34,076
edits
(+1) |
No edit summary |
||
| Line 4: | Line 4: | ||
{{Block center|'''<poem>यदुन्मीलनशक्त्त्यैव विश्वमुन्मीलति क्षणात् । | {{Block center|'''<poem>यदुन्मीलनशक्त्त्यैव विश्वमुन्मीलति क्षणात् । | ||
स्वात्मायतनविश्रान्तां तां वन्दे प्रतिमां शिवाम् | स्वात्मायतनविश्रान्तां तां वन्दे प्रतिमां शिवाम् ।।<ref>જેની ઊઘડવાની – ખીલવાની શક્તિથી જ વિશ્વ ક્ષણમાં ઊઘડે છે તે, પોતાના આત્માશ્રયમાં વિશ્રાન્ત એવી શિવપ્રતિભાને હું વંદું છું.</ref></poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આપણું વિવેચનસાહિત્ય પોતાના વિષયને સ્ફુટ કરવાને વધારે વિશાલ અને ઊંડી દૃષ્ટિથી જોવાનો પ્રયત્ન કરતું જાય છે. અંગ્રેજી દ્વારા ઉપલબ્ધ થતું બીજી મહાપ્રજાઓનું સાહિત્ય જોઈને તેની દૃષ્ટિ વિશાલ બને છે, અને તત્ત્વજ્ઞાન જોઈને ઊંડી બને છે. આમ થવામાં કંઈક સંસ્કૃત સાહિત્યની ઉપેક્ષા થતી જણાય છે. પશ્ચિમનું વિવેચનસાહિત્ય જેમ લાંબા ઇતિહાસ ઉપર પ્રતિષ્ઠિત થયું છે, તેમ આપણું પણ આપણા પ્રાચીન ઇતિહાસ ઉપર પ્રતિષ્ઠિત થવું જોઈએ. પશ્ચિમના વિચારોનો તેણે સંપૂર્ણ લાભ લેવો જોઈએ, પણ તેની સાથે પોતાના ઇતિહાસનો પણ અભ્યાસ કરવો જોઈએ. આમ નથી થતું તેનું કારણ એ છે કે આપણા શિક્ષિતો આપણા કરતાં પશ્ચિમના વિવેચનનો ઇતિહાસ વધારે જાણે છે. તેમના અભ્યાસમાં આપણું વિવેચન આવતું જ નથી એમ કહીએ તો ચાલે. એમ નહિ થાય ત્યાં સુધી આપણા જ્ઞાનનો પૂરેપૂરો સમન્વય થવો શક્ય નથી. આપણા કાવ્યશાસ્ત્રના ગ્રંથોના કેટલાક વિચારો ઘણા જ તાજા અને સ્વતંત્ર વિચારપદ્ધતિને ગતિ આપે તેવા છે. આપણે એનો અભ્યાસ નહિ કરીએ ત્યાં સુધી આપણું વિવેચન માત્ર પશ્ચિમના બદલાતા વિચારોના પડઘારૂપ રહેશે અને આપણો અભ્યાસ આપણા ભૂતકાળમાં મૂળ ઘાલી કદી સ્વતંત્ર રહી વધશે નહિ. થોડા અભ્યાસીઓ તેનો અભ્યાસ કરશે પણ તેઓ પોતાના અભ્યાસનું ફળ બીજાને નહિ આપી શકે. અભ્યાસની ભૂમિકા વિના બીજાઓ તેમનું વિવેચન સમજશે નહિ. અને તેનાં પુસ્તકો પણ લખાશે નહિ કારણ કે વિદ્યાર્થી સિવાયની સામાન્ય બજારુ ખપત ઉપર આધાર રાખીને આવું પુસ્તક પ્રગટ થઈ શકે નહિ. | આપણું વિવેચનસાહિત્ય પોતાના વિષયને સ્ફુટ કરવાને વધારે વિશાલ અને ઊંડી દૃષ્ટિથી જોવાનો પ્રયત્ન કરતું જાય છે. અંગ્રેજી દ્વારા ઉપલબ્ધ થતું બીજી મહાપ્રજાઓનું સાહિત્ય જોઈને તેની દૃષ્ટિ વિશાલ બને છે, અને તત્ત્વજ્ઞાન જોઈને ઊંડી બને છે. આમ થવામાં કંઈક સંસ્કૃત સાહિત્યની ઉપેક્ષા થતી જણાય છે. પશ્ચિમનું વિવેચનસાહિત્ય જેમ લાંબા ઇતિહાસ ઉપર પ્રતિષ્ઠિત થયું છે, તેમ આપણું પણ આપણા પ્રાચીન ઇતિહાસ ઉપર પ્રતિષ્ઠિત થવું જોઈએ. પશ્ચિમના વિચારોનો તેણે સંપૂર્ણ લાભ લેવો જોઈએ, પણ તેની સાથે પોતાના ઇતિહાસનો પણ અભ્યાસ કરવો જોઈએ. આમ નથી થતું તેનું કારણ એ છે કે આપણા શિક્ષિતો આપણા કરતાં પશ્ચિમના વિવેચનનો ઇતિહાસ વધારે જાણે છે. તેમના અભ્યાસમાં આપણું વિવેચન આવતું જ નથી એમ કહીએ તો ચાલે. એમ નહિ થાય ત્યાં સુધી આપણા જ્ઞાનનો પૂરેપૂરો સમન્વય થવો શક્ય નથી. આપણા કાવ્યશાસ્ત્રના ગ્રંથોના કેટલાક વિચારો ઘણા જ તાજા અને સ્વતંત્ર વિચારપદ્ધતિને ગતિ આપે તેવા છે. આપણે એનો અભ્યાસ નહિ કરીએ ત્યાં સુધી આપણું વિવેચન માત્ર પશ્ચિમના બદલાતા વિચારોના પડઘારૂપ રહેશે અને આપણો અભ્યાસ આપણા ભૂતકાળમાં મૂળ ઘાલી કદી સ્વતંત્ર રહી વધશે નહિ. થોડા અભ્યાસીઓ તેનો અભ્યાસ કરશે પણ તેઓ પોતાના અભ્યાસનું ફળ બીજાને નહિ આપી શકે. અભ્યાસની ભૂમિકા વિના બીજાઓ તેમનું વિવેચન સમજશે નહિ. અને તેનાં પુસ્તકો પણ લખાશે નહિ કારણ કે વિદ્યાર્થી સિવાયની સામાન્ય બજારુ ખપત ઉપર આધાર રાખીને આવું પુસ્તક પ્રગટ થઈ શકે નહિ. | ||
બીજી બાજુ અંગ્રેજી દ્વારા પશ્ચિમના જે કલામીમાંસા (aesthetics)ના ગ્રંથો ઉપલબ્ધ થાય છે તેનાથી આપણું વિવેચનસાહિત્ય ઊંડું થવા પ્રયત્ન કરે છે. આપણું સંસ્કૃત વિવેચનસાહિત્ય પણ તત્ત્વજ્ઞાન ઉપર બંધાયેલું છે. પણ માત્ર કલામીમાંસા સાહિત્યકલાના વિવેચનને એકદમ ઉપકારક થઈ જાય એ અત્યારે સંભવિત નથી. કલામીમાંસા પોતે જ હજી ઘણી અપૂર્ણ છે. પાશ્ચાત્ય કલામીમાંસકોએ અત્યાર સુધી અનેક પરસ્પરવિરોધી મતો જ આપ્યા કર્યા છે. પણ એ સિવાય વિશેષ કારણ એ છે કે કલામીમાંસા કલાસામાન્યની જ ચર્ચા કરી શકે. હવે કલાઓ એકબીજીથી એટલી બધી ભિન્ન છે, ભિન્ન ઉપાદાનોથી કલા કલાની શક્તિ, તેની મર્યાદા, હૃદયગમ્ય થવાની રીતિ અને તેનાથી ઊપજતા સંસ્કારો એટલા ભિન્ન ભિન્ન હોય છે કે, માત્ર કલાસામાન્યની ચર્ચાથી હરકોઈ એક કલાની શક્તિનો ખાસ ખ્યાલ આવી શકે નહિ. કલામીમાંસાનો અભ્યાસ સ્વતંત્ર રીતે આગળ ચાલવાની ઘણી જ આવશ્યકતા છે. પણ વિવેચનને માટે હજી તો હરકોઈ એક કલાનો સ્વતંત્ર અભ્યાસ થવાની જરૂર છે. એક કલાનો અભ્યાસ બીજીને ઉપકારક થાય છે એ જુદો પ્રશ્ન છે. | બીજી બાજુ અંગ્રેજી દ્વારા પશ્ચિમના જે કલામીમાંસા (aesthetics)ના ગ્રંથો ઉપલબ્ધ થાય છે તેનાથી આપણું વિવેચનસાહિત્ય ઊંડું થવા પ્રયત્ન કરે છે. આપણું સંસ્કૃત વિવેચનસાહિત્ય પણ તત્ત્વજ્ઞાન ઉપર બંધાયેલું છે. પણ માત્ર કલામીમાંસા સાહિત્યકલાના વિવેચનને એકદમ ઉપકારક થઈ જાય એ અત્યારે સંભવિત નથી. કલામીમાંસા પોતે જ હજી ઘણી અપૂર્ણ છે. પાશ્ચાત્ય કલામીમાંસકોએ અત્યાર સુધી અનેક પરસ્પરવિરોધી મતો જ આપ્યા કર્યા છે. પણ એ સિવાય વિશેષ કારણ એ છે કે કલામીમાંસા કલાસામાન્યની જ ચર્ચા કરી શકે. હવે કલાઓ એકબીજીથી એટલી બધી ભિન્ન છે, ભિન્ન ઉપાદાનોથી કલા કલાની શક્તિ, તેની મર્યાદા, હૃદયગમ્ય થવાની રીતિ અને તેનાથી ઊપજતા સંસ્કારો એટલા ભિન્ન ભિન્ન હોય છે કે, માત્ર કલાસામાન્યની ચર્ચાથી હરકોઈ એક કલાની શક્તિનો ખાસ ખ્યાલ આવી શકે નહિ. કલામીમાંસાનો અભ્યાસ સ્વતંત્ર રીતે આગળ ચાલવાની ઘણી જ આવશ્યકતા છે. પણ વિવેચનને માટે હજી તો હરકોઈ એક કલાનો સ્વતંત્ર અભ્યાસ થવાની જરૂર છે. એક કલાનો અભ્યાસ બીજીને ઉપકારક થાય છે એ જુદો પ્રશ્ન છે. | ||
ત્યારે કાવ્યની શક્તિનો અભ્યાસ કરવો હોય તો કાવ્યકલાને જ મુખ્યત્વે દૃષ્ટિ આગળ રાખીને તેનો અભ્યાસ કરવો જોઈએ. | ત્યારે કાવ્યની શક્તિનો અભ્યાસ કરવો હોય તો કાવ્યકલાને જ મુખ્યત્વે દૃષ્ટિ આગળ રાખીને તેનો અભ્યાસ કરવો જોઈએ. | ||
કાવ્યકલાની શક્તિ અને તેની મર્યાદા બંને તેના ઉપાદાન ઉપર આધાર રાખે છે. કાવ્યનું ઉપાદાન અર્થપ્રતિપાદક શબ્દ છે એમ કહીશું. અંગ્રેજ કવિ શેલી બીજી બધી કલા કરતાં કાવ્યકલાની શક્તિ વિશેષ માને છે કારણ કે તેનું ઉપાદાન શબ્દ અર્થવ્યંજક છે. ચિત્રકારનો રંગ પોતે અર્થવ્યંજક નથી પણ કવિનો શબ્દ પહેલેથી જ અર્થવ્યંજક છે. પણ તે અર્થવ્યંજકતા સાથે જ એક બીજી મુશ્કેલી ઊભી થાય છે. શબ્દો માત્ર સામાન્ય ધર્મોના બોધક હોય છે. પશ્ચિમના તેમ જ પૂર્વના પ્રમાણશાસ્ત્રીઓ સંમત થાય છે કે શબ્દ માત્ર ‘ઉપાધિ’ એટલે સામાન્ય ધર્મનો બોધ કરે છે. હવે કલામાં રસનિષ્પત્તિ વિશિષ્ટ પ્રત્યયમાં રહેલી છે. પ્રદીપકાર ગોવિંદ કહે છે, ‘પ્રત્યક્ષમેવ જ્ઞાનં સચમત્કારમ્ |’ પ્રત્યક્ષ જ્ઞાન જ ચમત્કાર છે, કારણ કે તે અત્યંત વિશિષ્ટ છે. કોઈ અનેકરંગી મૂળ ચિત્ર કરતાં માત્ર તેજછાયાનો તેનો ફોટો ઓછો રસપ્રદ લાગશે. હવે બીજી કલાઓમાં કૃતિ જે ઉપાદાન દ્વારા આપણી ઇન્દ્રિયોને ગોચર થાય છે, તે ઉપાદાન, ગોચર થતાં જ વિશિષ્ટ સંસ્કાર પાડે છે. ઝાડનું ચિત્ર જોતાં ઝાડની વિશિષ્ટ આકૃતિ જ દૃગ્ગોચર થાય છે. સંગીત સાંભળતાં સંગીતના વિશિષ્ટ સૂરો જ શ્રવણગોચર થાય છે. પણ ‘પ્રેમ’ શબ્દ સાંભળતાં પ્રેમનું કોઈ પણ સ્વરૂપ ચિત્તમાં અંકિત થતું નથી. માત્ર સામાન્ય સ્વરૂપનો જ બોધ થાય છે, જે રસોદ્બોધક નથી. આવા ઉપાદાન દ્વારા કાવ્યે વિશિષ્ટ સંસ્કારો પાડવાના છે. આ મુશ્કેલી એક શબ્દ એકલો બોલાય તે કરતાં વાક્યમાં બોલાય ત્યારે કંઈક ઓછી થાય છે. “બાળકને કૂતરા ઉપર ઘણો પ્રેમ હતો” એમાં પ્રેમ કંઈક વિશિષ્ટ સ્વરૂપ લે છે. અને તે પ્રમાણે વાક્યોનો સંદર્ભ થતાં અને તેમાંથી પ્રબંધ થતાં એ મુશ્કેલી ઓછી ઓછી થતી જાય છે. વાક્યનું તાત્પર્ય કોઈ વિશેષાર્થ છે એમ પ્રાચીનોએ કહ્યું છે તે યથાર્થ છે. છતાં વક્તવ્યને વિશેષ સ્વરૂપે પ્રગટ કરવા કાવ્ય એક ભંગિનો આશ્રય લે છે. આ ભંગિ તે લક્ષણા અને અલંકાર છે. બીજી કોઈ કલા કરતાં કાવ્ય કદાચ અલંકારનો સૌથી વધારે આશ્રય લે છે. અલંકાર, વસ્તુથી ભિન્ન, વસ્તુને અલંકૃત કરવાને યોજેલી, આગંતુક ચીજ છે એમ કહેવું ખોટું છે. કાવ્યને સમજાવવા વસ્તુ અને અલંકાર એવો ભેદ સ્વીકારાય તેનો વાંધો નથી, પણ તેને તત્ત્વતઃ ભિન્ન માનવાં તે ખોટું છે. અલંકાર, ઘણી વાર સામાન્ય અર્થની વિશેષ પ્રતીતિ કરાવવાને જ કાવ્યમાં આવે છે. એક સામાન્ય દાખલો લઈએ : “મારું મન જાણે ડહોળાઈ ગયું.” મનની ક્રિયા તરીકે ડહોળાવાનું કથન થતાં આપણે મન સાથે એ ક્રિયાનો અન્વય કરવા પ્રયત્ન કરીએ છીએ. તે માટે, પાણી ડહોળાવાની ક્રિયા, ચિત્ત બને તેટલું પ્રત્યક્ષ કરે છે, અને એ ક્રિયાનો અંશ મન સાથે અન્વય પામે છે તે વિચારી લઈને તેનો અન્વય કરે છે. તેમ કરતાં મનની સ્થિતિનું જે વિશેષ રૂપ પ્રતીત થાય છે તેથી વર્ણનમાંથી રસ આવે છે. કોઈ ઘરેણું સુંદર હોય, તે માણસને પહેરાવવાથી માણસ સુંદર લાગે, તેમ અહીં થતું નથી. | કાવ્યકલાની શક્તિ અને તેની મર્યાદા બંને તેના ઉપાદાન ઉપર આધાર રાખે છે. કાવ્યનું ઉપાદાન અર્થપ્રતિપાદક શબ્દ છે એમ કહીશું. અંગ્રેજ કવિ શેલી બીજી બધી કલા કરતાં કાવ્યકલાની શક્તિ વિશેષ માને છે કારણ કે તેનું ઉપાદાન શબ્દ અર્થવ્યંજક છે. ચિત્રકારનો રંગ પોતે અર્થવ્યંજક નથી પણ કવિનો શબ્દ પહેલેથી જ અર્થવ્યંજક છે. પણ તે અર્થવ્યંજકતા સાથે જ એક બીજી મુશ્કેલી ઊભી થાય છે. શબ્દો માત્ર સામાન્ય ધર્મોના બોધક હોય છે. પશ્ચિમના તેમ જ પૂર્વના પ્રમાણશાસ્ત્રીઓ સંમત થાય છે કે શબ્દ માત્ર ‘ઉપાધિ’ એટલે સામાન્ય ધર્મનો બોધ કરે છે. હવે કલામાં રસનિષ્પત્તિ વિશિષ્ટ પ્રત્યયમાં રહેલી છે. પ્રદીપકાર ગોવિંદ કહે છે, ‘પ્રત્યક્ષમેવ જ્ઞાનં સચમત્કારમ્ |’ પ્રત્યક્ષ જ્ઞાન જ ચમત્કાર છે, કારણ કે તે અત્યંત વિશિષ્ટ છે. કોઈ અનેકરંગી મૂળ ચિત્ર કરતાં માત્ર તેજછાયાનો તેનો ફોટો ઓછો રસપ્રદ લાગશે. હવે બીજી કલાઓમાં કૃતિ જે ઉપાદાન દ્વારા આપણી ઇન્દ્રિયોને ગોચર થાય છે, તે ઉપાદાન, ગોચર થતાં જ વિશિષ્ટ સંસ્કાર પાડે છે. ઝાડનું ચિત્ર જોતાં ઝાડની વિશિષ્ટ આકૃતિ જ દૃગ્ગોચર થાય છે. સંગીત સાંભળતાં સંગીતના વિશિષ્ટ સૂરો જ શ્રવણગોચર થાય છે. પણ ‘પ્રેમ’ શબ્દ સાંભળતાં પ્રેમનું કોઈ પણ સ્વરૂપ ચિત્તમાં અંકિત થતું નથી. માત્ર સામાન્ય સ્વરૂપનો જ બોધ થાય છે, જે રસોદ્બોધક નથી. આવા ઉપાદાન દ્વારા કાવ્યે વિશિષ્ટ સંસ્કારો પાડવાના છે. આ મુશ્કેલી એક શબ્દ એકલો બોલાય તે કરતાં વાક્યમાં બોલાય ત્યારે કંઈક ઓછી થાય છે. “બાળકને કૂતરા ઉપર ઘણો પ્રેમ હતો” એમાં પ્રેમ કંઈક વિશિષ્ટ સ્વરૂપ લે છે. અને તે પ્રમાણે વાક્યોનો સંદર્ભ થતાં અને તેમાંથી પ્રબંધ થતાં એ મુશ્કેલી ઓછી ઓછી થતી જાય છે. વાક્યનું તાત્પર્ય કોઈ વિશેષાર્થ છે એમ પ્રાચીનોએ કહ્યું છે તે યથાર્થ છે. છતાં વક્તવ્યને વિશેષ સ્વરૂપે પ્રગટ કરવા કાવ્ય એક ભંગિનો આશ્રય લે છે. આ ભંગિ તે લક્ષણા અને અલંકાર છે. બીજી કોઈ કલા કરતાં કાવ્ય કદાચ અલંકારનો સૌથી વધારે આશ્રય લે છે. અલંકાર, વસ્તુથી ભિન્ન, વસ્તુને અલંકૃત કરવાને યોજેલી, આગંતુક ચીજ છે એમ કહેવું ખોટું છે. કાવ્યને સમજાવવા વસ્તુ અને અલંકાર એવો ભેદ સ્વીકારાય તેનો વાંધો નથી, પણ તેને તત્ત્વતઃ ભિન્ન માનવાં તે ખોટું છે. અલંકાર, ઘણી વાર સામાન્ય અર્થની વિશેષ પ્રતીતિ કરાવવાને જ કાવ્યમાં આવે છે. એક સામાન્ય દાખલો લઈએ : “મારું મન જાણે ડહોળાઈ ગયું.” મનની ક્રિયા તરીકે ડહોળાવાનું કથન થતાં આપણે મન સાથે એ ક્રિયાનો અન્વય કરવા પ્રયત્ન કરીએ છીએ. તે માટે, પાણી ડહોળાવાની ક્રિયા, ચિત્ત બને તેટલું પ્રત્યક્ષ કરે છે, અને એ ક્રિયાનો અંશ મન સાથે અન્વય પામે છે તે વિચારી લઈને તેનો અન્વય કરે છે. તેમ કરતાં મનની સ્થિતિનું જે વિશેષ રૂપ પ્રતીત થાય છે તેથી વર્ણનમાંથી રસ આવે છે. કોઈ ઘરેણું સુંદર હોય, તે માણસને પહેરાવવાથી માણસ સુંદર લાગે, તેમ અહીં થતું નથી.<ref>તત્ત્વદૃષ્ટિએ તો આ દૃષ્ટાંતમાં પણ એમ બનતું નથી. ગમે તે સુંદર વસ્તુ ગમે તે વસ્તુને અલંકૃત કરી શકશે નહિ. તેમાં પણ ઔચિત્ય જોઈએ જ છે.</ref> અહીં ડહોળાવાની ક્રિયા પોતે સુંદર છે માટે તે મનને લગાડવાથી મન સુંદર લાગે છે એમ બનતું નથી, પણ ડહોળાવાની ક્રિયા મનને લગાડવાથી મનની અભિપ્રેત દશા વિશેષ રૂપે પ્રતીત થાય છે તેમાં રસનિષ્પત્તિ રહેલી છે. ઉપર કહ્યો તે ભ્રમ અલંકાર શબ્દથી ઉત્પન્ન થાય છે, પણ તે આગંતુક નથી. કાવ્યમાં કશું આગંતુક હોઈ શકે જ નહિ. કલામીમાંસક ક્રોશેએ આપેલી દલીલથી આનો વિચાર કરીએ. તે પૂછે છે : “જેને તમે અલંકાર કહો છો તે કાવ્યમાં એકતા પામ્યો છે કે નહિ? જો પામ્યો હોય તો તે આગંતુક નથી, પામ્યો ન હોય તો તે કાવ્ય નથી.” | ||
અલંકારનું આ જ ખરું સમર્થન છે. પ્રામાણિક આલંકારિકોએ તેનું આ સ્થાન સ્વીકાર્યું છે. ધ્વનિકાર કહે છે — | અલંકારનું આ જ ખરું સમર્થન છે. પ્રામાણિક આલંકારિકોએ તેનું આ સ્થાન સ્વીકાર્યું છે. ધ્વનિકાર કહે છે — | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 15: | Line 15: | ||
