32,821
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|‘રામાયણ: માનવતાનું મહાકાવ્ય'}} | ||
સ્નેહીશ્રી ગુણવંતભાઈ, | સ્નેહીશ્રી ગુણવંતભાઈ, | ||
| Line 11: | Line 11: | ||
અનુબંધ તમારી પ્રખર શક્તિ છે. ગીતા, ઉપનિષદ અને તમારાં અન્ય પુસ્તકો અને લેખોમાં પ્રાચીન ગૌરવગ્રન્થો સાથે અર્વાચીન યુગ, આધુનિક મનુષ્ય, આજની સમસ્યાઓનો અનુબંધ જોડવાની તમારી શક્તિ અસાધારણ છે. આ શક્તિ જ તમને બીજા ટીકાકારો – મીમાંસકો કરતાં વિશિષ્ટ બનાવે છે. તમારા બે ઉત્તમ ગ્રંથો – ‘કૃષ્ણનું જીવનસંગીત’ અને ‘અસ્તિત્વનો ઉત્સવ: ઈશાવાસ્યમ્' એમાં આ જ અનુબંધની શક્તિ ગીતા અને ઈશોપનિષદનાં તમારાં ભાષ્યોને મૂલ્યવાન બનાવે છે. | અનુબંધ તમારી પ્રખર શક્તિ છે. ગીતા, ઉપનિષદ અને તમારાં અન્ય પુસ્તકો અને લેખોમાં પ્રાચીન ગૌરવગ્રન્થો સાથે અર્વાચીન યુગ, આધુનિક મનુષ્ય, આજની સમસ્યાઓનો અનુબંધ જોડવાની તમારી શક્તિ અસાધારણ છે. આ શક્તિ જ તમને બીજા ટીકાકારો – મીમાંસકો કરતાં વિશિષ્ટ બનાવે છે. તમારા બે ઉત્તમ ગ્રંથો – ‘કૃષ્ણનું જીવનસંગીત’ અને ‘અસ્તિત્વનો ઉત્સવ: ઈશાવાસ્યમ્' એમાં આ જ અનુબંધની શક્તિ ગીતા અને ઈશોપનિષદનાં તમારાં ભાષ્યોને મૂલ્યવાન બનાવે છે. | ||
‘રામાયણ'માં અનુબંધનું ઉત્તમોત્તમ દૃષ્ટાન્ત છે : પૃ.૪૪૭ની પાદટીપ.. વાત તો સાવ સાદી છે. માત્ર કથાનો સૂર છે. વિભીષણ રાવણનો પક્ષ છોડીને રામના પક્ષે આવે છે. રામ વિભીષણનો રાજ્યાભિષેક કરે છે – હજી યુદ્ધ અને રાવણ પરનો વિજય તો બાકી છે. ત્યાં તમે ફૂટનોટમાં 'Government in exile' - બળવો પોકારનારી સંસ્થાને સમાંતર સરકાર તરીકે આજે માન્યતા મળે છે એનો ઉલ્લેખ કરીને લખો છો: “માનવઈતિહાસમાં દેશપાર રચાયેલી એવી પ્રથમ સરકાર વિભીષણની હતી.” લાજવાબ. આ જ અનુબંધ. આ તમારી ભૂતકાળ અને વર્તમાનકાળને જોડવાની દૃષ્ટિ. આ કથાપ્રસંગ તો કોઈ પણ આલેખી શકે. પણ એનો સંબંધ Government in exile સાથે ગુણવંતભાઈ જ જોડી શકે. તમારા લેખનને સમૃદ્ધ બનાવતું આ એક મુખ્ય વ્યાવર્તક લક્ષણ છે. | ‘રામાયણ'માં અનુબંધનું ઉત્તમોત્તમ દૃષ્ટાન્ત છે : પૃ.૪૪૭ની પાદટીપ.. વાત તો સાવ સાદી છે. માત્ર કથાનો સૂર છે. વિભીષણ રાવણનો પક્ષ છોડીને રામના પક્ષે આવે છે. રામ વિભીષણનો રાજ્યાભિષેક કરે છે – હજી યુદ્ધ અને રાવણ પરનો વિજય તો બાકી છે. ત્યાં તમે ફૂટનોટમાં 'Government in exile' - બળવો પોકારનારી સંસ્થાને સમાંતર સરકાર તરીકે આજે માન્યતા મળે છે એનો ઉલ્લેખ કરીને લખો છો: “માનવઈતિહાસમાં દેશપાર રચાયેલી એવી પ્રથમ સરકાર વિભીષણની હતી.” લાજવાબ. આ જ અનુબંધ. આ તમારી ભૂતકાળ અને વર્તમાનકાળને જોડવાની દૃષ્ટિ. આ કથાપ્રસંગ તો કોઈ પણ આલેખી શકે. પણ એનો સંબંધ Government in exile સાથે ગુણવંતભાઈ જ જોડી શકે. તમારા લેખનને સમૃદ્ધ બનાવતું આ એક મુખ્ય વ્યાવર્તક લક્ષણ છે. | ||
આવું જ બીજું ઉત્તમ દૃષ્ટાન્ત છે પૃ.૪૫૭ અને તેની ફૂટનોટ. ઉત્તમ ચિંતન અને ઉત્તમ અનુબંધ. | આવું જ બીજું ઉત્તમ દૃષ્ટાન્ત છે પૃ.૪૫૭ અને તેની ફૂટનોટ. ઉત્તમ ચિંતન અને ઉત્તમ અનુબંધ. “કોઈ વિરાટ અવતારકૃત્ય પૂર્ણ કરવાની વેળા આવે છે ત્યારે યુગેયુગે મહામાનવને ટેકો કરનારું પરાક્રમ અને દૃઢ કર્મનિષ્ઠાથી શોભતી લઘુમાનવતા આપોઆપ આવી મળતી હોય છે. આ પરંપરા જેટલી પુરાતન છે, તેટલી જ સનાતન છે. કૃષ્ણતા પ્રગટ થાય ત્યારે ત્યારે અર્જુનતાએ પ્રગટ થવું જ રહ્યું! બુદ્ધને આનંદ જેવા શિષ્ય મળી રહે છે. મહાવીરને મેઘકુમાર મળી રહે છે. ઈસુ ખ્રિસ્ત હોય ત્યાં જહોન ધ બાપ્ટિસ્ટ હોવાના જ. મહંમદ પયંગબર હોય ત્યાં હઝરત અલિ હોવાના જ. મહાત્મા ગાંધી હોય ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલ ન હોય તો નહીં ચાલે.” અહીં તમે પાદટીપમાં કાકા કાલેલકરનું અવતરણ ટાંક્યું છે તે કેટલું બંધબેસતું છે : “...ગાંધીજીના સિદ્ધાંતોની વ્યવહારુ આવૃત્તિ કાઢવામાં વલ્લભભાઈએ બતાવેલી કુશળતા જોઈને કેટલાકને એમ જ થાય કે, ગાંધીજી જો વલ્લભભાઈ મારફતે બધું જ કામ લે તો પ્રજા જલદી સમજી જશે.” | ||
