35,796
edits
(+1) |
No edit summary |

| Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ લેખમાં હું બંને કાવ્યોના વસ્તુની સરખામણી કરી તેના તફાવતો વિગતવાર નોંધવા ઇચ્છતો નથી, પણ બંને કાવ્યો વાંચતાં વાંચનારના મન પર જે મુખ્ય મુખ્ય તફાવતોની છાપ પડે, તે તફાવતોનું રહસ્ય સમજવા ઇચ્છું છું. તે તફાવતોથી કાવ્યમાં રસદૃષ્ટિએ શો ફરક પડે છે અને તે તફાવતો થવાનાં શાં કારણો હશે તે સંબંધી મીમાંસા કરવા ઇચ્છું છું. | આ લેખમાં હું બંને કાવ્યોના વસ્તુની સરખામણી કરી તેના તફાવતો વિગતવાર નોંધવા ઇચ્છતો નથી, પણ બંને કાવ્યો વાંચતાં વાંચનારના મન પર જે મુખ્ય મુખ્ય તફાવતોની છાપ પડે, તે તફાવતોનું રહસ્ય સમજવા ઇચ્છું છું. તે તફાવતોથી કાવ્યમાં રસદૃષ્ટિએ શો ફરક પડે છે અને તે તફાવતો થવાનાં શાં કારણો હશે તે સંબંધી મીમાંસા કરવા ઇચ્છું છું. | ||
છેલ્લો નળાખ્યાનનો | છેલ્લો નળાખ્યાનનો લેખ<ref>પ્રેમાનંદનો હાસ્યરસ : નળાખ્યાન પૃ. ૫૫</ref>, જેના ઉપરથી જ મને આ વિષય સૂઝ્યો છે. તેમાં હું એક વાત તો બતાવી ગયો છું કે પ્રેમાનંદે નળાખ્યાનને સ્વતંત્ર કાવ્ય તરીકે નિરૂપ્યું છે. અને તેમ કરતાં તેના હાથે નળાખ્યાનનું રહસ્ય, માત્ર એક અભિજાત અને ઉચ્ચ સ્થિતિના માણસ પર કેવી આપદા પડી એ બતાવવું એટલું જ નહિ, પણ એક દંપતીના પ્રેમનો, ખાસ કરીને પત્નીના પ્રેમનો વિકાસ તેના આદિ અને વિકાસની અંતિમ મર્યાદા બતાવવી એ થઈ ગયું છે. પણ તે સિવાય પણ બીજા ઘણા ફેરફારો થયા છે, તે અનેક દૃષ્ટિએ મનન કરવા યોગ્ય મને જણાયા છે. | ||
ઉપર જણાવ્યું તેમ પ્રેમાનંદે કરેલા કેટલાક ફેરફારો તે વસ્તુને સ્વતંત્ર આખ્યાન બનાવવાના પરિણામના છે. ઉપાખ્યાનમાં કેટલીક વિગતો તેને જે અધૂરી લાગી તે અહીં સ્વતંત્ર આખ્યાન બનતાં તે પૂરવા ઇચ્છે છે. દાખલા તરીકે હંસનું પૂર્વ ભવનું વૃત્તાંત તે વસ્તુમાં ઉમેરે છે. | ઉપર જણાવ્યું તેમ પ્રેમાનંદે કરેલા કેટલાક ફેરફારો તે વસ્તુને સ્વતંત્ર આખ્યાન બનાવવાના પરિણામના છે. ઉપાખ્યાનમાં કેટલીક વિગતો તેને જે અધૂરી લાગી તે અહીં સ્વતંત્ર આખ્યાન બનતાં તે પૂરવા ઇચ્છે છે. દાખલા તરીકે હંસનું પૂર્વ ભવનું વૃત્તાંત તે વસ્તુમાં ઉમેરે છે.<ref>નળ અને હંસના વૃત્તાંતમાં પ્રેમાનંદે મૂકેલી એક વાત મને નિરર્થક લાગે છે. હંસ નળની વિદાય માગતાં કહે છે :

ભાઈ, તુજને કરું વીનતી, દ્યૂત ના રમશો નૈષધપતી;
| ભાઈ, તુજને કરું વીનતી, દ્યૂત ના રમશો નૈષધપતી;

નવ કરશો સ્ત્રીનો વિશ્વાસ, એ બે થકી થાય વિનાશ. કડવું ૧૭-૭
| નવ કરશો સ્ત્રીનો વિશ્વાસ, એ બે થકી થાય વિનાશ. કડવું ૧૭-૭

આમાં દ્યૂત ન રમવાની શિક્ષા તો સાચી, પણ સ્ત્રીનો વિશ્વાસ ન કરવો એમ શાથી કહ્યું? હંસને પોતાના જીવનમાં કે આગલા ભવમાં એવો કશો અનુભવ થયો નહોતો. જેથી આવું બોલવું પડે! પૂર્વ ભવમાં તેની સ્ત્રી તો સાધ્વી હતી. હંસ અહીં કાંઈક જાણે ત્રિકાળજ્ઞાનથી બોલતો જણાય છે, પણ નળના જીવનમાં ક્યાંય સ્ત્રી તરફથી તેને અનિષ્ટ થતું નથી. પ્રેમાનંદ માત્ર પોતાના જમાનાનું એક ડહાપણ પ્રસંગ વિના કહેતો હોય એમ જણાય છે. હંસની આ ઉક્તિનો ઉપયોગ નળ એક જ જગ્યાએ, દમયંતીને ખોટો દોષ આપવામાં, અઘટિત મહેણું મારવામાં જ કરે છે. કડવું ૩૨, ૨૨–૨૩.</ref> તે જ રીતે પુષ્કર વિશે તે કેટલીક હકીકત જોડી કાઢે છે. મહાભારતમાં પુષ્કર વિશે કશી જ હકીકત નથી એમ કહીએ તો ચાલે. એ નળનો ભાઈ હતો એ પણ પુષ્કરના સંબોધનથી પ્રસંગવશાત્ ખબર પડે છે. તે નળની ઈર્ષ્યાથી પુરવાસ છોડી વનમાં જઈ રહ્યો હતો, તે પ્રેમાનંદની ઘટના લાગે છે. મહાભારત ઉપરથી તો જણાય છે કે તેને પોતાનું પુર હતું. નળ, અંતે તેને પોતાને | આમાં દ્યૂત ન રમવાની શિક્ષા તો સાચી, પણ સ્ત્રીનો વિશ્વાસ ન કરવો એમ શાથી કહ્યું? હંસને પોતાના જીવનમાં કે આગલા ભવમાં એવો કશો અનુભવ થયો નહોતો. જેથી આવું બોલવું પડે! પૂર્વ ભવમાં તેની સ્ત્રી તો સાધ્વી હતી. હંસ અહીં કાંઈક જાણે ત્રિકાળજ્ઞાનથી બોલતો જણાય છે, પણ નળના જીવનમાં ક્યાંય સ્ત્રી તરફથી તેને અનિષ્ટ થતું નથી. પ્રેમાનંદ માત્ર પોતાના જમાનાનું એક ડહાપણ પ્રસંગ વિના કહેતો હોય એમ જણાય છે. હંસની આ ઉક્તિનો ઉપયોગ નળ એક જ જગ્યાએ, દમયંતીને ખોટો દોષ આપવામાં, અઘટિત મહેણું મારવામાં જ કરે છે. કડવું ૩૨, ૨૨–૨૩.