अपृथग्यन्तनिर्वर्त्यः सोऽलंकारो ध्वनौ मतः ।।</poem>'''}} | अपृथग्यन्तनिर्वर्त्यः सोऽलंकारो ध्वनौ मतः ।।</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રસથી આક્ષિપ્ત થતો હોવાને લીધે જે અલંકારનો બંધ શક્ય થાય, અને પૃથક્ યત્ન વિના બની શકે તે, ‘ધ્વનિ’માં એટલે ઉત્તમ કાવ્યમાં ઇષ્ટ છે. આગળ જતાં ટીકાકાર આનંદવર્ધન કહે છે કે अलंकाराणि निरूप्यमाणदुर्घटनान्यपि, रससमाहितचेतसः प्रतिमानवतः कवेः अहंपूर्विकया परापतन्ति । — વિચારતા દુર્ઘ લાગે તેવા અલંકારો, રસમાં એકાગ્ર ચિત્તવાળા પ્રતિભાવાળા કવિ આગળ હરીફાઈથી આવીને પડે છે. | રસથી આક્ષિપ્ત થતો હોવાને લીધે જે અલંકારનો બંધ શક્ય થાય, અને પૃથક્ યત્ન વિના બની શકે તે, ‘ધ્વનિ’માં એટલે ઉત્તમ કાવ્યમાં ઇષ્ટ છે. આગળ જતાં ટીકાકાર આનંદવર્ધન કહે છે કે अलंकाराणि निरूप्यमाणदुर्घटनान्यपि, रससमाहितचेतसः प्रतिमानवतः कवेः अहंपूर्विकया परापतन्ति । — વિચારતા દુર્ઘ લાગે તેવા અલંકારો, રસમાં એકાગ્ર ચિત્તવાળા પ્રતિભાવાળા કવિ આગળ હરીફાઈથી આવીને પડે છે.<ref>સરખાવો : Somehow or other Figures naturally fight on the side of Sublimity, and in turn receive a wonderful reinforcement from it.<br> | ||
A Figure looks best when it escapes one’s notice that it is a Figure. Longinus on the Sublime.<br> | A Figure looks best when it escapes one’s notice that it is a Figure. Longinus on the Sublime.<br> | ||
Loci Critici, p. ૪૭</ref> છેવટે કહે છે કે तस्मान्न तेषाम् बहिरंगत्वम् रसाभिव्यक्तौ । જ્યાં રસનું વ્યંજન થતું હોય ત્યાં અલંકાર બાહ્યાંગ નથી. | Loci Critici, p. ૪૭</ref> છેવટે કહે છે કે तस्मान्न तेषाम् बहिरंगत्वम् रसाभिव्यक्तौ । જ્યાં રસનું વ્યંજન થતું હોય ત્યાં અલંકાર બાહ્યાંગ નથી.<ref>ઘણા કવિઓ, અને સારા કવિઓ પણ ક્યાંક ક્યાંક, પૃથક્ યત્નથી અલંકારો વાપરે છે, વસ્તુને શણગારવા જ અલંકાર તેના પર મૂકે છે, અને તે તે સ્થળે કાવ્ય અધમ જ ગણાય, પણ તેટલા માટે અલંકાર કાવ્યમાં આગંતુક છે એમ ન કહી શકાય.</ref> | ||
દૃશ્ય વસ્તુને શબ્દોથી પ્રત્યક્ષ કરાવવા, કાવ્ય જે અનેક અલંકારો વાપરે છે. તેમાં માનવકૃતિ કે માનવભાવનું આરોપણ ખાસ ધ્યાન આપવા યોગ્ય છે. આના ઘણા દાખલા કાદંબરીમાં મળે છે. તેમાંનો એક શાલ્મલિવૃક્ષના વર્ણનનો, ભાલણના સુંદર અનુવાદમાંથી નીચે ઉતારું છું. | દૃશ્ય વસ્તુને શબ્દોથી પ્રત્યક્ષ કરાવવા, કાવ્ય જે અનેક અલંકારો વાપરે છે. તેમાં માનવકૃતિ કે માનવભાવનું આરોપણ ખાસ ધ્યાન આપવા યોગ્ય છે. આના ઘણા દાખલા કાદંબરીમાં મળે છે. તેમાંનો એક શાલ્મલિવૃક્ષના વર્ણનનો, ભાલણના સુંદર અનુવાદમાંથી નીચે ઉતારું છું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>તે તરુખંડનિ સમીપિ શીમલિ વૃક્ષ વિશાલ, | {{Block center|'''<poem>તે તરુખંડનિ સમીપિ શીમલિ વૃક્ષ વિશાલ, | ||
મૂલ અજગરિ વીટિઉં, જાણી રચ્યૂં આવાલ. | મૂલ અજગરિ વીટિઉં, જાણી રચ્યૂં આવાલ. | ||
શાખાઇ નિર્મોક, જાણી ઉત્તરીય વસંન, | શાખાઇ નિર્મોક, જાણી ઉત્તરીય વસંન, | ||
| Line 37: | Line 37: | ||
શકુનિનિ સંગિ કરી તે દુર્યોધન સમય થાય. | શકુનિનિ સંગિ કરી તે દુર્યોધન સમય થાય. | ||
દંડકારણ્ણનું નાયક જાણીઇ વૃક્ષ તેહ અનુપ. | દંડકારણ્ણનું નાયક જાણીઇ વૃક્ષ તેહ અનુપ. | ||
(વૈશંપાયન ઉચ્ચરિ) સાંભલુ સાચું ભૂપ.</poem>}} | (વૈશંપાયન ઉચ્ચરિ) સાંભલુ સાચું ભૂપ.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિ અહીં એક શાલ્મલિ – શીમળાનું વર્ણન કરે છે. ઝાડની ઊંચાઈ તેનો વિસ્તાર એ સર્વ જેટલાં ચિત્રથી વિશિષ્ટ રૂપે બતાવી શકાય તેટલાં શબ્દોથી ન જ બતાવી શકાય. કવિ, શબ્દશક્તિની એ ન્યૂનતા માનવભાવો આરોપીને ઉત્પ્રેક્ષાથી પૂરે છે. ઝાડની અનેક ડાળીઓ ચોપાસ વિસ્તરેલી હતી તે કલ્પાન્ત કાલના નટરાજની સહસ્ર ભુજા જેવી દેખાતી હતી. નૃત્યની ક્રિયા સાથે સરખાવવાથી ઝાડની અનેક ડાળીઓનો વિસ્તાર પ્રત્યક્ષ થઈ શકે છે. એ જ ચિત્ર હજી એક વધારે અસરકારક ઉત્પ્રેક્ષાથી રજૂ કરે છે. “ઘરડું થઈ ગયું છે તે જાણે પડવાની બીકથી પવનને વળગવાનું કરે છે. દૂર આવેલા નંદનવનની શોભા જોવા માટે જાણે તેણે પોતાનું શરીર વધાર્યું છે.” | કવિ અહીં એક શાલ્મલિ – શીમળાનું વર્ણન કરે છે. ઝાડની ઊંચાઈ તેનો વિસ્તાર એ સર્વ જેટલાં ચિત્રથી વિશિષ્ટ રૂપે બતાવી શકાય તેટલાં શબ્દોથી ન જ બતાવી શકાય. કવિ, શબ્દશક્તિની એ ન્યૂનતા માનવભાવો આરોપીને ઉત્પ્રેક્ષાથી પૂરે છે. ઝાડની અનેક ડાળીઓ ચોપાસ વિસ્તરેલી હતી તે કલ્પાન્ત કાલના નટરાજની સહસ્ર ભુજા જેવી દેખાતી હતી. નૃત્યની ક્રિયા સાથે સરખાવવાથી ઝાડની અનેક ડાળીઓનો વિસ્તાર પ્રત્યક્ષ થઈ શકે છે. એ જ ચિત્ર હજી એક વધારે અસરકારક ઉત્પ્રેક્ષાથી રજૂ કરે છે. “ઘરડું થઈ ગયું છે તે જાણે પડવાની બીકથી પવનને વળગવાનું કરે છે. દૂર આવેલા નંદનવનની શોભા જોવા માટે જાણે તેણે પોતાનું શરીર વધાર્યું છે.” | ||
| Line 60: | Line 60: | ||
આ પ્રમાણે કાવ્ય, શબ્દના ઉપાદાન દ્વારા, અલંકારના ઉપયોગથી, વિશેષાર્થ પ્રતિપાદિત કરે છે, છતાં દૃષ્ટિના વિષયનાં દૃશ્યો, દર્શનથી કે ચિત્રો દ્વારા જેવા વિશેષ રૂપે અંકિત થાય, તેવાં શબ્દો દ્વારા ન થઈ શકે. એટલે, નજરે જોતાં આકારસૌષ્ઠવની જે ચારુતા અનુભવી શકાય તે ચારુતા કાવ્ય અંકિત કરી શકે નહિ. તાજનું દૃશ્ય કે સુંદર ફરસબંધી, કે સંધ્યાના રંગો, કે વરસાદનું પ્રચંડ તોફાન, કાવ્ય સંપૂર્ણ રીતે પ્રત્યક્ષ કરાવી શકે નહિ. પણ આમ એક તરફ ચિત્રકલાની અપેક્ષાએ કાવ્યમાં જો શક્તિની ન્યૂનતા છે તો બીજી રીતે કાવ્યમાં અમુક ચિત્રો પ્રત્યક્ષ કરાવી આપવાની એક વિશિષ્ટ શક્તિ પણ છે. કમા-વીકોઈની લોકવાર્તામાંથી એક દુહાના ઉદાહરણથી તે સ્ફુટ કરવા પ્રયત્ન કરીશ. | આ પ્રમાણે કાવ્ય, શબ્દના ઉપાદાન દ્વારા, અલંકારના ઉપયોગથી, વિશેષાર્થ પ્રતિપાદિત કરે છે, છતાં દૃષ્ટિના વિષયનાં દૃશ્યો, દર્શનથી કે ચિત્રો દ્વારા જેવા વિશેષ રૂપે અંકિત થાય, તેવાં શબ્દો દ્વારા ન થઈ શકે. એટલે, નજરે જોતાં આકારસૌષ્ઠવની જે ચારુતા અનુભવી શકાય તે ચારુતા કાવ્ય અંકિત કરી શકે નહિ. તાજનું દૃશ્ય કે સુંદર ફરસબંધી, કે સંધ્યાના રંગો, કે વરસાદનું પ્રચંડ તોફાન, કાવ્ય સંપૂર્ણ રીતે પ્રત્યક્ષ કરાવી શકે નહિ. પણ આમ એક તરફ ચિત્રકલાની અપેક્ષાએ કાવ્યમાં જો શક્તિની ન્યૂનતા છે તો બીજી રીતે કાવ્યમાં અમુક ચિત્રો પ્રત્યક્ષ કરાવી આપવાની એક વિશિષ્ટ શક્તિ પણ છે. કમા-વીકોઈની લોકવાર્તામાંથી એક દુહાના ઉદાહરણથી તે સ્ફુટ કરવા પ્રયત્ન કરીશ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>વીકોઈ વળા મ ઝાલ્ય, વળે વાશીંગણું નહિ, | {{Block center|'''<poem>વીકોઈ વળા મ ઝાલ્ય, વળે વાશીંગણું નહિ, | ||
જઈ | જઈ જુવાસ્ય<ref>અહીં પાઠ સંદિગ્ધ છે. પ્રકરણ ઉપરથી અર્થ બેસાડ્યો છે.</ref> કાળો ઝાલ, કમા મન કોળે નહિ.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કમાને વહેમ આવ્યો છે કે પોતાની પત્ની વીકોઈને કાળા ઝાલ તરફ પ્રેમ થયો છે અને તે પોતા તરફ બેવફા થઈ છે. તે પત્નીને ઘરની બહાર કાઢે છે. નિર્દોષ વીકોઈ પતિના જાકારાથી ઘર બહાર તો નીકળે છે પણ ઘર છોડી શકતી નથી. બહાર જઈને પણ ઘરના વળા ઝાલી ઊભી રહે છે અને દીન દૃષ્ટિથી કમાને સંઘરવા વિનંતી કરે છે. ત્યારે કમો જવાબ આપે છે, “વીકોઈ, વળા ઝાલ્યે શું વળશે? વળામાં ઓછું વસી શકાવાનું હતું! તું તારે કાળા ઝાલ પાસે જા. આ કમાના મનમાં ફરી સ્નેહનો અંકુર ફૂટવાનો નથી.” આ એક જ દુહામાં, આપણે ઘરની અંદર ક્રૂર જડસા જેવા કમાને, તેને દીન વદને વીનવતી, કંઈક છાપરું નીચું હોવાથી અને કંઈક સોરઠિયાણી ઊંચી હોવાથી, છાપરાના વળા ઝાલીને ઊભી રહેલી વીકોઈને એક જ દૃશ્યમાં જોઈએ છીએ. વ્યક્તિઓ ચિત્રમાં જેટલી વિશિષ્ટ રૂપે દેખાય તેટલી વિશિષ્ટ આ કાવ્યનિષ્પન્ન ચિત્રમાં જોઈ શકાશે નહિ. દાખલા તરીકે કમો બેઠેલો છે કે ઊભો છે – હું બેઠેલો કલ્પું છું પણ કોઈ ઊભેલો પણ કલ્પી શકે – તેણે હાથ કેમ રાખ્યો છે, શરીરે શું પહેર્યું છે વગેરે અનેક વિગતો આ ચિત્રમાં દેખાતી નથી. પણ બીજી બાજુ આ ચિત્ર જ કોઈ ચિતારો નહિ કરી શકે. ચિત્રકારને કોઈ પણ ચિત્ર કાઢતી વખતે પોતાની આંખ દૃશ્યથી બહાર ક્યાંક તટસ્થ સ્થિર રાખવી પડે છે. ત્યાંથી પોતે જોતો હોય તેમ કલ્પીને તે ચિત્ર દોરે છે. આ દૃશ્યમાં ઘરની અંદર બેઠેલો કમો, તેને બહાર ઊભી ઊભી વીનવતી વીકોઈ, નીચું છાપરું, એ સઘળી વિગતો એક જ બિન્દુએ દૃષ્ટિ રાખી જોઈ શકાશે નહિ, અને તેથી તેવું ચિત્ર કાઢી શકાશે નહિ. સિનેમા આવું ચિત્ર બતાવવા એક દૃષ્ટિબિંદુથી કમાનું મોઢું, વળી સ્થાનાન્તર કરી વીકોઈનું મોઢું, અને વળી ઘરની બહાર જઈ છાપરા અને વીકોઈ સાથે આખું ઘર એમ એક પછી એક દૃશ્યો બતાવે, જે પછીથી કલ્પનાથી આપણે સમન્વિત કરી લઈએ. પણ કાવ્ય એક જ દુહામાં એ આખું ચિત્ર આપણને દોરી આપે છે. કાવ્યમાં જુદાં જુદાં ચિત્રો સમન્વિત થતાં નથી. જાણે મન પોતાના ઉપાદાનમાંથી આખું ચિત્ર ઘડે છે, અને જેમ ઈશ્વરનું વિરાટ સ્વરૂપ પોતાની ઘડેલી સૃષ્ટિને સર્વતઃ સ્પર્શે છે, તેના અણુએ અણુમાં વ્યાપ્ત હોય છે તેમ મન પણ પોતાની સૃષ્ટિને સર્વતઃ સ્પર્શે છે – સર્વતઃ વ્યાપે છે. | કમાને વહેમ આવ્યો છે કે પોતાની પત્ની વીકોઈને કાળા ઝાલ તરફ પ્રેમ થયો છે અને તે પોતા તરફ બેવફા થઈ છે. તે પત્નીને ઘરની બહાર કાઢે છે. નિર્દોષ વીકોઈ પતિના જાકારાથી ઘર બહાર તો નીકળે છે પણ ઘર છોડી શકતી નથી. બહાર જઈને પણ ઘરના વળા ઝાલી ઊભી રહે છે અને દીન દૃષ્ટિથી કમાને સંઘરવા વિનંતી કરે છે. ત્યારે કમો જવાબ આપે છે, “વીકોઈ, વળા ઝાલ્યે શું વળશે? વળામાં ઓછું વસી શકાવાનું હતું! તું તારે કાળા ઝાલ પાસે જા. આ કમાના મનમાં ફરી સ્નેહનો અંકુર ફૂટવાનો નથી.” આ એક જ દુહામાં, આપણે ઘરની અંદર ક્રૂર જડસા જેવા કમાને, તેને દીન વદને વીનવતી, કંઈક છાપરું નીચું હોવાથી અને કંઈક સોરઠિયાણી ઊંચી હોવાથી, છાપરાના વળા ઝાલીને ઊભી રહેલી વીકોઈને એક જ દૃશ્યમાં જોઈએ છીએ. વ્યક્તિઓ ચિત્રમાં જેટલી વિશિષ્ટ રૂપે દેખાય તેટલી વિશિષ્ટ આ કાવ્યનિષ્પન્ન ચિત્રમાં જોઈ શકાશે નહિ. દાખલા તરીકે કમો બેઠેલો છે કે ઊભો છે – હું બેઠેલો કલ્પું છું પણ કોઈ ઊભેલો પણ કલ્પી શકે – તેણે હાથ કેમ રાખ્યો છે, શરીરે શું પહેર્યું છે વગેરે અનેક વિગતો આ ચિત્રમાં દેખાતી નથી. પણ બીજી બાજુ આ ચિત્ર જ કોઈ ચિતારો નહિ કરી શકે. ચિત્રકારને કોઈ પણ ચિત્ર કાઢતી વખતે પોતાની આંખ દૃશ્યથી બહાર ક્યાંક તટસ્થ સ્થિર રાખવી પડે છે. ત્યાંથી પોતે જોતો હોય તેમ કલ્પીને તે ચિત્ર દોરે છે. આ દૃશ્યમાં ઘરની અંદર બેઠેલો કમો, તેને બહાર ઊભી ઊભી વીનવતી વીકોઈ, નીચું છાપરું, એ સઘળી વિગતો એક જ બિન્દુએ દૃષ્ટિ રાખી જોઈ શકાશે નહિ, અને તેથી તેવું ચિત્ર કાઢી શકાશે નહિ. સિનેમા આવું ચિત્ર બતાવવા એક દૃષ્ટિબિંદુથી કમાનું મોઢું, વળી સ્થાનાન્તર કરી વીકોઈનું મોઢું, અને વળી ઘરની બહાર જઈ છાપરા અને વીકોઈ સાથે આખું ઘર એમ એક પછી એક દૃશ્યો બતાવે, જે પછીથી કલ્પનાથી આપણે સમન્વિત કરી લઈએ. પણ કાવ્ય એક જ દુહામાં એ આખું ચિત્ર આપણને દોરી આપે છે. કાવ્યમાં જુદાં જુદાં ચિત્રો સમન્વિત થતાં નથી. જાણે મન પોતાના ઉપાદાનમાંથી આખું ચિત્ર ઘડે છે, અને જેમ ઈશ્વરનું વિરાટ સ્વરૂપ પોતાની ઘડેલી સૃષ્ટિને સર્વતઃ સ્પર્શે છે, તેના અણુએ અણુમાં વ્યાપ્ત હોય છે તેમ મન પણ પોતાની સૃષ્ટિને સર્વતઃ સ્પર્શે છે – સર્વતઃ વ્યાપે છે. | ||
ચિત્રમાં પણ એક વાર ચિત્ર જોયા પછી કલ્પના તે ચિત્ર સર્જે છે અને ચિત્ત તેને પણ સર્વતઃ સ્પર્શે છે. અહીં વક્તવ્ય એ છે કે કાવ્ય જ્યારે ચિત્ર ચીતરે છે, ત્યારે તેને દૃષ્ટિની મર્યાદા નડતી નથી. આનું કારણ એ છે કે કાવ્યનું ઉપાદાન શબ્દો અમુક અર્થોનો બોધ કરે છે, અર્થાત્ મનમાં પરબાર્યું જ ચિત્ર ઘડાવા માંડે છે. મનને સીધી અસર કરવી એ કાવ્યની વિશિષ્ટ શક્તિ છે. કાવ્ય એ શક્તિનો જ આશ્રય લે છે. આપણે ઉપર કહ્યું કે કાવ્ય પોતાની શક્તિથી વરસાદનું તોફાન પ્રત્યક્ષ ન કરાવી શકે એ ખરું, પણ એ તોફાનથી માણસોના મનમાં કેવી અસર થઈ હતી કે થાય તેના વર્ણન દ્વારા તોફાનથી થતી મન ઉપરની વિશિષ્ટ અસરને વર્ણવી શકે. | ચિત્રમાં પણ એક વાર ચિત્ર જોયા પછી કલ્પના તે ચિત્ર સર્જે છે અને ચિત્ત તેને પણ સર્વતઃ સ્પર્શે છે. અહીં વક્તવ્ય એ છે કે કાવ્ય જ્યારે ચિત્ર ચીતરે છે, ત્યારે તેને દૃષ્ટિની મર્યાદા નડતી નથી. આનું કારણ એ છે કે કાવ્યનું ઉપાદાન શબ્દો અમુક અર્થોનો બોધ કરે છે, અર્થાત્ મનમાં પરબાર્યું જ ચિત્ર ઘડાવા માંડે છે. મનને સીધી અસર કરવી એ કાવ્યની વિશિષ્ટ શક્તિ છે. કાવ્ય એ શક્તિનો જ આશ્રય લે છે. આપણે ઉપર કહ્યું કે કાવ્ય પોતાની શક્તિથી વરસાદનું તોફાન પ્રત્યક્ષ ન કરાવી શકે એ ખરું, પણ એ તોફાનથી માણસોના મનમાં કેવી અસર થઈ હતી કે થાય તેના વર્ણન દ્વારા તોફાનથી થતી મન ઉપરની વિશિષ્ટ અસરને વર્ણવી શકે. | ||