આ જ તુલના, રામ-હનુમાન અને ગાંધી-સરદારની પૃ.૪૨૬-૭ પર થઈ છે અને અહીં પણ અનુબંધની ફોરમ ફોરી રહી છે. રામ હનુમાનના સમુદ્રને ઉલ્લંઘી જવાના અને લંકાને આગ લગાડવાના પરાક્રમને જાણે છે ત્યારે તેમની કૃતજ્ઞતામાં જે ચારિત્ર્યની શોભા પ્રકટે છે : | આ જ તુલના, રામ-હનુમાન અને ગાંધી-સરદારની પૃ.૪૨૬-૭ પર થઈ છે અને અહીં પણ અનુબંધની ફોરમ ફોરી રહી છે. રામ હનુમાનના સમુદ્રને ઉલ્લંઘી જવાના અને લંકાને આગ લગાડવાના પરાક્રમને જાણે છે ત્યારે તેમની કૃતજ્ઞતામાં જે ચારિત્ર્યની શોભા પ્રકટે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 19: | Line 19: | ||
હનુમાનના ચારિત્ર્યની શોભા એવી જ અનન્ય છે : | હનુમાનના ચારિત્ર્યની શોભા એવી જ અનન્ય છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>સો સબ પ્રતાપ રઘુરાઈ । | {{Block center|'''<poem>સો સબ પ્રતાપ રઘુરાઈ । | ||
નાથ ન કછૂ મોરિ પ્રભુતાઈ ।। | નાથ ન કછૂ મોરિ પ્રભુતાઈ ।। | ||
{{right|(રામચરિતમાનસ)}}</poem>}} | {{right|(રામચરિતમાનસ)}}</poem>'''}} | ||
આ પ્રસંગનું મધુર આલેખન કર્યા પછી પૃ.૪૨૭ની પાદટીપમાં ગુણવંતભાઈ નોંધે છે : | આ પ્રસંગનું મધુર આલેખન કર્યા પછી પૃ.૪૨૭ની પાદટીપમાં ગુણવંતભાઈ નોંધે છે : | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 48: | Line 48: | ||
તુલસીદાસને તમે પદે પદે યાદ કર્યા છે. આનું ઉત્તમ દૃષ્ટાન્ત છે : 'જનની! મૈં ન જીઉં બિન રામ' એ પ્રકરણ. મારે જો આખા ગ્રંથમાંથી એક જ પ્રકરણ પસંદ કરવાનું હોય તો હું આ પ્રકરણને પસંદ કરું. આખું પ્રકરણ મધુર, મનોરમ અને ભક્તિથી આર્દ્ર છે. ચિત્રકૂટમાં રામ અને ભરતનું મિલન, લક્ષ્મણ, સીતા અને ત્રણે માતાઓ તેમજ ઋષિ વસિષ્ઠની હાજરીમાં, એ ભક્તિનું ઉત્તુંગ શિખર છે. ભરત જેવા ભક્તહૃદયનું મનોરમ આલેખન તુલસીદાસ જેવા ભક્તકવિ કરી શકે તેવું મહાકવિ વાલ્મીકિ પણ ન કરી શકે. ઘડીભર વાલ્મીકિને કોરે મૂકીને તુલસીદાસને જ રજૂ કરવામાં તમે ઉત્કૃષ્ટ અભિરુચિ અને વિવેકદૃષ્ટિ દાખવી છે. | તુલસીદાસને તમે પદે પદે યાદ કર્યા છે. આનું ઉત્તમ દૃષ્ટાન્ત છે : 'જનની! મૈં ન જીઉં બિન રામ' એ પ્રકરણ. મારે જો આખા ગ્રંથમાંથી એક જ પ્રકરણ પસંદ કરવાનું હોય તો હું આ પ્રકરણને પસંદ કરું. આખું પ્રકરણ મધુર, મનોરમ અને ભક્તિથી આર્દ્ર છે. ચિત્રકૂટમાં રામ અને ભરતનું મિલન, લક્ષ્મણ, સીતા અને ત્રણે માતાઓ તેમજ ઋષિ વસિષ્ઠની હાજરીમાં, એ ભક્તિનું ઉત્તુંગ શિખર છે. ભરત જેવા ભક્તહૃદયનું મનોરમ આલેખન તુલસીદાસ જેવા ભક્તકવિ કરી શકે તેવું મહાકવિ વાલ્મીકિ પણ ન કરી શકે. ઘડીભર વાલ્મીકિને કોરે મૂકીને તુલસીદાસને જ રજૂ કરવામાં તમે ઉત્કૃષ્ટ અભિરુચિ અને વિવેકદૃષ્ટિ દાખવી છે. | ||
‘જનની! મૈં ન જીઉં બિન રામ.' એ તુલસીદાસના ભજનને યાદ કરવામાં કેટલું બધું ઔચિત્ય છે! ચિત્રકૂટના મિલાપમાં વસિષ્ઠમુનિ કહે છેઃ “કેહિ બિધિ અવધ ચલહિ રઘુરાઉ” (રામ કેવી રીતે અયોધ્યા આવે તેનો ઉપાય શોધી કાઢવાનો છે.), રામના શબ્દો 'ભરત ભગતિ બસ ભઈ મતિ મોરી” (મારી બુદ્ધિ તો ભરતની ભક્તિને વશ બની ગઈ છે.) અને અયોધ્યામાં ભરતની રામભક્તિ "બાદિ મોર સબુ બિનુ રઘુરાઈ” (રઘુનાથ વિના મારે માટે બધું જ નકામું છે.) (પૃ.૨૧૪, ૨૨૧-૨૨૨). | ‘જનની! મૈં ન જીઉં બિન રામ.' એ તુલસીદાસના ભજનને યાદ કરવામાં કેટલું બધું ઔચિત્ય છે! ચિત્રકૂટના મિલાપમાં વસિષ્ઠમુનિ કહે છેઃ “કેહિ બિધિ અવધ ચલહિ રઘુરાઉ” (રામ કેવી રીતે અયોધ્યા આવે તેનો ઉપાય શોધી કાઢવાનો છે.), રામના શબ્દો 'ભરત ભગતિ બસ ભઈ મતિ મોરી” (મારી બુદ્ધિ તો ભરતની ભક્તિને વશ બની ગઈ છે.) અને અયોધ્યામાં ભરતની રામભક્તિ "બાદિ મોર સબુ બિનુ રઘુરાઈ” (રઘુનાથ વિના મારે માટે બધું જ નકામું છે.) (પૃ.૨૧૪, ૨૨૧-૨૨૨). | ||
મને એવો વિચાર આવે છે કે સમગ્ર ગ્રંથમાં મોતીની જેમ વિખેરાયેલી તુલસીદાસની પંક્તિઓને ભેગી કરી હોય તો 'રામચરિતમાનસ'ની કેટલી બધી સમૃદ્ધિ પામી શકાય? સીતાની સખી પહેલી વાર રામ-લક્ષ્મણને જોઈને ભાવવિભોર બની જાય છે અને રામના સૌન્દર્યથી અભિભૂત બનીને એને વર્ણવી શકતી નથી ત્યારે એક વર્ણમધુર અને લયમંજુલ પંક્તિમાં તુલસીદાસની વાણી નર્તી ઊઠે છે : | મને એવો વિચાર આવે છે કે સમગ્ર ગ્રંથમાં મોતીની જેમ વિખેરાયેલી તુલસીદાસની પંક્તિઓને ભેગી કરી હોય તો 'રામચરિતમાનસ'ની કેટલી બધી સમૃદ્ધિ પામી શકાય? સીતાની સખી પહેલી વાર રામ-લક્ષ્મણને જોઈને ભાવવિભોર બની જાય છે અને રામના સૌન્દર્યથી અભિભૂત બનીને એને વર્ણવી શકતી નથી ત્યારે એક વર્ણમધુર અને લયમંજુલ પંક્તિમાં તુલસીદાસની વાણી નર્તી ઊઠે છે :{{Poem2Close}} | ||
