33,235
edits
No edit summary |
No edit summary |
||
| Line 8: | Line 8: | ||
(૩) મમ્મટ (ઈ.સ. ૧૦૫૦–૧૧૦૦ વચ્ચે હયાત)થી જગન્નાથ (ઈ.સ. ૧૬૨૦–૧૬૬૫ વચ્ચે હયાત) સુધીનો સમય. | (૩) મમ્મટ (ઈ.સ. ૧૦૫૦–૧૧૦૦ વચ્ચે હયાત)થી જગન્નાથ (ઈ.સ. ૧૬૨૦–૧૬૬૫ વચ્ચે હયાત) સુધીનો સમય. | ||
આ પૈકી પહેલા તબક્કામાં લોલ્લટ અને શ્રીશંકુક આવે છે. ભરતના સૂત્રનું તેમણે પોતપોતાની આગવી દૃષ્ટિએ અર્થઘટન કર્યું. આ સમયે સંસ્કૃતમાં અલંકારશાસ્ત્રની અલગ પરંપરા બંધાઈ રહી હતી. એમાં દંડી (ઈ.સ. ૬૬૦–૬૮૦ વચ્ચે હયાત), ભામહ (ઈ.સ. ૭૦૦–૭૫૦ વચ્ચે હયાત), ઉદ્ભટ (ઈ.સ. ૭૫૦–૮૫૦ વચ્ચે હયાત), વામન (ઈ.સ. ૮૦૦ની આસપાસ) અને રુદ્રટ (ઈ.સ. ૮૨૫–૮૭૫ વચ્ચે હયાત) જેવા આલંકારિકોનું મહત્ત્વનું અર્પણ રહ્યું છે. | આ પૈકી પહેલા તબક્કામાં લોલ્લટ અને શ્રીશંકુક આવે છે. ભરતના સૂત્રનું તેમણે પોતપોતાની આગવી દૃષ્ટિએ અર્થઘટન કર્યું. આ સમયે સંસ્કૃતમાં અલંકારશાસ્ત્રની અલગ પરંપરા બંધાઈ રહી હતી. એમાં દંડી (ઈ.સ. ૬૬૦–૬૮૦ વચ્ચે હયાત), ભામહ (ઈ.સ. ૭૦૦–૭૫૦ વચ્ચે હયાત), ઉદ્ભટ (ઈ.સ. ૭૫૦–૮૫૦ વચ્ચે હયાત), વામન (ઈ.સ. ૮૦૦ની આસપાસ) અને રુદ્રટ (ઈ.સ. ૮૨૫–૮૭૫ વચ્ચે હયાત) જેવા આલંકારિકોનું મહત્ત્વનું અર્પણ રહ્યું છે. | ||
ભામહે પોતાના ‘કાવ્યાલંકાર’ના ત્રીજા પરિચ્છેદમાં ‘પ્રેયઃ’, ‘રસવત્’, ‘ઊર્જસ્વિત્’ અને ‘સંહિત’ અલંકારોનું નિરૂપણ કર્યું છે.૮<ref name="8-12"> | ભામહે પોતાના ‘કાવ્યાલંકાર’ના ત્રીજા પરિચ્છેદમાં ‘પ્રેયઃ’, ‘રસવત્’, ‘ઊર્જસ્વિત્’ અને ‘સંહિત’ અલંકારોનું નિરૂપણ કર્યું છે.૮<ref name="8-12">ડૉ. તપસ્વી નાન્દીની ઉપરોક્ત ગ્રંથની ચર્ચાને આધારે,</ref> ‘રસવત્’ની વ્યાખ્યા આપતાં તેમણે કહ્યું છે કે એવા જે અલંકારોમાં શૃંગાર આદિ રસોનું સ્ફુટ રૂપમાં આવિષ્કરણ થયું હોય તે ‘રસવત્’ છે. ભામહે ‘રસ’ની સંજ્ઞા અન્યત્ર પણ પ્રયોજી છે, પણ ત્યાં તેને ‘રસ’થી કાવ્યરસનો સર્વસામાન્ય ખ્યાલ અભિપ્રેત હોય એમ જણાશે. ‘પ્રેયઃ’, ‘સંહિત’ અને ‘ઊર્જસ્વિત્’ની વ્યાખ્યા તેમણે આપી નથી. એટલું સમજાય છે કે રસ વિશે તેમને