એક બીજી દૃષ્ટિથી જોતાં આ વાત વધારે સ્પષ્ટ થશે. કલામાં જે સુંદર છે તેના સ્થૂલ દૃષ્ટિએ વિભાગો પાડવા ચિત્રકલામાંથી ત્રણ દાખલા લઈએ. ધારો કે આપણી સમક્ષ એક સુંદર આકાર (design)ની લાદી જડેલી છે. બીજો દાખલો એક રંગચિત્રનો લઈએ. ધારો કે તેમાં એક વનનું ચિત્ર છે અને તેમાં માત્ર વૃક્ષો કાઢેલાં છે. ત્રીજું ચિત્ર માનો કે દ્રૌપદીવસ્ત્રાહરણનું છે. આ ત્રણ ચિત્રોના વિષયમાં શો ફરક છે તે જરા સ્થૂલ રીતે વિચારીએ. ત્રણેય દૃશ્ય છે. ત્રણેય સુંદર છે એવો આપણો પ્રાથમિક સ્વીકાર છે. ફરક એ છે કે લાદીનો આકાર સુંદર છે પણ તેનો કશો | એક બીજી દૃષ્ટિથી જોતાં આ વાત વધારે સ્પષ્ટ થશે. કલામાં જે સુંદર છે તેના સ્થૂલ દૃષ્ટિએ વિભાગો પાડવા ચિત્રકલામાંથી ત્રણ દાખલા લઈએ. ધારો કે આપણી સમક્ષ એક સુંદર આકાર (design)ની લાદી જડેલી છે. બીજો દાખલો એક રંગચિત્રનો લઈએ. ધારો કે તેમાં એક વનનું ચિત્ર છે અને તેમાં માત્ર વૃક્ષો કાઢેલાં છે. ત્રીજું ચિત્ર માનો કે દ્રૌપદીવસ્ત્રાહરણનું છે. આ ત્રણ ચિત્રોના વિષયમાં શો ફરક છે તે જરા સ્થૂલ રીતે વિચારીએ. ત્રણેય દૃશ્ય છે. ત્રણેય સુંદર છે એવો આપણો પ્રાથમિક સ્વીકાર છે. ફરક એ છે કે લાદીનો આકાર સુંદર છે પણ તેનો કશો અર્થ<ref>લાદીના સુંદર આકારનો અર્થ થતો નથી એમ કહ્યું છે તે સ્થૂલ દૃષ્ટિએ સમજવાનું છે. તત્ત્વદૃષ્ટિએ તો ચિત્તમાં કે હૃદયમાં વસ્તુ જે અસર કરે તે જ તેનો અર્થ છે. એવી રીતે અમુક આકૃતિ હૃદયમાં જે અસર કરે તે જ તેનો અર્થ છે. સમુદ્ર કે પર્વતનું દૃશ્ય ચિત્તમાં જે અસર કરે છે તેને આપણે ગંભીર કે ભવ્ય એવું નામ આપીએ છીએ, નાની આકૃતિને માટે તેવું નામ ભાષામાં નથી. ઝાડોનાં અમુક પ્રકારનાં જૂથોને માટે ‘વન’ એવું નામ છે, એક આકૃતિને બીજીથી જુદી પાડવા તેવું નામ ભાષામાં નથી, એ જ મૂલગત ફરક છે. અર્થાત્ વનને માટે ‘વન’ કહી શક્યા અને આકૃતિને માટે કોઈ નામ ન આપી શક્યા એ જ ભાષાની અશક્તિ કે મર્યાદા બતાવે છે. હું માત્ર કાવ્યશક્તિ માટે બોલું છું એટલે એ દૃષ્ટિએ ‘અર્થ નથી’ એમ કહી શકું છું. કલા સામાન્યની દૃષ્ટિથી એમ કહી શકું નહિ. દૃશ્ય કલાઓનું વિવેચન ભાષાથી જ કરવામાં આ એક મોટી અગવડ છે.<br>{{gap}} | ||
ગુજરાતીમાં લખતાં તો ‘હૃદય’, ‘ચિત્ત’ વગેરે શબ્દોનો પણ આપણે ચોક્કસ અર્થ નક્કી નથી કર્યો એ બીજી મુશ્કેલી છે. </ref> થતો નથી. તેની સુંદરતા-ચારુતા માત્ર આકારસૌષ્ઠવની છે. વનચિત્રનો અર્થ થાય છે. તેનો અર્થ વન છે. પણ તેમાં નિરૂપ્યમાણ વિષયમાં કોઈ લાગણી નથી. છેલ્લા ચિત્રમાં લાગણી છે. દુઃશાસનના મોં ઉપર ભૂંડપની છે, દ્રૌપદી ઉપર લાચારીની છે, વગેરે વગેરે. કેવળ આકારસૌષ્ઠવના સૌંદર્યને આપણે ચારુતા એવું પારિભાષિક નામ આપીએ. ચારુતા કરતાં અર્થવત્ સૌંદર્ય કે ભાવનિરૂપક સૌંદર્ય વધારે ઉન્નત કે ઉત્કૃષ્ટ એમ સર્વત્ર માની શકાય નહિ. જોકે ઉપરના દાખલામાં એમ જણાય છે. કદાચ ચિત્રકલામાં એમ હશે પણ ખરું. પણ સર્વ કલાઓ માટે એવો નિયમ કરી શકાય નહિ. સંગીતકલા અને સ્થાપત્યકલા કેવળ આકારસૌષ્ઠવની જ છે, અને બંને માટે નહિ, તો સંગીત માટે તો સૌ સંમત થશે, કે સંગીત બીજી કોઈ પણ કલા કરતાં ઓછું સુંદર કે રસપ્રદ કે આનંદપ્રદ નથી. | ગુજરાતીમાં લખતાં તો ‘હૃદય’, ‘ચિત્ત’ વગેરે શબ્દોનો પણ આપણે ચોક્કસ અર્થ નક્કી નથી કર્યો એ બીજી મુશ્કેલી છે. </ref> થતો નથી. તેની સુંદરતા-ચારુતા માત્ર આકારસૌષ્ઠવની છે. વનચિત્રનો અર્થ થાય છે. તેનો અર્થ વન છે. પણ તેમાં નિરૂપ્યમાણ વિષયમાં કોઈ લાગણી નથી. છેલ્લા ચિત્રમાં લાગણી છે. દુઃશાસનના મોં ઉપર ભૂંડપની છે, દ્રૌપદી ઉપર લાચારીની છે, વગેરે વગેરે. કેવળ આકારસૌષ્ઠવના સૌંદર્યને આપણે ચારુતા એવું પારિભાષિક નામ આપીએ. ચારુતા કરતાં અર્થવત્ સૌંદર્ય કે ભાવનિરૂપક સૌંદર્ય વધારે ઉન્નત કે ઉત્કૃષ્ટ એમ સર્વત્ર માની શકાય નહિ. જોકે ઉપરના દાખલામાં એમ જણાય છે. કદાચ ચિત્રકલામાં એમ હશે પણ ખરું. પણ સર્વ કલાઓ માટે એવો નિયમ કરી શકાય નહિ. સંગીતકલા અને સ્થાપત્યકલા કેવળ આકારસૌષ્ઠવની જ છે, અને બંને માટે નહિ, તો સંગીત માટે તો સૌ સંમત થશે, કે સંગીત બીજી કોઈ પણ કલા કરતાં ઓછું સુંદર કે રસપ્રદ કે આનંદપ્રદ નથી. | ||
આ વિભાગના શબ્દોનો ઉપયોગ કરીને કહી શકાશે કે કાવ્યને પહેલા કરતાં બીજો અને બીજા કરતાં ત્રીજો પ્રકાર વધારે અનુકૂળ છે. ફરસબંધીના આકારસૌષ્ઠવને તો તે ભાગ્યે જ પ્રત્યક્ષ કરાવી શકશે. વનનું વર્ણન કંઈક કરી શકશે પણ ચિત્ર જેટલું નહિ. પણ કરુણનું નિરૂપણ તે હજી વધારે સારી રીતે કરી શકશે. ફરસબંધી કે વનનું વર્ણન કરવા કરતાં, તે જોતાં માણસના મનમાં જે ભાવ થાય તેનું વર્ણન કરવા તરફ કાવ્ય વધારે ધ્યાન આપશે. માટે કાવ્યનો નિરૂપ્યમાણ વિષય મુખ્યત્વે માનવલાગણી કે ભાવ છે, વનનું વર્ણન માત્ર ન કરતાં તે વનમાં આવેલા કોઈ માણસના ભાવનું વર્ણન, તેના હર્ષ કે ભયનું વર્ણન કરવાથી કાવ્ય વધારે સારી રીતે રસનિષ્પત્તિ કરી શકે. ટૂંકમાં વિભાવ-અનુભાવ અને વ્યભિચારી ભાવથી રસનિષ્પત્તિ થાય છે. | આ વિભાગના શબ્દોનો ઉપયોગ કરીને કહી શકાશે કે કાવ્યને પહેલા કરતાં બીજો અને બીજા કરતાં ત્રીજો પ્રકાર વધારે અનુકૂળ છે. ફરસબંધીના આકારસૌષ્ઠવને તો તે ભાગ્યે જ પ્રત્યક્ષ કરાવી શકશે. વનનું વર્ણન કંઈક કરી શકશે પણ ચિત્ર જેટલું નહિ. પણ કરુણનું નિરૂપણ તે હજી વધારે સારી રીતે કરી શકશે. ફરસબંધી કે વનનું વર્ણન કરવા કરતાં, તે જોતાં માણસના મનમાં જે ભાવ થાય તેનું વર્ણન કરવા તરફ કાવ્ય વધારે ધ્યાન આપશે. માટે કાવ્યનો નિરૂપ્યમાણ વિષય મુખ્યત્વે માનવલાગણી કે ભાવ છે, વનનું વર્ણન માત્ર ન કરતાં તે વનમાં આવેલા કોઈ માણસના ભાવનું વર્ણન, તેના હર્ષ કે ભયનું વર્ણન કરવાથી કાવ્ય વધારે સારી રીતે રસનિષ્પત્તિ કરી શકે. ટૂંકમાં વિભાવ-અનુભાવ અને વ્યભિચારી ભાવથી રસનિષ્પત્તિ થાય છે.<ref>આ નિયમ ચિત્રકલાને માટે પણ સાચો છે. વનની ભયંકરતા, ચિત્રમાં, વનથી ડરતો સંકોચાતો, કંપતો માણસ બતાવવાથી વધારે સારી અસર કરે. પણ સંગીતમાં આપણે એને લાગુ કરી શકીએ નહિ.<br>{{gap}} | ||
એક કલાના નિયમો બીજી કલાને અવશ્ય લાગુ પડે નહિ. કવિશ્રી ન્હાનાલાલ ‘એક જ અવયવની પુનરુક્તિપરંપરા’ એ એક જ સૌંદર્યનો મહા નિયમ નથી એમ કહેતાં, અણસરખી પાંદડીઓનું ફૂલ કે પગલે પગલે વંકવોળામણીથી વહેતી નદીનું દૃષ્ટાંત આપે છે, ત્યાં ઉપમાનદોષ (false analogy) થાય છે એમ મને લાગે છે. દૃગ્ગોચર કલાનો નિયમ શ્રુતિગોચર કલાને લાગુ કરી શકાતો હોય તો સંગીત કે નૃત્ય પણ તાલ વિનાનું હોઈ શકે એમ કહેવાનો પ્રસંગ આવે. નિયમિતતા આવશ્યક છે કે નહિ, તે તે કલા પોતે કહે ત્યારે મનાય. અને અત્યાર સુધી તો શ્રુતિગોચર કાવ્યકલાએ સંગીત સાથે જ બહેનપણાં કર્યાં છે.<br>{{gap}} | એક કલાના નિયમો બીજી કલાને અવશ્ય લાગુ પડે નહિ. કવિશ્રી ન્હાનાલાલ ‘એક જ અવયવની પુનરુક્તિપરંપરા’ એ એક જ સૌંદર્યનો મહા નિયમ નથી એમ કહેતાં, અણસરખી પાંદડીઓનું ફૂલ કે પગલે પગલે વંકવોળામણીથી વહેતી નદીનું દૃષ્ટાંત આપે છે, ત્યાં ઉપમાનદોષ (false analogy) થાય છે એમ મને લાગે છે. દૃગ્ગોચર કલાનો નિયમ શ્રુતિગોચર કલાને લાગુ કરી શકાતો હોય તો સંગીત કે નૃત્ય પણ તાલ વિનાનું હોઈ શકે એમ કહેવાનો પ્રસંગ આવે. નિયમિતતા આવશ્યક છે કે નહિ, તે તે કલા પોતે કહે ત્યારે મનાય. અને અત્યાર સુધી તો શ્રુતિગોચર કાવ્યકલાએ સંગીત સાથે જ બહેનપણાં કર્યાં છે.<br>{{gap}} | ||
અલબત્ત એમની દલીલ, આ ઉપમાનથી સ્વતંત્ર રીતે વિચારવા જેવી છે.</ref> | અલબત્ત એમની દલીલ, આ ઉપમાનથી સ્વતંત્ર રીતે વિચારવા જેવી છે.</ref> | ||
અહીં મારે સ્પષ્ટ કરવું જોઈએ કે બીજી કોઈ કલાની શક્તિ સાથે હું કાવ્યકલાની શક્તિની તુલના કરતો નથી. માત્ર કાવ્યની શક્તિ કયા પ્રકારની છે, કઈ દિશાની છે તે જ જણાવવા પ્રયત્ન કરું છું. | અહીં મારે સ્પષ્ટ કરવું જોઈએ કે બીજી કોઈ કલાની શક્તિ સાથે હું કાવ્યકલાની શક્તિની તુલના કરતો નથી. માત્ર કાવ્યની શક્તિ કયા પ્રકારની છે, કઈ દિશાની છે તે જ જણાવવા પ્રયત્ન કરું છું. | ||
માનવલાગણી કે માનવભાવ વિશે આગળ વિચાર કરીએ તે પહેલાં અહીં એટલું નોંધવું જોઈએ કે કાવ્યને પોતાને પોતાનું આકારસૌષ્ઠવ છે. તે પદ્યરચનાથી અને શબ્દોના વર્ણોચ્ચારથી થાય છે. આમાંથી એ પ્રશ્ન ઉદ્ભવ્યો છે કે કાવ્યને પદ્યરચના આવશ્યક છે કે કેમ? આજના વિષયમાં મેં સર્વ સર્જનાત્મક સાહિત્યનો સમાવેશ કર્યો છે, એટલે એમાં નવલકથા પણ આવી જાય. નવલકથાઓ પણ છંદોબદ્ધ જોઈએ એમ કોઈ કહેતું નથી. પણ કાવ્ય શબ્દ પરંપરાથી માત્ર પદબંધને માટે વપરાતો આવ્યો છે. અને એ પણ ખરું કે વાઙ્મય ઉપાદાનની વધારેમાં વધારે શક્તિ આપણે છંદોબદ્ધ કાવ્યમાં જ જોઈએ છીએ. જનતાએ તેની ઉન્નતમાં ઉન્નત લાગણીઓ ઘણે ભાગે પદ્યોમાં જ સંઘરી છે. પદ્યરચના આખા કાવ્યને કોઈ ગૂઢ રીતે એકત્વ અર્પે છે, આંતર અર્થથી એકત્વ પામેલ કૃતિને બાહ્યધ્વનિથી–અવાજથી એકત્વ આપે છે, અને કાવ્યના એક ભાગમાં આખાની આકાંક્ષા જાગ્રત કરે છે, તીવ્રતર કરે છે. એટલે પદ્યરચના કાવ્યને અનેક રીતે ઉપકારક થાય છે તેમાં મતભેદ નથી. પ્રશ્ન એટલો જ છે કે તે વિનાની કૃતિને ટૂંકા અર્થમાં કાવ્યસંજ્ઞા આપી શકાય કે નહિ? મારો વિષય વિશાળ અર્થમાં સમસ્ત સર્જનસાહિત્યનો છે અને આની ચર્ચાનો અહીં પૂરતો અવકાશ નથી. માત્ર એટલું કહીશ કે શબ્દમાં જે શક્તિ છે, તેનો પૂરેપૂરો ઉપયોગ જો કવિ જાણી-જોઈને ન કરે તો તેને માટે પૂરતું કારણ હોવું જોઈએ. નવલકથામાં આપણે પદ્યની અપેક્ષા નથી રાખતા કારણ કે ત્યાં ભાવ એટલી ઘનતાએ નથી પહોંચતો. ઇબ્સને કહ્યું હતું કે મારાં સામાજિક નાટકોમાં હું પદ્ય નથી વાપરતો કારણ કે દુનિયાનું સાધારણ વ્યવહારિક વાતાવરણ હું તખ્તા ઉપર બતાવવા માગું છું. સંસ્કૃત નાટકોમાં પણ રસ અને ભાવની ઘનતાના સૂક્ષ્મ નિયમ પ્રમાણે ગદ્ય અને પદ્ય આવે છે. આવું કારણ ન હોય, ભાવ પદ્યને અનુકૂળ હોય, છતાં કવિ જો પદ્ય ન વાપરે તો તેટલે અંશે સંસ્કારી વાચકની અપેક્ષાને કંઈક અધૂરી રાખે છે એટલું તો કહેવું જોઈએ. આ દૃષ્ટિને અનુકૂળ રહીને પ્રાચીનોનો મત ‘ગદ્ય કવીનાં નિકષં | માનવલાગણી કે માનવભાવ વિશે આગળ વિચાર કરીએ તે પહેલાં અહીં એટલું નોંધવું જોઈએ કે કાવ્યને પોતાને પોતાનું આકારસૌષ્ઠવ છે. તે પદ્યરચનાથી અને શબ્દોના વર્ણોચ્ચારથી થાય છે. આમાંથી એ પ્રશ્ન ઉદ્ભવ્યો છે કે કાવ્યને પદ્યરચના આવશ્યક છે કે કેમ? આજના વિષયમાં મેં સર્વ સર્જનાત્મક સાહિત્યનો સમાવેશ કર્યો છે, એટલે એમાં નવલકથા પણ આવી જાય. નવલકથાઓ પણ છંદોબદ્ધ જોઈએ એમ કોઈ કહેતું નથી. પણ કાવ્ય શબ્દ પરંપરાથી માત્ર પદબંધને માટે વપરાતો આવ્યો છે. અને એ પણ ખરું કે વાઙ્મય ઉપાદાનની વધારેમાં વધારે શક્તિ આપણે છંદોબદ્ધ કાવ્યમાં જ જોઈએ છીએ. જનતાએ તેની ઉન્નતમાં ઉન્નત લાગણીઓ ઘણે ભાગે પદ્યોમાં જ સંઘરી છે. પદ્યરચના આખા કાવ્યને કોઈ ગૂઢ રીતે એકત્વ અર્પે છે, આંતર અર્થથી એકત્વ પામેલ કૃતિને બાહ્યધ્વનિથી–અવાજથી એકત્વ આપે છે, અને કાવ્યના એક ભાગમાં આખાની આકાંક્ષા જાગ્રત કરે છે, તીવ્રતર કરે છે. એટલે પદ્યરચના કાવ્યને અનેક રીતે ઉપકારક થાય છે તેમાં મતભેદ નથી. પ્રશ્ન એટલો જ છે કે તે વિનાની કૃતિને ટૂંકા અર્થમાં કાવ્યસંજ્ઞા આપી શકાય કે નહિ? મારો વિષય વિશાળ અર્થમાં સમસ્ત સર્જનસાહિત્યનો છે અને આની ચર્ચાનો અહીં પૂરતો અવકાશ નથી. માત્ર એટલું કહીશ કે શબ્દમાં જે શક્તિ છે, તેનો પૂરેપૂરો ઉપયોગ જો કવિ જાણી-જોઈને ન કરે તો તેને માટે પૂરતું કારણ હોવું જોઈએ. નવલકથામાં આપણે પદ્યની અપેક્ષા નથી રાખતા કારણ કે ત્યાં ભાવ એટલી ઘનતાએ નથી પહોંચતો. ઇબ્સને કહ્યું હતું કે મારાં સામાજિક નાટકોમાં હું પદ્ય નથી વાપરતો કારણ કે દુનિયાનું સાધારણ વ્યવહારિક વાતાવરણ હું તખ્તા ઉપર બતાવવા માગું છું. સંસ્કૃત નાટકોમાં પણ રસ અને ભાવની ઘનતાના સૂક્ષ્મ નિયમ પ્રમાણે ગદ્ય અને પદ્ય આવે છે. આવું કારણ ન હોય, ભાવ પદ્યને અનુકૂળ હોય, છતાં કવિ જો પદ્ય ન વાપરે તો તેટલે અંશે સંસ્કારી વાચકની અપેક્ષાને કંઈક અધૂરી રાખે છે એટલું તો કહેવું જોઈએ. આ દૃષ્ટિને અનુકૂળ રહીને પ્રાચીનોનો મત ‘ગદ્ય કવીનાં નિકષં વદન્તિ’<ref>ગદ્યને કવિઓની કસોટી કહે છે.</ref> એ મને માન્ય છે. આપણા સાહિત્યનો આ એક રસિક પ્રશ્ન છે. તેની ચર્ચા બંધ પડી પણ તે પ્રશ્ન બંધ પડ્યો નથી. કોઈ વિવેચક આ ઉપરથી ગદ્યનો લય (rhythm) અને તેના નિયમો શોધવાને પ્રેરાય તો તેથી વિવેચનસાહિત્ય ઉપર નવો પ્રકાશ પડે. | ||
આપણે જોયું કે કાવ્યનો નિરૂપ્યમાણ વિષય માનવભાવ કે માનવલાગણી છે. ભાવ કે લાગણીનો અર્થ આપણે જરા ચોક્કસ સમજવા અહીં પ્રયત્ન કરીએ. જડ અને ચેતન પદાર્થોનો એક ફરક સ્થૂલ રીતે આપણે અહીં કરીશું. ઉનાળામાં તાપને લીધે લોઢું તપે છે ત્યારે આપણે એમ કહીએ છીએ કે તાપના કારણથી લોઢું ગરમ થયું. બંને વચ્ચે કાર્યકારણભાવ સ્પષ્ટ છે. પણ ઉનાળાના તાપથી માણસનું શરીર એમ ગરમ થતું નથી. તેનું ઉષ્ણતામાન વધતું નથી. શરીર સજીવ હોઈ પ્રસ્વેદ પેદા કરી તે પોતાની ઉષ્મા વધવા દેતું નથી. એટલે ફરક એ થયો કે સજીવ પદાર્થ બાહ્ય વસ્તુની અસરને કેવળ અધીન થઈ તેની ક્રિયાનું આધાનમાત્ર કરતો નથી, પણ તેની ક્રિયા સામે ટકી રહેવા, પોતાના કોઈ આંતર તત્ત્વની આવશ્યક્તા પ્રમાણે, પોતામાં ફેરફાર છે. જડ અને સજીવ સૃષ્ટિમાં આપણે જે જોયું, તે દૃષ્ટિને ચેતન સુધી લંબાવી જતાં, જણાશે કે એ જ રીતે આપણું ચિત્ત, બાહ્ય વસ્તુઓ અને તેના ફેરફારોની અસરનું અવશ આધાનપાત્ર ન થતાં, પોતાના કોઈ આંતર તત્ત્વની આવશ્યકતા પ્રમાણે, તે ક્રિયાની સામે કે તરફ, અમુક વૃત્તિ ધારણ કરે છે. એમ વૃત્તિ ધારણ કરવી તે ચેતનનો ધર્મ છે – ચેતનનો સ્વભાવ છે. | આપણે જોયું કે કાવ્યનો નિરૂપ્યમાણ વિષય માનવભાવ કે માનવલાગણી છે. ભાવ કે લાગણીનો અર્થ આપણે જરા ચોક્કસ સમજવા અહીં પ્રયત્ન કરીએ. જડ અને ચેતન પદાર્થોનો એક ફરક સ્થૂલ રીતે આપણે અહીં કરીશું. ઉનાળામાં તાપને લીધે લોઢું તપે છે ત્યારે આપણે એમ કહીએ છીએ કે તાપના કારણથી લોઢું ગરમ થયું. બંને વચ્ચે કાર્યકારણભાવ સ્પષ્ટ છે. પણ ઉનાળાના તાપથી માણસનું શરીર એમ ગરમ થતું નથી. તેનું ઉષ્ણતામાન વધતું નથી. શરીર સજીવ હોઈ પ્રસ્વેદ પેદા કરી તે પોતાની ઉષ્મા વધવા દેતું નથી. એટલે ફરક એ થયો કે સજીવ પદાર્થ બાહ્ય વસ્તુની અસરને કેવળ અધીન થઈ તેની ક્રિયાનું આધાનમાત્ર કરતો નથી, પણ તેની ક્રિયા સામે ટકી રહેવા, પોતાના કોઈ આંતર તત્ત્વની આવશ્યક્તા પ્રમાણે, પોતામાં ફેરફાર છે. જડ અને સજીવ સૃષ્ટિમાં આપણે જે જોયું, તે દૃષ્ટિને ચેતન સુધી લંબાવી જતાં, જણાશે કે એ જ રીતે આપણું ચિત્ત, બાહ્ય વસ્તુઓ અને તેના ફેરફારોની અસરનું અવશ આધાનપાત્ર ન થતાં, પોતાના કોઈ આંતર તત્ત્વની આવશ્યકતા પ્રમાણે, તે ક્રિયાની સામે કે તરફ, અમુક વૃત્તિ ધારણ કરે છે. એમ વૃત્તિ ધારણ કરવી તે ચેતનનો ધર્મ છે – ચેતનનો સ્વભાવ છે. | ||
