સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામપ્રસાદ બક્ષી/કાવ્યનું સ્વરૂપ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧. કાવ્યનું સ્વરૂપ}}
{{Heading|૧. કાવ્યનું સ્વરૂપ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કાવ્યનાં અનેક લક્ષણો અપાયાં છે એ દૃષ્ટિભેદનું પરિણામ છે; કાવ્યની મૂલવણીમાં ઐકમત્ય અનેકવાર નથી થતું એ રુચિભેદનું પરિણામ છે. સંસ્કારભેદને પરિણામે પ્રામાણિક રુચિભેદ ઊપજે એ સમજી શકાય એવી વાત છે પણ પૂર્વગ્રહ, ગતાનુગતિકતા, કવિની પ્રતિષ્ઠા, રાગદ્વેષ, વાડાબંધી એવાં તત્ત્વોનો કાવ્યની મૂલવણીમાં પ્રવેશ થાય તો તે અનિષ્ટ છે.

Line 16: Line 14:
કાવ્યના આત્માના સાક્ષાત્કાર માટે સંસ્કારી સહૃદયતા આવશ્યક છે. સંસ્કાર ન્યૂન હોય તા ન્યૂન કક્ષાની કૃતિમાં પણ કાવ્યત્વનો ભ્રમ ઊપજે. કાંઈક—પૂ. ગાંધીજીના કથન પ્રમાણે કોશિયો પણ સમજે તેવી પણ ગાંધીજીને સરળ વાણી સાથે અભિપ્રેત હશે તેવી કવિત્વપ્રભા વિનાની—સહેલી શૈલી ગમી હોય, કાંઈક પોતાને મનગમતો એવો વિચાર કે ભાવ–પણ બુદ્ધિને તર્પે કે હૃદયને હલાવે એવી સંપત્તિ કે વ્યંજના વિનાનો—ઉત્તાન રીતે રજૂ થઈ ને સદ્યોગ્રાહ્ય બન્યો હોય; કાંઈક પોતાના ગળામાં રમી રહેલો પરિચિત રાગ ગાવા મળ્યો હોય; આવી આવી આપાતરમણીય પણ કાવ્યની સ્વરૂપસાધક ચમત્કૃતિ વિનાની સામગ્રી સાંપડી હોય, એટલે એવી કૃતિ વાંચીને ડોલનારા ઘણા છે. દાખલા તરીકે આ કાવ્ય જુઓ :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>“ભલા જાણી અમે ભાઈ,
{{Block center|'''<poem>“ભલા જાણી અમે ભાઈ,
{{gap}}તમારે આંગણે આવ્યા;
{{gap}}તમારે આંગણે આવ્યા;
ખબર પૂછો જરા તેમાં,
ખબર પૂછો જરા તેમાં,
Line 27: Line 25:
{{gap}}ન જોઈ શક્તિ કોઈની;
{{gap}}ન જોઈ શક્તિ કોઈની;
નિમિત્ત બનશો જરા તેમાં,
નિમિત્ત બનશો જરા તેમાં,
{{gap}}તમારું શું જવાનું છે?”</poem>}}
{{gap}}તમારું શું જવાનું છે?”</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વાણીની સુગમતા; શબ્દોની સરળતા એની એની ઉચિત ગોઠવણીથી નિષ્પન્ન થતો સરલવાહી લય; કાવ્યમાં કેટલાકને જરૂરી લાગતી, “ભલા-ભાઈ,” “આંગણે આવ્યા” એમાં છે તેવી, આછી વર્ણ સગાઈ; કડી કડીને અંતે આવતી “તમારું શું જવાનું છે” એ ઉક્તિ અને એના પુનરાવર્તનથી થતું દૃઢીકરણ; રચનાની ગેયક્ષમતા; અને અર્થમાં રહેલો, ભલે આછો અને ઉપરચોટિયો, જીવનના એક નાના પ્રદેશનો પરામર્શ; આ તત્ત્વોને ગુણપક્ષે મૂકીને આ કાવ્ય સાંભળીને માથું ડોલાવનારા ઘણા હોય છે. આ પ્રકારની રચના લોકપ્રિય બની જાય છે—અમુક વર્ગના કંઠમાં રમતી બની જાય છે—એ આપણે જાણીએ છીએ. ‘કેશવકૃતિ’માંના અને ‘મણિકાન્ત કાવ્યમાલા’માંનાં કાવ્યો આ પ્રકારનાં છે, જો કે આ કાવ્ય એ બેમાંથી એકમાંનું નથી; આ તો એક અન્ય ‘રાજકવિ’ તરીકે એળખાતા કે પોતાને ઓળખાવતા કવિની કૃતિ છે. આટલાં લોકપ્રિયતાસાધક તત્ત્વો હોવા છતાં આ કાવ્યમાં અર્થની કે અલંકારનો ચમત્કૃતિ નથી, ચર્વણક્ષમ અર્થઘનતા નથી, હૃદયને સ્પર્શી જતો ભાવ નથી, છુપાઈને હેરતો અને હેરીને લલચાવતો વ્યંગ્યાર્થ નથી.

