સંકેતવિસ્તાર/બળવંતરાય ઠાકોરનું સાહિત્યવિવેચન : તેની તાત્ત્વિક ભૂમિકાની શેાધ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
No edit summary
 
Line 35: Line 35:
“આ અમ જીવનમંત્ર
“આ અમ જીવનમંત્ર
એક ફૂલવેલે ફૂલતાં ફૂલ
એક ફૂલવેલે ફૂલતાં ફૂલ
અમારી એ સુગંધ અમૂલ
અમારી એ સુગંધ અમૂલ”
{{Right|– ધન્ય હો.}}</poem>}}
{{Right|– ધન્ય હો.}}</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રસ્તુત કડીઓ પર ટીકા કરતાં બળવંતરાય નોંધે છે : “હું ધારતો હતો રા. ન્હાનાલાલ સુધારક છે. હું જાણું છું કે કવિઓ, કલાકારો અને રસિકો મોટે ભાગે ભૂત સૌન્દર્યના ઉપાસકો, ભૂતકાળ ચાલ્યા કરશે અગર પાછો આણી શકાશે એવી વ્યર્થ આશા સેવનારા, અને સાથે સાથે સ્થિતિરક્ષાના હિમાયતીઓ (conservatives) હોય છે. આ કડીઓ બોલે છે તે અવાજ, આ કડીમાંની વસ્તુઓને અમૂલ્ય સુગંધવાળી અમારી વિશિષ્ટ ફૂલવેલીના ફૂલ કરે છે તે અવાજ, ન્હાનાલાલ કવિનો હશે, એ અવાજ ન્હાનાલાલ સુધારકનો અને દેશહિતચિંતકનો હોઈ શકે જ શી રીતે! ન્હાના ન્હાના પંથ, ન્હાના ન્હાના ગચ્છ, ન્હાની ન્હાની ન્યાતો, ન્હાના ન્હાના ઘોળ, ન્હાના ન્હાના રાજ્ય, ન્હાના ન્હાના ખેતર – એ આપણો ભૂતકાળનો વારસો વર્તમાન સમયમાં સુગંધી છે શું? સુંદર છે શું? ગુજરાતને શોભાપ્રદ કે અભિમાનનો વિષય ગણાય એવો છે શું?”<ref> ‘વિવિધ વ્યાખ્યાનો’ – ગુચ્છ ત્રીજો, પૃ. ૩૨–૩૩ની ચર્ચા જુઓ.</ref> વગેરે. બળવંતરાયની આ વિચારણા જોતાં જણાય છે કે ન્હાનાલાલની પ્રસ્તુત રચનામાં તેમણે કવિ ન્હાનાલાલનો ‘અવાજ’ ઓળખ્યો છે પણ એટલાથી તેમને સંતોષ નથી. તેમને સુધારક ન્હાનાલાલનો ‘અવાજ’ અપેક્ષિત છે, શા માટે? એટલા માટે કે એમાં ગુજરાતના પ્રજાજીવનના ઐતિહાસિક સામાજિક વાસ્તવનો દ્રોહ થયો છે અને એ મૂળભૂત સત્યની એમાં અવગણના થઈ છે. ન્હાનાલાલની કૃતિને આમ તેમણે વ્યવહારજગતના વાસ્તવની સમકક્ષ ભૂમિકા પર મૂકી અવલોકવાનો આશય રાખ્યો દેખાય છે, એટલું જ નહિ, કૃતિના વિવેચનમાં તેમણે ઐતિહાસિક-સામાજિક સત્યબોધની અપેક્ષા રાખી છે. એમ સ્પષ્ટ લાગે છે કે તેમનો આ પ્રકારનો વિવેચનાત્મક અભિગમ તેમની તીવ્ર ઐતિહાસિક-સામાજિક અભિજ્ઞતાથી પ્રેરાયેલો છે.

Navigation menu