આવી વૃત્તિઓ માત્ર બહારની જડ દુનિયા તરફ જ નથી થતી. બીજા માણસની અમુક વૃત્તિ જોઈને પણ આપણામાં વૃત્તિ થાય છે, તેમ જ વળી આપણી પોતાની એક વૃત્તિ તરફ આપણામાં બીજી વૃત્તિ થાય છે. ઝાડ પડતું હોય ત્યારે ભયની વૃત્તિ થાય, તેમ જ કોઈ મારવા આવે ત્યારે ભયની વૃત્તિ થાય, તેમ જ ભયમાં આવી પડેલા માણસને બચાવવાની વૃત્તિ થાય, તેમ જ પોતાને થયેલ ભયને માટે શરમની કે હાસ્યની પણ વૃત્તિ થાય, તેમ જ પોતાને થતા ક્રોધ વિશે સંયમની વૃત્તિ થાય, તેમ જ એકસાથે અનેક વૃત્તિઓ પણ થાય. આ પ્રમાણે વૃત્તિઓનું તંત્ર ઘણું જ જટિલ અને સૂક્ષ્મ છે. | આવી વૃત્તિઓ માત્ર બહારની જડ દુનિયા તરફ જ નથી થતી. બીજા માણસની અમુક વૃત્તિ જોઈને પણ આપણામાં વૃત્તિ થાય છે, તેમ જ વળી આપણી પોતાની એક વૃત્તિ તરફ આપણામાં બીજી વૃત્તિ થાય છે. ઝાડ પડતું હોય ત્યારે ભયની વૃત્તિ થાય, તેમ જ કોઈ મારવા આવે ત્યારે ભયની વૃત્તિ થાય, તેમ જ ભયમાં આવી પડેલા માણસને બચાવવાની વૃત્તિ થાય, તેમ જ પોતાને થયેલ ભયને માટે શરમની કે હાસ્યની પણ વૃત્તિ થાય, તેમ જ પોતાને થતા ક્રોધ વિશે સંયમની વૃત્તિ થાય, તેમ જ એકસાથે અનેક વૃત્તિઓ પણ થાય. આ પ્રમાણે વૃત્તિઓનું તંત્ર ઘણું જ જટિલ અને સૂક્ષ્મ છે. | ||
આ વૃત્તિઓને જ આપણે લાગણી કહીએ છીએ. એ વૃત્તિ થવી એ જ ચૈતન્યનું લક્ષણ છે, એ જ જીવન છે. જો એવી વૃત્તિઓ ન જ થતી હોય તો આપણે આપણને ચેતન પ્રાણી ગણી શકીએ નહિ. આ વૃત્તિઓ એ જ ચૈતન્યનું સ્ફુરણ છે. એ વૃત્તિઓમાં જ ચૈતન્ય પોતાની આત્મસિદ્ધિ કરે છે – ચૈતન્ય કૃતાર્થ થાય છે અને એ જ આનંદ છે. | આ વૃત્તિઓને જ આપણે લાગણી કહીએ છીએ. એ વૃત્તિ થવી એ જ ચૈતન્યનું લક્ષણ છે, એ જ જીવન છે. જો એવી વૃત્તિઓ ન જ થતી હોય તો આપણે આપણને ચેતન પ્રાણી ગણી શકીએ નહિ. આ વૃત્તિઓ એ જ ચૈતન્યનું સ્ફુરણ છે. એ વૃત્તિઓમાં જ ચૈતન્ય પોતાની આત્મસિદ્ધિ કરે છે – ચૈતન્ય કૃતાર્થ થાય છે અને એ જ આનંદ છે. | ||
સ્થૂલ દૃષ્ટિએ જોતાં, જડસૃષ્ટિના કાર્યકારણના નિયમમાં અને આ વૃત્તિઓના ઉદ્ભવના નિયમમાં એક ભેદ સ્વીકારવો જોઈએ. | સ્થૂલ દૃષ્ટિએ જોતાં, જડસૃષ્ટિના કાર્યકારણના નિયમમાં અને આ વૃત્તિઓના ઉદ્ભવના નિયમમાં એક ભેદ સ્વીકારવો જોઈએ.<ref>જડસૃષ્ટિ અને ચેતનસૃષ્ટિ બંનેને સરખી રીતે લાગુ પડે તેવા સામાન્ય શબ્દોમાં કાર્યકારણનો નિયમ મૂકી શકાય, છતાં જડ અને ચેતનસૃષ્ટિનો આ ભેદ અનુભવનિષ્ઠ છે.</ref> જડસૃષ્ટિમાં સૂર્યાતપને આપણે લોઢું ગરમ થવાનું કારણ કહીએ છીએ. સૂર્યનો આતપ લોઢા ઉપર ક્રિયા કરે છે. લોઢું તેને આધીન થાય છે, અને કાર્ય રૂપે લોઢું ગરમ થાય છે. ઉનાળામાં તાપમાં શરીરને પ્રસ્વેદ થાય છે તેમાં શરીર પોતે તાપની ક્રિયાને અધીન થતું નથી, બલકે તેની સામે ટકાવ કરવા પોતાની આંતરશક્તિથી પ્રસ્વેદ ઉત્પન્ન કરે છે. આ ભેદ સ્વીકારવા આપણે ઉનાળાને પ્રસ્વેદનું કારણ ન કહેતાં નિમિત્ત કહીશું. પ્રસ્વેદ પેદા કરવાની શક્તિ તો શરીરમાં હતી જ, અને તે નિમિત્ત મળતાં વ્યક્ત થઈ એમ કહીશું. એ જ શબ્દો વૃત્તિઓના સંબંધમાં લગાડી એમ કહીશું, કે બાહ્ય પરિસ્થિતિ એ આંતર વૃત્તિને વ્યક્ત થવાનું નિમિત્ત છે. આ ભેદ સ્વીકાર્યા પછી એમ કહીશું કે કાર્યકારણના નિયમને અધીન થવું એ ચૈતન્યના સ્વભાવની વિરુદ્ધ છે. કારણની સામે ટકાવ કરવો તેમાં ચૈતન્યનો ઉત્કર્ષ છે. | ||
જુદી જુદી વૃત્તિઓમાં ચૈતન્યનો ઓછોવત્તો ઉત્કર્ષ થાય છે એવો પણ આપણો અનુભવ છે. ઉદાહરણ, | જુદી જુદી વૃત્તિઓમાં ચૈતન્યનો ઓછોવત્તો ઉત્કર્ષ થાય છે એવો પણ આપણો અનુભવ છે. ઉદાહરણ,<ref>ઉદાહરણોમાં પરિસ્થિતિ પૂરતી વિશિષ્ટ કરી નથી તે વક્તવ્યને અનુકૂળ કલ્પી લેવા વિનંતી છે.</ref> એક માણસ બીજાને મારતો હોય અને ત્રીજા માણસને કશી લાગણી જ ન થાય તે પાષાણવત્ જડતા છે. તેને બચાવવાની ઇચ્છા થાય પણ ભયથી કશું કરે નહિ તેમાં ચૈતન્યની સ્ફુરણા છે પણ બહુ ઓછી, પણ તે માણસને બચાવવા સામે થાય તેમાં વિશેષ સ્ફુરણા છે, તેને બચાવવામાં પોતાનો પ્રાણ સમર્પે તેમાં તેથી પણ વધારે ચૈતન્યનો ઉત્કર્ષ છે. શત્રુનો ક્રોધથી નાશ કરે તે કરતાં ક્ષમા કરે તેમાં વધારે ઉત્કર્ષ છે. નાનું બાળક ટ્રેનને જુએ અને તેને કાંઈ અસર જ ન થાય તેમાં ચૈતન્યની સ્ફુરણા જ નથી, તેનાથી બીએ તેમાં કંઈક સ્ફુરણા છે, તેનાથી આશ્ચર્ય પામે તેમાં વિશેષ સ્ફુરણા છે, તેનાથી હર્ષ પામે તેમાં તેથી પણ વધારે સ્ફુરણા છે. બીજા શબ્દોમાં કહીએ તો ઉપરના દાખલામાં ભય કરતાં આશ્ચર્ય અને આશ્ચર્ય કરતાં હર્ષમાં ચૈતન્ય કાર્યકારણના નિયમને ઓછું વશ વર્તે છે. | ||
કલાનો અનુભવ અને આ | કલાનો અનુભવ અને આ વ્યવહારિક<ref>પારમાર્થિક સત્ય અને વ્યવહારિક સત્ય એવી વેદાંતની પરિભાષાને અવલંબી અહીં કલા સિવાયના અનુભવને વ્યવહારિક અનુભવ કહ્યો છે. બંનેમાં કાંઈ તારતમ્ય દર્શાવવાનો તેમાં હેતુ નથી.</ref> અનુભવ તત્ત્વદૃષ્ટિએ ભિન્ન નથી. વ્યવહારમાં જેમ મનની લાગણીઓ પ્રત્યક્ષથી જ વિશેષ જાગે છે તેમ કલામાં પણ પ્રત્યક્ષ જેવા જ જ્ઞાનથી – પ્રત્યક્ષ જેવી પ્રતીતિથી લાગણીઓ જાગે છે. મહાભારતનું દ્રૌપદીવસ્ત્રાહરણનું વર્ણન અથવા તેનું કાઢેલું ચિત્ર ચિત્ત ઉપર પ્રત્યક્ષ જેવા જ સંસ્કારો પાડે છે. વ્યવહારમાં જેમ અમુક સંસ્કારો માટે અમુક અધિકારની જરૂર છે. તેમ જ કલાનો અનુભવ થવાને માટે પણ અધિકારની જરૂર છે. બાળક વ્યવહારમાં જે દંપતીપ્રેમ નથી સમજી શકતું તે કલામાં પણ નથી સમજી શકવાનું. માટે રસાસ્વાદમાં સહૃદયને જ અધિકારી કે પ્રમાણભૂત ગણ્યો છે. કલા સર્વોપભોગ્ય છે એ ખરું પણ તેમ તો સત્ય અને નીતિ પણ શું સર્વસ્વીકાર્ય નથી? છતાં એ ત્રણેયમાં અધિકારની અપેક્ષા રહે છે. તેથી અમુક કાવ્યમાં એકને રસ લાગે તેમાં બીજાને ન લાગે એમ બને. | ||
ત્યારે વ્યવહારના અનુભવમાં અને કાવ્યના અનુભવમાં કશો ભેદ જ નથી? આનો જવાબ આપણા શાસ્ત્રકારોએ ઘણી સરસ રીતે આપ્યો છે. તેને લંબાણથી ચર્ચવા કરતાં ટૂંકમાં એટલું જ કહીશ કે બે અનુભવનો મુખ્ય ફરક એ છે કે કાવ્યમાં વૃત્તિ, લાગણી કે ભાવ વધારે શુદ્ધ પ્રકારનો થાય છે. આનું એક કારણ એ છે કે વ્યવહારમાં પરિસ્થિતિ ઘણીવાર શુદ્ધ રૂપે જણાતી જ નથી. જેમ કે કોઈ માણસ આવીને પોતાની કરુણ દશાનું વર્ણન કરે તો આપણને પ્રથમ તો વહેમ જાય કે ‘કદાચ ખોટું કહેતો હશે તો?’ અને તેથી તેના તરફ અંતઃકરણ દ્રવવું જોઈએ તેવું દ્રવે નહિ. કાવ્યમાં સ્વકલ્પિત સૃષ્ટિ હોવાથી પ્રમાતા પોતે શુદ્ધ રૂપે જાણે છે કે આ કરુણ વર્ણન ખરું છે જ અથવા નથી જ. અને તેથી પરિસ્થિતિને ઉચિત વૃત્તિ ચિત્તમાં જાગે છે. વળી બીજું એ કે વ્યવહારમાં શુદ્ધ રૂપે વૃત્તિ જાગે તેને માટે આપણે તૈયાર હોતા નથી. સ્ટેશને જવાની ઉતાવળ હોય કે કોઈ બીજી બાબતમાં મન વ્યાપૃત હોય, તો તેથી સમસ્ત ચિત્ત તે જ પરિસ્થિતિની સંમુખ થઈ વૃત્તિ કે લાગણી પ્રગટ કરી શકતું નથી. કલામાં સમસ્ત ચિત્ત એટલી જ પરિસ્થિતિની સંમુખ થઈ બેસે છે. ત્રીજું એ કે વ્યવહારમાં પ્રમાતાના પોતાના ગ્રહો શુદ્ધ વૃત્તિસ્ફુરણમાં આડા આવે છે. કોઈ માણસે પાઈ ન ખરચવાનો નિશ્ચય કર્યો હોય, તો તે નિશ્ચય, ગુપ્ત રીતે અને અજ્ઞાત રૂપે, ભિખારીની વાત સાચી માનવામાં અને તેના તરફ દ્રવવામાં આડો આવે. કાવ્યાનુભાવમાં આવાં વિઘ્નો નથી આવતાં માટે અભિનવગુપ્તવાદ કલાનુભવયોગ્ય બુદ્ધિને ‘અવિઘ્ના સંવિત્’ કહે છે. એને જ બીજાઓએ ‘ભગ્નાવરણ ચિત્’ કહેલી છે. આ સર્વ વિઘ્નોના મૂળમાં રહેલું ખરું કારણ માણસનું અભિમાન છે. એ અભિમાન જ વૃત્તિઓને કુટિલ કરનાર છે. ‘પાપ મૂલ અભિમાન’ એ સૂત્ર નીતિમાં તેમ જ સત્યશોધન અને સૌંદર્યાનુભવ સર્વમાં એકસરખી રીતે સાચું પડે છે. કાવ્યાનુભવમાં એ અભિમાન કે અહંકાર ગલિત થઈ જાય છે. આપણા શાસ્ત્રકારો કહે છે કે નાટકમાં ‘હું જે જોઉં છું તે મને જ બને છે કે બીજા કોઈને જ બને છે’ એવા પ્રકારનો અનુભવ નથી થતો. એ અનુભવ ચિત્તના એવા કોઈ બિન્દુએ થાય છે જ્યાં ‘હું’, ‘તું’નો ભેદ હોતો નથી. આ વ્યાપારને સાધારણીકરણ વ્યાપાર કહ્યો છે, કારણ કે તે સર્વને એકસરખી રીતે થાય તેવો હોય છે, અને તેમાં વ્યક્તિનું સાંકડું અભિમાન હોતું નથી. | ત્યારે વ્યવહારના અનુભવમાં અને કાવ્યના અનુભવમાં કશો ભેદ જ નથી? આનો જવાબ આપણા શાસ્ત્રકારોએ ઘણી સરસ રીતે આપ્યો છે. તેને લંબાણથી ચર્ચવા કરતાં ટૂંકમાં એટલું જ કહીશ કે બે અનુભવનો મુખ્ય ફરક એ છે કે કાવ્યમાં વૃત્તિ, લાગણી કે ભાવ વધારે શુદ્ધ પ્રકારનો થાય છે. આનું એક કારણ એ છે કે વ્યવહારમાં પરિસ્થિતિ ઘણીવાર શુદ્ધ રૂપે જણાતી જ નથી. જેમ કે કોઈ માણસ આવીને પોતાની કરુણ દશાનું વર્ણન કરે તો આપણને પ્રથમ તો વહેમ જાય કે ‘કદાચ ખોટું કહેતો હશે તો?’ અને તેથી તેના તરફ અંતઃકરણ દ્રવવું જોઈએ તેવું દ્રવે નહિ. કાવ્યમાં સ્વકલ્પિત સૃષ્ટિ હોવાથી પ્રમાતા પોતે શુદ્ધ રૂપે જાણે છે કે આ કરુણ વર્ણન ખરું છે જ અથવા નથી જ. અને તેથી પરિસ્થિતિને ઉચિત વૃત્તિ ચિત્તમાં જાગે છે. વળી બીજું એ કે વ્યવહારમાં શુદ્ધ રૂપે વૃત્તિ જાગે તેને માટે આપણે તૈયાર હોતા નથી. સ્ટેશને જવાની ઉતાવળ હોય કે કોઈ બીજી બાબતમાં મન વ્યાપૃત હોય, તો તેથી સમસ્ત ચિત્ત તે જ પરિસ્થિતિની સંમુખ થઈ વૃત્તિ કે લાગણી પ્રગટ કરી શકતું નથી. કલામાં સમસ્ત ચિત્ત એટલી જ પરિસ્થિતિની સંમુખ થઈ બેસે છે. ત્રીજું એ કે વ્યવહારમાં પ્રમાતાના પોતાના ગ્રહો શુદ્ધ વૃત્તિસ્ફુરણમાં આડા આવે છે. કોઈ માણસે પાઈ ન ખરચવાનો નિશ્ચય કર્યો હોય, તો તે નિશ્ચય, ગુપ્ત રીતે અને અજ્ઞાત રૂપે, ભિખારીની વાત સાચી માનવામાં અને તેના તરફ દ્રવવામાં આડો આવે. કાવ્યાનુભાવમાં આવાં વિઘ્નો નથી આવતાં માટે અભિનવગુપ્તવાદ કલાનુભવયોગ્ય બુદ્ધિને ‘અવિઘ્ના સંવિત્’ કહે છે. એને જ બીજાઓએ ‘ભગ્નાવરણ ચિત્’ કહેલી છે. આ સર્વ વિઘ્નોના મૂળમાં રહેલું ખરું કારણ માણસનું અભિમાન છે. એ અભિમાન જ વૃત્તિઓને કુટિલ કરનાર છે. ‘પાપ મૂલ અભિમાન’ એ સૂત્ર નીતિમાં તેમ જ સત્યશોધન અને સૌંદર્યાનુભવ સર્વમાં એકસરખી રીતે સાચું પડે છે. કાવ્યાનુભવમાં એ અભિમાન કે અહંકાર ગલિત થઈ જાય છે. આપણા શાસ્ત્રકારો કહે છે કે નાટકમાં ‘હું જે જોઉં છું તે મને જ બને છે કે બીજા કોઈને જ બને છે’ એવા પ્રકારનો અનુભવ નથી થતો. એ અનુભવ ચિત્તના એવા કોઈ બિન્દુએ થાય છે જ્યાં ‘હું’, ‘તું’નો ભેદ હોતો નથી. આ વ્યાપારને સાધારણીકરણ વ્યાપાર કહ્યો છે, કારણ કે તે સર્વને એકસરખી રીતે થાય તેવો હોય છે, અને તેમાં વ્યક્તિનું સાંકડું અભિમાન હોતું નથી.<ref>સરખાવો Art is universal એ મત.</ref> | ||
વ્યવહારિક અનુભવથી વિલક્ષણ રીતે પ્રમાતાનું અભિમાન કાવ્યમાં ગલિત શા માટે થાય છે? તેનો એક જ જવાબ છે, કે તે આત્માનો-ચૈતન્યનો સ્વભાવ છે. રમતની ઇચ્છા જેમ બાળકમાં સ્વાભાવિક છે; રમતમાં અનુકૂળ અને ઉત્કર્ષક વ્યાપાર મળતાં જેમ શરીરનું ભાન ભૂલી બાળક રમે છે; જેમ રમત સાચી નથી એમ જાણવા છતાં બાળક તે સાચી જ હોય તેમ રમે છે અને તેમાંથી તેને સ્વાદ આવે છે; તેમ કાવ્યમાં વિહાર કરવો તે મનુષ્યનો સ્વભાવ છે; તેમાં ચિત્તને અનુકૂળ વ્યાપાર અને ઉત્કર્ષ મળતાં ચિત્ત અહંકાર ભૂલી તેમાં રાચે છે; અને કાવ્યનું વસ્તુ સાચું નથી એમ જાણતાં છતાં તે સાચું હોય એમ માની તેમાંથી રસ લે છે. | વ્યવહારિક અનુભવથી વિલક્ષણ રીતે પ્રમાતાનું અભિમાન કાવ્યમાં ગલિત શા માટે થાય છે? તેનો એક જ જવાબ છે, કે તે આત્માનો-ચૈતન્યનો સ્વભાવ છે. રમતની ઇચ્છા જેમ બાળકમાં સ્વાભાવિક છે; રમતમાં અનુકૂળ અને ઉત્કર્ષક વ્યાપાર મળતાં જેમ શરીરનું ભાન ભૂલી બાળક રમે છે; જેમ રમત સાચી નથી એમ જાણવા છતાં બાળક તે સાચી જ હોય તેમ રમે છે અને તેમાંથી તેને સ્વાદ આવે છે; તેમ કાવ્યમાં વિહાર કરવો તે મનુષ્યનો સ્વભાવ છે; તેમાં ચિત્તને અનુકૂળ વ્યાપાર અને ઉત્કર્ષ મળતાં ચિત્ત અહંકાર ભૂલી તેમાં રાચે છે; અને કાવ્યનું વસ્તુ સાચું નથી એમ જાણતાં છતાં તે સાચું હોય એમ માની તેમાંથી રસ લે છે.<ref>આને કેટલાક અંગ્રેજ વિવેચકો Self illusion કહે છે.</ref> આ ક્રીડા કે લીલાનો વ્યાપાર અને કાવ્યાનુભવ એટલે બધા સરખા છે કે કેટલાક વિવેચકો કાવ્યને એક ક્રીડા જ ગણવા કહે છે. પણ બંને વ્યાપારો ભિન્ન છે. દશરૂપકકાર આ બંનેનું સરખાપણું અને ભેદ જાણતો હતો. તે કહે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>क्रीडतां मृण्मयैर्यद्वद् बालानां द्विरदाद्भिः । | {{Block center|'''<poem>क्रीडतां मृण्मयैर्यद्वद् बालानां द्विरदाद्भिः । | ||
| Line 86: | Line 86: | ||