</ref> તે જ રીતે પુષ્કર વિશે તે કેટલીક હકીકત જોડી કાઢે છે. મહાભારતમાં પુષ્કર વિશે કશી જ હકીકત નથી એમ કહીએ તો ચાલે. એ નળનો ભાઈ હતો એ પણ પુષ્કરના સંબોધનથી પ્રસંગવશાત્ ખબર પડે છે. તે નળની ઈર્ષ્યાથી પુરવાસ છોડી વનમાં જઈ રહ્યો હતો, તે પ્રેમાનંદની ઘટના લાગે છે. મહાભારત ઉપરથી તો જણાય છે કે તેને પોતાનું પુર હતું. નળ, અંતે તેને પોતાને પુર<ref>एवं नलः सान्त्वयित्वा भ्रातरं सत्यविक्रमः। स्वपुर प्रेषयामास परिष्वज्य पुनः पुनः।। વનપર્વ, ૭૮, ૨૬</ref> મોકલે છે. ભાલણ જેણે મહાભારતનાં મૂળ વસ્તુની બહુ જ નિકટ રહી પોતાનું નળાખ્યાન લખ્યું છે, તે પુષ્કરના વનવાસની વાત નથી કરતો. પ્રેમાનંદે પુષ્કર વિશે આવી કથા જોડી કાઢી તેનું કારણ તર્કપ્રેરક છે. મહાભારતમાં એવું વર્ણન છે કે કલિ દ્વાપર સાથે સંધિ કરે છે. પછી પ્રસંગ મળતાં નળમાં પ્રવેશ કરે છે. નળમાં પ્રવેશ કરીને તે પુષ્કર પાસે જાય છે. તેને કહે છે કે તું નિષધ જા, નળની સાથે દ્યૂત રમ, ને જીતીને તેનું રાજ લે. પછી — | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>एवम्मुक्तस्तु कलिना पुष्करो नलमभ्ययात् । | {{Block center|'''<poem>एवम्मुक्तस्तु कलिना पुष्करो नलमभ्ययात् । | ||
कलिश्चैव वृषो भूत्वा गवां पुष्करमभ्ययात् । । ६ ।। | कलिश्चैव वृषो भूत्वा गवां पुष्करमभ्ययात् । । ६ ।। | ||
आसाध्य तु नलं वीरं पुष्करः परवीरहा। | आसाध्य तु नलं वीरं पुष्करः परवीरहा। | ||
दीव्यावेतयब्रवीद भ्राता वृषेणेति मुहुर्मुहः । । ७ | दीव्यावेतयब्रवीद भ्राता वृषेणेति मुहुर्मुहः । । ७ ।।<ref>આ લેખમાં સર્વત્ર ચિત્રશાળા પ્રેસની મહાભારતની આવૃત્તિમાંથી અવતરણો લીધેલાં છે. ભાષાંતર સર્વત્ર માત્ર ભાવાનુસારી છે. શબ્દશઃ નથી.</ref> | ||
અધ્યાય ૫૯</poem>'''}} | અધ્યાય ૫૯</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પછી પુષ્કર નળ પાસે જાય છે. અને કલિ ગાયોનો ‘વૃષ’ થઈને પુષ્કર પાસે જાય છે. વીર નળ પાસે જઈને પુષ્કર વૃષથી રમવાનું વારંવાર કહે છે. આ ઉપરથી પુષ્કર નળ પાસે આખલો લઈને ગયો એવું વર્ણન ભાલણ કરે છે. | પછી પુષ્કર નળ પાસે જાય છે. અને કલિ ગાયોનો ‘વૃષ’ થઈને પુષ્કર પાસે જાય છે. વીર નળ પાસે જઈને પુષ્કર વૃષથી રમવાનું વારંવાર કહે છે. આ ઉપરથી પુષ્કર નળ પાસે આખલો લઈને ગયો એવું વર્ણન ભાલણ કરે છે.<ref>બે નળાખ્યાન કડવું ૧૧, ૯૯–૧૦૧</ref> ભાલણ અને પ્રેમાનંદ બંનેયે પુષ્કરે રમતમાં વૃષ મૂક્યો એવું વર્ણન કર્યું છે. હવે પુષ્કર રાજા હોય તો આખલો લઈને જાવ અને પણમાં માત્ર આખલો મૂકે અને તેની સામે નળ પોતાનું રાજ્ય મૂકે એ અસંભવિત છે. ભાલણને આ અસંભવિતતા જણાઈ નહિ. પ્રેમાનંદને જણાઈ અને તેથી તેણે પુષ્કરને નિર્ધન અને વનવાસી કલ્પ્યો. વનવાસની ઘટનાનું મને અહીં કારણ દેખાય છે. પણ મને લાગે છે કે અહીં વૃષનો અર્થ સમજવામાં ભૂલ થઈ છે. પ્રેમાનંદે ભૂલ કરી, પણ ભાલણે આ ભૂલ કરી તે સમયની મર્યાદા બતાવે છે. મહાભારતના આ શ્લોકો ઉપર : गवां वृषः अत्र गोशब्दो लक्षितलक्षणया अक्षशब्दवाच्येषु पाशेषु वर्तते। वृषः श्रेष्ठः पाशश्रेष्ठो भूत्वा ।। ७ ।। નીલકંઠ ‘ગો’નો અર્થ લક્ષણાથી અક્ષ – પાસો કરે છે અને વૃષનો અર્થ મોટો પાસો એમ કરે છે. સાતમા શ્લોકની ટીકામાં પણ લખે છે ‘વૃષેણ અક્ષુખ્યેન || <ref>વનપર્વ અધ્યાય ૭૨–૩૪, ૩૫</ref> ||’ એટલે વૃષનો અર્થ મોટો પાસો એમ થાય છે. નીલકંઠ લક્ષણાથી અર્થ કરે છે, પણ કદાચ જુગટાની ભાષામાં મોટા પાસાને ‘વૃષ’ કહેતા હશે, અને મહાભારતકારનો અભિપ્રાય એવો હશે કે કલિએ પોતે એ ખોટા પાસાનું રૂપ લીધું, અને એ રીતે નળ હાર્યો. | ||
સંસ્કૃત શબ્દની ખૂબી એક બીજી જગ્યાએ પણ પ્રેમાનંદ સમજ્યો જણાતો નથી. કર્કોટકના વૃત્તાંતમાં નળ બળતા કર્કોટકને અગ્નિ બહાર કાઢે છે પછી નીચે પ્રમાણે વર્ણન છે : | સંસ્કૃત શબ્દની ખૂબી એક બીજી જગ્યાએ પણ પ્રેમાનંદ સમજ્યો જણાતો નથી. કર્કોટકના વૃત્તાંતમાં નળ બળતા કર્કોટકને અગ્નિ બહાર કાઢે છે પછી નીચે પ્રમાણે વર્ણન છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 25: | Line 25: | ||
