું ગદ્ય અહીં સોળે કળાએ ખીલી ઊઠ્યું છે. શબ્દ અને અર્થની સંવાદિતા અહીં પૂર્ણપણે સાકાર થાય છે. પ્રેમની ચરિતાર્થતા ‘ખેંચતાણના અભાવમાં’ રહી છે એ આનંદના ઉત્તરનું મહાકાશ્યપનું ભાષ્ય ઉપનિષદના ઋષિની વાણીનું રૂપ ધારણ કરે છે : ‘લોકોત્તર પ્રેમની મહત્તા, પ્રેમીને મુક્તિ આપવામાં હોય છે; કારણ કે એને આંતરપ્રતીતિ થઈ હોય છે કે જે મારું જ હશે તે ભમી ભમીનેય પાછું મારી પાસે જ આવશે. નહીં આવી શકે તેવું અપંગ થઈ ગયું હશે તોય એનું ચિત્ત આ તરફ જ મીટ માંડી રહેશે. અને જો મારું હશે જ નહીં, તો મૂઠીમાં જકડી રાખવા છતાંય અનુકૂળ ક્ષણે એ છટકી જશે. ને ચારે બાજુ દીવાલ ને પ્રતિહારીઓ વચ્ચે રૂંધી રાખીશ તોય એનું મન વિમુખ રહેવાનું. એટલે, લોકોત્તર પ્રેમ કદી ખેંચતાણ કરતો નથી. આનંદ, જે પોતીકું છે તે યુગયુગાંતરોના વિયોગ પછી પણ પોતીકું મટતું નથી, જે પારકું છે તેને ગમે તેટલું નિકટ ખેંચો, છાતી સાથે જકડીને જ ફર્યા કરો, તોય પોતીકું થવાનું નથી. પછી તો એ ગતપ્રાણ શબનો માત્ર ભાર વહેવાનો રહે છે. (પૃ.૬૩-૬૪) આનંદની જેમ આપણે પણ મહાકાશ્યપનો અમૃતાભિષેક અનુભવીએ છીએ.

Navigation menu