“માટીના હાથી વગેરેથી રમતાં બાળકોને જેમ પોતાના ઉત્સાહનો સ્વાદ આવે છે, તેમ અર્જુન વગેરેથી શ્રોતાઓને.” જેમ બાળકો આનંદની અપેક્ષાથી રમતમાં જોડાતાં નથી પણ તેમનો સ્વભાવ જ રમતના અનુકૂળ વ્યાપારને ઓળખી લે છે, તેમ માણસ પણ આનંદની અપેક્ષાથી નહિ, પણ પોતાના સ્વભાવને અનુકૂળ વ્યાપાર ઓળખી કાવ્યનું શ્રવણ કરે છે. નિરતિશય આનંદ એ એનું પરિણામ છે. આ પ્રમાણે અનુકૂળ વ્યાપાર મળતાં સમસ્ત ચેતન, અહંકારના ગ્રહો છોડી, કાવ્યના વસ્તુની સંમુખ થાય છે. કાવ્યની સાથે તલ્લીન, તન્મય થાય છે, અને તેમ થવામાં રસાસ્વાદ કરે છે. વ્યવહારમાં કોઈ પણ વિષયની ઉપલબ્ધિ કરતાં મન જાણે અહંકાર સાથે અનુસંધાન રાખી તે વસ્તુને પોતામાં સંઘરવા પ્રયત્ન કરે છે; કાવ્યવ્યાપારમાં જાણે મન પોતાની અહંકારગ્રંથિથી છૂટું થઈ વિષયમાં લય પામે છે, જાણે વિષય જ મનનું હરણ કરે છે, માટે આપણે કલામાં ‘મનોહર’ શબ્દ વાપરીએ છીએ. આમ થવાથી વ્યવહારમાં જે ઉન્નત અનુભવો કદી નથી થતા તેવા કાવ્યમાં થાય છે. ચેતનનો કોઈ અપૂર્વ ઉત્કર્ષ કાવ્યમાં અનુભવાય છે. | “માટીના હાથી વગેરેથી રમતાં બાળકોને જેમ પોતાના ઉત્સાહનો સ્વાદ આવે છે, તેમ અર્જુન વગેરેથી શ્રોતાઓને.” જેમ બાળકો આનંદની અપેક્ષાથી રમતમાં જોડાતાં નથી પણ તેમનો સ્વભાવ જ રમતના અનુકૂળ વ્યાપારને ઓળખી લે છે, તેમ માણસ પણ આનંદની અપેક્ષાથી નહિ, પણ પોતાના સ્વભાવને અનુકૂળ વ્યાપાર ઓળખી કાવ્યનું શ્રવણ કરે છે. નિરતિશય આનંદ એ એનું પરિણામ છે. આ પ્રમાણે અનુકૂળ વ્યાપાર મળતાં સમસ્ત ચેતન, અહંકારના ગ્રહો છોડી, કાવ્યના વસ્તુની સંમુખ થાય છે. કાવ્યની સાથે તલ્લીન, તન્મય થાય છે, અને તેમ થવામાં રસાસ્વાદ કરે છે. વ્યવહારમાં કોઈ પણ વિષયની ઉપલબ્ધિ કરતાં મન જાણે અહંકાર સાથે અનુસંધાન રાખી તે વસ્તુને પોતામાં સંઘરવા પ્રયત્ન કરે છે; કાવ્યવ્યાપારમાં જાણે મન પોતાની અહંકારગ્રંથિથી છૂટું થઈ વિષયમાં લય પામે છે, જાણે વિષય જ મનનું હરણ કરે છે, માટે આપણે કલામાં ‘મનોહર’ શબ્દ વાપરીએ છીએ. આમ થવાથી વ્યવહારમાં જે ઉન્નત અનુભવો કદી નથી થતા તેવા કાવ્યમાં થાય છે. ચેતનનો કોઈ અપૂર્વ ઉત્કર્ષ કાવ્યમાં અનુભવાય છે. | ||
કલાનુભવમાં અહંકાર ગલિત જોઈએ એ ખરું પણ તે સાથે સર્વ ચેતન – સંસ્કાર ગ્રહણ કરવાની સર્વશક્તિ જાગરૂક જોઈએ. વ્યવહારમાં તો બાહ્ય પરિસ્થિતિ ઇન્દ્રિયો ઉપર અથડાવાથી પણ ચિત્તમાં કંઈક ભાવ થાય, પણ અહીં તો બાહ્ય પરિસ્થિતિ જેવું કાંઈ જ નથી, સઘળું જ ચિત્તે કલ્પવાનું – ઘડવાનું છે, એટલે ચિત્ત જાગરૂક રહેવું જોઈએ. એમ થાય તો જ કાવ્યના ભાવમાં ચિત્ત તન્મય થઈ શકે અને કાવ્યનો ભાવ ચિત્તમાં અંકિત થઈ શકે. જેટલે અંશે માણસ અહંકાર ગલિત કરી શકે, અભિમાનમૂલક ગ્રહો છોડી શકે, અને તે સાથે ચેતનને જાગરૂક રાખી કવિને અનુકૂલ પોતાનું ચિત્ત કરી શકે, તેટલે અંશે તે કાવ્યનો બરાબર અનુભવ લઈ શકે, અને કાવ્યાનંદ ભોગવી શકે, આ સ્થિતિ બધી વ્યક્તિઓને અને બધે પ્રસંગે સુપ્રાપ્ત હોતી નથી. પણ એ જ સાચી સ્થિતિ છે. વિવેચક પણ જો આવી રીતે કાવ્યનો ભાવ ઝીલી શકે તો જ સાચો વિવેચક થઈ શકે. મારે વિવેચન કરવું છે એટલો સંકલ્પ પણ કાવ્યના શ્રવણ સમયે ન જોઈએ. | કલાનુભવમાં અહંકાર ગલિત જોઈએ એ ખરું પણ તે સાથે સર્વ ચેતન – સંસ્કાર ગ્રહણ કરવાની સર્વશક્તિ જાગરૂક જોઈએ. વ્યવહારમાં તો બાહ્ય પરિસ્થિતિ ઇન્દ્રિયો ઉપર અથડાવાથી પણ ચિત્તમાં કંઈક ભાવ થાય, પણ અહીં તો બાહ્ય પરિસ્થિતિ જેવું કાંઈ જ નથી, સઘળું જ ચિત્તે કલ્પવાનું – ઘડવાનું છે, એટલે ચિત્ત જાગરૂક રહેવું જોઈએ. એમ થાય તો જ કાવ્યના ભાવમાં ચિત્ત તન્મય થઈ શકે અને કાવ્યનો ભાવ ચિત્તમાં અંકિત થઈ શકે. જેટલે અંશે માણસ અહંકાર ગલિત કરી શકે, અભિમાનમૂલક ગ્રહો છોડી શકે, અને તે સાથે ચેતનને જાગરૂક રાખી કવિને અનુકૂલ પોતાનું ચિત્ત કરી શકે, તેટલે અંશે તે કાવ્યનો બરાબર અનુભવ લઈ શકે, અને કાવ્યાનંદ ભોગવી શકે, આ સ્થિતિ બધી વ્યક્તિઓને અને બધે પ્રસંગે સુપ્રાપ્ત હોતી નથી. પણ એ જ સાચી સ્થિતિ છે. વિવેચક પણ જો આવી રીતે કાવ્યનો ભાવ ઝીલી શકે તો જ સાચો વિવેચક થઈ શકે. મારે વિવેચન કરવું છે એટલો સંકલ્પ પણ કાવ્યના શ્રવણ સમયે ન જોઈએ. | ||
કલામીમાંસકો વ્યવહારિક અનુભવમાં અને કલાનુભવમાં એક બીજો ભેદ કહે છે. વ્યવહારમાં સર્વ જ્ઞાન કે કાર્યપ્રેરક કે કાર્યપર્યવસાયી હોય છે. કલાનુભવ એવો કાર્યપર્યવસાયી નથી, તે કેવલ ચિંતનાત્મક હોય છે. આપણે ઉપર જે મુખ્ય ભેદો કહ્યા તેના પરિણામરૂપ જ આ ભેદ છે. કાર્ય સંકલ્પમૂલક છે અને સંકલ્પની પાછળ અહંકાર રહ્યો છે, | કલામીમાંસકો વ્યવહારિક અનુભવમાં અને કલાનુભવમાં એક બીજો ભેદ કહે છે. વ્યવહારમાં સર્વ જ્ઞાન કે કાર્યપ્રેરક કે કાર્યપર્યવસાયી હોય છે. કલાનુભવ એવો કાર્યપર્યવસાયી નથી, તે કેવલ ચિંતનાત્મક હોય છે. આપણે ઉપર જે મુખ્ય ભેદો કહ્યા તેના પરિણામરૂપ જ આ ભેદ છે. કાર્ય સંકલ્પમૂલક છે અને સંકલ્પની પાછળ અહંકાર રહ્યો છે,<ref>આપણા શાસ્ત્રકારોએ અહંકાર વિના, કર્મફલની અપેક્ષા વિના કર્મ કરવાનો કર્મયોગ પ્રતિપાદિત કર્યો છે, તે ખરેખર જીવનની કલા છે, અને ભગવદ્ગીતામાં તેને લગભગ કલા કહી છે. ‘યોગઃ કર્મસુ કૌશલમ્|’ પણ આ સામાન્ય દૃષ્ટિની ચર્ચામાં એ તત્ત્વજ્ઞાનનો સિદ્ધાંત હું ભેળવવા ઇચ્છતો નથી.</ref> એટલે કાવ્યમાં કાર્યબુદ્ધિ જાગ્રત રૂપે ન હોય એ સ્વાભાવિક છે પણ આટલા ઉપરથી કેટલાક એમ કહે છે કે કાવ્ય માણસને કાર્યવિમુખ; કાર્યશિથિલ બનાવે છે એ યથાર્થ નથી. કેટલાક કાવ્યોપસેવીઓ કાર્યશિથિલ હશે. પણ એમ તો બુદ્ધિમાં પણ બને છે. માણસ કસરત કરવી એમ જાણે છે છતાં નથી કરતો માટે બુદ્ધિ નકામી છે એમ કોઈ નથી કહેતું. આ દોષ ચિત્તની અવ્યવસ્થાનો છે. બગડેલા સંચામાં જેમ એક ચક્ર ફરે અને તે સાથે ફરવું જોઈએ તેમ બીજું ચક્ર ન ફરે, તેમ આ ચિત્તમાં એક ભાગની ક્રિયાથી બીજા ભાગની ક્રિયા થવી જોઈએ તે નથી થતી. પણ તે કાવ્યનો દોષ નથી, ચિત્તનો દોષ છે, વ્યક્તિનો દોષ છે, તેની કેળવણીનો દોષ છે. કાવ્યનું કામ સંસ્કાર પાડવાથી પૂરું થાય છે. | ||
આ પ્રમાણે કાવ્યનો જે સંસ્કાર પડે તેને ભાવ કે લાગણી કહીએ. તે ભાવને ઝીલનારને ભાવક કહીએ. એ ભાવની સ્ફુરણા એ જ કાવ્યનો આનંદ. | આ પ્રમાણે કાવ્યનો જે સંસ્કાર પડે તેને ભાવ કે લાગણી કહીએ. તે ભાવને ઝીલનારને ભાવક કહીએ. એ ભાવની સ્ફુરણા એ જ કાવ્યનો આનંદ. | ||
ઉપર વ્યવહાર અને કાવ્યનો સંબંધ બતાવ્યો તેથી એવો પ્રશ્ન થાય કે ત્યારે શું વ્યવહારમાં પણ કલાની પેઠે આનંદ આવી શકે? હું માનું છું કે અહંકાર ગલિત કર્યા છતાં સર્વચેતનથી કોઈ જાગરૂક રહી શકે તો તેને એવો આનંદ થાય. ત્યારે જીવનના દરેક અનુભવે રસનિષ્પત્તિ થાય. ત્યારે કદાચ કાવ્યથી પણ વધારે આનંદ થાય કારણ કે કાવ્યમાં તો માત્ર કાવ્યસૃષ્ટિ પૂરતાં જ જાગરૂક રહેવાનું છે અને વ્યવહાર તો આ અનંત વિશ્વની સંમુખ આપણને રાખે છે, અર્થાત્ અનંત કાવ્યની સંમુખ રહેવાનું થાય. પણ આ સ્થિતિ હજી માણસની કલ્પનાની છે, તેને સિદ્ધ થઈ નથી, પણ જેટલે અંશે સિદ્ધ હોય તેટલે અંશે માણસને આનંદ મળે. | ઉપર વ્યવહાર અને કાવ્યનો સંબંધ બતાવ્યો તેથી એવો પ્રશ્ન થાય કે ત્યારે શું વ્યવહારમાં પણ કલાની પેઠે આનંદ આવી શકે? હું માનું છું કે અહંકાર ગલિત કર્યા છતાં સર્વચેતનથી કોઈ જાગરૂક રહી શકે તો તેને એવો આનંદ થાય. ત્યારે જીવનના દરેક અનુભવે રસનિષ્પત્તિ થાય. ત્યારે કદાચ કાવ્યથી પણ વધારે આનંદ થાય કારણ કે કાવ્યમાં તો માત્ર કાવ્યસૃષ્ટિ પૂરતાં જ જાગરૂક રહેવાનું છે અને વ્યવહાર તો આ અનંત વિશ્વની સંમુખ આપણને રાખે છે, અર્થાત્ અનંત કાવ્યની સંમુખ રહેવાનું થાય. પણ આ સ્થિતિ હજી માણસની કલ્પનાની છે, તેને સિદ્ધ થઈ નથી, પણ જેટલે અંશે સિદ્ધ હોય તેટલે અંશે માણસને આનંદ મળે. | ||
અર્થાત્ કાવ્યાનુભવનો અને વ્યવહારાનુભવનો મુખ્ય ફરક એટલો જ છે કે કાવ્યમાં અહંકાર ગલિત થાય છે. તે સિવાય વ્યવહારની રસદૃષ્ટિ અને કાવ્યની રસદૃષ્ટિ એક જ છે. કાવ્યને માટે સહૃદય જે અધિકાર મેળવે છે તે વ્યવહારના તેમ જ કાવ્યના અનુભવથી મેળવે છે. | અર્થાત્ કાવ્યાનુભવનો અને વ્યવહારાનુભવનો મુખ્ય ફરક એટલો જ છે કે કાવ્યમાં અહંકાર ગલિત થાય છે. તે સિવાય વ્યવહારની રસદૃષ્ટિ અને કાવ્યની રસદૃષ્ટિ એક જ છે. કાવ્યને માટે સહૃદય જે અધિકાર મેળવે છે તે વ્યવહારના તેમ જ કાવ્યના અનુભવથી મેળવે છે.<ref>સરખાવો : लोके प्रमदादिभिः स्थाय्यनुमाने पाटवक्तां, काव्ये नाट्ये च... सामाजिकानां... रसः। काव्यप्रकाश, चतुर्थोल्लास.</ref> બંને સૃષ્ટિઓમાં ચૈતન્ય એક જ સરણીએ ઉત્કર્ષ મેળવે છે. જીવનમાં સ્ત્રી-પુરુષ વચ્ચે સ્નેહ શક્ય છે તો જ તે કાવ્યમાં શક્ય બને છે. જીવનમાં પતિના સંબંધમાં આવેલી ચીજ તેના સ્મારક તરીકે વિધવા સાચવી રાખે છે તો કાવ્યમાં પણ તેવી લાગણી અને ક્રિયા ઇષ્ટ છે. પણ જીવનમાં આવા કોઈ કારણ સિવાય કોઈ સ્ત્રી કે પુરુષને લોઢાના અર્થહીન કડકા સાથે પ્રેમ થતો નથી, તો કાવ્યમાં પણ લોઢાના કડકા પછવાડે તેના વિયોગમાં સતી થતી સ્ત્રી કે ઝૂરતો પુરુષ ન નિરૂપાય. જીવનમાં પાગલ સ્ત્રી કે પુરુષ જ એવી ચેષ્ટા કરે અને તેથી દયા, અથવા ‘વિવેકશક્તિવાળું’ માણસ ઘેલું થઈને કેવું બની જાય છે!’ એવું આશ્ચર્ય થાય, તો કાવ્યમાં પણ એવાં નિરૂપણો એવી જ લાગણી કે ભાવો વ્યક્ત કરવા આવે, અન્યથા નહિ. ‘કાવ્યમાં તો કલ્પના ગમે ત્યાં વિહરે અને કાવ્ય થાય’ એ માન્યતા, આ મર્યાદા બહાર, ખોટી ઠરે. જીવનમાં અને કાવ્યમાં એક જ રસદૃષ્ટિ રહેલી છે, અને રહેવી જોઈએ.<ref>સરખાવો, પ્રો. ઠાકોરે ઉદ્ધારેલું GB.S. નું વચન : Let no man dare to create in art a thing that he would not have exist in life.<br>{{gap}} | ||
કલાક્ષેત્રમાં સર્વથા તે નિષિદ્ધ<br>{{gap}} | કલાક્ષેત્રમાં સર્વથા તે નિષિદ્ધ<br>{{gap}} | ||
ન જે જીવનક્ષેત્ર કાજે વિશુદ્ધ.</ref> | ન જે જીવનક્ષેત્ર કાજે વિશુદ્ધ.</ref> | ||
આપણે ઉપર જોયું કે અભિમાનના તિરોધાનપૂર્વક પ્રત્યક્ષ પ્રતીતિ કરાવી ભાવ નિષ્પન્ન કરવો એ કાવ્યની વિશેષ શક્તિ છે. કાવ્યની આ શક્તિ તેના કર્તા કવિમાંથી ઊતરી આવેલી હોય છે. કાવ્યમાં જે ભાવ સહૃદયને થાય છે તે ભાવ પ્રથમ કવિને થયેલો હોય છે. કવિનું કૌશલ એ કે તે પોતાનો ભાવ પોતાની કૃતિ દ્વારા સહૃદયમાં સંક્રાન્ત કરી શક્યો. એ ભાવ કવિચિત્તમાં પણ સાધારણીકૃત (universal) સ્વરૂપમાં હોય છે. કવિ કાવ્ય દ્વારા સ્વાનુભાવ ગાતો હોય કે પરાનુભવ ગાતો હોય પણ તેનો સ્વાનુભાવ પણ પરાનુભવ જેટલો જ સાધારણીકૃત હોવો જોઈએ. એ ભાવ સાધારણીકૃત હોય છે માટે જ તે સર્વોપભોગ્ય બને છે. અને એ સાધારણીકૃત હોય છે, માટે જ કવિ તેને માનવજાતિ આગળ ગાય છે – તેને માનવજાતિમાં સંક્રાંત કરવા ઇચ્છે છે. સાધારણીકૃત અનુભવનો એ સ્વભાવ છે કે તેમાં તે સર્વને ભાગીદાર કરવાની ઇચ્છા રાખે. “કવિ તો મસ્ત હોય છે, તે તો માત્ર પોતાની આંતરતૃપ્તિને માટે જ લખે છે, લોકો વાંચે કે ન વાંચે તેની તેને પરવા હોતી નથી.” એ મત મને યથાર્થ લાગતો નથી. | આપણે ઉપર જોયું કે અભિમાનના તિરોધાનપૂર્વક પ્રત્યક્ષ પ્રતીતિ કરાવી ભાવ નિષ્પન્ન કરવો એ કાવ્યની વિશેષ શક્તિ છે. કાવ્યની આ શક્તિ તેના કર્તા કવિમાંથી ઊતરી આવેલી હોય છે. કાવ્યમાં જે ભાવ સહૃદયને થાય છે તે ભાવ પ્રથમ કવિને થયેલો હોય છે. કવિનું કૌશલ એ કે તે પોતાનો ભાવ પોતાની કૃતિ દ્વારા સહૃદયમાં સંક્રાન્ત કરી શક્યો. એ ભાવ કવિચિત્તમાં પણ સાધારણીકૃત (universal) સ્વરૂપમાં હોય છે. કવિ કાવ્ય દ્વારા સ્વાનુભાવ ગાતો હોય કે પરાનુભવ ગાતો હોય પણ તેનો સ્વાનુભાવ પણ પરાનુભવ જેટલો જ સાધારણીકૃત હોવો જોઈએ. એ ભાવ સાધારણીકૃત હોય છે માટે જ તે સર્વોપભોગ્ય બને છે. અને એ સાધારણીકૃત હોય છે, માટે જ કવિ તેને માનવજાતિ આગળ ગાય છે – તેને માનવજાતિમાં સંક્રાંત કરવા ઇચ્છે છે. સાધારણીકૃત અનુભવનો એ સ્વભાવ છે કે તેમાં તે સર્વને ભાગીદાર કરવાની ઇચ્છા રાખે. “કવિ તો મસ્ત હોય છે, તે તો માત્ર પોતાની આંતરતૃપ્તિને માટે જ લખે છે, લોકો વાંચે કે ન વાંચે તેની તેને પરવા હોતી નથી.” એ મત મને યથાર્થ લાગતો નથી.<ref>ત્યારે મસ્તીનાં કાવ્યોમાં શું ખોટ્ટો ભાવ હોય છે? ના. તે કાવ્યો દ્વારા કવિ પોતાની બેપરવા તેના ભાવકોમાં સંક્રાંત કરે છે. એવી બેપરવા ભાવકોમાં સંક્રાંત કરવાની અપેક્ષા એ કાવ્યો નીચે હોય છે.</ref> જેમ મશ્કરી કરતી વખતે બીજો તે સમજી શકે તેવી અપેક્ષા હોય છે, એવી અપેક્ષા એ જ તેની પ્રેરણા હોય છે. જેમ ભેટ આપતી વખતે તે ભેટનું રહસ્ય અને તેની પ્રેરક વૃત્તિ બીજો સમજી શકે એવી અપેક્ષા હોય છે, તેમ કાવ્ય માનવજાતિ સમજી શકે એવી અપેક્ષાથી લખાય છે. પોતાના નિંદકોને તિરસ્કારતાં પણ ભવભૂતિ એવી આશા રાખે છે કે હાલ નહિ તો અનંત ભવિષ્યમાં કોઈ ને કોઈ તો તેની કૃતિની કદર કરશે જ! એ નિંદકો તરફનો તિરસ્કાર અને ભાવિની આશા બંને કવિની અપેક્ષાની જ સાબિતી છે. ટૉલ્સ્ટૉય કહે છે કે કલા એ કલાવિધાયકના ભાવનું સંક્રમણ છે. | ||
કવિમાં ઉદ્ભવેલો ભાવ તેના દેહના અનુભવમાં આવેલો હોવો જોઈએ એમ માનવાની જરૂર નથી. કવિની પ્રતિભાનો એ અર્થ છે કે તે સાંકડા અભિમાનની મર્યાદાની પાર જઈ આખા વિશ્વમાંથી અનુભવ લઈ શકે છે. તેની પ્રતિભાના બળ પ્રમાણે તેની દૃષ્ટિ ભેદક હોય છે. કવિ દૃષ્ટા છે. તે જે જુએ છે અર્થાત્ એ અનુભવથી તેના મનમાં જે ભાવ થાય છે તે ભાવને તે બીજામાં પોતાની કૃતિ દ્વારા સંક્રાંત કરી આપે છે. ભટ્ટ તોત કહે છે : | કવિમાં ઉદ્ભવેલો ભાવ તેના દેહના અનુભવમાં આવેલો હોવો જોઈએ એમ માનવાની જરૂર નથી. કવિની પ્રતિભાનો એ અર્થ છે કે તે સાંકડા અભિમાનની મર્યાદાની પાર જઈ આખા વિશ્વમાંથી અનુભવ લઈ શકે છે. તેની પ્રતિભાના બળ પ્રમાણે તેની દૃષ્ટિ ભેદક હોય છે. કવિ દૃષ્ટા છે. તે જે જુએ છે અર્થાત્ એ અનુભવથી તેના મનમાં જે ભાવ થાય છે તે ભાવને તે બીજામાં પોતાની કૃતિ દ્વારા સંક્રાંત કરી આપે છે. ભટ્ટ તોત કહે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 119: | Line 119: | ||