तस्य दष्टस्य तद्रूपं क्षिप्रमन्तरधीयत । । १२ । । અધ્યાય ૬૬</poem>'''}} | तस्य दष्टस्य तद्रूपं क्षिप्रमन्तरधीयत । । १२ । । અધ્યાય ૬૬</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અગ્નિ વિનાના ખુલ્લા ભાગમાં નળ કર્કોટકને મૂકવા જતો હતો ત્યારે કર્કોટકે કહ્યું : હે નૈષધ, તારાં પગલાં ગણતો-ગણતો થોડાં પગલાં જા. હું તારું મોટું શ્રેય કરીશ. તે પછી સંખ્યા ગણવા માંડેલા નૃપને તે દશમે પગલે ડસ્યો. તેના ડસવાથી તરત જ તેનું રૂપ ચાલ્યું ગયું. અહીં પ્રશ્ન થાય કે નાગ પગલાં શા માટે ગણાવે છે. રહસ્ય એ છે કે નળ પગલાં ગણતાં દસમે પગલે | અગ્નિ વિનાના ખુલ્લા ભાગમાં નળ કર્કોટકને મૂકવા જતો હતો ત્યારે કર્કોટકે કહ્યું : હે નૈષધ, તારાં પગલાં ગણતો-ગણતો થોડાં પગલાં જા. હું તારું મોટું શ્રેય કરીશ. તે પછી સંખ્યા ગણવા માંડેલા નૃપને તે દશમે પગલે ડસ્યો. તેના ડસવાથી તરત જ તેનું રૂપ ચાલ્યું ગયું. અહીં પ્રશ્ન થાય કે નાગ પગલાં શા માટે ગણાવે છે. રહસ્ય એ છે કે નળ પગલાં ગણતાં દસમે પગલે ‘દશ’<ref>ભાલણના નળાખ્યાનની પંક્તિ આ જ જગ્યાએ ખંડિત થયેલી છે. પણ હું માનું છું કે ભાલણ આ ‘દશ’ ઉપરના શ્લેષને સમજ્યો છે. પગલાં ગણવાની વાત તેણે પોતાના નળાખ્યાનમાં લીધી છે. મારું અનુમાન સાચું હોય તો એ પાઠશોધન શ્રી રામલાલ મોદીએ કર્યું છે તેથી જુદી રીતે કરવું જોઈએઃ શ્રી રામલાલનો શોધિત પાઠ (એમણે યોજેલા અક્ષરો કૌંસમાં છે) આ પ્રમાણે છે :

ગણતાં રા(ય ચાલ્યો ત)વ ડસ્યો ભૂપતિ નાગ
| ગણતાં રા(ય ચાલ્યો ત)વ ડસ્યો ભૂપતિ નાગ

તેને બદલે
| તેને બદલે

| Line 47: | Line 47: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem> જે હારે તે રાજ મેલી ત્રણ વરસ વન જાયજી. | {{Block center|'''<poem> જે હારે તે રાજ મેલી ત્રણ વરસ વન જાયજી. | ||
ત્રણ વરસ ગુપ્ત જ રહેવું, વેષ અન્ય ધરીજી. | ત્રણ વરસ ગુપ્ત જ રહેવું, વેષ અન્ય ધરીજી.<ref>આ રીતે પ્રેમાનંદે અહીં કુલ છ વરસનો નળદમયંતીનો દેશવટો કહ્યો છે. પણ તેના નળાખ્યાનમાં વરસની ગણતરીમાં ગોટાળો જણાય છે. વનવાસની શરૂઆતમાં જ દમયંતી પોતાનાં બાળકોને પિયર મોકલે છે. અને પછી માશીને ઘેરથી દમયંતી પાછી પિયર જાય છે ત્યારે પ્રેમાનંદ વલણમાં કહે છે :

બે વરસે બાળકાં તે, માતાને મળીયાં ટોળે રે. કડવું ૫૦
| બે વરસે બાળકાં તે, માતાને મળીયાં ટોળે રે. કડવું ૫૦

તે પછી કડવા પ૧માં પ્રેમાનંદ કહે છે :
| તે પછી કડવા પ૧માં પ્રેમાનંદ કહે છે :

| Line 65: | Line 65: | ||
{{right|અધ્યાય ૬૬, ૧૪}}</poem>'''}} | {{right|અધ્યાય ૬૬, ૧૪}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘તને લોકો ન ઓળખે માટે મેં તારું રૂપ અદૃશ્ય કર્યું છે. | ‘તને લોકો ન ઓળખે માટે મેં તારું રૂપ અદૃશ્ય કર્યું છે.’<ref>આ સિવાય બીજા એવા અર્થના ઉલ્લેખો છે. દમયંતીની દાસી બાહુકને નળ વિશે પૂછે છે ત્યારે તે નળ વિશે કહે છે : ‘ગૂઢશ્ચરતિ લોકેસ્મિન્’ વગેરે. નળ લોકોમાં ગૂઢ રહે છે, તેનું રૂપ નષ્ટ થયું છે વગેરે, ૭૪-૧૫. અને નળ છતો થાય છે ત્યારે ઋતુપર્ણ ‘અજ્ઞાતવાસમાં’ કોઈ અપરાધ થઈ ગયો હોય તેની માફી માગે છે. ૭૭–૧૨</ref> અહીં અજ્ઞાતવાસની શરત ઉદ્દિષ્ટ નથી. હું માનું છું કે નળને એવી દીન દશામાં લોકો ઓળખે તેની શરમથી બચાવવા આવું રૂપ ઇષ્ટ ગણેલું છે. પણ નળની વાર્તા બને તેટલી યુધિષ્ઠિરના વૃત્તાંતને બેસતી આવે એ ઇચ્છાથી પ્રેમાનંદે ત્રણ વરસ વનવાસનાં અને ત્રણ અજ્ઞાતવાસનાં કર્યાં જણાય છે. મૂળમાં દમયંતી ચેદી રાજમાતા પાસે અને દ્રૌપદી વિરાટને ત્યાં શૈરંધ્રી થઈ રહે છે એ પણ સૂચક છે, – જોકે પ્રેમાનંદ રાજમાતાને ત્યાં દમયંતી ‘સૈરન્ધ્રી’ થયાનું કહેતો નથી.<ref>સૈરંધ્રી જેવો સંસ્કૃત શબ્દ ન વાપરવા તેણે આમ કર્યું છે એમ નહિ કહી શકાય કારણ કે તેણે એ અન્યત્ર (૬૧–૪) વાપર્યો છે.</ref> અજ્ઞાતવાસમાં આ સ્વરૂપનાશ નળને ઉપકારક થાય એટલા માટે કર્કોટક નળને ડસ્યો એમ યોજવાથી વસ્તુમાં એક પ્રકારની સુશ્લિષ્ટતા પણ આવે છે. | ||
તરત જણાઈ આવે એવો વસ્તુમાં કરેલો બીજો એક ફેરફાર એ છે કે પ્રેમાનંદે કલિની માયાના બનાવો વધાર્યા છે. મહાભારતમાં સ્વાભાવિક ક્રમમાં બનતા કેટલાક બનાવોને તેણે કલિની માયાના વર્ણવ્યા છે અને કેટલાક નવા ઉમેર્યા છે. નલોપાખ્યાનમાં, નળ દમયંતીનો ત્યાગ કરે છે, પછી તે વગડામાં અર્ધ ઉન્મત્તાવસ્થામાં ભમતી-ભમતી ફરે છે, ત્યાં એક દિવ્ય તાપસારણ્ય જુએ છે અને તેમાં વસિષ્ઠ ભૃગુ અત્રિ વગેરે તાપસોને જુએ છે. તેમને દમયંતી નળના ખબર પૂછે છે અને કહે છે : | તરત જણાઈ આવે એવો વસ્તુમાં કરેલો બીજો એક ફેરફાર એ છે કે પ્રેમાનંદે કલિની માયાના બનાવો વધાર્યા છે. મહાભારતમાં