ગિરા અનયન નયન બિનુ બાની (પૃ.૬૯) | {{Block center|'''<poem>ગિરા અનયન નયન બિનુ બાની (પૃ.૬૯)</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
અયોધ્યા છોડીને પિતાની આજ્ઞાને માન આપીને વનમાં વસવાનો રામ નિર્ણય કરે છે ત્યારે તુલસીદાસે કૌશલ્યાના મુખમાં મૂકેલા શબ્દોનું વર્ણમાધુર્ય પણ અનુપમ છે : | અયોધ્યા છોડીને પિતાની આજ્ઞાને માન આપીને વનમાં વસવાનો રામ નિર્ણય કરે છે ત્યારે તુલસીદાસે કૌશલ્યાના મુખમાં મૂકેલા શબ્દોનું વર્ણમાધુર્ય પણ અનુપમ છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 127: | Line 128: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''ઉદાર તવ ઉરની પ્રથમથી જ ક્ષમા ચહું.'''}} | {{center|'''ઉદાર તવ ઉરની પ્રથમથી જ ક્ષમા ચહું.'''}} | ||
* મને સૌથી વધારે કઠે છે શૈલીવેડા. શરૂઆતમાં જ પ્રથમ ગ્રાસે મક્ષિકા, હજી તો ગ્રંથની શરૂઆત પણ નથી થઈ. માત્ર પ્રસ્તાવના જ શૈલીદાસ્યની ચાડી ખાય છે. પ્રસ્તાવનાના અંતે શબ્દો છે : | |||
'''''વિજયાદશમી''''' | '''''વિજયાદશમી''''' | ||
'''''તા. ૧૫-૧૦-૨૦૦૨''''' | '''''તા. ૧૫-૧૦-૨૦૦૨''''' | ||
| Line 138: | Line 139: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ પ્રેમાનંદી વડોદરું છે. પણ એ ગુણવંતી વડોદરું કેવી રીતે બને? ગુણવંતભાઈ, કાકાસાહેબે કહ્યું છે, 'અનુકરણ એટલે જ મરણ.' | આ પ્રેમાનંદી વડોદરું છે. પણ એ ગુણવંતી વડોદરું કેવી રીતે બને? ગુણવંતભાઈ, કાકાસાહેબે કહ્યું છે, 'અનુકરણ એટલે જ મરણ.' | ||
* મારે જો તમને ગાળ દેવી હોય તો કહું કે તમારી શૈલી ઉપર સુરેશ દલાલની શૈલીની અસર છે. સુ.દ. ગદ્યમાં પણ પ્રાસાનુપ્રાસો જેવી કવિતાની કૃત્રિમ કરામતો યોજે છે. એનું એક જ દૃષ્ટાંત આપું : | |||
સુ.દ. સંપાદિત 'કવિતા'નો ૨૦૦મો અંક પ્રગટ થયો. ૩૪ વર્ષ અને ૨૦૦ અંક, એક જ સંપાદકના અનન્ય પુરુષાર્થનું અને કાવ્યપ્રેમનું સમગ્ર ભારતીય ભાષાસાહિત્યમાં અ-પૂર્વ અર્પણ. ભોળાભાઈ પટેલે આ અંકની 'પરબ'માં નોંધ, અલબત્ત પ્રશંસાત્મક, લીધી છે. ૨૦૦મા અંકની પ્રસ્તાવનામાંથી સુ.દ.ને ટાંક્યા છે કે 'કવિતા' નવસારીથી ન્યૂઝીલેન્ડ કે મહેસાણાથી મૅનહટન સુધી જાય છે. આવી બિરદાવતી નોંધમાં પણ ભોળાભાઈથી રહેવાયું નહીં એટલે નવસારીથી ન્યૂઝીલેન્ડ ને મહેસાણાથી મૅનહટન પછી કૌંસમાં ભોળાભાઈ ઉમેરે છે : (સુ.દ.શૈલી). | સુ.દ. સંપાદિત 'કવિતા'નો ૨૦૦મો અંક પ્રગટ થયો. ૩૪ વર્ષ અને ૨૦૦ અંક, એક જ સંપાદકના અનન્ય પુરુષાર્થનું અને કાવ્યપ્રેમનું સમગ્ર ભારતીય ભાષાસાહિત્યમાં અ-પૂર્વ અર્પણ. ભોળાભાઈ પટેલે આ અંકની 'પરબ'માં નોંધ, અલબત્ત પ્રશંસાત્મક, લીધી છે. ૨૦૦મા અંકની પ્રસ્તાવનામાંથી સુ.દ.ને ટાંક્યા છે કે 'કવિતા' નવસારીથી ન્યૂઝીલેન્ડ કે મહેસાણાથી મૅનહટન સુધી જાય છે. આવી બિરદાવતી નોંધમાં પણ ભોળાભાઈથી રહેવાયું નહીં એટલે નવસારીથી ન્યૂઝીલેન્ડ ને મહેસાણાથી મૅનહટન પછી કૌંસમાં ભોળાભાઈ ઉમેરે છે : (સુ.દ.શૈલી). | ||
તમારી આવી જ સ્થિતિ છે. તમે પોતે જેના ઉપર ખુશ છો એ જ દૃષ્ટાંત આપું : | તમારી આવી જ સ્થિતિ છે. તમે પોતે જેના ઉપર ખુશ છો એ જ દૃષ્ટાંત આપું : | ||
| Line 147: | Line 148: | ||
(પૃ.૨૭) | (પૃ.૨૭) | ||
સારું છે ત્રણ જ નદીઓ છે; નહિતર શુચિતા, મુદિતા અને બીજી -ઇતાઓને પણ લાભ મળત. ગોદાવરી 'સરિતા' છે તો સરયૂ-તમસા સરિતા નથી? ‘સવિતા’ દ્વારા પ્રકાશનો જે અર્થ તમને અભિપ્રેત છે તે તમારા કેટલા વાચકો સુધી પહોંચી શક્યો હશે? આ અન્ત્યાનુપ્રાસની ગદ્યમાં અશોભન શબ્દરમત છે. આ નાનાલાલીય વાગાડંબર છે. રૂપાળા શબ્દો ખખડાવીએ તો કાનને મીઠા લાગે પણ તેમાંથી કંઈ અર્થ / સત્ત્વ નીકળે નહીં. | સારું છે ત્રણ જ નદીઓ છે; નહિતર શુચિતા, મુદિતા અને બીજી -ઇતાઓને પણ લાભ મળત. ગોદાવરી 'સરિતા' છે તો સરયૂ-તમસા સરિતા નથી? ‘સવિતા’ દ્વારા પ્રકાશનો જે અર્થ તમને અભિપ્રેત છે તે તમારા કેટલા વાચકો સુધી પહોંચી શક્યો હશે? આ અન્ત્યાનુપ્રાસની ગદ્યમાં અશોભન શબ્દરમત છે. આ નાનાલાલીય વાગાડંબર છે. રૂપાળા શબ્દો ખખડાવીએ તો કાનને મીઠા લાગે પણ તેમાંથી કંઈ અર્થ / સત્ત્વ નીકળે નહીં. | ||