અહીં આપણે જોઈ શકીએ છીએ કે રાજાઓમાં દમયંતી પરણ્યાની શ્રદ્ધા થાય એ વાતમાં રસ નથી, પણ એ વાતથી આપણને હસવું આવે તેમાં રસ છે. અર્થાત્ કોઈ પણ વસ્તુ તરફ ઉચિત ભાવ સ્ફુરે તેમાં રસ છે. જો આ વસ્તુ તરફ આપણે હસી ન શકીએ તો આપણને રસનો અનુભવ થયો નથી. એટલે રસ ભાવકના ચિત્તમાં થાય છે, અને તે અમુક વસ્તુ તરફ ઉચિત ભાવ થવામાં છે. આ ઔચિત્ય સાચવીને કવિ ગમે તે વૃત્તિ નિરૂપી શકે. મોટી ઉંમરના માણસની ખાઉધરવૃત્તિ નિરૂપીને તે હાસ્ય નિષ્પન્ન કરી શકે, એવી જ રીતે નાની ઉંમરના કોઈ બાળકનો ખાવાનો ઉત્સાહ વર્ણવી, તે રતિ નિષ્પન્ન કરી શકે, કારણ કે નાના બાળકમાં એ વૃત્તિ અનુચિત નથી; ઊલટી તરવતા જીવનનું ચિહ્ન છે. કૃષ્ણના દૂધ પીવાનાં અને માખણ ખાવાનાં અનેક તોફાનમાં ક્યાંય ઔચિત્યભંગ નથી થતો. ઉચિત શબ્દો વગેરેમાં, વસ્તુને ઉચિત ભાવ અને ભાવને ઉચિત વસ્તુ એ જ કાવ્ય. ક્ષેમેન્દ્ર કહે છે : | અહીં આપણે જોઈ શકીએ છીએ કે રાજાઓમાં દમયંતી પરણ્યાની શ્રદ્ધા થાય એ વાતમાં રસ નથી, પણ એ વાતથી આપણને હસવું આવે તેમાં રસ છે. અર્થાત્ કોઈ પણ વસ્તુ તરફ ઉચિત ભાવ સ્ફુરે તેમાં રસ છે. જો આ વસ્તુ તરફ આપણે હસી ન શકીએ તો આપણને રસનો અનુભવ થયો નથી. એટલે રસ ભાવકના ચિત્તમાં થાય છે, અને તે અમુક વસ્તુ તરફ ઉચિત ભાવ થવામાં છે. આ ઔચિત્ય સાચવીને કવિ ગમે તે વૃત્તિ નિરૂપી શકે. મોટી ઉંમરના માણસની ખાઉધરવૃત્તિ નિરૂપીને તે હાસ્ય નિષ્પન્ન કરી શકે, એવી જ રીતે નાની ઉંમરના કોઈ બાળકનો ખાવાનો ઉત્સાહ વર્ણવી, તે રતિ નિષ્પન્ન કરી શકે, કારણ કે નાના બાળકમાં એ વૃત્તિ અનુચિત નથી; ઊલટી તરવતા જીવનનું ચિહ્ન છે. કૃષ્ણના દૂધ પીવાનાં અને માખણ ખાવાનાં અનેક તોફાનમાં ક્યાંય ઔચિત્યભંગ નથી થતો. ઉચિત શબ્દો વગેરેમાં, વસ્તુને ઉચિત ભાવ અને ભાવને ઉચિત વસ્તુ એ જ કાવ્ય. ક્ષેમેન્દ્ર કહે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>औचित्यं रससिद्धस्य स्थिरं काव्यस्य लक्षणम्.</poem>}} | {{Block center|'''<poem>औचित्यं रससिद्धस्य स्थिरं काव्यस्य लक्षणम्.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સાહિત્યમાં વારંવાર પુછાય છે : શું કાવ્યમાં અનીતિ ન આવી શકે? દુનિયામાં અનીતિ છે તો કાવ્યમાં કેમ ન આવે? વળી વારંવાર ફરિયાદ કરાય છે કે ટીકાકારો કાવ્યને નીતિની દૃષ્ટિથી જુએ છે તે પોતે કાવ્ય સમજતા નથી, કવિને અન્યાય કરે છે, અને સમાજની રસવૃત્તિ બગાડી તેને ખરા રસથી વંચિત કરે છે. આ પ્રશ્નોનો ખુલાસો ઉપરના સિદ્ધાંતમાં આવી જાય છે. કાવ્યમાંથી કશું બાતલ કરવાની જરૂર નથી. દુનિયાની હરેક ચીજ તેમાં આવી શકે. પ્રશ્ન માત્ર એટલો જ છે કે કવિને તે ચીજ તરફ જે ભાવ થાય છે, તે ઉચિત છે કે અનુચિત છે? આપણા સમાજની સંસ્કારિતાની આ કોટિએ અનીતિનો ઉત્સાહ એ ઉચિત ભાવ નથી, તેનો તિરસ્કાર કે જુગુપ્સા કે ઉપહાસ એ ઉચિત ભાવ છે. કવિ ઔચિત્ય છોડી દઈ અનુચિત ભાવમાં રાચે, તો તે પોતે સંસ્કારિતાની એવી નીચી કોટિનો છે એ તો ખરું જ, પણ તેથી તેનું કાવ્ય સંસ્કારી સહૃદયને આકર્ષી પણ ન શકે. સંસ્કારી સહૃદય, કાવ્યમાં ચૈતન્યના જે લોકોત્તર ઉત્કર્ષની અપેક્ષા રાખે છે તે તેવા કાવ્યમાં મળશે નહિ. જેમ લોઢાના કડકા સાથે પ્રેમ કર્યાની કથામાં ઔચિત્ય નથી, જેમ તે પ્રમાણે કલ્પના જતાં ચિત્તને અસ્વાભાવિક પ્રયત્ન કરવો પડે છે અને તેમાં ક્લેશ થાય છે, તેમ જ અનીતિનાં કાર્યોમાં ઉત્સાહ લાવતાં ચિત્તને ક્લેશ થાય છે. તેમાં કલાનો પરમ આનંદ તે અનુભવતું નથી. અનીતિમાં ઉત્સાહ લેનારું સાહિત્ય કલાની અને રસની દૃષ્ટિએ હીન છે. જેમ ઉત્તમ સાહિત્ય અમુક વિષયનું જ હોવું જોઈએ — સ્વદેશાભિમાનનું જ હોવું જોઈએ એમ ન કહી શકાય, તેમ નીતિનું ઉપદેશક જ હોવું જોઈએ એમ પણ ન કહી શકાય, પણ અનીતિમાં ઉત્સાહ પ્રેરતું સાહિત્ય હીન છે એ તો ચોક્કસ. | સાહિત્યમાં વારંવાર પુછાય છે : શું કાવ્યમાં અનીતિ ન આવી શકે? દુનિયામાં અનીતિ છે તો કાવ્યમાં કેમ ન આવે? વળી વારંવાર ફરિયાદ કરાય છે કે ટીકાકારો કાવ્યને નીતિની દૃષ્ટિથી જુએ છે તે પોતે કાવ્ય સમજતા નથી, કવિને અન્યાય કરે છે, અને સમાજની રસવૃત્તિ બગાડી તેને ખરા રસથી વંચિત કરે છે. આ પ્રશ્નોનો ખુલાસો ઉપરના સિદ્ધાંતમાં આવી જાય છે. કાવ્યમાંથી કશું બાતલ કરવાની જરૂર નથી. દુનિયાની હરેક ચીજ તેમાં આવી શકે. પ્રશ્ન માત્ર એટલો જ છે કે કવિને તે ચીજ તરફ જે ભાવ થાય છે, તે ઉચિત છે કે અનુચિત છે? આપણા સમાજની સંસ્કારિતાની આ કોટિએ અનીતિનો ઉત્સાહ એ ઉચિત ભાવ નથી, તેનો તિરસ્કાર કે જુગુપ્સા કે ઉપહાસ એ ઉચિત ભાવ છે. કવિ ઔચિત્ય છોડી દઈ અનુચિત ભાવમાં રાચે, તો તે પોતે સંસ્કારિતાની એવી નીચી કોટિનો છે એ તો ખરું જ, પણ તેથી તેનું કાવ્ય સંસ્કારી સહૃદયને આકર્ષી પણ ન શકે. સંસ્કારી સહૃદય, કાવ્યમાં ચૈતન્યના જે લોકોત્તર ઉત્કર્ષની અપેક્ષા રાખે છે તે તેવા કાવ્યમાં મળશે નહિ. જેમ લોઢાના કડકા સાથે પ્રેમ કર્યાની કથામાં ઔચિત્ય નથી, જેમ તે પ્રમાણે કલ્પના જતાં ચિત્તને અસ્વાભાવિક પ્રયત્ન કરવો પડે છે અને તેમાં ક્લેશ થાય છે, તેમ જ અનીતિનાં કાર્યોમાં ઉત્સાહ લાવતાં ચિત્તને ક્લેશ થાય છે. તેમાં કલાનો પરમ આનંદ તે અનુભવતું નથી. અનીતિમાં ઉત્સાહ લેનારું સાહિત્ય કલાની અને રસની દૃષ્ટિએ હીન છે. જેમ ઉત્તમ સાહિત્ય અમુક વિષયનું જ હોવું જોઈએ — સ્વદેશાભિમાનનું જ હોવું જોઈએ એમ ન કહી શકાય, તેમ નીતિનું ઉપદેશક જ હોવું જોઈએ એમ પણ ન કહી શકાય, પણ અનીતિમાં ઉત્સાહ પ્રેરતું સાહિત્ય હીન છે એ તો ચોક્કસ.<ref>What we have to bear in mind is that moral purity in the purpose or art or beauty does not constitute aesthetic purity, though moral impurity in the purpose of art or beauty does constitute aesthetic impurity.<br>{{gap}} | ||
– B. Bosanquet’s History of Aesthetic, p. ૫૪.<br>{{gap}} | – B. Bosanquet’s History of Aesthetic, p. ૫૪.<br>{{gap}} | ||
આ અવતરણને માટે હું શ્રીયુત રસિકલાલ પરીખનો આભારી છું.</ref> તેમાં પણ રસ લેનારો વર્ગ મળી રહે છે તેનું કારણ એટલું જ કે સમાજની સામાન્ય સંસ્કારિતા હજી સિદ્ધ કરી ન હોય એવો બાલિશ વર્ગ હંમેશાં થોડોઘણો હોય છે. કલાને જોવાને નીતિની નહિ, પણ કલાની જ – રસની જ દૃષ્ટિ જોઈએ એ ખરું. પણ તેનો અર્થ એવો નથી કે કલા અનીતિમાં રસ લઈ શકે. | આ અવતરણને માટે હું શ્રીયુત રસિકલાલ પરીખનો આભારી છું.</ref> તેમાં પણ રસ લેનારો વર્ગ મળી રહે છે તેનું કારણ એટલું જ કે સમાજની સામાન્ય સંસ્કારિતા હજી સિદ્ધ કરી ન હોય એવો બાલિશ વર્ગ હંમેશાં થોડોઘણો હોય છે. કલાને જોવાને નીતિની નહિ, પણ કલાની જ – રસની જ દૃષ્ટિ જોઈએ એ ખરું. પણ તેનો અર્થ એવો નથી કે કલા અનીતિમાં રસ લઈ શકે. | ||
| Line 128: | Line 128: | ||
કામવાસના જેવી અધમ વૃત્તિ જેમ કલાનુભવમાં વિઘ્નકર્તા થાય તેમ જ નીતિનો આગ્રહ પણ થાય. નીતિ તો અમુક જ હોવી જોઈએ એમ કોઈ ગ્રહપૂર્વક માને અને તે જ દૃષ્ટિથી કાવ્ય વાંચે તો તે કાવ્યનો રસ સમજી શકે નહિ. માત્ર ભાવકમાં જ આ વૃત્તિ કે આગ્રહ વિઘ્નકર્તા થાય એમ નહિ, પણ કવિમાં પણ તે તેવો જ થાય – કદાચ વધારે વિઘ્નકર્તા થાય. આવા આગ્રહોથી કવિના ચિત્તમાં સંસ્કારો યથાતથ પડે નહિ. નીતિના આગ્રહથી જુએ તો તે અનીતિમાન માણસોની વૃત્તિઓ સમજી શકે નહિ. માત્ર આખા જગત માટે પ્રેમ જ એવી વૃત્તિ છે કે જે વિઘ્નકર્તા થવાને બદલે બીજાનાં માનસ ખુલ્લાં કરી આપે. અને પ્રેમ ખરી રીતે અભિમાનની વૃત્તિ નથી, અભિમાન છોડાવનારી, માણસની દૃષ્ટિએ આત્મકેન્દ્રી મટાડનારી વૃત્તિ છે. | કામવાસના જેવી અધમ વૃત્તિ જેમ કલાનુભવમાં વિઘ્નકર્તા થાય તેમ જ નીતિનો આગ્રહ પણ થાય. નીતિ તો અમુક જ હોવી જોઈએ એમ કોઈ ગ્રહપૂર્વક માને અને તે જ દૃષ્ટિથી કાવ્ય વાંચે તો તે કાવ્યનો રસ સમજી શકે નહિ. માત્ર ભાવકમાં જ આ વૃત્તિ કે આગ્રહ વિઘ્નકર્તા થાય એમ નહિ, પણ કવિમાં પણ તે તેવો જ થાય – કદાચ વધારે વિઘ્નકર્તા થાય. આવા આગ્રહોથી કવિના ચિત્તમાં સંસ્કારો યથાતથ પડે નહિ. નીતિના આગ્રહથી જુએ તો તે અનીતિમાન માણસોની વૃત્તિઓ સમજી શકે નહિ. માત્ર આખા જગત માટે પ્રેમ જ એવી વૃત્તિ છે કે જે વિઘ્નકર્તા થવાને બદલે બીજાનાં માનસ ખુલ્લાં કરી આપે. અને પ્રેમ ખરી રીતે અભિમાનની વૃત્તિ નથી, અભિમાન છોડાવનારી, માણસની દૃષ્ટિએ આત્મકેન્દ્રી મટાડનારી વૃત્તિ છે. | ||
એટલે નીતિની દૃષ્ટિ સામેની ફરિયાદમાં એટલું સત્ય છે કે જ્યારે જ્યારે કવિ કાંત દૃષ્ટિથી રૂઢિગત નીતિની પાર જઈ, તેની સાથે વિસંવાદી હોય એવી કોઈ વાત કરે ત્યારે સમાજ તે સમજવાને બદલે તેનો વિરોધ કરે છે. આનું કારણ આપણે આગળ જોઈ ગયા તેમ ભાવકનો અધિકારદોષ છે. ભાવક એ નવા સંસ્કારો ગ્રહણ કરવા જેટલો અધિકારી નથી. અને એમ તો વ્યવહારમાં અને કલામાં બંનેમાં બને છે. છતાં ઇતિહાસ એમ જ બતાવે છે કે એવા વિરોધ છતાં એવી કૃતિઓ પછી સફળ થઈ છે, અને સમાજે નવી નીતિદૃષ્ટિ ગ્રહણ કરી છે. પણ તેનો અર્થ એવો નથી કે અનીતિપ્રેરક કાવ્યો ઉત્તમ કાવ્યો હોઈ શકે. નવી નીતિ અને અનીતિ એક જ વસ્તુ નથી. | એટલે નીતિની દૃષ્ટિ સામેની ફરિયાદમાં એટલું સત્ય છે કે જ્યારે જ્યારે કવિ કાંત દૃષ્ટિથી રૂઢિગત નીતિની પાર જઈ, તેની સાથે વિસંવાદી હોય એવી કોઈ વાત કરે ત્યારે સમાજ તે સમજવાને બદલે તેનો વિરોધ કરે છે. આનું કારણ આપણે આગળ જોઈ ગયા તેમ ભાવકનો અધિકારદોષ છે. ભાવક એ નવા સંસ્કારો ગ્રહણ કરવા જેટલો અધિકારી નથી. અને એમ તો વ્યવહારમાં અને કલામાં બંનેમાં બને છે. છતાં ઇતિહાસ એમ જ બતાવે છે કે એવા વિરોધ છતાં એવી કૃતિઓ પછી સફળ થઈ છે, અને સમાજે નવી નીતિદૃષ્ટિ ગ્રહણ કરી છે. પણ તેનો અર્થ એવો નથી કે અનીતિપ્રેરક કાવ્યો ઉત્તમ કાવ્યો હોઈ શકે. નવી નીતિ અને અનીતિ એક જ વસ્તુ નથી. | ||
આપણા સાહિત્યમાં નીતિ સામેની ફરિયાદમાં મને સર્વત્ર નવી નીતિનો ઉદય જણાતો નથી. નીતિભંગનો પક્ષવાદ જુદાં કારણોથી થયેલો જણાય છે. આપણો સમાજ જૂનાં – હવે અર્થહીન થયેલાં – રૂઢિબંધનોથી જકડાયેલો છે. સમાજ અને વ્યક્તિઓ તેમાંથી છૂટી શકતી નથી. તેનું કારણ કંઈક અંશે અજ્ઞાન છે પણ વધારે અંશે નિર્બળતા છે. નવું સાહિત્ય એ બળ સંપાદન કરવા પ્રયત્ન કરે છે. આપણું સાહિત્ય એ રૂઢિથી સ્વતંત્ર થવા, એ રૂઢિ તોડવા પ્રયત્ન કરે છે, અને તેના આવેશમાં નીતિને પણ તોડી નાંખે છે. કાવ્ય બળપોષક હોઈ શકે, બળ એ પણ એક રસનો વિભાવ છે. પણ તેની સાથે તે નીતિને તોડે ત્યારે તેમાં ઔચિત્યભંગ થાય છે. પણ આ આપણા સાહિત્યનો ક્ષણિક વિકાર લાગે છે, અને થોડા સમયમાં તે પસાર થઈ જશે એમ બીજાં સાહિત્યનો ઇતિહાસ જોતાં મને લાગે છે. | આપણા સાહિત્યમાં નીતિ સામેની ફરિયાદમાં મને સર્વત્ર નવી નીતિનો ઉદય જણાતો નથી. નીતિભંગનો પક્ષવાદ જુદાં કારણોથી થયેલો જણાય છે. આપણો સમાજ જૂનાં – હવે અર્થહીન થયેલાં – રૂઢિબંધનોથી જકડાયેલો છે. સમાજ અને વ્યક્તિઓ તેમાંથી છૂટી શકતી નથી. તેનું કારણ કંઈક અંશે અજ્ઞાન છે પણ વધારે અંશે નિર્બળતા છે. નવું સાહિત્ય એ બળ સંપાદન કરવા પ્રયત્ન કરે છે. આપણું સાહિત્ય એ રૂઢિથી સ્વતંત્ર થવા, એ રૂઢિ તોડવા પ્રયત્ન કરે છે, અને તેના આવેશમાં નીતિને પણ તોડી નાંખે છે. કાવ્ય બળપોષક હોઈ શકે, બળ એ પણ એક રસનો વિભાવ છે. પણ તેની સાથે તે નીતિને તોડે ત્યારે તેમાં ઔચિત્યભંગ થાય છે. પણ આ આપણા સાહિત્યનો ક્ષણિક વિકાર લાગે છે, અને થોડા સમયમાં તે પસાર થઈ જશે એમ બીજાં સાહિત્યનો ઇતિહાસ જોતાં મને લાગે છે.<ref>A great idea suddenly came to him (Swinburne), and he resolved to put it into executiou. This idea was nothing less than to attempt to obtain for English poetry the same liberty enjoyed by French poetry in recent times, to attempt to obtain the right of absolute liberty of expression in all directions, and to provoke the contest with such a bold stroke as never had been dared before... The result of absolute liberty in French literature gives us a good idea of what would be the result of absolute liberty in English literature. Extravagances of immorality were followed by extrava-gances of vulgarity as well, and after the novelty of the thing was over a reaction set in, provoked by disgust and national shame. – Appreciations of Poetry by Lefcadio Hearn.<br>{{gap}} | ||
Studies in Swinburne, p. ૧૩૧-૨</ref> | Studies in Swinburne, p. ૧૩૧-૨</ref> | ||