સ્વાભાવિક ક્રમમાં બનતા કેટલાક બનાવોને તેણે કલિની માયાના વર્ણવ્યા છે અને કેટલાક નવા ઉમેર્યા છે. નલોપાખ્યાનમાં, નળ દમયંતીનો ત્યાગ કરે છે, પછી તે વગડામાં અર્ધ ઉન્મત્તાવસ્થામાં ભમતી-ભમતી ફરે છે, ત્યાં એક દિવ્ય તાપસારણ્ય જુએ છે અને તેમાં વસિષ્ઠ ભૃગુ અત્રિ વગેરે તાપસોને જુએ છે. તેમને દમયંતી નળના ખબર પૂછે છે અને કહે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 78: | Line 78: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હવે તારી ચઢતી દશા છે અને થોડા સમયમાં તું નૈષધને જોઈશ. એ પ્રમાણે સાંત્વન આપીને તે તાપસો આશ્રમો સહિત અંતર્ધાન પામે છે. અહીં મહાભારતકારના અભિપ્રાયમાં પણ આ ચમત્કાર જ છે. તેનું પ્રયોજન દમયંતીને આશ્વાસન આપવાનું છે. કદાચ એમ પણ હોય કે આટલા દુઃખમાં અને પ્રમત્તાવસ્થામાં માણસ આપઘાત જ કરે : દમયંતીને માટે એ સ્વાભાવિક હતું તો એ દશાની ઝાંખી કરાવી તેને ત્યાંથી પાછી વાળવી. બીજી બાજુ કરુણ, સહનાર પાત્ર તેમજ વાંચનાર બંનેને માટે અત્યંત અસહ્ય ભાવ છે. તે લાંબો વખત ચાલી શકતો નથી. એથી એની પરાકાષ્ઠા દર્શાવી દમયંતી પૂરતી હવે વધારે સારી દશાની વાંચનારમાં આકાંક્ષા ઉત્પન્ન કરવી એ અભિપ્રાય પણ હોય. પણ તે ગમે તે હોય પણ મહાભારતના અભિપ્રાયમાં એ ચમત્કાર દમયંતીના શ્રેયને માટે છે – તેના આશ્વાસન માટે છે. પણ પ્રેમાનંદ એ ચમત્કારને કલિની માયાનો માને છે. પારધીના પ્રસંગ પછી દમયંતી કેશ ગૂંથી ફાંસો ખાવા કરે છે, ત્યાં કલિ માયા કરી એક આશ્રમ ઊભો કરે છે. પોતે ‘નગ્ન દિગંબર મહંત’ થઈ દમયંતીને કહે છે કે નળને ક્ષેમ છે. પણ તારા ઉપરથી માયા ઊઠી ગઈ છે અને અન્ય નારીને શોધે છે. આ રીતે પ્રેમાનંદના નળાખ્યાનમાં આ ચમત્કાર કલિનો આ દંપતીનો પ્રેમ તોડવાનો એક પ્રયત્ન છે. અને તેમાં પણ તે કલિની હાર બતાવે છે. કડવું ૩૯. | હવે તારી ચઢતી દશા છે અને થોડા સમયમાં તું નૈષધને જોઈશ. એ પ્રમાણે સાંત્વન આપીને તે તાપસો આશ્રમો સહિત અંતર્ધાન પામે છે. અહીં મહાભારતકારના અભિપ્રાયમાં પણ આ ચમત્કાર જ છે. તેનું પ્રયોજન દમયંતીને આશ્વાસન આપવાનું છે. કદાચ એમ પણ હોય કે આટલા દુઃખમાં અને પ્રમત્તાવસ્થામાં માણસ આપઘાત જ કરે : દમયંતીને માટે એ સ્વાભાવિક હતું તો એ દશાની ઝાંખી કરાવી તેને ત્યાંથી પાછી વાળવી. બીજી બાજુ કરુણ, સહનાર પાત્ર તેમજ વાંચનાર બંનેને માટે અત્યંત અસહ્ય ભાવ છે. તે લાંબો વખત ચાલી શકતો નથી. એથી એની પરાકાષ્ઠા દર્શાવી દમયંતી પૂરતી હવે વધારે સારી દશાની વાંચનારમાં આકાંક્ષા ઉત્પન્ન કરવી એ અભિપ્રાય પણ હોય. પણ તે ગમે તે હોય પણ મહાભારતના અભિપ્રાયમાં એ ચમત્કાર દમયંતીના શ્રેયને માટે છે – તેના આશ્વાસન માટે છે. પણ પ્રેમાનંદ એ ચમત્કારને કલિની માયાનો માને છે. પારધીના પ્રસંગ પછી દમયંતી કેશ ગૂંથી ફાંસો ખાવા કરે છે, ત્યાં કલિ માયા કરી એક આશ્રમ ઊભો કરે છે. પોતે ‘નગ્ન દિગંબર મહંત’ થઈ દમયંતીને કહે છે કે નળને ક્ષેમ છે. પણ તારા ઉપરથી માયા ઊઠી ગઈ છે અને અન્ય નારીને શોધે છે. આ રીતે પ્રેમાનંદના નળાખ્યાનમાં આ ચમત્કાર કલિનો આ દંપતીનો પ્રેમ તોડવાનો એક પ્રયત્ન છે. અને તેમાં પણ તે કલિની હાર બતાવે છે. કડવું ૩૯. | ||
એ જ રીતે આ પછીનો સાર્થવાહનો પ્રસંગ નલોપાખ્યાનમાં એક સ્વાભાવિક રીતે આવી પડતી આપત્તિ છે તે પ્રેમાનંદમાં કલિની મોહજાળનું પરિણામ બને છે. મહાભારતમાં દમયંતી નદી ઊતરતો સાર્થ – વણજાર જુએ છે અને તેના પડાવમાં રાત ગાળે છે. ત્યાં રાતે જંગલી ગજોનું યૂથ પાણી પીવા આવે છે અને પાળેલા હાથી જોઈ તેમના પર હલ્લો કરે છે, અને હાથીઓની નાસાનાસમાં વણજારના અનેક વેપારીઓ નાશ પામે છે. પ્રેમાનંદના વર્ણનમાં વણજારની સાથે પાળેલા હાથી નથી – કદાચ પ્રેમાનંદના સમયમાં એમ બનતું નહોતું એટલે એણે એ છોડી દીધું હોય – પણ રાતે ગજજૂથ પાણી પીવા આવે છે તેને કલિ સિંહ થઈ ભડકાવે છે અને એ હાથી નાસભાગ કરતાં વેપારીઓનો નાશ કરે છે; તેમાં પણ જે વેપારીઓએ દમયંતી તરફ કુદૃષ્ટિ કરેલી તેમનો જ નાશ થાય છે, એમ પ્રેમાનંદ બેવડો ચમત્કાર આપે છે. પછી પાછો કલિ જોશીના વેશે આવી આ નાશનું કારણ પેલી કૃત્યા-દમયંતી હોવાનું જણાવે છે અને તેથી વેપારીઓ દમયંતી ઉપર તૂટી પડે છે. કડવું ૪૦, ૪૧, ૪૨. નલોપાખ્યાનમાં પણ વેપારીઓ દમયંતીને કૃત્યા ધારી તેને શોધીને મારવાનો વિચાર કરે છે, પણ દમયંતી ત્યાંથી નાસી જાય