* તળપદા શબ્દોનો મોહ પણ શૈલીમાં કૃત્રિમતા લાવે છે, સરળતા કે સહજતા નહીં. “માનવજાતે એટલી ધાડ તો મારી જ છે કે યુદ્ધ અટક્યું નથી તોય શક્તિનું મહત્ત્વ એને સમજાયું છે.” (પૃ.૯૬). આ ‘ધાડ મારી' એ colloqial અને અનુચિત શબ્દપ્રયોગ છે. ‘ભરતનું હૃદય શરદપૂર્ણિમાના આકાશ જેવું સ્વચ્છ અને નિરભ્ર હતું. રામ પ્રત્યેના એના આદરમાં ક્યાંય કોઈ ગાંઠોગળફો ન હતો.” (પૃ.૨૧૧). આ સંદર્ભમાં ‘ગાંઠોગળફો' અભદ્ર શબ્દપ્રયોગ લાગે છે. “ઈન્દ્રજિત સંસ્કાર વગરની સમૃદ્ધિનું વરવું ફરજંદ હતો. એ વિભીષણનો ઉપહાસ કરે ત્યારે પોતાના મિથ્યાભિમાનની ઊલટી પણ કરે છે.” (પૃ.૪૯૦) આ એક વરવો શબ્દપ્રયોગ છે. “વચ્ચે વચ્ચે વાલ્મીકિ અને તુલસીદાસને પણ મળતા રહીશું, પરંતુ મુખ્યત્વે ભવભૂતિની પાછળ પાછળ હીંડવાનું રાખીશું.” (પૃ.૫૪૯). 'ચાલવાનું'ને બદલે 'હીંડવાનું' રાખવાથી તળપદી ભાષાની મીઠાશને બદલે કૃત્રિમતાનો જ અનુભવ થાય છે. “પુરુષોના વ્યભિચાર પર કોઈ બંધનો ન હતાં. બધાં બંધનો સ્ત્રીઓને જ લપેટમાં લેનારાં હતાં.” (પૃ.૫૧૭). આ 'લપેટ' અસુભગ શબ્દપ્રયોગ છે. “જે કંઈ રામ અને ઋષિ વચ્ચે રંધાઈ રહ્યું હતું તેની ખબર લવ-કુશને કે... નગરજનોને ક્યાંથી હોય?” (પૃ.૬૬૮). આ 'રંધાઈ' અસહ્ય છે. રામચંદ્ર અને વાલ્મીકિ ઋષિ જાણે કાવતરાખોરો હોય અને એમની વચ્ચે કંઈ કાવતરું 'રંધાઈ’ રહ્યું હોય એ સર્વથા અવિવેકી સૂચન આ અપપ્રયોગથી, તમને અનભિપ્રેત હોવા છતાં, ઉદ્ભવે છે. 'બેડો પાર' તમારો માનીતો શબ્દપ્રયોગ છે. જ્યાં તક મળી ત્યાં તમે એનો પ્રયોગ કર્યો છે. આ ગ્રંથના છેલ્લા શબ્દો છે : “મહામાનવ એવા મર્યાદાપુરુષોત્તમ રામને, ભગવતી સીતાને અને કર્તવ્યતત્પર હનુમાનજીને સ્મરણવંદના પાઠવીને આ ગ્રંથને વિરામ આપીએ. જ્યાં ગ્રંથ વિરામ પામે ત્યાં જો ધર્મોદય, વિચારોદય અને જીવનોદય થાય તો બેડો પાર!” (પૃ.૬૭૬). તમે જરા સંસ્કૃત તત્સમ શબ્દો આ બે વાક્યોમાં તો ગણી જુઓ. ક્રિયાપદો કે અવ્યયો કે પ્રત્યયો સિવાય લગભગ બધા જ શબ્દો ગીર્વાણ ગિરાના છે અને તેની જોડે ‘બેડો પાર'! શબ્દ પોતે સારો કે ખરાબ નથી હોતો એ તો આપણે સારી રીતે જાણીએ છીએ પણ સંદર્ભમાં એની શોભા મૂલવવાની રહે. વાલ્મીકિના મહાકાવ્ય રામાયણના મૂલ્યવાન ભાષ્યના છેલ્લા બે શબ્દો ‘બેડો પાર' કેવી રીતે શોભે? કથાવિષય, વાલ્મીકિ, તુલસીદાસ, કાલિદાસ, ભવભૂતિનાં અવતરણો, તત્ત્વાન્વેષણ, ગંભીર વિષયની ચર્ચામાં સંસ્કૃત શબ્દોની પ્રૌઢી શોભે, આમાં બોલગાલના પ્રાકૃત શબ્દો અશોભનીય લાગે છે. એકથી વધુ વાર (પૃ.૨૪૯, ૩૭૩) તમે 'અલૌકિક અધ્ધરતા' જેવો શબ્દપ્રયોગ કર્યો છે. આ મિયાં-મહાદેવનો મેળ કેવી રીતે મળે? | |||
* 'ભીનું' 'ભીની' 'ભીનાશ' આ શબ્દ માટે તમને ગજબનો પક્ષપાત છે. તમે પચાસેક વાર તો આ શબ્દોનો પ્રયોગ કર્યો જ હશે. તમારું હૃદય 'ભીનું' છે, તમારી ભક્તિ 'ભીની' છે, તમારી શ્રદ્ધા પણ “ભીની' છે. પૃ.૧૪૪ ઉપરનાં ત્રણ વાક્યો જુઓઃ “રામકથા.... આપણા હૃદયને ભીનું કરનારી છે. હૃદય ભીનું હોય ત્યારે જ... શુભ સ્પંદનો ઝીલવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. ભક્તિનું સૌન્દર્ય ભીનું હૃદય જ પામી શકે.” ‘ભીનું' શબ્દનો આ અતિરેક છે. આપણી ભાષામાં જ્યારે સંવેદનશીલ, આર્દ્ર જેવા સુમધુર સાર્થ શબ્દો ઉપલબ્ધ હોય ત્યારે 'ભીનું' શબ્દ વાપરવાની લેખક ઉપર શા માટે ફરજ પડવી જોઈએ? | |||
* તમારા એક શબ્દપ્રયોગ માટે તો મને તમારી સામે લડી લેવાનું મન થાય છે. આવો અવિવેક અને અપપ્રયોગ તમે કરી જ કેવી રીતે શકો? પૃ.૫૮૦ ઉપરના તમારા શબ્દો ટાંકું છું: “રામ મહામાનવ હતા તોય કેટલીક માનવસહજ મર્યાદાઓથી મુક્ત શી રીતે હોઈ શકે? પોતાની પત્ની રાવણ જેવા દુષ્ટને ત્યાં દિવસો સુધી સુરક્ષિત રહે તોય વણબોટાયેલી શી રીતે રહી શકે?” અરેરે, આ ‘વણબોટાયેલી' જેવો શબ્દપ્રયોગ તમારાથી થઈ જ કેવી રીતે શકે? તમને આપેલા Womens' liberનાં બધાં જ કોમ્પ્લિમેન્ટ્સ પાછાં લઈ લેવાનું મન થાય છે. સ્ત્રીઓ માટે આવો હલકો વિચાર કેળવી જ કેવી રીતે શકાય? | |||