નીતિદૃષ્ટિ સામે ફરિયાદ કરનાર હજી એક દલીલ કરે છે. ઉત્તમ સાહિત્યસર્જનને નીતિ-અનીતિ સાથે લેવાદેવા નથી. તે જેવું જગત જુએ છે તેવું નિરૂપે છે. જગતમાં અનીતિ છે, અનીતિનો ઉત્સાહ કે રસ પણ છે. તો કાવ્યમાં પણ એ વસ્તુઓ આવી શકે. અહીં પ્રથમ એ કહેવાનું છે કે ખરેખરી ફરિયાદ આ નીતિ-અનીતિની ખરી ઉદાસીનતા સામે હોતી નથી, પણ સંસ્કારી વાંચનાર આ ઉદાસીનતાના દાવા નીચે, અનીતિમય વાસનાનો સૂક્ષ્મ પક્ષપાત કવિમાં સ્પષ્ટ દેખે છે અને માટે ફરિયાદ કરે છે. પણ આપણે આગળ ચાલીએ. મેં ઉપર સ્વીકાર્યું છે કે સર્જકને નીતિ-અનીતિનું દૃષ્ટિબિંદુ નથી હોતું. પણ તેનો અર્થ એવો નથી કે એવા ખરેખરા તટસ્થ કવિનાં કાવ્યો અનીતિમાં રસ પ્રેરે છે. એવો એક સર્વમાન્ય કવિ કાલિદાસ લઈએ. પ્રેમની પ્રથમ ભૂમિકામાં યુગલોની કામવૃત્તિનું તેમાં આબેહૂબ વર્ણન ઘણી જગાએ છે. ‘વિક્રમોર્વશીય’માં પુરૂરવા ઉર્વશીના પ્રેમમાં પડે છે. ત્યારે તેના આવેશમાં તે એક વાર, કામની વિરોધી તપોવૃત્તિને ભાંડી નાખે છે. ઉર્વશીના પિતા નારાયણ ઋષિ વિશે તે કહે છે : | નીતિદૃષ્ટિ સામે ફરિયાદ કરનાર હજી એક દલીલ કરે છે. ઉત્તમ સાહિત્યસર્જનને નીતિ-અનીતિ સાથે લેવાદેવા નથી. તે જેવું જગત જુએ છે તેવું નિરૂપે છે. જગતમાં અનીતિ છે, અનીતિનો ઉત્સાહ કે રસ પણ છે. તો કાવ્યમાં પણ એ વસ્તુઓ આવી શકે. અહીં પ્રથમ એ કહેવાનું છે કે ખરેખરી ફરિયાદ આ નીતિ-અનીતિની ખરી ઉદાસીનતા સામે હોતી નથી, પણ સંસ્કારી વાંચનાર આ ઉદાસીનતાના દાવા નીચે, અનીતિમય વાસનાનો સૂક્ષ્મ પક્ષપાત કવિમાં સ્પષ્ટ દેખે છે અને માટે ફરિયાદ કરે છે. પણ આપણે આગળ ચાલીએ. મેં ઉપર સ્વીકાર્યું છે કે સર્જકને નીતિ-અનીતિનું દૃષ્ટિબિંદુ નથી હોતું. પણ તેનો અર્થ એવો નથી કે એવા ખરેખરા તટસ્થ કવિનાં કાવ્યો અનીતિમાં રસ પ્રેરે છે. એવો એક સર્વમાન્ય કવિ કાલિદાસ લઈએ. પ્રેમની પ્રથમ ભૂમિકામાં યુગલોની કામવૃત્તિનું તેમાં આબેહૂબ વર્ણન ઘણી જગાએ છે. ‘વિક્રમોર્વશીય’માં પુરૂરવા ઉર્વશીના પ્રેમમાં પડે છે. ત્યારે તેના આવેશમાં તે એક વાર, કામની વિરોધી તપોવૃત્તિને ભાંડી નાખે છે. ઉર્વશીના પિતા નારાયણ ઋષિ વિશે તે કહે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>वेदाभ्यासजडः कथं नु विषयव्यावृत्तकौतूहलो..</poem>}} | {{Block center|'''<poem>वेदाभ्यासजडः कथं नु विषयव्यावृत्तकौतूहलो..</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વિષયથી પરાઙ્મુખ થયેલો ઋષિ તેને વેદના અભ્યાસથી જડ થઈ ગયેલો લાગે છે. કામનો વેગ અહીં ઓછો નથી. છતાં તેમાં કવિનું તાટસ્થ્ય છે અને તેથી સંસ્કારી વાંચનાર આ કામાવેગ સમજવા છતાં, તેની પ્રત્યક્ષ પ્રતીતિ કરવા છતાં તેનાથી તટસ્થ રહી શકે છે. જરા વધારે જટિલ પણ ચોક્કસ મર્યાદાવાળો એ જ કવિનો એક બીજો દાખલો લઈએ : શાકુંતલનો પાંચમો અંક. જગતના કરુણ (tragic) સાહિત્યમાં તેને સ્થાન મળે તેવો તીવ્ર અને મર્મભેદી તેનો કરુણ છે. ત્યાં આપણે જોઈ શકીશું કે કવિ દરેક પાત્રની લાગણી બરાબર નિરૂપતા છતાં તટસ્થ રહે છે. અને એ જ પ્રમાણે સહૃદયને પણ થાય છે. દુષ્યન્ત પોતે તો શકુન્તલાને સ્વીકાર્યાનું સંભારી શકતો નથી. તે કહે છે : ‘હું શું કરું? મને સાંભરતું નથી. હવે હું તે દારત્યાગી થાઉં કે પરસ્ત્રીસ્પર્શનું પાપ વહોરું?’ તેને હમણાં જવા દઈએ. શકુન્તલા તરફ જોતાં થાય છે, કે તેણે ગુરુજનને પૂછ્યા વિના, જાહેર લગ્નવિધિ વિના, દુષ્યન્ત સાથે ગુપ્ત સંબંધ બાંધ્યો તે ભૂલ કરી. એ ભૂલને કવિ જાણે સિદ્ધાંત રૂપે મૂકતો હોય તેમ શાઙ્ર્ગરવ પાસે બોલાવે છે : | વિષયથી પરાઙ્મુખ થયેલો ઋષિ તેને વેદના અભ્યાસથી જડ થઈ ગયેલો લાગે છે. કામનો વેગ અહીં ઓછો નથી. છતાં તેમાં કવિનું તાટસ્થ્ય છે અને તેથી સંસ્કારી વાંચનાર આ કામાવેગ સમજવા છતાં, તેની પ્રત્યક્ષ પ્રતીતિ કરવા છતાં તેનાથી તટસ્થ રહી શકે છે. જરા વધારે જટિલ પણ ચોક્કસ મર્યાદાવાળો એ જ કવિનો એક બીજો દાખલો લઈએ : શાકુંતલનો પાંચમો અંક. જગતના કરુણ (tragic) સાહિત્યમાં તેને સ્થાન મળે તેવો તીવ્ર અને મર્મભેદી તેનો કરુણ છે. ત્યાં આપણે જોઈ શકીશું કે કવિ દરેક પાત્રની લાગણી બરાબર નિરૂપતા છતાં તટસ્થ રહે છે. અને એ જ પ્રમાણે સહૃદયને પણ થાય છે. દુષ્યન્ત પોતે તો શકુન્તલાને સ્વીકાર્યાનું સંભારી શકતો નથી. તે કહે છે : ‘હું શું કરું? મને સાંભરતું નથી. હવે હું તે દારત્યાગી થાઉં કે પરસ્ત્રીસ્પર્શનું પાપ વહોરું?’ તેને હમણાં જવા દઈએ. શકુન્તલા તરફ જોતાં થાય છે, કે તેણે ગુરુજનને પૂછ્યા વિના, જાહેર લગ્નવિધિ વિના, દુષ્યન્ત સાથે ગુપ્ત સંબંધ બાંધ્યો તે ભૂલ કરી. એ ભૂલને કવિ જાણે સિદ્ધાંત રૂપે મૂકતો હોય તેમ શાઙ્ર્ગરવ પાસે બોલાવે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>अतः परीक्ष्य कर्तव्य विशेषात् संगतं रहः ।</poem>}} | {{Block center|'''<poem>अतः परीक्ष्य कर्तव्य विशेषात् संगतं रहः ।</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘લગ્નસંબંધ હંમેશાં પરીક્ષા કરીને બાંધવો જોઈએ, પણ ગુપ્ત સંબંધ તો બહુ જ પરીક્ષા કરીને બાંધવો જોઈએ.’ પણ કાલિદાસનું ખરું દૃષ્ટિબિંદુ શારદ્વત કે શાઙ્ર્ગરવ પણ નથી. શારદ્વત કહે છે : | ‘લગ્નસંબંધ હંમેશાં પરીક્ષા કરીને બાંધવો જોઈએ, પણ ગુપ્ત સંબંધ તો બહુ જ પરીક્ષા કરીને બાંધવો જોઈએ.’ પણ કાલિદાસનું ખરું દૃષ્ટિબિંદુ શારદ્વત કે શાઙ્ર્ગરવ પણ નથી. શારદ્વત કહે છે : | ||
| Line 144: | Line 144: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘તું જાણે ને એ જાણે. તારી સ્ત્રી છે. તારે ચાહે તેમ કર.’ એવા અર્થનું કહી, એટલાથી ગુરુનો સંદેશ પૂરો થયો એમ માની ચાલવા માંડે છે. ત્યારે જરૂર થાય છે કે ના ના, સ્ત્રી ઉપર આવી સર્વતોમુખી પ્રભુતા પુરુષની ન ઘટે. શકુંતલા એ લાચાર થઈ જોઈ રહે છે. ‘અરેરે, તમે પણ ચાલતાં થયાં!’ ગૌતમીનું સ્રીહૃદય પીગળે છે, તે ઊભી રહી કહે છે, ‘ધણી તરછોડે તેમાં એ બિચારીનો શો દોષ?’ પણ એ તાપસી પણ સ્ત્રી જ છે. તેને પણ સ્વાતંત્ર્ય નથી. એથી વધારે તે કરી શકતી નથી. અને શાઙ્ર્ગરવ જાણે ‘ન સ્ત્રી સ્વાતન્ત્ર્યમર્હતિ’ એ સિદ્ધાંત કહેતો હોય તેમ પાછળ આવવા કરતી શંકુતલાને કહે છે, ‘પુરોભાગે, કિ સ્વાતન્ત્ર્યમવલંબ્યતે?’ – દુષ્ટ, સ્વાતંત્ર્ય લે છે? શકુંતલાને માત્ર ધરતી પાસે માગ માગવાનું રહે છે. કાલિદાસ આ શિષ્યોની વિરુદ્ધ એક શબ્દ પણ કોઈ જગ્યાએ કહેતો નથી. પણ આ શકુન્તલાની કરુણ અવસ્થા જોતાં, જે હૃદયભેદક રીતે કવિ તેનું ચિત્ર આપે છે તે જોતાં, નથી લાગતું કે આ શિષ્યો ખરેખર વેદાભ્યાસજડ, તપોજડ છે? દુષ્યન્તે શાપસંમૂઢ ચિત્તથી શકુન્તલાનો તિરસ્કાર કર્યો હતો, પણ તે સર્વતોમુખી પ્રભુતાવાળા પતિને પણ સાતમા અંકમાં, શકુન્તલાને પગે પ્રણિપાત કર્યા પછી તેનું આંસુ લૂછવાનો પણ અધિકાર મળે છે, ત્યારે ‘ન સ્ત્રી સ્વાતન્ત્ર્યમર્હતિ’ એ સૂત્રની પણ બીજી બાજુ નથી દેખાતી? કાલિદાસ જીવનના એવા કોઈ ઉન્નત અને તટસ્થ દૃષ્ટિબિંદુ તરફ આપણને લઈ જાય છે જ્યાંથી આપણને સમજાય છે કે શકુન્તલાએ મોહમય પ્રેમથી આકર્ષાઈ દુષ્યન્ત સાથે ગુપ્ત લગ્ન કર્યું તે ખોટું કર્યું, સ્ત્રીએ આવો સંબંધ બાંધતાં બહુ વિચાર કરવો જોઈએ, પણ એવી સ્ત્રી તરફ લોકો નીતિના આગ્રહને નામે તિરસ્કાર બતાવે છે, તેના તરફ ક્રૂર થાય છે તે ખોટું છે. સ્ત્રી બિચારી અનાથ છે, અબળા છે, અને ગમે તેવાં કારણોથી પરણેલી સ્ત્રીનો ત્યાગ કરવો તે મહાન પાતક છે. કારણ કે સ્ત્રી કુળની પ્રતિષ્ઠા છે એટલું જ નહિ, શાકુન્તલમાં બને છે તેમ, દેશની પણ પ્રતિષ્ઠા છે. આ તટસ્થતાને લીધે, જગત તરફ જરા પણ અભિમાનમૂલક આગ્રહ ન રાખતાં, કેવળ ઉત્તાનહૃદય રહી, સંસ્કારો ઝીલી, તે સંસ્કારોને એવી જ તટસ્થતાથી નવી સૃષ્ટિ રચવા દેવાથી, કૃતિ ચિરંતન બને છે. જમાનો બદલાતાં, જમાનાના આચારવિચારો બદલાતાં પણ કાવ્ય જૂનું થતું નથી. આવી કૃતિમાં ચિત્ત, નિરૂપિત દરેક ભાવ સાથે તન્મય થઈ તેનો અનુભવ કરે છે તે ઉપરાંત, એ ભાવોને અતિક્રાન્ત કરી તેની પાર જાય છે, પહેલાંના શબ્દો વાપરીને કહું કે ચિત્ત પોતાની બનાવેલી સૃષ્ટિને સર્વતઃ સ્પર્શે છે. સર્વતઃ વ્યાપે છે એટલું જ નહિ, તેને દશાંગુલ અતિક્રમીને જાય છે. આવા સાહિત્યની સામે અનીતિની ફરિયાદ કોઈ કરતું નથી. આવું સાહિત્ય તો ઊલટું નિરૂપેલા દરેક ભાવનું રહસ્ય સાથે સાથે બતાવતું જાય છે. | ‘તું જાણે ને એ જાણે. તારી સ્ત્રી છે. તારે ચાહે તેમ કર.’ એવા અર્થનું કહી, એટલાથી ગુરુનો સંદેશ પૂરો થયો એમ માની ચાલવા માંડે છે. ત્યારે જરૂર થાય છે કે ના ના, સ્ત્રી ઉપર આવી સર્વતોમુખી પ્રભુતા પુરુષની ન ઘટે. શકુંતલા એ લાચાર થઈ જોઈ રહે છે. ‘અરેરે, તમે પણ ચાલતાં થયાં!’ ગૌતમીનું સ્રીહૃદય પીગળે છે, તે ઊભી રહી કહે છે, ‘ધણી તરછોડે તેમાં એ બિચારીનો શો દોષ?’ પણ એ તાપસી પણ સ્ત્રી જ છે. તેને પણ સ્વાતંત્ર્ય નથી. એથી વધારે તે કરી શકતી નથી. અને શાઙ્ર્ગરવ જાણે ‘ન સ્ત્રી સ્વાતન્ત્ર્યમર્હતિ’ એ સિદ્ધાંત કહેતો હોય તેમ પાછળ આવવા કરતી શંકુતલાને કહે છે, ‘પુરોભાગે, કિ સ્વાતન્ત્ર્યમવલંબ્યતે?’ – દુષ્ટ, સ્વાતંત્ર્ય લે છે? શકુંતલાને માત્ર ધરતી પાસે માગ માગવાનું રહે છે. કાલિદાસ આ શિષ્યોની વિરુદ્ધ એક શબ્દ પણ કોઈ જગ્યાએ કહેતો નથી. પણ આ શકુન્તલાની કરુણ અવસ્થા જોતાં, જે હૃદયભેદક રીતે કવિ તેનું ચિત્ર આપે છે તે જોતાં, નથી લાગતું કે આ શિષ્યો ખરેખર વેદાભ્યાસજડ, તપોજડ છે? દુષ્યન્તે શાપસંમૂઢ ચિત્તથી શકુન્તલાનો તિરસ્કાર કર્યો હતો, પણ તે સર્વતોમુખી પ્રભુતાવાળા પતિને પણ સાતમા અંકમાં, શકુન્તલાને પગે પ્રણિપાત કર્યા પછી તેનું આંસુ લૂછવાનો પણ અધિકાર મળે છે, ત્યારે ‘ન સ્ત્રી સ્વાતન્ત્ર્યમર્હતિ’ એ સૂત્રની પણ બીજી બાજુ નથી દેખાતી? કાલિદાસ જીવનના એવા કોઈ ઉન્નત અને તટસ્થ દૃષ્ટિબિંદુ તરફ આપણને લઈ જાય છે જ્યાંથી આપણને સમજાય છે કે શકુન્તલાએ મોહમય પ્રેમથી આકર્ષાઈ દુષ્યન્ત સાથે ગુપ્ત લગ્ન કર્યું તે ખોટું કર્યું, સ્ત્રીએ આવો સંબંધ બાંધતાં બહુ વિચાર કરવો જોઈએ, પણ એવી સ્ત્રી તરફ લોકો નીતિના આગ્રહને નામે તિરસ્કાર બતાવે છે, તેના તરફ ક્રૂર થાય છે તે ખોટું છે. સ્ત્રી બિચારી અનાથ છે, અબળા છે, અને ગમે તેવાં કારણોથી પરણેલી સ્ત્રીનો ત્યાગ કરવો તે મહાન પાતક છે. કારણ કે સ્ત્રી કુળની પ્રતિષ્ઠા છે એટલું જ નહિ, શાકુન્તલમાં બને છે તેમ, દેશની પણ પ્રતિષ્ઠા છે. આ તટસ્થતાને લીધે, જગત તરફ જરા પણ અભિમાનમૂલક આગ્રહ ન રાખતાં, કેવળ ઉત્તાનહૃદય રહી, સંસ્કારો ઝીલી, તે સંસ્કારોને એવી જ તટસ્થતાથી નવી સૃષ્ટિ રચવા દેવાથી, કૃતિ ચિરંતન બને છે. જમાનો બદલાતાં, જમાનાના આચારવિચારો બદલાતાં પણ કાવ્ય જૂનું થતું નથી. આવી કૃતિમાં ચિત્ત, નિરૂપિત દરેક ભાવ સાથે તન્મય થઈ તેનો અનુભવ કરે છે તે ઉપરાંત, એ ભાવોને અતિક્રાન્ત કરી તેની પાર જાય છે, પહેલાંના શબ્દો વાપરીને કહું કે ચિત્ત પોતાની બનાવેલી સૃષ્ટિને સર્વતઃ સ્પર્શે છે. સર્વતઃ વ્યાપે છે એટલું જ નહિ, તેને દશાંગુલ અતિક્રમીને જાય છે. આવા સાહિત્યની સામે અનીતિની ફરિયાદ કોઈ કરતું નથી. આવું સાહિત્ય તો ઊલટું નિરૂપેલા દરેક ભાવનું રહસ્ય સાથે સાથે બતાવતું જાય છે. | ||
પણ આથી ભિન્ન પ્રકારનું એક બીજું સાહિત્ય છે જેમાં આવું તાટસ્થ્ય હોતું નથી, અને જેના પક્ષકારો કાવ્યમાં તાટસ્થ્ય આવશ્યક માનતા નથી. આ સાહિત્યનો સર્જક પોતાના ભાવના વેગમાં પોતે જ ઘસડાય છે, એમ ઘસડાવામાં એક પ્રકારનો મૂર્ચ્છાનો આનંદ અનુભવે છે, અને તેનો ભાવક પણ એવો જ ભાવ ઝીલે છે. એવા સાહિત્યના વિવેચનમાંથી તારતમ્યદૃષ્ટિ ચાલી ગઈ હોય છે. ‘જે કાંઈ કથ્યું છે તે સુંદર રીતે કથ્યું છે કે નહિ? કવિએ કૌશલ દાખવ્યું છે કે નહિ?’ કવિનિરૂપિત ભાવના વહનમાં ઘસડાવામાં મજા પડતી હોય તો પછી ભાવનું તારતમ્ય, મૂલ્ય શા માટે પૂછવું? એ ભાવનું, સમસ્ત જીવનયોજનામાં કયું સ્થાન છે એ શા માટે જોવું? છે તે મહાલી લ્યો. કાલે ડૂબી જઈશું તેનું આજે શું? આજે તો સહેલ કરીએ છીએ અને ગાઈએ છીએ! | પણ આથી ભિન્ન પ્રકારનું એક બીજું સાહિત્ય છે જેમાં આવું તાટસ્થ્ય હોતું નથી, અને જેના પક્ષકારો કાવ્યમાં તાટસ્થ્ય આવશ્યક માનતા નથી. આ સાહિત્યનો સર્જક પોતાના ભાવના વેગમાં પોતે જ ઘસડાય છે, એમ ઘસડાવામાં એક પ્રકારનો મૂર્ચ્છાનો આનંદ અનુભવે છે, અને તેનો ભાવક પણ એવો જ ભાવ ઝીલે છે. એવા સાહિત્યના વિવેચનમાંથી તારતમ્યદૃષ્ટિ ચાલી ગઈ હોય છે. ‘જે કાંઈ કથ્યું છે તે સુંદર રીતે કથ્યું છે કે નહિ? કવિએ કૌશલ દાખવ્યું છે કે નહિ?’ કવિનિરૂપિત ભાવના વહનમાં ઘસડાવામાં મજા પડતી હોય તો પછી ભાવનું તારતમ્ય, મૂલ્ય શા માટે પૂછવું? એ ભાવનું, સમસ્ત જીવનયોજનામાં કયું સ્થાન છે એ શા માટે જોવું? છે તે મહાલી લ્યો. કાલે ડૂબી જઈશું તેનું આજે શું? આજે તો સહેલ કરીએ છીએ અને ગાઈએ છીએ!<ref>What matters,<br>{{gap}} | ||
If we sink tomorrow,<br>{{gap}} | If we sink tomorrow,<br>{{gap}} | ||
So long as today<br>{{gap}} | So long as today<br>{{gap}} | ||