કોઈક સામાન્ય ખ્યાલ હતો. જોકે તેની વિગતે વિચારણા તેમણે આપી નથી. એટલું સ્પષ્ટ છે કે ભાવનું આલંબન લેનારા અલંકારો નીચે તેમણે રસને સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે. અલબત્ત, મહાકાવ્યનાં લક્ષણોનો નિર્દેશ કરતાં ‘સકલ રસો’નો ખ્યાલ તેઓ પ્રગટ કરે છે ખરા. | ||
દંડીએ પણ ભામહની જેમ જ ‘રસવત્’, ‘પ્રેયઃ’ આદિ ચાર અલંકારોમાં જ રસને સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે. | દંડીએ પણ ભામહની જેમ જ ‘રસવત્’, ‘પ્રેયઃ’ આદિ ચાર અલંકારોમાં જ રસને સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે.<ref name="8-12"/> અલબત્ત, ભામહની સરખામણીમાં દંડી રસનો વિશેષ મહિમા કરે છે. આ અલંકારોનું તેમણે જે રીતે નિરૂપણ કર્યું છે તેમાંથી આ વસ્તુ સમજાય છે. ભામહની જેમ દંડી મહાકાવ્યમાં રસો અને ભાવોની અનિવાર્યતા તરફ લક્ષ દોરે છે. | ||
વામન<ref name="8-12"/> આ અલંકારોની ચર્ચા કરતા નથી. તેઓ ‘કાન્તિ’ નામના ‘અર્થગુણ’માં રસતત્ત્વને સમાવી લેવા ચાહે છે. વામનના મતે કાવ્યમાં ‘ગુણ’ એ નિત્ય ધર્મ છે, જ્યારે ‘અલંકાર’ અનિત્ય છે. રસ તત્ત્વને ‘ગુણ’માં સમાવી લેવાનો તેમનો પ્રયત્ન એ રીતે ધ્યાનપાત્ર છે. | |||
ઉદ્ભટે<ref name="8-12"/> રસતત્ત્વનો અલંકારના આશ્રયે જ વિચાર કર્યો છે, પણ તેમની રસ વિશેની સમજ વધુ સૂક્ષ્મ દેખાય છે. ભરતના રસવિચારની ‘અનુભાવ’ આદિ સંજ્ઞાઓ પણ તેમણે પ્રયોજી છે. તે પરથી લાગે છે કે ભરતની સૈદ્ધાન્તિક ભૂમિકાથી તેઓ પરિચિત હતા. | |||
રુદ્રટમાં<ref name="8-12"/> રસની વિચારણા એથીયે વધુ આમેજ થઈ જતી દેખાશે. અલંકારોની સંખ્યામાં ‘રસવત્’ આદિને તેઓ ગણાવતા નથી. પણ કાવ્યને માટે ‘સ–રસમ્’ એેવો પ્રયોગ કરે છે. જોકે રુદ્રટ એ દ્વારા કવિતાના સર્વસામાન્ય લક્ષણનો નિર્દેશ કરવા ચાહે છે, કે પછી ભામહ અને દંડીની જેમ માત્ર મહાકાવ્યના સંદર્ભે જ એક લક્ષણ તરીકે સ્વીકારે છે તે બરોબર સ્પષ્ટ થતું નથી. તેમણે પાછળનાં પ્રકરણોમાં નાયકનાયિકાની ચર્ચા સાથે રસના વિષયને પણ છેડ્યો છે. એમ કહી શકાય કે નાટ્યશાસ્ત્રની પ્રસ્તુત વિગતો અહીં તેમણે રજૂ કરી છે. કવિતામાં વિવિધ રસોનું નિરૂપણ કરવું જોઈએ એમ પણ તેઓ કહે છે. આ રીતે નાટકનું પ્રાણતત્ત્વ કવિતામાં પણ પ્રતિષ્ઠિત થતું દેખાય છે. | |||