વારંવાર અકારણ નિષ્પ્રયોજન મૂળ સંસ્કૃત શબ્દો ટાંકવાની તમારી શૈલીની એક લઢણ મને બિલકુલ સમજાતી નથી. નથી આ સંસ્કૃત શબ્દો મૂળનું કાવ્યાત્મક સૌન્દર્ય વ્યક્ત કરવા માટે ટાંકવામાં આવ્યા છે, નથી એ આધાર માટે જરૂરી, નથી કોઈ વાત કે વિચારનું ભારપૂર્વક પ્રતિપાદન કરવા માટે જરૂરી – આનું શું પ્રયોજન છે એ મારી સમજણથી પર છે. મૂળ સંસ્કૃત શબ્દો કૌંસમાં આપવાથી શબ્દનું સૌન્દર્ય, અર્થની સમૃદ્ધિ, વિચારની વિશદતા કંઈ પણ સિદ્ધ થતું હોય એવું લાગતું નથી. ઊલટું અર્થહીન પુનરુક્તિની ઠોકર વાગતી હોય એવો અનુભવ થાય છે. માત્ર એક જ પાના ઉપર કેટકેટલી વાર આ બન્યું છે. તેનું દૃષ્ટાંત, બલ્કે તેનાં દષ્ટાંતો છે : પૃ.૯૭. ‘“હવે આપની ચતુરંગિણી સેના તમારી દોરવણી હેઠળ અયોધ્યા ભણી પ્રસ્થાન કરે. (અયોધ્યામુખી સેના ત્વયા નાથેન પાલિતા)”.... “ચારે પુત્રવધૂઓ રેશમી સાડીઓમાં શોભતી હતી (શોભિતાઃ ક્ષૌમવાસસઃ)'... “બેટા! આ તારા મામા કેકયકુમાર વીર યુધાજિત્ તને લેવા માટે આવ્યા છે. (ત્વાં નેતુમાગતો વીરો યુધાજિન્માતુલસ્તવ)”.. “રામના શીલ અને સદ્વ્યવહારને કારણે રાજ્યમાં રહેતા સૌ (રામસ્ય શીલવૃત્તેન સર્વે વિષયવાસિનઃ)”... 'રામના સદ્ગુણોને કારણે સીતાના હૃદયમાં રામ બમણા પ્રીતિપાત્ર બની રહ્યા” (દ્વિગુણં હૃદયે પરિવર્તતે)... "સીતા દેવાંગના જેવી સુંદર હતી અને સાક્ષાત્ લક્ષ્મીસ્વરૂપા (શ્રીરિવ રૂપિણી)”. | વારંવાર અકારણ નિષ્પ્રયોજન મૂળ સંસ્કૃત શબ્દો ટાંકવાની તમારી શૈલીની એક લઢણ મને બિલકુલ સમજાતી નથી. નથી આ સંસ્કૃત શબ્દો મૂળનું કાવ્યાત્મક સૌન્દર્ય વ્યક્ત કરવા માટે ટાંકવામાં આવ્યા છે, નથી એ આધાર માટે જરૂરી, નથી કોઈ વાત કે વિચારનું ભારપૂર્વક પ્રતિપાદન કરવા માટે જરૂરી – આનું શું પ્રયોજન છે એ મારી સમજણથી પર છે. મૂળ સંસ્કૃત શબ્દો કૌંસમાં આપવાથી શબ્દનું સૌન્દર્ય, અર્થની સમૃદ્ધિ, વિચારની વિશદતા કંઈ પણ સિદ્ધ થતું હોય એવું લાગતું નથી. ઊલટું અર્થહીન પુનરુક્તિની ઠોકર વાગતી હોય એવો અનુભવ થાય છે. માત્ર એક જ પાના ઉપર કેટકેટલી વાર આ બન્યું છે. તેનું દૃષ્ટાંત, બલ્કે તેનાં દષ્ટાંતો છે : પૃ.૯૭. ‘“હવે આપની ચતુરંગિણી સેના તમારી દોરવણી હેઠળ અયોધ્યા ભણી પ્રસ્થાન કરે. (અયોધ્યામુખી સેના ત્વયા નાથેન પાલિતા)”.... “ચારે પુત્રવધૂઓ રેશમી સાડીઓમાં શોભતી હતી (શોભિતાઃ ક્ષૌમવાસસઃ)'... “બેટા! આ તારા મામા કેકયકુમાર વીર યુધાજિત્ તને લેવા માટે આવ્યા છે. (ત્વાં નેતુમાગતો વીરો યુધાજિન્માતુલસ્તવ)”.. “રામના શીલ અને સદ્વ્યવહારને કારણે રાજ્યમાં રહેતા સૌ (રામસ્ય શીલવૃત્તેન સર્વે વિષયવાસિનઃ)”... 'રામના સદ્ગુણોને કારણે સીતાના હૃદયમાં રામ બમણા પ્રીતિપાત્ર બની રહ્યા” (દ્વિગુણં હૃદયે પરિવર્તતે)... "સીતા દેવાંગના જેવી સુંદર હતી અને સાક્ષાત્ લક્ષ્મીસ્વરૂપા (શ્રીરિવ રૂપિણી)”. | ||
સમગ્ર ગ્રંથમાં ઠેર ઠેર એવું જોવા મળે છે. આ અવતરણોએ મને મૂંઝવ્યો છે. 'તારા મામા વીર યુધાજિત્ તને લેવા માટે આવ્યા છે.” એ હકીકત કથાના પ્રવાહ માટે કદાચ જરૂરી હોય પણ એ જ વાત ફરીથી સંસ્કૃતમાં કહેવાનું શું સ્વારસ્ય છે? ન જાને. | સમગ્ર ગ્રંથમાં ઠેર ઠેર એવું જોવા મળે છે. આ અવતરણોએ મને મૂંઝવ્યો છે. 'તારા મામા વીર યુધાજિત્ તને લેવા માટે આવ્યા છે.” એ હકીકત કથાના પ્રવાહ માટે કદાચ જરૂરી હોય પણ એ જ વાત ફરીથી સંસ્કૃતમાં કહેવાનું શું સ્વારસ્ય છે? ન જાને. | ||
* સંસ્કૃતના અનુવાદોમાં ક્યારેક શબ્દપસંદગી ઔચિત્યપૂર્ણ નથી. વાલ્મીકિ રામાયણમાં... રાવણ સીતાના સૌન્દર્યનું વર્ણન કરે છે: “એના શરીરનો મધ્યભાગ પાતળો છે, એની કમ્મરની પાછળનો ભાગ (નિતંબ) મોટો છે..." અહીં તમને ‘પાછળનો'ને બદલે 'નીચેનો' અને 'મોટો'ને બદલે 'પુષ્ટ' અભિપ્રેત છે. (પ્ર.પૃ.૨૬-૨૭) 'સંહતસ્તનીમ્'ના અનુવાદ 'એનાં સ્તન પરસ્પર ભિડાયેલાં હતાં”માં મૂળનું સૌંદર્ય હણાય છે. (પૃ.૩૯૨). | |||
પૃ.૬૦૨ પરની પાદટીપ વાંચીને જે આઘાત અનુભવ્યો તેની કળ હજી વળી નથી. 'વિતરતિ ગુરુ પ્રાજ્ઞે વિદ્યાં યથૈવ તથા જડે' એ સુપ્રસિદ્ધ શ્લોકનો ઉમાશંકરનો અનુવાદ તમે આપ્યો છે : | પૃ.૬૦૨ પરની પાદટીપ વાંચીને જે આઘાત અનુભવ્યો તેની કળ હજી વળી નથી. 'વિતરતિ ગુરુ પ્રાજ્ઞે વિદ્યાં યથૈવ તથા જડે' એ સુપ્રસિદ્ધ શ્લોકનો ઉમાશંકરનો અનુવાદ તમે આપ્યો છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 164: | Line 165: | ||
