‘વત્સલનાં નયનો’ અને બીજા વિવેચનલેખો/ગદ્યદેહે વિહરતું મહાકાવ્ય (નારાયણ દેસાઈ): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 40: Line 40:
{{Poem2Open}}
{{Poem2Open}}
જીવંત રેખાચિત્રો આલેખવાની લેખકની શક્તિ અસાધારણ છે. ‘મહાદેવભાઈની ડાયરી' જેમણે વાંચી હશે તેમને લાગશે કે આ નારાયણભાઈની પૈતૃકી સંપત્તિ છે. ગાંધીજી સાથે સંપર્કમાં આવેલી મહત્ત્વની વ્યક્તિઓનાં ચિત્રો ગ્રંથમાં વારંવાર જોવા મળે જ છે. પરંતુ ગાંધીજી સાથે નિકટના સંપર્કમાં આવેલા પાંચ મહાન આત્માઓને લેખકે સ્વતંત્ર પ્રકરણો ફાળવ્યાં છે. આત્મતનયા મીરાં (મિસ મેડેલીન સ્લેડ; આશ્રમમાં આવતાંની સાથે જ ગાંધીજીએ મેડેલીન સ્લેડને ભારતીય નામ આપેલું), આશ્રમનો પ્રાણ મગનલાલભાઈ, સામ્યયોગી વિનોબા, દિનબંધુ એન્ડ્રુઝ અને પરમભક્ત મહાદેવભાઈ. આ એકેએક વ્યક્તિચિત્ર ગાંધીજી સાથેની આત્મીયતાની ઉષ્માથી અને નારાયણ દેસાઈની શૈલીનાં રંગરેખાથી સમૃદ્ધ બન્યું છે. પણ આપણે તો માત્ર બે જ, અને તે પણ અતિસંક્ષેપમાં જોઈશું.

વિનોબા
{{Poem2Close}}
'''વિનોબા'''
{{Poem2Open}}
ગાંધીજીના જીવનમાં અસંખ્ય લોકો એવા આવ્યા છે જે તેમનાથી પ્રભાવિત થાય છે. થોડાક એવા પણ આવ્યા છે કે જેમનાથી ગાંધીજી પ્રભાવિત થયા છે. વળી ત્રીજા પ્રકારના એવા લોકો પણ આવ્યા છે જે ગાંધીજીથી પ્રભાવિત થયા હતા, અને જેમનાથી ગાંધીજી પણ પ્રભાવિત થયા હતા. આમ પરસ્પર પ્રભાવ પાડનારા લોકોમાં વિનોબા અનન્ય હતા. વિનોબાના કર્મયોગ અને જ્ઞાનયોગનો સાર નારાયણભાઈએ એક જ વાક્યમાં આપ્યો છે: “મગનલાલ ગાંધીની કાર્યકુશળતા સાથે એમનામાં જાણે કે કિ. ઘ. મશરૂવાળાની સિદ્ધાંતનિષ્ઠા ભેગી થઈ હતી.” (ખંડ ૩, પૃ.૩૫૧)

વિનોબા ગાંધીજીને પિતાતુલ્ય ગણે છે પણ ગાંધીજી વિનોબાને સમકક્ષ ગણે છે. નારાયણભાઈ એક અદ્ભુત સંવાદ ટાંકે છે. ગાંધીજી મહાદેવભાઈને પુછે છે : “મહાદેવ, આ ઘણા સંતો અને મહાત્માઓ સદેહે ઈશ્વરસાક્ષાત્કાર થયો હોવાનો દાવો કરે છે તે સત્ય હશે કે ભાષાનો અલંકાર જ હશે?” મહાદેવભાઈ જવાબમાં કહે છે, “બાપુ, મને તો લાગે છે કે સત્ય હશે. આમ કહેનારા અનેક સાધુજનો હતા. એમને પોતે સાક્ષાત્કાર કર્યો છે એમ કહેવડાવવામાં કાંઈ સ્વાર્થ નહોતો……… મને એમના વચન વિશે શંકા કરવાનું કાંઈ કારણ લાગતું નથી.” બાપુને સમાધાન થયું નહીં. એ કહે કે “સસીમ શરીરી અસીમ ઈશ્વરનો સાક્ષાત્કાર શી રીતે કરી શકે?"

Navigation menu