છે. અધ્યાય ૬૪, ૬૫. ચમત્કારના અતિપ્રયોગને હું હંમેશાં કાવ્યને હાનિકારક ગણું છું. પણ તે ઉપરાંત અહીં એક ને એક પ્રકારનાં દુઃખો આવવાથી પણ રસને હાનિ થાય છે. | એ જ રીતે આ પછીનો સાર્થવાહનો પ્રસંગ નલોપાખ્યાનમાં એક સ્વાભાવિક રીતે આવી પડતી આપત્તિ છે તે પ્રેમાનંદમાં કલિની મોહજાળનું પરિણામ બને છે. મહાભારતમાં દમયંતી નદી ઊતરતો સાર્થ – વણજાર જુએ છે અને તેના પડાવમાં રાત ગાળે છે. ત્યાં રાતે જંગલી ગજોનું યૂથ પાણી પીવા આવે છે અને પાળેલા હાથી જોઈ તેમના પર હલ્લો કરે છે, અને હાથીઓની નાસાનાસમાં વણજારના અનેક વેપારીઓ નાશ પામે છે. પ્રેમાનંદના વર્ણનમાં વણજારની સાથે પાળેલા હાથી નથી – કદાચ પ્રેમાનંદના સમયમાં એમ બનતું નહોતું એટલે એણે એ છોડી દીધું હોય – પણ રાતે ગજજૂથ પાણી પીવા આવે છે તેને કલિ સિંહ થઈ ભડકાવે છે અને એ હાથી નાસભાગ કરતાં વેપારીઓનો નાશ કરે છે; તેમાં પણ જે વેપારીઓએ દમયંતી તરફ કુદૃષ્ટિ કરેલી તેમનો જ નાશ થાય છે, એમ પ્રેમાનંદ બેવડો ચમત્કાર આપે છે. પછી પાછો કલિ જોશીના વેશે આવી આ નાશનું કારણ પેલી કૃત્યા-દમયંતી હોવાનું જણાવે છે અને તેથી વેપારીઓ દમયંતી ઉપર તૂટી પડે છે. કડવું ૪૦, ૪૧, ૪૨. નલોપાખ્યાનમાં પણ વેપારીઓ દમયંતીને કૃત્યા ધારી તેને શોધીને મારવાનો વિચાર કરે છે, પણ દમયંતી ત્યાંથી નાસી જાય છે. અધ્યાય ૬૪, ૬૫. ચમત્કારના અતિપ્રયોગને હું હંમેશાં કાવ્યને હાનિકારક ગણું છું. પણ તે ઉપરાંત અહીં એક ને એક પ્રકારનાં દુઃખો આવવાથી પણ રસને હાનિ થાય છે.<ref>આ જ પ્રમાણે, પ્રેમાનંદે નારદને પણ ઘણાં કૃત્યો આરોપ્યાં છે. નળ પાસે દમયંતીનું વર્ણન નારદ કરે છે. પછી એ જ નારદ સ્વર્ગમાં જઈ દેવોને દમયંતીનો મોહ લગાડે છે. વળી એ જ નારદ, પાંચેય દેવો સ્વયંવરમાં નળને રૂપે ઊભા છે, ત્યાં તેમની પત્નીઓને લઈ આવે છે. પણ એ જ નારદ નળ દમયંતીનું લગ્ન થઈ રહ્યા પછી પાછો કલિને ઉશ્કેરી મોકલે છે ત્યારે તો હદ થાય છે! નારદ કલહપ્રિય છે. પણ અહીં તો આપણને તે લગભગ દુરાત્મા લાગે!</ref> | ||
આ પ્રસંગોમાં, પ્રસંગો જૂના મહાભારતના છે. પ્રેમાનંદે તેના નિરૂપણમાં તાત્ત્વિક ભેદ કરેલો છે; પણ તેણે કેટલાક નવા પ્રસંગો ઉમેરેલા પણ છે. તેમાં ખાસ ગણાવવા જેવો પ્રથમ માછલાંનો પ્રસંગ છે. નળે માછલાં પકડીને દમયંતીને સોંપ્યાં તે તેના ‘અમ્રતસ્રવિયા’ હાથ હોવાથી સજીવન થઈ સરી પડ્યાં. એ પ્રસંગ મહાભારતમાં બીજરૂપે પણ નથી, એટલું જ નહિ, મહાભારતમાં દેવો નળને જ આઠ વર આપે છે, દમયંતીને કશો વર આપતા નથી. એ આખી ઘટના પ્રેમાનંદની જ યોજેલી છે. મને એમાં સારસ્ય લાગતું નથી. એ પ્રસંગે દમયંતી જેવી દીન બને છે, અને નળ જેટલો અધમ બને છે તેટલો બીજે ભાગ્યે જ બને છે. કહેવું જોઈએ કે પ્રેમાનંદ એક રસનિરૂપણમાં એટલે સુધી ઘસડાઈ જાય છે કે તેનું ઔચિત્યભાન ઓછું થઈ જાય છે. પાત્રના સ્વભાવથી અસંગત વસ્તુઓ પણ તે ક્ષણિક રસ ઉત્પન્ન કરવા, અમુક ખંડમાં રસ ઉત્પન્ન કરવા, મૂકે છે. પ્રેમાનંદની બધી કૃતિઓમાં આ દોષ હું જોઉં છું – નળાખ્યાનના હાસ્યમાં પણ, ઋતુપર્ણ પરણવાનો ગમે તેટલો ગરજાળુ બન્યો હતો, અને ગરજાળું ગમે તેટલું અપમાન સહે એ ખરું, – જોકે મહાભારતનો ઋતુપર્ણ છેક એવો નથી – તોપણ બાહુક જે રૂપાંતરમાં પણ નળ જ છે. તે તેનો એવી હલકી રીતે ઉપયોગ કરી ઋતુપર્ણને શા માટે હલકો પાડે? પણ મનુષ્યસ્વભાવની આ ઝીણી સમજણ પ્રેમાનંદમાં નથી. કદાચ એ જમાનામાં પણ નહોતી. માણની સંસ્થા એવી હતી. કવિને તો તે વખતે પોતાની સમક્ષ બેઠેલાં શ્રોતાઓને હસાવવાં-રડાવવાં હતાં! તેમ કરવાના વેગમાં તે પોતાનાં પાત્રોના સ્વભાવને વફાદાર રહી શકતો નથી. આને દોષ જ ગણવો જોઈએ. હસાવવા ખાતર આમ કરેલું હતું એ એનું સમર્થન ન થઈ શકે. એને સમર્થન ગણીએ તો પછી કાવ્યમાં ગમે તે કરવાની કવિને છૂટ મળી જાય; કારણ કે કવિનાં આવાં સ્ખલનો બધાં જ અમુક લાગણી ઉત્પન્ન કરવા જતાં જ થયેલાં હોય છે. કવિને ઘણી છૂટ છે, પણ તે બધી મનુષ્યસ્વભાવ વ્યક્ત કરવાને માટે છે. મનુષ્યસ્વભાવને હાનિ કરીને તે કશું જ કરી શકે નહિ! | આ પ્રસંગોમાં, પ્રસંગો જૂના મહાભારતના છે. પ્રેમાનંદે તેના નિરૂપણમાં તાત્ત્વિક ભેદ કરેલો છે; પણ તેણે કેટલાક નવા પ્રસંગો ઉમેરેલા પણ છે. તેમાં ખાસ ગણાવવા જેવો પ્રથમ માછલાંનો પ્રસંગ છે. નળે માછલાં પકડીને દમયંતીને સોંપ્યાં તે તેના ‘અમ્રતસ્રવિયા’ હાથ હોવાથી સજીવન થઈ સરી