રસવિચારના બીજા તબક્કામાં આનંદવર્ધન (ઈ.સ. ૮૫૦–૮૭૫ વચ્ચે હવાત), ભટ્ટ નાયક (ઈ.સ. ૯૩૫–૯૮૫ વચ્ચે હયાત), રાજશેખર (ઈ.સ. ૯૦૦–૯૨૫ વચ્ચે હયાત), ભટ્ટ તૌત (ઈ.સ. ૯૫૦–૯૮૦ વચ્ચે હયાત), કુંતક (ઈ.સ. ૯૫૦–૧૦૦૦ વચ્ચે), અભિનવગુપ્ત (ઈ.સ. ૯૮૦–૧૦૨૦ વચ્ચે), ધનંજય (ઈ.સ. ૯૭૪–૯૯૬ વચ્ચે), ક્ષેમેન્દ્ર (ઈ.સ. ૯૯૦–૧૦૬૬ વચ્ચે), ભોજ (ઈ.સ. ૧૦૦૫–૧૦૫૪ વચ્ચે), મહિમ ભટ્ટ (ઈ.સ. ૧૦૫૦–૧૧૦૦) જેવા એકમેકથી ભિન્ન પણ તેજસ્વી પ્રતિભાવાળા આચાર્યોની એક નક્ષત્રમાળા જોવા મળે છે. | રસવિચારના બીજા તબક્કામાં આનંદવર્ધન (ઈ.સ. ૮૫૦–૮૭૫ વચ્ચે હવાત), ભટ્ટ નાયક (ઈ.સ. ૯૩૫–૯૮૫ વચ્ચે હયાત), રાજશેખર (ઈ.સ. ૯૦૦–૯૨૫ વચ્ચે હયાત), ભટ્ટ તૌત (ઈ.સ. ૯૫૦–૯૮૦ વચ્ચે હયાત), કુંતક (ઈ.સ. ૯૫૦–૧૦૦૦ વચ્ચે), અભિનવગુપ્ત (ઈ.સ. ૯૮૦–૧૦૨૦ વચ્ચે), ધનંજય (ઈ.સ. ૯૭૪–૯૯૬ વચ્ચે), ક્ષેમેન્દ્ર (ઈ.સ. ૯૯૦–૧૦૬૬ વચ્ચે), ભોજ (ઈ.સ. ૧૦૦૫–૧૦૫૪ વચ્ચે), મહિમ ભટ્ટ (ઈ.સ. ૧૦૫૦–૧૧૦૦) જેવા એકમેકથી ભિન્ન પણ તેજસ્વી પ્રતિભાવાળા આચાર્યોની એક નક્ષત્રમાળા જોવા મળે છે. | ||
આ પૈકી આનંદવર્ધન ધ્વનિસિદ્ધાંતના પ્રવર્તક તરીકે જાણીતા બન્યા છે અને રસતત્ત્વની વિચારણામાં તેઓ આગવી રીતે અર્પણ કરી રહ્યા છે એમ જોઈ શકાશે. તેમણે ધ્વનિના ત્રણ મુખ્ય ભેદો પાડ્યા છે. વસ્તુધ્વનિ, અલંકારધ્વનિ અને રસધ્વનિ. એમાં રસધ્વનિ ભાવની વ્યંજના પર નિર્ભર છે એમ તેમણે પ્રતિપાદિત કર્યું. એ રીતે રસચર્ચાને નવું જ પરિમાણ તેઓ અર્પી શક્યા. | આ પૈકી આનંદવર્ધન ધ્વનિસિદ્ધાંતના પ્રવર્તક તરીકે જાણીતા બન્યા છે અને રસતત્ત્વની વિચારણામાં તેઓ આગવી રીતે અર્પણ કરી રહ્યા છે એમ જોઈ શકાશે. તેમણે ધ્વનિના ત્રણ મુખ્ય ભેદો પાડ્યા છે. વસ્તુધ્વનિ, અલંકારધ્વનિ અને રસધ્વનિ. એમાં રસધ્વનિ ભાવની વ્યંજના પર નિર્ભર છે એમ તેમણે પ્રતિપાદિત કર્યું. એ રીતે રસચર્ચાને નવું જ પરિમાણ તેઓ અર્પી શક્યા. | ||