મૂળ સંસ્કૃતિ मृदां चयः નો અર્થ ‘માટીને ઢગલો' ન સમજાયું તે તો સમજ્યા. પણ ઉમાશંકરના અનુવાદમાંથી પણ મૃત પિંડ તમે મૃત્ = માટી, વ્યંજનાન્તને બદલે મૃત - મરેલું સ્વારાન્ત વાંચ્યું અને પછી પિંડનો અર્થ દેહ કર્યો અને મૃત પિંડ એટલે મૃતદેહ એવો અર્થ કર્યો? | મૂળ સંસ્કૃતિ मृदां चयः નો અર્થ ‘માટીને ઢગલો' ન સમજાયું તે તો સમજ્યા. પણ ઉમાશંકરના અનુવાદમાંથી પણ મૃત પિંડ તમે મૃત્ = માટી, વ્યંજનાન્તને બદલે મૃત - મરેલું સ્વારાન્ત વાંચ્યું અને પછી પિંડનો અર્થ દેહ કર્યો અને મૃત પિંડ એટલે મૃતદેહ એવો અર્થ કર્યો? | ||
વળી, ઉમાશંકરે પોતે જ સમશ્લોકી અનુવાદ ઉપરાંત તેમની ભાવાર્થબોધિની ટીકામાં આ શ્લોકની છેલ્લી પંક્તિનો ગદ્યાનુવાદ પણ આપ્યો છે... “જેમ સ્વચ્છ મણિ પ્રતિબિંબ ઝીલવા સમર્થ નીવડે છે અને માટીનો પિંડ સમર્થ નીવડતો નથી.” (ઉત્તરરામચરિત, પૃ.૭૧-૭૨) | વળી, ઉમાશંકરે પોતે જ સમશ્લોકી અનુવાદ ઉપરાંત તેમની ભાવાર્થબોધિની ટીકામાં આ શ્લોકની છેલ્લી પંક્તિનો ગદ્યાનુવાદ પણ આપ્યો છે... “જેમ સ્વચ્છ મણિ પ્રતિબિંબ ઝીલવા સમર્થ નીવડે છે અને માટીનો પિંડ સમર્થ નીવડતો નથી.” (ઉત્તરરામચરિત, પૃ.૭૧-૭૨) | ||
* કાવ્યની વિભાવના અંગે મને લાગે છે કે આપણી વચ્ચે આસમાનજમીનનું અંતર છે. જે ઉમળકાથી તમે વાલ્મીકિ અને તુલસીદાસ, કાલિદાસ ને ભવભૂતિને ટાંકો છો એટલા જ ઉમંગ અને ઉત્સાહથી તમે અકાવ્યને પણ ટાંકો છો. બહોળે હાથે, વાલ્મીકિ, તુલસીદાસ, ભવભૂતિને તમે ટાંક્યા છે; તેમનાં ઉત્તમોત્તમ શ્લોકો ને પંક્તિઓ પણ તમે ટાંક્યાં છે તેમજ તમે હિંદી કવિઓનાં અકાવ્યોને પણ છૂટે હાથે ટાંક્યાં છે. કાવ્યનો વિષય ઉદાત્ત હોય, એમાં થોડોક નીતિબોધ કે ઉપદેશ હોય, થોડુંક દુન્યવી ડહાપણ હોય, તત્ત્વજ્ઞાનનો ડોળ હોય એ તમારે મન કવિતા બની જાય છે. પ્રભાવશાળી શીર્ષક અને નીચે સુપ્રતિષ્ઠિત કવિનું નામ એટલું જ તમે પૂરતું માન્યું છે. આ કવિતા કે આ પંક્તિઓ કાવ્યનું રૂપ પામે છે કે નહીં એ જોવાની ખેવના તમે રાખી નથી. અલબત્ત, આ પ્રશ્ન રુચિભેદનો છે તે હું સ્વીકારું છું. છતાં મને મીરાં યાદ આવે છે. એણે કહેલું ને વૃન્દાવન વસી હજુ પુરુષ રહ્યા છો, ધન્ય તમારો વિવેક. (સ્મૃતિમાંથી ટાંકું છું એટલે શબ્દો ક્યાંક ચોક્કસ ન પણ હોય.) મને એમ કહેવાનું મન થાય કે વડોદરે વસી તમે કાવ્યની આવી વિભાવના ધરાવો છો તો સુરેશ જોષીનો એળે ગયો અવતાર. | |||
હિંદી કવિતાની પંક્તિઓની ભરમાર તમારા ગ્રંથમાં છે. લગભગ બધી જ અકવિતા છે. નરી સપાટી પરની અભિધામાં રાચતી કૃતિઓ / પંક્તિઓ છે. પછી ભલેને એ કાવ્યો મૈથિલીશરણ કે જ્ઞાનપીઠવિજેતા નરેશ મહેતા કે નરેશ વેદનાં હોય. એક જ દૃષ્ટાંત આપું. પંચવટીમાં રામ-સીતા-લક્ષ્મણ જે પ્રકૃતિસૌંદર્યનો આનંદ માણે છે અને જે ચિત્તશાંતિ અનુભવે છે તેના અનુસંધાનમાં તમે આ પંક્તિઓ, આ ટિપ્પણ સાથે ટાંકી છે: ‘મૈથિલીશરણજીની પંક્તિઓમાં આવો વનવૈભવ પ્રગટ થયો છે – | હિંદી કવિતાની પંક્તિઓની ભરમાર તમારા ગ્રંથમાં છે. લગભગ બધી જ અકવિતા છે. નરી સપાટી પરની અભિધામાં રાચતી કૃતિઓ / પંક્તિઓ છે. પછી ભલેને એ કાવ્યો મૈથિલીશરણ કે જ્ઞાનપીઠવિજેતા નરેશ મહેતા કે નરેશ વેદનાં હોય. એક જ દૃષ્ટાંત આપું. પંચવટીમાં રામ-સીતા-લક્ષ્મણ જે પ્રકૃતિસૌંદર્યનો આનંદ માણે છે અને જે ચિત્તશાંતિ અનુભવે છે તેના અનુસંધાનમાં તમે આ પંક્તિઓ, આ ટિપ્પણ સાથે ટાંકી છે: ‘મૈથિલીશરણજીની પંક્તિઓમાં આવો વનવૈભવ પ્રગટ થયો છે – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 201: | Line 202: | ||
તે સુરમ્ય ચિત્રકૂટ, તે સુતીર્થા માલ્યવતી નદી, તે મૃગપક્ષીસેવિત વનભૂમિને પહોંચીને પુરવિપ્રવાસના દુ:ખને ભૂલી જઈને હૃષ્ટ મને રામ આનંદ કરવા લાગ્યા. | તે સુરમ્ય ચિત્રકૂટ, તે સુતીર્થા માલ્યવતી નદી, તે મૃગપક્ષીસેવિત વનભૂમિને પહોંચીને પુરવિપ્રવાસના દુ:ખને ભૂલી જઈને હૃષ્ટ મને રામ આનંદ કરવા લાગ્યા. | ||
વાલ્મીકિ રામને 'ગિરિવનપ્રિયઃ' કહે છે અને તેથી જ રાજ્યત્યાગ કે વનવાસના દુઃખને બદલે એ પ્રકૃતિનો આનંદ અનુભવે છે. | વાલ્મીકિ રામને 'ગિરિવનપ્રિયઃ' કહે છે અને તેથી જ રાજ્યત્યાગ કે વનવાસના દુઃખને બદલે એ પ્રકૃતિનો આનંદ અનુભવે છે. | ||
* રામાયણ ગ્રંથના લેખનની પૂર્વતૈયારી રૂપે તમે “લેસન કરવામાં દિલચોરી કરી નથી” તે સાચું. છતાં કૈંક ચૂકી જવાયું છે, કેટલુંક મહત્ત્વનું પણ. | |||