પડ્યાં. એ પ્રસંગ મહાભારતમાં બીજરૂપે પણ નથી, એટલું જ નહિ, મહાભારતમાં દેવો નળને જ આઠ વર આપે છે, દમયંતીને કશો વર આપતા નથી. એ આખી ઘટના પ્રેમાનંદની જ યોજેલી છે. મને એમાં સારસ્ય લાગતું નથી. એ પ્રસંગે દમયંતી જેવી દીન બને છે, અને નળ જેટલો અધમ બને છે તેટલો બીજે ભાગ્યે જ બને છે. કહેવું જોઈએ કે પ્રેમાનંદ એક રસનિરૂપણમાં એટલે સુધી ઘસડાઈ જાય છે કે તેનું ઔચિત્યભાન ઓછું થઈ જાય છે. પાત્રના સ્વભાવથી અસંગત વસ્તુઓ પણ તે ક્ષણિક રસ ઉત્પન્ન કરવા, અમુક ખંડમાં રસ ઉત્પન્ન કરવા, મૂકે છે. પ્રેમાનંદની બધી કૃતિઓમાં આ દોષ હું જોઉં છું – નળાખ્યાનના હાસ્યમાં પણ, ઋતુપર્ણ પરણવાનો ગમે તેટલો ગરજાળુ બન્યો હતો, અને ગરજાળું ગમે તેટલું અપમાન સહે એ ખરું, – જોકે મહાભારતનો ઋતુપર્ણ છેક એવો નથી – તોપણ બાહુક જે રૂપાંતરમાં પણ નળ જ છે. તે તેનો એવી હલકી રીતે ઉપયોગ કરી ઋતુપર્ણને શા માટે હલકો પાડે? પણ મનુષ્યસ્વભાવની આ ઝીણી સમજણ પ્રેમાનંદમાં નથી. કદાચ એ જમાનામાં પણ નહોતી. માણની સંસ્થા એવી હતી. કવિને તો તે વખતે પોતાની સમક્ષ બેઠેલાં શ્રોતાઓને હસાવવાં-રડાવવાં હતાં! તેમ કરવાના વેગમાં તે પોતાનાં પાત્રોના સ્વભાવને વફાદાર રહી શકતો નથી. આને દોષ જ ગણવો જોઈએ. હસાવવા ખાતર આમ કરેલું હતું એ એનું સમર્થન ન થઈ શકે. એને સમર્થન ગણીએ તો પછી કાવ્યમાં ગમે તે કરવાની કવિને છૂટ મળી જાય; કારણ કે કવિનાં આવાં સ્ખલનો બધાં જ અમુક લાગણી ઉત્પન્ન કરવા જતાં જ થયેલાં હોય છે. કવિને ઘણી છૂટ છે, પણ તે બધી મનુષ્યસ્વભાવ વ્યક્ત કરવાને માટે છે. મનુષ્યસ્વભાવને હાનિ કરીને તે કશું જ કરી શકે નહિ! | ||
આવો બીજો નવો ઉમેરેલો ચમત્કાર તે દમયંતી ઉપરના હારની ચોરી છે. મહાભારતમાં તેનો ક્યાંય પણ ઉલ્લેખ નથી. આ બનાવના ઉમેરણથી દમયંતી પક્ષે કરુણની પરાકાષ્ઠા અહીં થાય છે. મહાભારતમાં હું બતાવી ગયો તેમ કરુણની પરાકાષ્ઠા નળના ત્યાગ પછી તરત જ પેલા તાપસો તેને સાંત્વન આપતાં હવે તેની ચઢતી દશા થવાની છે એમ કહે છે તેની પહેલાંના બિંદુએ થાય છે. પ્રેમાનંદે ત્યાં પરાકાષ્ઠા આણી નથી. અલબત્ત, તે પ્રસંગે પણ ‘વૈદરભી વનમાં વલવલે’ અને ‘ભૂલી ભમે છે ભામિની’ એ કડવાં અને તેના રાગ પણ અત્યંત કરુણ છે. પણ ત્યાં વિયોગના સતત દુઃખ ઉપરાંત કષ્ટો માત્ર દેહનાં છે, ત્યાં પરાકાષ્ઠા નથી; કારણ કે તે પછી વેપારીઓ દમયંતીને કૃત્યા ધારીને ફરી મારે છે. પણ ત્યાં પણ કષ્ટો દેહનાં જ છે. હારચોરીના આળમાં ‘મારો બાંધો તાણો પછાડો’ એ દેહયાતના તો માથા પર ઝઝૂમે છે. પણ અસહ્ય તો માનસિક યાતના છે. આપણી સંસ્કૃતિમાં પાપોની યાદી તો લાંબી છે, પણ તેમાં ગુજરાતી સમાજે બે પાપો મુખ્ય ગણ્યાં છે, અથવા એ બેમાં સર્વ પાપોનો સમાવેશ કરેલો છે : ચોરી ને છિનાળી. તેમાંથી ‘ચોરીનું આળ આવે છે. ‘છિનાળીનું સૂચન થાય છે : | આવો બીજો નવો ઉમેરેલો ચમત્કાર તે દમયંતી ઉપરના હારની ચોરી છે. મહાભારતમાં તેનો ક્યાંય પણ ઉલ્લેખ નથી. આ બનાવના ઉમેરણથી દમયંતી પક્ષે કરુણની પરાકાષ્ઠા અહીં થાય છે. મહાભારતમાં હું બતાવી ગયો તેમ કરુણની પરાકાષ્ઠા નળના ત્યાગ પછી તરત જ પેલા તાપસો તેને સાંત્વન આપતાં હવે તેની ચઢતી દશા થવાની છે એમ કહે છે તેની પહેલાંના બિંદુએ થાય છે. પ્રેમાનંદે ત્યાં પરાકાષ્ઠા આણી નથી. અલબત્ત, તે પ્રસંગે પણ ‘વૈદરભી વનમાં વલવલે’ અને ‘ભૂલી ભમે છે ભામિની’ એ કડવાં અને તેના રાગ પણ અત્યંત કરુણ છે. પણ ત્યાં વિયોગના સતત દુઃખ ઉપરાંત કષ્ટો માત્ર દેહનાં છે, ત્યાં પરાકાષ્ઠા નથી; કારણ કે તે પછી વેપારીઓ દમયંતીને કૃત્યા ધારીને ફરી મારે છે. પણ ત્યાં પણ કષ્ટો દેહનાં જ છે. હારચોરીના આળમાં ‘મારો બાંધો તાણો પછાડો’ એ દેહયાતના તો માથા પર ઝઝૂમે છે. પણ અસહ્ય તો માનસિક યાતના છે. આપણી સંસ્કૃતિમાં પાપોની યાદી તો લાંબી છે, પણ તેમાં ગુજરાતી સમાજે બે પાપો મુખ્ય ગણ્યાં છે, અથવા એ બેમાં સર્વ પાપોનો સમાવેશ કરેલો છે : ચોરી ને છિનાળી. તેમાંથી ‘ચોરીનું આળ આવે છે. ‘છિનાળીનું સૂચન થાય છે : | ||
| Line 301: | Line 301: | ||
પાપણીઓ તમને પરમેશ્વર પૂછશે, હું ને કાં આણો છો વાજ ૨૦</poem>'''}} | પાપણીઓ તમને પરમેશ્વર પૂછશે, હું ને કાં આણો છો વાજ ૨૦</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એમ સુદામો કહે છે, તેવો આ પ્રસંગ નથી. ઋષિ એ પોતાની પત્ની છે એમ નથી જાણતો, એટલે એમ કહે, પણ બાહુક તો જાણે છે કે એ દમયંતી મારી પત્ની છે, અને તેટલા માટે જ તેને બોલાવે છે. | એમ સુદામો કહે છે, તેવો આ પ્રસંગ નથી. ઋષિ એ પોતાની પત્ની છે એમ નથી જાણતો, એટલે એમ કહે, પણ બાહુક તો જાણે છે કે એ દમયંતી મારી પત્ની છે, અને તેટલા માટે જ તેને બોલાવે છે.<ref>મૂળની, જુદી પણ આને મળતી. હકીકતના વિકારથી આવું વર્ણન થયું છે એવો મને વહેમ આવે છે. મહાભારતમાં દમયંતી બાહુકની પરીક્ષા કરવા પોતાનાં પુત્ર-પુત્રી કેશિની સાથે મોકલે છે. તેમને જોઈને નળ રડી પડે છે. પછી ખરું રહસ્ય ઢાંકવા અને આવી હૃદયની મૃદુતાનો ખુલાસો કરવા કહે છે કે આના જેવાં મારે પણ બે ફરજંદ હતાં. તેથી મને એકદમ રડવું આવી ગયું અને કહે છે :

बहुशः संपतन्तीं त्वां जनः शंकेत दोषतः ।
| बहुशः संपतन्तीं त्वां जनः शंकेत दोषतः ।

वयं च देशातिथयो गच्छ भद्वै यथासुखम् ।। ७५-२८
| वयं च देशातिथयो गच्छ भद्वै यथासुखम् ।। ७५-२८

| Line 316: | Line 316: | ||
આ ખુલાસાનો પ્રયત્ન કરતાં મારે પ્રથમ કહેવું જોઈએ કે એ સર્વ ફેરફારો કદાચ પ્રેમાનંદે પોતે જ ન યે કર્યા હોય. તેની પહેલાંની વાર્તાની પરંપરામાં તે આવી ગયેલા હોય, એમ છે પણ ખરું, અને એની શોધ ઐતિહાસિક દૃષ્ટિએ કરવી એ સંશોધનનો એક આકર્ષક વિષય છે, પણ અહીં હું જે દૃષ્ટિએ તેનો ખુલાસો કરવા માગું છું તેમાં ફેરફારો પ્રેમાનંદે જ કર્યા હોય કે ગુજરાત પાસે તેના પહેલાંની વાર્તા પરંપરામાં એ આવી ગયા હોય એ અપ્રસ્તુત છે.. | આ ખુલાસાનો પ્રયત્ન કરતાં મારે પ્રથમ કહેવું જોઈએ કે એ સર્વ ફેરફારો કદાચ પ્રેમાનંદે પોતે જ ન યે કર્યા હોય. તેની પહેલાંની વાર્તાની પરંપરામાં તે આવી ગયેલા હોય, એમ છે પણ ખરું, અને એની શોધ ઐતિહાસિક દૃષ્ટિએ કરવી એ સંશોધનનો એક આકર્ષક વિષય છે, પણ અહીં હું જે દૃષ્ટિએ તેનો ખુલાસો કરવા માગું છું તેમાં ફેરફારો પ્રેમાનંદે જ કર્યા હોય કે ગુજરાત પાસે તેના પહેલાંની વાર્તા પરંપરામાં એ આવી ગયા હોય એ અપ્રસ્તુત છે.. | ||
મારો ખુલાસો એ છે કે આ ફેરફારો ગમે તે રીતે થયા હોય, પણ એનું સૂક્ષ્મ અને વ્યાપક કારણ ગુજરાતની તે સમયની સંસ્કૃતિ – દૃષ્ટિ છે. ગુજરાતની જનતામાં અને કદાચ બીજા પ્રાંતોમાં પણ ઘણા સૈકાથી ચમત્કારની શ્રદ્ધા વધતી જ ગયેલી છે. મહાભારતમાં ચમત્કાર પુષ્કળ છે. પણ મેં ઉપર બતાવ્યું તેમ તે ચમત્કારો માનવસ્વભાવ અને આ વાસ્તવિક જગતના જ્ઞાનબંધારણને અનુકૂળ છે. મેં ઉપર ઋતુપર્ણના વિદર્ભગમનના પ્રસંગના ઘોડાના વર્ણનને ઉદ્દેશીને કહ્યું તેમ તે ચમત્કાર માનવઅનુભવથી વિપરીત નથી જતો, તેમ માનવસ્વભાવના આવિષ્કારને બાધારૂપ ન થતાં તેને ઉપકારક થાય છે. ગુજરાતનો પ્રેમાનંદકાલીન સમાજ એવી રીતે ચમત્કારને માનવા લાગ્યો છે, જે માનવ પુરુષકારને કુંઠિત કરે છે. પ્રેમાનંદનો સમાજ એમ માનવામાં રાચે છે કે મંત્રવિદ્યાની શક્તિથી ખરેખર નમાલાં ટટ્ટુઓ પણ એક દિવસમાં સો યોજન જાય. કલિનો ચમત્કાર એ એવી રીતે માને છે કે કલિને લીધે નળે પોતાની પત્નીને દુઃખ દીધું, એટલે એ દુઃખ ગમે તેટલું હીન પ્રકારનું હોય તોપણ નળની તેમાં જરા પણ જવાબદારી ન ગણાય. તે દમયંતી તરફ જરા પણ દિલગીરી કે અફસોસ ન દર્શાવે, એટલું જ નહિ એવી વૃત્તિને ત્યાં અવકાશ હોઈ શકે એ જ એના ખ્યાલ બહારની વાત! અને દમયંતી તરફના આ વર્તનમાં મને એક બીજા પ્રકારનું માનસ પણ જવાબદાર જણાય છે. દમયંતી સતી હતી. સતી થવું. સતી રહેવું, પતિને દેવ તરીકે પૂજવા એ એનો ધર્મ જ હતો. દમયંતીએ નળને માટે જે કાંઈ કર્યું તે ખાતર નળમાં કોઈ પણ પ્રકારનો આભારભાવ, કે છેવટ પોતાથી આટલું દુઃખ દેવાયું તેની શરમ કે ભોંઠપ કે દિલગીરી એ સર્વ એને અસ્થાને લાગે છે. શાકુન્તલમાં દુષ્યંતે શાપને લીધે શકુન્તલાને વિસ્મરીને પરસ્ત્રીસ્પર્શની શંકાથી શકુન્તલાનો અસ્વીકાર કર્યો હતો. તેનો તેમ કરવામાં જરા પણ દોષ નહોતો, છતાં, તે શકુન્તલાને મળતાં બીજા કોઈ સ્પર્શ પહેલાં તેનો પાદસ્પર્શ કરે છે! મહાભારતમાં આપણે નળને અત્યંત દુઃખિત અને પસ્તાવામાં અને પોતાનાં કાર્યોનો ખુલાસો કરતો જોઈએ છીએ. ત્યારે નળાખ્યાનનો નળ, વિષયીનાં ચિહ્ન માત્ર દર્શાવે છે. અહીં એક બાજુથી કલિનો ચમત્કાર જેમ માનવતાના પ્રકટીકરણને કુંઠિત કરે છે તેમ બીજી બાજુ સતીનો આદર્શ પણ માનવતાને કુંઠિત કરે છે. આપણા સાહિત્યમાં, અમે કાંઈ કવિ નથી. અમે તો ગાંડાઘેલા થઈ ઈશ્વરની ભક્તિ કરીએ છીએ, એવા