રસસિદ્ધાંત—એક પરિચય/ભટ્ટ નાયકનો ‘ભોગીકરણવાદ’: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 40: Line 40:
શબ્દની ત્રીજી વૃત્તિ લેખે ભટ્ટ નાયકે ‘ભોગીકરણ’ અથવા ‘ભોજકત્વવ્યાપાર’ કલ્પેલો છે. અભિધા અને ‘ભાવનાવ્યાપાર’ને અતિક્રમીને તે પ્રવર્તે છે એમ તેઓ કહે છે. કાવ્યનાટકાદિની વિભાવાદિ જે સામગ્રી ‘ભાવનાવ્યાપાર’ના બળ રસની ક્ષમતા પ્રાપ્ત કરે છે તે આ ‘ભોગીકરણ’ના વ્યાપાર દ્વારા ભોગવાય છે. ભોગીકરણને વ્યાપાર એ રીતે સાધારણીકૃત વિભાવાદિના આસ્વાદની પ્રવૃત્તિ છે. એમાં અપૂર્વ આહ્‌લાદની અનુભૂતિ થાય છે. અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, ભટ્ટ નાયકના મતે રસને ‘ભોગ’ એ જ્ઞાનનો વ્યાપાર નથી, લૌકિક પ્રત્યક્ષ, અનુમાન, સ્મૃતિ, શબ્દપ્રમાણ આદિ લૌકિક પ્રમાણોથી પર એવો એ કેવળ ભોગનો વ્યાપાર છે. આમ જુઓ તો ‘ભોગીકરણ’ને શબ્દની ત્રીજી વૃત્તિ તરીકે સ્વીકારવામાં આવી છે, પણ એ વ્યાપાર સહૃદયના ચિત્તમાં જ પ્રવર્તે છે.

રસના ભોગવ્યાપારમાં સહૃદયના ચિત્તનો ‘સત્ત્વોદ્રેક’ થાય છે, અને તેને પરિણામે ચિત્તમાં કેવળ પ્રકાશ અને આનંદ વ્યાપી રહે છે. કાવ્યનાટકાદિની વસ્તુસામગ્રીમાં, આમ તો, રજસ્‌ અને તમમ્‌ ગુણોનો પ્રવેશ હોય છે – અને એ કારણે જ તેમાં વૈચિત્ર્ય સધાતું હોય છે – પણ ‘ભોગવ્યાપાર’માં ‘સત્ત્વગુણ’નું પ્રાધાન્ય રહે છે. એમાં સહૃદયને ચિત્તની દ્રુતિ, વિસ્તાર કે વિકાસની જુદી જુદી દશાઓ પ્રાપ્ત થાય છે. આ ક્ષણોમાં સહૃદયના ચિત્તની લૌકિક ઇચ્છાઓ, કામનાઓ કે તૃષ્ણાઓ શમી જતાં તેનું સંવિદ્‌ પૂર્ણ ‘વિશ્રાન્તિ’ની દશા પ્રાપ્ત કરે છે. વિભાવાદિ સામગ્રી પરત્વે સ્થૂળ ભોગની ઇચ્છા જાગતી હોતી નથી, એટલે લૌકિક સુખદુઃખનો સંસ્પર્શ તેમાં આવતો નથી. વાસ્તવમાં, રસભોગમાં તલ્લીન બનેલા સહૃદયને કાવ્યનાટકાદિમાં રજૂ થતી વિભાવાદિ સામગ્રી સિવાય અન્ય કોઈ બાહ્ય વિષયનું જ્ઞાન સંભવતું હોતું નથી. અર્થાત્‌, રસની સામગ્રીમાં જ તેનું સંવિદ્‌ પૂરેપૂરું મગ્ન બની ગયું હોય છે. ‘વિશ્રાન્તિ’નો અર્થ એમ થાય કે સહૃદયનું સંવિદ્‌ સર્વ પ્રકારનાં લૌકિક વિઘ્નોથી મુક્ત બની કેવળ રસભોગના વિષયમાં લીન બન્યું છે, તેમાં તે ઠરી ચૂક્યું છે. આથી જ રસભોગનો અનુપમ આનંદ તે પરમ બ્રહ્મના આનંદના જેવો જ લોકોત્તર આનંદ છે એમ ભટ્ટ નાયક કહે છે.

ભટ્ટ નાયકના મતની સમીક્ષા.
{{Poem2Close}}
'''ભટ્ટ નાયકના મતની સમીક્ષા.'''
{{Poem2Open}}
અભિનવે પોતાની રસવિચારણા રજૂ કરતાં પહેલાં ભટ્ટ નાયકની રસવિચારણામાંથી ઉપસ્થિત થતા કેટલાક પાયાના મુદ્દાઓની તપાસ કરી છે. એમાંથી અભિનવનો પોતાનો વિશિષ્ટ અભિગમ પણ છતો થાય છે.

ભટ્ટ નાયકે એમ પ્રતિપાદિત કર્યું કે રસતત્ત્વ અપ્રમેય છે, તેને જ્ઞાનનાં કોઈ પ્રમાણોથી પ્રમાણી શકાય નહિ, માત્ર તેનો ઉપભોગ થઈ શકે. આ ભૂમિકાની સામે અભિનવે વાંધો લીધે છે. અભિનવનું એમ કહેવું છે કે જ્ઞાનરૂપ પ્રતીતિમાં આવ્યા વિના કોઈ પણ પદાર્થનો ‘ભોગ’ શક્ય જ હોતો નથી. કાવ્યનાટકાદિ માટે પણ એ એટલું જ સાચું છે. તેની વિભાવાદિ સામગ્રી જ્યાં સુધી જ્ઞાનરૂપ પ્રતીતિમાં આવતી નથી ત્યાં સુધી તે ઉપભોગમાં આવતી નથી. અલબત્ત, વિભાવાદિ જે રસના આસ્વાદનાં ઉપાયભૂત છે, તે લૌકિક પદાર્થોથી જુદી કોટિનાં સંભવે છે, સ્વરૂપથી તે વિલક્ષણ કોટિનાં સંભવે છે, એટલે તેની પ્રતીતિ પણ વિલક્ષણ રૂપની સંભવે છે. રસના આસ્વાદ માટે, આમ, તેની પ્રતીતિ અનિવાર્ય બની રહે છે. જોકે રસની પ્રતીતિ અને તેના ભોગ વચ્ચે કોઈ સંલક્ષ્યક્રમ હોતો નથી.

Navigation menu