વલ્લતોળના ‘કિલિકોન્ચલ'નો ઉલ્લેખ નથી. એમાં એક મધુર પ્રસંગ છે. “એમાં શિશુ સીતા પોપટો પાસેથી પોતે ભવિષ્યમાં રામને પરણશે એવું સાંભળીને કહે છે, 'મને કોઈ નહીં પરણે, સિવાય કે મારી મા'. આ રમતિયાળ ઉચ્ચારણ કટાક્ષ-વ્યંગ (આયર્ની)નો ઉત્તમ નમૂનો છે, કેમ કે ભવિષ્યમાં ઋષિઓ અને દેવતાઓ સીતાની પવિત્રતાની પ્રતિષ્ઠા કરે તે પછી પણ સીતા રામની સાથે રહી શકવાનાં નથી અને માતા ભગવતી વસુંધરાનો આશ્રય શોધવાનાં છે.” (‘શબ્દની શક્તિ', પૃ.૬૨) | વલ્લતોળના ‘કિલિકોન્ચલ'નો ઉલ્લેખ નથી. એમાં એક મધુર પ્રસંગ છે. “એમાં શિશુ સીતા પોપટો પાસેથી પોતે ભવિષ્યમાં રામને પરણશે એવું સાંભળીને કહે છે, 'મને કોઈ નહીં પરણે, સિવાય કે મારી મા'. આ રમતિયાળ ઉચ્ચારણ કટાક્ષ-વ્યંગ (આયર્ની)નો ઉત્તમ નમૂનો છે, કેમ કે ભવિષ્યમાં ઋષિઓ અને દેવતાઓ સીતાની પવિત્રતાની પ્રતિષ્ઠા કરે તે પછી પણ સીતા રામની સાથે રહી શકવાનાં નથી અને માતા ભગવતી વસુંધરાનો આશ્રય શોધવાનાં છે.” (‘શબ્દની શક્તિ', પૃ.૬૨) | ||
રવીન્દ્રનાથના ‘પ્રાચીન સાહિત્ય'માંથી રામાયણનો આખો લેખ પરિશિષ્ટમાં મૂક્યો છે તે ઉત્તમ. એમાં કવિવરે રામાયણનું ગૌરવગાન કર્યું છે તે ઉત્કૃષ્ટ. પરંતુ ‘ભારતવર્ષમાં ઈતિહાસની ધારા' એ ગંભીર દીર્ઘ નિબંધમાં રવીન્દ્રનાથનું કેટલુંક ગહન સાંસ્કૃતિક ચિંતન રામાયણ વિશે પ્રકટ થયું છે. તેમાંથી થોડાક પરિચ્છેદો પસંદ કર્યા હોત તો વાચકોને એક જુદો જ પરિપ્રેક્ષ્ય મળત. તમે “સુર, અસુર, રાક્ષસ, દૈત્ય અને દાનવ કોણ હતા” એવો સંક્ષેપ અમ્બાપ્રસાદ શ્રીવાસ્તવના પુસ્તકમાંથી પરિશિષ્ટમાં મૂક્યો છે. રવીન્દ્રનાથની સાથે તો કોની તુલના થઈ શકે? જુઓ માત્ર એક નાનકડા પરિચ્છેદમાં રવીન્દ્રનાથનું દૃષ્ટિબિંદુ : | રવીન્દ્રનાથના ‘પ્રાચીન સાહિત્ય'માંથી રામાયણનો આખો લેખ પરિશિષ્ટમાં મૂક્યો છે તે ઉત્તમ. એમાં કવિવરે રામાયણનું ગૌરવગાન કર્યું છે તે ઉત્કૃષ્ટ. પરંતુ ‘ભારતવર્ષમાં ઈતિહાસની ધારા' એ ગંભીર દીર્ઘ નિબંધમાં રવીન્દ્રનાથનું કેટલુંક ગહન સાંસ્કૃતિક ચિંતન રામાયણ વિશે પ્રકટ થયું છે. તેમાંથી થોડાક પરિચ્છેદો પસંદ કર્યા હોત તો વાચકોને એક જુદો જ પરિપ્રેક્ષ્ય મળત. તમે “સુર, અસુર, રાક્ષસ, દૈત્ય અને દાનવ કોણ હતા” એવો સંક્ષેપ અમ્બાપ્રસાદ શ્રીવાસ્તવના પુસ્તકમાંથી પરિશિષ્ટમાં મૂક્યો છે. રવીન્દ્રનાથની સાથે તો કોની તુલના થઈ શકે? જુઓ માત્ર એક નાનકડા પરિચ્છેદમાં રવીન્દ્રનાથનું દૃષ્ટિબિંદુ : | ||
| Line 220: | Line 221: | ||
રવીન્દ્રનાથ નવલકથા લખે કે નવલિકા, નિબંધ કે નાટક, વિવેચન કે પત્ર, પણ એ કવિ જ રૂપે વ્યક્ત થાય. એમણે પોતે જ આત્મપરિચયમાં કહેલું : ‘આમિ કવિ માત્ર'. આ કાવ્યમય ‘કાવ્યની ઉપેક્ષિતા’નું મનોરમ ગદ્ય આહ્લાદક છે અને તેનો સમાવેશ થયો હોત તો તમારા ગ્રંથની સમૃદ્ધિમાં વધારો થયો હોત. | રવીન્દ્રનાથ નવલકથા લખે કે નવલિકા, નિબંધ કે નાટક, વિવેચન કે પત્ર, પણ એ કવિ જ રૂપે વ્યક્ત થાય. એમણે પોતે જ આત્મપરિચયમાં કહેલું : ‘આમિ કવિ માત્ર'. આ કાવ્યમય ‘કાવ્યની ઉપેક્ષિતા’નું મનોરમ ગદ્ય આહ્લાદક છે અને તેનો સમાવેશ થયો હોત તો તમારા ગ્રંથની સમૃદ્ધિમાં વધારો થયો હોત. | ||
ઊર્મિલાની જ વાત ચાલે છે તો મારે કહેવું જોઈએ કે તમે બોટાદકરને અન્યાય કર્યો છે. બોટાદકરની ઊર્મિલાને કેમ સ્થાન નથી આપ્યું? કોઈક રમેશ અણાવકરની મરાઠી કવિતા ‘ઊર્મિલા મી, નિરોપ તુજ દેતાં' તમે પરિશિષ્ટમાં લીધી છે. આ પણ સાવ સામાન્ય રચના છે, બલકે અકવિતા છે – પણ આ આપણી કાવ્યની વિભાવનાની સમસ્યા છે. પરંતુ આ રચનાને સ્થાન મળે તો બિચારા બોટાદકરે શો ગુનો કર્યો? મારું એમ નથી કહેવું કે બોટાદકરની રચના ઉત્તમ કાવ્ય છે. ગુજરાતી કવિતામાં બોટાદકર 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ'થી જીવશે. છતાં ‘ભવતુ ભવતુ દેવી વિશ્વ છોને વિસારે' એમ કહીને બોટાદકરે ઊર્મિલાને જે અંજલિ આપી છે તે વિસારવા જેવી નહોતી. બોટાદકરના 'રામાશ્વમેધ'ને પણ યાદ કરી શકાત. એમાં એક ચિરંજીવ પંક્તિ તો એમણે આપી છે : “પણ ન અંતર અંતરમાં જરી.” (આ પણ સ્મૃતિમાંથી જ ટાંકું છું. મારી પાસે બોટાદકરનો કોઈ કાવ્યસંગ્રહ નથી. કોઈ લાઈબ્રેરીની સુવિધા નથી. આ મારો મોટો હૅન્ડીકેપ છે.) | ઊર્મિલાની જ વાત ચાલે છે તો મારે કહેવું જોઈએ કે તમે બોટાદકરને અન્યાય કર્યો છે. બોટાદકરની ઊર્મિલાને કેમ સ્થાન નથી આપ્યું? કોઈક રમેશ અણાવકરની મરાઠી કવિતા ‘ઊર્મિલા મી, નિરોપ તુજ દેતાં' તમે પરિશિષ્ટમાં લીધી છે. આ પણ સાવ સામાન્ય રચના છે, બલકે અકવિતા છે – પણ આ આપણી કાવ્યની વિભાવનાની સમસ્યા છે. પરંતુ આ રચનાને સ્થાન મળે તો બિચારા બોટાદકરે શો ગુનો કર્યો? મારું એમ નથી કહેવું કે બોટાદકરની રચના ઉત્તમ કાવ્ય છે. ગુજરાતી કવિતામાં બોટાદકર 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ'થી જીવશે. છતાં ‘ભવતુ ભવતુ દેવી વિશ્વ છોને વિસારે' એમ કહીને બોટાદકરે ઊર્મિલાને જે અંજલિ આપી છે તે વિસારવા જેવી નહોતી. બોટાદકરના 'રામાશ્વમેધ'ને પણ યાદ કરી શકાત. એમાં એક ચિરંજીવ પંક્તિ તો એમણે આપી છે : “પણ ન અંતર અંતરમાં જરી.” (આ પણ સ્મૃતિમાંથી જ ટાંકું છું. મારી પાસે બોટાદકરનો કોઈ કાવ્યસંગ્રહ નથી. કોઈ લાઈબ્રેરીની સુવિધા નથી. આ મારો મોટો હૅન્ડીકેપ છે.) | ||
* તમે એકથી વધુ સ્થળે શબ્દોની વ્યુત્પત્તિઓ વિષે તર્કકુતર્ક કર્યા છે. | |||
ફૂટાગાર - ફૂટણખાનું (પૃ.૩૩) | ફૂટાગાર - ફૂટણખાનું (પૃ.૩૩) | ||
મધુરા – મથુરા | મધુરા – મથુરા | ||
| Line 229: | Line 230: | ||
પણ મારો પ્રશ્ન તો એ છે કે શબ્દોની વ્યુત્પત્તિ આપવાની તમને જરૂર જ ક્યાં ઊભી થાય છે? ભાષાશાસ્ત્ર તમારી વિદ્વત્તાનો વિષય નથી, તમારી જાણકારીનો પણ વિષય નથી. તમારો એમાં પ્રવેશ નથી. વળી વાલ્મીકિ રામાયણનું ભાષ્ય કરતી વખતે તે પ્રસ્તુત નથી. પ્રાચીન ગૌરવગ્રંથોનું અર્વાચીન પરિપ્રેક્ષ્ય સાથે ભાષ્ય કરવું એ તમારી શક્તિનો વિષય છે. એમાં વ્યુત્પત્તિશાસ્ત્રને અવકાશ જ ક્યાં છે? | પણ મારો પ્રશ્ન તો એ છે કે શબ્દોની વ્યુત્પત્તિ આપવાની તમને જરૂર જ ક્યાં ઊભી થાય છે? ભાષાશાસ્ત્ર તમારી વિદ્વત્તાનો વિષય નથી, તમારી જાણકારીનો પણ વિષય નથી. તમારો એમાં પ્રવેશ નથી. વળી વાલ્મીકિ રામાયણનું ભાષ્ય કરતી વખતે તે પ્રસ્તુત નથી. પ્રાચીન ગૌરવગ્રંથોનું અર્વાચીન પરિપ્રેક્ષ્ય સાથે ભાષ્ય કરવું એ તમારી શક્તિનો વિષય છે. એમાં વ્યુત્પત્તિશાસ્ત્રને અવકાશ જ ક્યાં છે? | ||
તમે આપેલી વ્યુત્પત્તિઓ સાચીખોટી છે તે સવાલ ગૌણ છે, તે અપ્રસ્તુત છે તે વાત મહત્ત્વની છે. | તમે આપેલી વ્યુત્પત્તિઓ સાચીખોટી છે તે સવાલ ગૌણ છે, તે અપ્રસ્તુત છે તે વાત મહત્ત્વની છે. | ||
* આવી જ છેડછાડ તમે કાલિદાસ અને ભવભૂતિના સમય માટે કરી છે. તમે લખો છો: “ભવભૂતિ અને કાલિદાસ સમકાલીન મહાકવિઓ હતો એવી પણ પાકી માન્યતા છે.” “પાકી માન્યતા” કોની? ગુણવંત શાહની? તમે તો લખો છો કે તમે ઉમાશંકરના ‘ઉત્તરરામચરિત'ના અનુવાદને એકથી વધુ વાર વાંચ્યો છે. પરિશિષ્ટમાં ઉમાશંકરે ભવભૂતિના સમયની ચર્ચા કરીને, અનેક વિદ્વાનોના અભિપ્રાયને આધારે, ભવભૂતિનો કવનકાળ ઈ. સ. ૭૦૧થી ૭૨૫ હોવાનું અનુમાન કર્યું છે. | |||
કાલિદાસના સમય વિશે વધારે વિવાદ છે. વિદ્વાનોનો એક પક્ષ કાલિદાસને ઈ.સ. પહેલા સૈકામાં મૂકે છે, બીજો પક્ષ તેમને ઈ.સ. ચૌથા સૈકાના અંત અને પાંચમા સૈકાના આરંભમાં મૂકે છે. પણ કાલિદાસ-ભવભૂતિ સમકાલીન નથી જ નથી. આ બંને કવિઓ સમકાલીન હતા એવી એકથી વધુ મનોરંજનકથાઓ પ્રચલિત છે ખરી પણ બે ઘડી મોજ માટે કોઈકે એ ઘડી કાઢી છે. આ વિનોદવાર્તાઓ રસિક પણ છે. પણ આવી લૌકિક કથાઓને આધારે 'પાકી માન્યતા'ને કેવી રીતે કેળવી શકાય? | કાલિદાસના સમય વિશે વધારે વિવાદ છે. વિદ્વાનોનો એક પક્ષ કાલિદાસને ઈ.સ. પહેલા સૈકામાં મૂકે છે, બીજો પક્ષ તેમને ઈ.સ. ચૌથા સૈકાના અંત અને પાંચમા સૈકાના આરંભમાં મૂકે છે. પણ કાલિદાસ-ભવભૂતિ સમકાલીન નથી જ નથી. આ બંને કવિઓ સમકાલીન હતા એવી એકથી વધુ મનોરંજનકથાઓ પ્રચલિત છે ખરી પણ બે ઘડી મોજ માટે કોઈકે એ ઘડી કાઢી છે. આ વિનોદવાર્તાઓ રસિક પણ છે. પણ આવી લૌકિક કથાઓને આધારે 'પાકી માન્યતા'ને કેવી રીતે કેળવી શકાય? | ||
અલમ્ ઇત્યલમ્. આટલી લાંબી અને આવી કઠોર ટીકા કરવાનો મારો ઈરાદો નહોતો. પણ ટીકા કરતી વખતે તો આધાર આપવો જ જોઈએ, આથી આટલું લંબાણ થયું. છતાં મારે ભારપૂર્વક કહેવું છે કે પ્રશંસા સ્તુતિ નથી અને ટીકા નિંદા નથી. | અલમ્ ઇત્યલમ્. આટલી લાંબી અને આવી કઠોર ટીકા કરવાનો મારો ઈરાદો નહોતો. પણ ટીકા કરતી વખતે તો આધાર આપવો જ જોઈએ, આથી આટલું લંબાણ થયું. છતાં મારે ભારપૂર્વક કહેવું છે કે પ્રશંસા સ્તુતિ નથી અને ટીકા નિંદા નથી. | ||