Line 33: Line 31:
આવું એકાદ તત્ત્વ કાવ્યને રમણીયતા અર્પે છે એનો એક દાખલો નરસિંહના કાવ્યમાંથી લઉં છું :
આવું એકાદ તત્ત્વ કાવ્યને રમણીયતા અર્પે છે એનો એક દાખલો નરસિંહના કાવ્યમાંથી લઉં છું :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>“જાગીને જોઉં તો જગત દીસે નહીં,
{{Block center|'''<poem>“જાગીને જોઉં તો જગત દીસે નહીં,
{{Gap}}ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
{{Gap}}ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે,
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે,
{{Gap}}બહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.”</poem>}}
{{Gap}}બહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.”</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ પદનાં પહેલાં ત્રણ ચરણોમાં, જેને કહેવું હોય તો નીરસ કહી શકાય તેવું, તત્ત્વજ્ઞાનનું ટૂંપણું છે. પ્રથમ બે પંક્તિમાં જ્ઞાનની શુષ્કતાની પ્રતીતિ થવાને બદલે કાંઈક અન્ય ભાવની અનુભૂતિ થાય એવી શક્યતા છે, પણ “ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે” એ ત્રીજું ચરણ એ શક્યતાને ટાળનારું બને છે જાગીને જોઉં, જગત; ઊંઘમાં, અટપટા; ભોગ, ભાસે; એ શબ્દો વર્ણસગાઈને કારણે કાનને ગમે છે; પણ એ તો સહેલાઈથી સાધી શકાયેલું બાહ્યતત્ત્વ છે. કાવ્યનું સાચું તત્ત્વ ચોથા ચરણમાં પ્રકટ થાય છે; “બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે” એમાંના લટકાં કરે એ શબ્દો અમૂર્તને મૂર્ત કરે છે, જે જડ છે તેમાં રસિકતા આણે છે, અને પદને પણ લટકાળું બનાવે છે. આ શબ્દોથી પ્રકટ થતું લટકાળું ચિત્ર વાચકને ચમત્કૃતિનો અનુભવ કરાવે છે—અને એ ચમત્કૃતિનો રમણીય અનુભવ સમગ્ર કાવ્યને, એની અન્ય શબ્દાર્થસામગ્રીમાં નથી એવી, રમણીયતા અર્પે છે. બ્રહ્મનાં આ લટકાંમાં વાચકની બુદ્ધિને આહ્‌વાન છે, પણ વાચ્યાર્થ એવો વિશદ છે, એથી પ્રકટ થતું ચિત્ર એવું મનોહર છે, કે જેનું હૃદય તૃપ્ત થયું છે એવો વાચક બુદ્ધિ-સમક્ષ રહેલો જ્ઞાનનો કોયડો ઉકેલવામાં પણ આનંદ માને છે. નહિ તો “બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે” એ શબ્દોનું તાત્પર્ય સમજવું ઘણું અઘરું છે.

નરસિંહના આ પદમાં પ્રતિભાનો એક ઝબકાર અન્યથા જ્ઞાનગહન કાવ્યને રમણીયતાનું તત્ત્વ અર્પે છે. ન્હાનાલાલની આ પંક્તિઓમાં પણ એવી ઘટના જણાશે :

{{Block center|<poem>“અંધારી રજનીમાં ઊઘડે ઉરનાં બારણાં રે લોલ,
{{Block center|'''<poem>“અંધારી રજનીમાં ઊઘડે ઉરનાં બારણાં રે લોલ,
{{gap}}ઝૂલે રસપારણાં રે લોલ.”</poem>}}
{{gap}}ઝૂલે રસપારણાં રે લોલ.”</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
“ઉરનાં બારણાં ઊઘડે” એ વચનમાં અલંકૃતિતત્ત્વ છે એ રમણીયતા સાથે અધિકતર અર્થવત્તા સાધે છે એ તો છે જ; પણ ઉરનાં બારણાંના ઊઘડવા પછી એ ઉરના ભીતરમાં શું છે, શું પ્રકટ થાય છે, એ સૂચવનારું “ઝૂલે રસપારણાં રે લોલ” એ વચન કાવ્યને નિશ્ચિતરૂપે ભાવવ્યંજનાની કોટિમાં મૂકી દે છે. એ વચન ન હોય તો આ દ્વારઉદ્‌ઘાટનને ગીતાના “या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी” એ તત્ત્વજ્ઞાનવચનની પંક્તિમાં બેસતું કોઈ અટકાવી શકે નહિ. પણ “ઝૂલે રસપારણાં” એ વચન સૂચવે છે, કે બાહ્યદૃષ્ટિનું આવરણ કરનારો રાત્રિનો અંધકાર જે આંતરદૃષ્ટિને ખોલે છે એ છે કોમળ ભાવની દૃષ્ટિ; ઉરનાં દ્વાર ઊઘડતાં અંતર્નિગૂઢ ભાવ પ્રકટ થઈને વહેવા લાગે છે અને રસિકતા હિંડોળે ઝૂલવા લાગે છે.

Navigation menu