we may sail and sing! – Ibsen</ref> આવી કવિતામાં, પછી કવિનું કૌશલ હોય, તો કાવ્ય કાવ્યની વચ્ચે તારતમ્યનું કશું કારણ કે ધોરણ રહેતું નથી. બધાં કાવ્યો સરખાં! આવાં કાવ્યો વધારે ચેપી છે કારણ કે તેમાં તાટસ્થ્ય નથી. આ શૈલીમાં કાવ્ય, પ્રેમ કે શ્રદ્ધા કે એવા કોઈ ઉન્નત ભાવને વિષય કરે ત્યારે તો ઠીક. પણ કવિને પોતાને તાટસ્થ્ય ન હોવાથી, તેનું પોતાનું હૃદયતંત્ર વ્યવસ્થિત ન હોવાથી, તે ઘણી વાર હીનવૃત્તિમાં પણ પ્રેરાય, અથવા તેનો પ્રેમ અનુચિત રીતે વહે, અથવા તેને જેમાં માત્ર ક્ષણિક સુખ લાગ્યું હોય તેવી વૃત્તિમાં રાચે, અને ભાવકના ચિત્ત ઉપર પણ તેના ચિરસ્થાયી સંસ્કારો પાડે એમ પણ બને. મૂલ્યદૃષ્ટિ નહિ હોવાથી હીન સાહિત્ય પણ ઊંચા સાહિત્ય તરીકે ખપવાનો આમાં ઘણો સંભવ છે. ખરી ફરિયાદ આવા સાહિત્ય સામે છે અને તે સાચી છે. હીનવૃત્તિમાં પણ આવું સાહિત્ય રસિક લાગે છે તેનું કારણ તેના ભાવનું ઘેન છે. તેમાં ઔચિત્યદૃષ્ટિ મૂર્ચ્છિત થાય છે. સમસ્ત ચેતન તેમાં જાગરૂક હોતું નથી. ઘણી વાર પ્રમાતા તેમાં અહંકાર ગલિત કરવાને બદલે ભોગલાલસાની તૃપ્તિ કે તેનું ઉત્તેજન શોધે છે. ત્યાં એ ખરો કલાનુભવ નથી. | we may sail and sing! – Ibsen</ref> આવી કવિતામાં, પછી કવિનું કૌશલ હોય, તો કાવ્ય કાવ્યની વચ્ચે તારતમ્યનું કશું કારણ કે ધોરણ રહેતું નથી. બધાં કાવ્યો સરખાં! આવાં કાવ્યો વધારે ચેપી છે કારણ કે તેમાં તાટસ્થ્ય નથી. આ શૈલીમાં કાવ્ય, પ્રેમ કે શ્રદ્ધા કે એવા કોઈ ઉન્નત ભાવને વિષય કરે ત્યારે તો ઠીક. પણ કવિને પોતાને તાટસ્થ્ય ન હોવાથી, તેનું પોતાનું હૃદયતંત્ર વ્યવસ્થિત ન હોવાથી, તે ઘણી વાર હીનવૃત્તિમાં પણ પ્રેરાય, અથવા તેનો પ્રેમ અનુચિત રીતે વહે, અથવા તેને જેમાં માત્ર ક્ષણિક સુખ લાગ્યું હોય તેવી વૃત્તિમાં રાચે, અને ભાવકના ચિત્ત ઉપર પણ તેના ચિરસ્થાયી સંસ્કારો પાડે એમ પણ બને. મૂલ્યદૃષ્ટિ નહિ હોવાથી હીન સાહિત્ય પણ ઊંચા સાહિત્ય તરીકે ખપવાનો આમાં ઘણો સંભવ છે. ખરી ફરિયાદ આવા સાહિત્ય સામે છે અને તે સાચી છે. હીનવૃત્તિમાં પણ આવું સાહિત્ય રસિક લાગે છે તેનું કારણ તેના ભાવનું ઘેન છે. તેમાં ઔચિત્યદૃષ્ટિ મૂર્ચ્છિત થાય છે. સમસ્ત ચેતન તેમાં જાગરૂક હોતું નથી. ઘણી વાર પ્રમાતા તેમાં અહંકાર ગલિત કરવાને બદલે ભોગલાલસાની તૃપ્તિ કે તેનું ઉત્તેજન શોધે છે. ત્યાં એ ખરો કલાનુભવ નથી. | ||
આ જાતની કવિતા હિંદના સાહિત્યમાં હજી હમણાં જ થવા માંડી, પશ્ચિમમાં પણ તે શિષ્ટ સાહિત્યના જમાના પછી જ થઈ છે. આ જાતની હરકોઈ ભાવ ભોગવી લેવાની અધીરાઈ અને તેના આંતર રહસ્ય તરફનું દુર્લક્ષ, પશ્ચિમની પ્રજાના હૃદયની અતંત્રતામાંથી આવેલ છે, એમ તેના વિવેચકો કહે છે. પશ્ચિમની પ્રજાની મૂળ સંસ્કૃતિ ગ્રીસની છે, અને તેમાં ક્રિશ્ચન ધર્મે પછીથી આવીને જૂની ગ્રીક વ્યવસ્થા તોડી છે. તેથી સમસ્ત પ્રજામાનસ છિન્નભિન્ન થઈ ગયું છે. એ પ્રજામાં નીતિના સ્થૂલ આચારો જ નહિ પણ સૂક્ષ્મ સિદ્ધાંતો પણ વારંવાર બદલાયા કર્યાં છે. છેલ્લા એક સૈકાની વિજ્ઞાનની પ્રગતિએ એ અવ્યવસ્થા વધારી છે. પરિણામે નીતિમાં તેમ જ કલામાં સ્વૈરવાદ પ્રગટ્યો છે. વહાણ આખું હોય ત્યાં સુધી તે એક જ નિશાનથી ચાલે અને અંદર બેઠેલાં બધાં માણસો પણ પોતાનું સ્થાન કલ્પીને બેસે. પણ તે ભાંગતાં તેનાં પાટિયાંને વળગેલાં માણસોને દિશા નથી હોતી, એકબીજાની ગતિ સાથે સંબંધ નથી હોતો, દરેક માણસ દરિયાના અંધ બળોથી દોરાઈ ગમે ત્યાં ગતિ કરે છે, તેવી જીવનની અને કાવ્યની સ્થિતિ થઈ છે. આપણે અહીં એ કવિતા પશ્ચિમના અનુકરણથી આવી છે. અને કંઈક પશ્ચિમની સંસ્કૃતિના આઘાતથી આપણું માનસ પણ એવું જ અવ્યવસ્થિત થયું છે, એ પણ એક કારણ છે. પણ પશ્ચિમમાં એ સ્થિતિ સુધરતી જાય છે. ત્યાંના સૂક્ષ્મ વિવેચકો કવિતામાં રહસ્ય કે ઉત્તમ ભાવની માગણી કરવા માંડ્યા છે. | આ જાતની કવિતા હિંદના સાહિત્યમાં હજી હમણાં જ થવા માંડી, પશ્ચિમમાં પણ તે શિષ્ટ સાહિત્યના જમાના પછી જ થઈ છે. આ જાતની હરકોઈ ભાવ ભોગવી લેવાની અધીરાઈ અને તેના આંતર રહસ્ય તરફનું દુર્લક્ષ, પશ્ચિમની પ્રજાના હૃદયની અતંત્રતામાંથી આવેલ છે, એમ તેના વિવેચકો કહે છે. પશ્ચિમની પ્રજાની મૂળ સંસ્કૃતિ ગ્રીસની છે, અને તેમાં ક્રિશ્ચન ધર્મે પછીથી આવીને જૂની ગ્રીક વ્યવસ્થા તોડી છે. તેથી સમસ્ત પ્રજામાનસ છિન્નભિન્ન થઈ ગયું છે. એ પ્રજામાં નીતિના સ્થૂલ આચારો જ નહિ પણ સૂક્ષ્મ સિદ્ધાંતો પણ વારંવાર બદલાયા કર્યાં છે. છેલ્લા એક સૈકાની વિજ્ઞાનની પ્રગતિએ એ અવ્યવસ્થા વધારી છે. પરિણામે નીતિમાં તેમ જ કલામાં સ્વૈરવાદ પ્રગટ્યો છે. વહાણ આખું હોય ત્યાં સુધી તે એક જ નિશાનથી ચાલે અને અંદર બેઠેલાં બધાં માણસો પણ પોતાનું સ્થાન કલ્પીને બેસે. પણ તે ભાંગતાં તેનાં પાટિયાંને વળગેલાં માણસોને દિશા નથી હોતી, એકબીજાની ગતિ સાથે સંબંધ નથી હોતો, દરેક માણસ દરિયાના અંધ બળોથી દોરાઈ ગમે ત્યાં ગતિ કરે છે, તેવી જીવનની અને કાવ્યની સ્થિતિ થઈ છે. આપણે અહીં એ કવિતા પશ્ચિમના અનુકરણથી આવી છે. અને કંઈક પશ્ચિમની સંસ્કૃતિના આઘાતથી આપણું માનસ પણ એવું જ અવ્યવસ્થિત થયું છે, એ પણ એક કારણ છે. પણ પશ્ચિમમાં એ સ્થિતિ સુધરતી જાય છે. ત્યાંના સૂક્ષ્મ વિવેચકો કવિતામાં રહસ્ય કે ઉત્તમ ભાવની માગણી કરવા માંડ્યા છે.<ref>પરિશિષ્ટમાં આ પરિસ્થિતિ અને તેના નિદાન સંબંધી લાંબા ફકરા આપેલા છે.</ref> કાવ્ય જે ભાવ કથે છે તે બરાબર કૌશલથી કથે છે કે નહિ<ref>આપણામાં ‘કલાકૌશલ્ય’ એમ બંને શબ્દો ભેગા બોલાય છે. કલા અને કૌશલ્ય બેમાં ઘણો સૂક્ષ્મ તફાવત છે. કૌશલ્ય વિના કલા ન સંભવે, પણ એકલું કૌશલ્ય તે કલા નથી. આ વિવેકથી અમુક કૃતિ કલા છે કે નથી એ પ્રશ્નનું નિરાકરણ ઘણી વાર સહેલું થઈ જવા સંભવ છે. સુંદર રંગોની ફરસબંધીને, કે ઘરેણાં ઉપરની કોઈ સુંદર આકૃતિને આપણે માત્ર કૌશલ કહીએ છીએ, કલા નહિ; કોઈ અપૂર્વ હોય તેને જ કાવ્યકલાની કૃતિ કહીએ, અને જ્યાં કેવલ સાધારણ ભાવ કૌશલથી કહ્યો હોય તેને માત્ર કૌશલ કહીએ તો ચર્ચામાં ચોખવટ આવે એમ નથી લાગતું? આગળ આવેલા ભટ્ટ તોતના શબ્દોમાં જ્યાં દર્શન અને વર્ણન બંને હોય ત્યાં જ કાવ્ય અન્યત્ર માત્ર કૌશલ.</ref> એટલો જ પ્રશ્ન વિવેચનનો નથી, પણ જે ભાવન કથે છે તે ભાવ પોતે પણ ઉચ્ચ છે કે નહિ, રહસ્યવાળો છે કે નહિ એ પણ વિવેચનનો પ્રશ્ન છે, એમ હવે સ્વીકારાવા લાગ્યું છે. અને તેથી ફરી વ્યવસ્થા થશે એવી આશા રાખી શકાય. કશું અવ્યવસ્થિત રહેવા દેવું એ મનુષ્યસ્વભાવની વિરુદ્ધ છે. તો હૃદયના ભાવો જેવી માર્મિક વસ્તુઓ કેટલોક કાળ અવ્યવસ્થિત રહી શકશે? | ||
ત્યારે કાવ્યની વિશેષ શક્તિ એ થઈ કે તે અહંકાર ગલિત થાય તેવી રીતે ભાવો કે લાગણીઓનાં સ્વરૂપો યથાતથ આપણને દર્શાવે છે અને તે સાથે આપણા જીવનમાં તેનું કેટલું રહસ્ય છે તે પણ જણાવે છે. જેમ આંખમાં જે જે રંગો આવે તેનો સમન્વય કરીને ચિત્ત તેને નજીક દૂરના સંબંધમાં વ્યવસ્થિત કરે છે, તેમ કાવ્ય તેમાં જે જે વસ્તુ આવે તેને તેના રહસ્ય પ્રમાણે કે મૂલ્ય પ્રમાણે વ્યવસ્થિત કરે છે. માટે મૅથ્યુ આર્નોલ્ડ કાવ્યને જીવનની સમીક્ષા કહે છે. કાવ્ય જીવનનું એવું કોઈક દૃષ્ટિબિંદુ આપે છે કે જ્યાંથી અમુક ભાવ તેના ખરેખરા રહસ્ય પ્રમાણે દેખાય. જેમ પરિઘનો દરેક ખંડ (arc of a circumference) પોતાના આકારથી જ મધ્યબિંદુનો આક્ષેપ કરે છે, તેમ કાવ્યનિરૂપિત વસ્તુ એ નિરૂપણથી જ જીવનના દૃષ્ટિબિંદુનો આક્ષેપ કરે છે. એક મહાન વર્તુળમાં એક જ બિંદુથી જુદી જુદી ત્રિજ્યાએ અનેક વર્તુળો કે વર્તુળખંડો દોરેલાં હોય તો તેનું મધ્યબિંદુ તરત જડે, તેમ કાવ્ય જેમ વધારે ભાવોને વિષય કરે તેમ તેમાંથી જીવનનું દૃષ્ટિબિંદુ તરત જડે. એક જ લાગણીનું એકાદ મુક્તક કે ઊર્મિકાવ્ય તે એક મહાન વર્તુળના પરિઘના એક નાનકડા ખંડ જેવું છે. તેનાથી બહુ હિસાબ કરીએ તો મધ્યબિંદુ જડે પણ પેલા બીજા જેવું સહેલાઈથી નહિ. એક મહાભારત જેવા કાવ્યમાં, જેમાં ભીષ્મના જેવો બળવાન પ્રાચીન રૂઢિનો સમર્થક, દુર્યોધન જેવો બળવાન અભિમાની, ધૃતરાષ્ટ્ર જેવો અંધ પુત્રપક્ષપાતી, ધર્મરાજ જેવો નીતિને માટે ચીવટ રાખનાર, અર્જુન જેવો આદર્શ વીર, ભીમ જેવો શરીરબળવાળો, કર્ણ જેવો દાનવીર વગેરે વગેરે હોય, તેવા કાવ્યમાં અનેક લાગણીઓનું તરત રહસ્ય સમજાય, જીવનની યોજનાનું દર્શન થાય, ટૂંકમાં જીવનનું ખરું દૃષ્ટિબિંદુ જડે. પશ્ચિમના મતને અનુસરીને આપણામાં એક મત હતો કે આત્મલક્ષી કાવ્ય જ ઉત્તમ ગણાય અને પરલક્ષી કાવ્ય લોકપ્રિય વધારે થાય પણ એટલું ઉત્તમ ન ગણાય, એ મને પ્રામાણિક લાગતો નથી. આત્મલક્ષી કાવ્યમાં કવિ પોતાનો જ અનુભવ કહે છે માટે તેમાં લાગણીનું વધારે યથાર્થ નિરૂપણ હોય એમ કહેવાય છે, પણ કવિની પ્રતિભા ખરી હોય તો તેને પોતાના દેહે લીધેલો અનુભવ અને પારકા દેહમાં જોયેલો અનુભવ તાદૃશતામાં સરખા જ હોય. એ જ એની પ્રતિભા છે. વ્યવહારના વ્યવસાયને લીધે લાંબાં કાવ્યો કે લાંબી નવલકથાઓ વાંચવાને આપણને ફુરસદ ન હોય અને તેથી ટૂંકાં કાવ્યો જ વાંચી શકતા હોઈએ, અને એ ખપત પૂરી પાડવા એવાં જ કાવ્યો લખાય તેની સામે મારે કાંઈ કહેવાનું નથી. પણ લાંબાં કાવ્યો વાંચવા અને સમજવા જેટલું ધૈર્ય જ ન હોય એ મને કલ્પના અને બુદ્ધિ બંનેની નિર્બળતા લાગે છે. આપણા અભ્યાસક્રમમાં લાંબાં કાવ્યોનો પુષ્કળ પરિચય થઈ જવો જોઈએ. એ કાવ્યો જ આનંદ સાથે હૃદયને વ્યવસ્થિત કરે છે, લાગણીથી તટસ્થ રહીને તેનું યથાર્થ દર્શન કરતાં શીખવે છે, બુદ્ધિ અને લાગણીનો યોગ કરી આપે છે. | ત્યારે કાવ્યની વિશેષ શક્તિ એ થઈ કે તે અહંકાર ગલિત થાય તેવી રીતે ભાવો કે લાગણીઓનાં સ્વરૂપો યથાતથ આપણને દર્શાવે છે અને તે સાથે આપણા જીવનમાં તેનું કેટલું રહસ્ય છે તે પણ જણાવે છે. જેમ આંખમાં જે જે રંગો આવે તેનો સમન્વય કરીને ચિત્ત તેને નજીક દૂરના સંબંધમાં વ્યવસ્થિત કરે છે, તેમ કાવ્ય તેમાં જે જે વસ્તુ આવે તેને તેના રહસ્ય પ્રમાણે કે મૂલ્ય પ્રમાણે વ્યવસ્થિત કરે છે. માટે મૅથ્યુ આર્નોલ્ડ કાવ્યને જીવનની સમીક્ષા કહે છે. કાવ્ય જીવનનું એવું કોઈક દૃષ્ટિબિંદુ આપે છે કે જ્યાંથી અમુક ભાવ તેના ખરેખરા રહસ્ય પ્રમાણે દેખાય. જેમ પરિઘનો દરેક ખંડ (arc of a circumference) પોતાના આકારથી જ મધ્યબિંદુનો આક્ષેપ કરે છે, તેમ કાવ્યનિરૂપિત વસ્તુ એ નિરૂપણથી જ જીવનના દૃષ્ટિબિંદુનો આક્ષેપ કરે છે. એક મહાન વર્તુળમાં એક જ બિંદુથી જુદી જુદી ત્રિજ્યાએ અનેક વર્તુળો કે વર્તુળખંડો દોરેલાં હોય તો તેનું મધ્યબિંદુ તરત જડે, તેમ કાવ્ય જેમ વધારે ભાવોને વિષય કરે તેમ તેમાંથી જીવનનું દૃષ્ટિબિંદુ તરત જડે. એક જ લાગણીનું એકાદ મુક્તક કે ઊર્મિકાવ્ય તે એક મહાન વર્તુળના પરિઘના એક નાનકડા ખંડ જેવું છે. તેનાથી બહુ હિસાબ કરીએ તો મધ્યબિંદુ જડે પણ પેલા બીજા જેવું સહેલાઈથી નહિ. એક મહાભારત જેવા કાવ્યમાં, જેમાં ભીષ્મના જેવો બળવાન પ્રાચીન રૂઢિનો સમર્થક, દુર્યોધન જેવો બળવાન અભિમાની, ધૃતરાષ્ટ્ર જેવો અંધ પુત્રપક્ષપાતી, ધર્મરાજ જેવો નીતિને માટે ચીવટ રાખનાર, અર્જુન જેવો આદર્શ વીર, ભીમ જેવો શરીરબળવાળો, કર્ણ જેવો દાનવીર વગેરે વગેરે હોય, તેવા કાવ્યમાં અનેક લાગણીઓનું તરત રહસ્ય સમજાય, જીવનની યોજનાનું દર્શન થાય, ટૂંકમાં જીવનનું ખરું દૃષ્ટિબિંદુ જડે. પશ્ચિમના મતને અનુસરીને આપણામાં એક મત હતો કે આત્મલક્ષી કાવ્ય જ ઉત્તમ ગણાય અને પરલક્ષી કાવ્ય લોકપ્રિય વધારે થાય પણ એટલું ઉત્તમ ન ગણાય, એ મને પ્રામાણિક લાગતો નથી. આત્મલક્ષી કાવ્યમાં કવિ પોતાનો જ અનુભવ કહે છે માટે તેમાં લાગણીનું વધારે યથાર્થ નિરૂપણ હોય એમ કહેવાય છે, પણ કવિની પ્રતિભા ખરી હોય તો તેને પોતાના દેહે લીધેલો અનુભવ અને પારકા દેહમાં જોયેલો અનુભવ તાદૃશતામાં સરખા જ હોય. એ જ એની પ્રતિભા છે. વ્યવહારના વ્યવસાયને લીધે લાંબાં કાવ્યો કે લાંબી નવલકથાઓ વાંચવાને આપણને ફુરસદ ન હોય અને તેથી ટૂંકાં કાવ્યો જ વાંચી શકતા હોઈએ, અને એ ખપત પૂરી પાડવા એવાં જ કાવ્યો લખાય તેની સામે મારે કાંઈ કહેવાનું નથી. પણ લાંબાં કાવ્યો વાંચવા અને સમજવા જેટલું ધૈર્ય જ ન હોય એ મને કલ્પના અને બુદ્ધિ બંનેની નિર્બળતા લાગે છે. આપણા અભ્યાસક્રમમાં લાંબાં કાવ્યોનો પુષ્કળ પરિચય થઈ જવો જોઈએ. એ કાવ્યો જ આનંદ સાથે હૃદયને વ્યવસ્થિત કરે છે, લાગણીથી તટસ્થ રહીને તેનું યથાર્થ દર્શન કરતાં શીખવે છે, બુદ્ધિ અને લાગણીનો યોગ કરી આપે છે. | ||
કોઈ કહેશે કે મેં પણ નીતિનું નામ ન વાપરતાં છેવટે તો એમ જ કહ્યું કે કાવ્ય નીતિની વિરુદ્ધ ન હોઈ શકે. હા, એટલું જ નહિ પણ મારો એ પણ અભિપ્રાય છે કે નીતિ અને કાવ્ય બંને એક જ લક્ષ્ય તરફ જાય છે. નીતિ શબ્દ મેં નથી વાપર્યો તે નીતિવાદીમાં ગણાવાની ભીતિએ નહિ, પણ મારે નીતિ કરતાં કંઈક વિશેષ અભિપ્રેત છે માટે. નીતિ આત્માની એકદેશીય પ્રવૃત્તિ છે. હું તેથી આગળ જઈને કહું છું કે ફિલસૂફી અને કાવ્ય બંને એક જ માર્ગે જાય છે. સમસ્ત આત્મચૈતન્યનો ઉત્કર્ષ અનુભવાવવો એ કાવ્યનું કામ છે, કાવ્યની શક્તિ છે. કાવ્યની નીતિની દૃષ્ટિએ પરીક્ષા કરવી જોઈએ એમ નહિ, કાવ્યની રસદૃષ્ટિએ પરીક્ષા કરતાં – પરીક્ષા પણ નહિ, કાવ્યનો રસ લેતાં, અનીતિમાં આનંદ મેળવનાર કાવ્ય મને રસમાં ઊતરતું લાગે છે. કાવ્ય અને નીતિ બંને આત્માના એક જ રહસ્યબિંદુમાંથી પ્રગટ થાય છે. પછી બંને વિરોધી ન જ હોય. અને એ તો રસને ઊલટું પોષક છે. એમાં કાવ્યની સમૃદ્ધિ જરા પણ ઓછી નથી થતી. | કોઈ કહેશે કે મેં પણ નીતિનું નામ ન વાપરતાં છેવટે તો એમ જ કહ્યું કે કાવ્ય નીતિની વિરુદ્ધ ન હોઈ શકે. હા, એટલું જ નહિ પણ મારો એ પણ અભિપ્રાય છે કે નીતિ અને કાવ્ય બંને એક જ લક્ષ્ય તરફ જાય છે. નીતિ શબ્દ મેં નથી વાપર્યો તે નીતિવાદીમાં ગણાવાની ભીતિએ નહિ, પણ મારે નીતિ કરતાં કંઈક વિશેષ અભિપ્રેત છે માટે. નીતિ આત્માની એકદેશીય પ્રવૃત્તિ છે. હું તેથી આગળ જઈને કહું છું કે ફિલસૂફી અને કાવ્ય બંને એક જ માર્ગે જાય છે. સમસ્ત આત્મચૈતન્યનો ઉત્કર્ષ અનુભવાવવો એ કાવ્યનું કામ છે, કાવ્યની શક્તિ છે. કાવ્યની નીતિની દૃષ્ટિએ પરીક્ષા કરવી જોઈએ એમ નહિ, કાવ્યની રસદૃષ્ટિએ પરીક્ષા કરતાં – પરીક્ષા પણ નહિ, કાવ્યનો રસ લેતાં, અનીતિમાં આનંદ મેળવનાર કાવ્ય મને રસમાં ઊતરતું લાગે છે. કાવ્ય અને નીતિ બંને આત્માના એક જ રહસ્યબિંદુમાંથી પ્રગટ થાય છે. પછી બંને વિરોધી ન જ હોય. અને એ તો રસને ઊલટું પોષક છે. એમાં કાવ્યની સમૃદ્ધિ જરા પણ ઓછી નથી થતી. | ||