ભાવથી આપણી કવિતા બગડી છે. અમે તો માનવપ્રેમ નથી ગાતા, પણ પ્રેમલક્ષણા ભક્તિ કરીએ છીએ, એવા ભાવથી કેટલુંક નિકૃષ્ટ પ્રેમલક્ષણા સાહિત્ય લખાયું છે, જેમાં ખરો પ્રેમ કે ભક્તિ બેમાંથી કોઈનો સાચો સ્વાદ આવતો નથી. એવી જ રીતે અહીં પતિવ્રતાનો આદર્શ ખરા પુરુષત્વના આવિષ્કારને કુંઠિત કરે છે. મને એ પ્રજાના જીવનહ્રાસનું લક્ષણ જણાય છે. એ હ્રાસનાં કારણો છે. ઇતિહાસકારે અને વિશેષ તો માનવસ્વભાવના અભ્યાસીએ એ શોધવાં અને દર્શાવવાં જોઈએ. અહીં મારો એ વિષય નથી, પણ સાહિત્યમાં પ્રકટ થતા તેના લક્ષણ તરફ ધ્યાન દોરવા આ હું લખું છું. આદર્શ હોવો તો જોઈએ મનુષ્યસ્વભાવના ઉત્કર્ષ માટે, વિકાસ માટે, પણ હીન સમાજ ઉપર ઉત્તમ આદર્શની પણ ખરાબ અસર થાય છે. | મારો ખુલાસો એ છે કે આ ફેરફારો ગમે તે રીતે થયા હોય, પણ એનું સૂક્ષ્મ અને વ્યાપક કારણ ગુજરાતની તે સમયની સંસ્કૃતિ – દૃષ્ટિ છે. ગુજરાતની જનતામાં અને કદાચ બીજા પ્રાંતોમાં પણ ઘણા સૈકાથી ચમત્કારની શ્રદ્ધા વધતી જ ગયેલી છે. મહાભારતમાં ચમત્કાર પુષ્કળ છે. પણ મેં ઉપર બતાવ્યું તેમ તે ચમત્કારો માનવસ્વભાવ અને આ વાસ્તવિક જગતના જ્ઞાનબંધારણને અનુકૂળ છે. મેં ઉપર ઋતુપર્ણના વિદર્ભગમનના પ્રસંગના ઘોડાના વર્ણનને ઉદ્દેશીને કહ્યું તેમ તે ચમત્કાર માનવઅનુભવથી વિપરીત નથી જતો, તેમ માનવસ્વભાવના આવિષ્કારને બાધારૂપ ન થતાં તેને ઉપકારક થાય છે. ગુજરાતનો પ્રેમાનંદકાલીન સમાજ એવી રીતે ચમત્કારને માનવા લાગ્યો છે, જે માનવ પુરુષકારને કુંઠિત કરે છે. પ્રેમાનંદનો સમાજ એમ માનવામાં રાચે છે કે મંત્રવિદ્યાની શક્તિથી ખરેખર નમાલાં ટટ્ટુઓ પણ એક દિવસમાં સો યોજન જાય. કલિનો ચમત્કાર એ એવી રીતે માને છે કે કલિને લીધે નળે પોતાની પત્નીને દુઃખ દીધું, એટલે એ દુઃખ ગમે તેટલું હીન પ્રકારનું હોય તોપણ નળની તેમાં જરા પણ જવાબદારી ન ગણાય. તે દમયંતી તરફ જરા પણ દિલગીરી કે અફસોસ ન દર્શાવે, એટલું જ નહિ એવી વૃત્તિને ત્યાં અવકાશ હોઈ શકે એ જ એના ખ્યાલ બહારની વાત! અને દમયંતી તરફના આ વર્તનમાં મને એક બીજા પ્રકારનું માનસ પણ જવાબદાર જણાય છે. દમયંતી સતી હતી. સતી થવું. સતી રહેવું, પતિને દેવ તરીકે પૂજવા એ એનો ધર્મ જ હતો. દમયંતીએ નળને માટે જે કાંઈ કર્યું તે ખાતર નળમાં કોઈ પણ પ્રકારનો આભારભાવ, કે છેવટ પોતાથી આટલું દુઃખ દેવાયું તેની શરમ કે ભોંઠપ કે દિલગીરી એ સર્વ એને અસ્થાને લાગે છે. શાકુન્તલમાં દુષ્યંતે શાપને લીધે શકુન્તલાને વિસ્મરીને પરસ્ત્રીસ્પર્શની શંકાથી શકુન્તલાનો અસ્વીકાર કર્યો હતો. તેનો તેમ કરવામાં જરા પણ દોષ નહોતો, છતાં, તે શકુન્તલાને મળતાં બીજા કોઈ સ્પર્શ પહેલાં તેનો પાદસ્પર્શ કરે છે! મહાભારતમાં આપણે નળને અત્યંત દુઃખિત અને પસ્તાવામાં અને પોતાનાં કાર્યોનો ખુલાસો કરતો જોઈએ છીએ. ત્યારે નળાખ્યાનનો નળ, વિષયીનાં ચિહ્ન માત્ર દર્શાવે છે. અહીં એક બાજુથી કલિનો ચમત્કાર જેમ માનવતાના પ્રકટીકરણને કુંઠિત કરે છે તેમ બીજી બાજુ સતીનો આદર્શ પણ માનવતાને કુંઠિત કરે છે. આપણા સાહિત્યમાં, અમે કાંઈ કવિ નથી. અમે તો ગાંડાઘેલા થઈ ઈશ્વરની ભક્તિ કરીએ છીએ, એવા ભાવથી આપણી કવિતા બગડી છે. અમે તો માનવપ્રેમ નથી ગાતા, પણ પ્રેમલક્ષણા ભક્તિ કરીએ છીએ, એવા ભાવથી કેટલુંક નિકૃષ્ટ પ્રેમલક્ષણા સાહિત્ય લખાયું છે, જેમાં ખરો પ્રેમ કે ભક્તિ બેમાંથી કોઈનો સાચો સ્વાદ આવતો નથી. એવી જ રીતે અહીં પતિવ્રતાનો આદર્શ ખરા પુરુષત્વના આવિષ્કારને કુંઠિત કરે છે. મને એ પ્રજાના જીવનહ્રાસનું લક્ષણ જણાય છે. એ હ્રાસનાં કારણો છે. ઇતિહાસકારે અને વિશેષ તો માનવસ્વભાવના અભ્યાસીએ એ શોધવાં અને દર્શાવવાં જોઈએ. અહીં મારો એ વિષય નથી, પણ સાહિત્યમાં પ્રકટ થતા તેના લક્ષણ તરફ ધ્યાન દોરવા આ હું લખું છું. આદર્શ હોવો તો જોઈએ મનુષ્યસ્વભાવના ઉત્કર્ષ માટે, વિકાસ માટે, પણ હીન સમાજ ઉપર ઉત્તમ આદર્શની પણ ખરાબ અસર થાય છે. | ||
આ વાંચતાં ગત લેખમાં પ્રેમાનંદનાં કાવ્યો માટે મેં દર્શાવલ આદરહર્ષ કોઈને આની સાથે અસંગત લાગશે; પણ આ જે કાંઈ મેં કહ્યું છે તે છતાં પ્રેમાનંદ માટે મને ઘણું જ મમત્વ છે. ઘણો જ આદર છે, ઘણું જ અભિમાન છે. પ્રેમાનંદની મર્યાદા મને તેની અંગત મર્યાદા નથી લાગતી, એના સમાજની લાગે છે. કદાચ એ કે એના જેવી મર્યાદાઓ માત્ર ગુજરાતની જ નહિ, તે વખતના આખા હિંદની હતી. પ્રેમાનંદની મહત્તા મને એ લાગે છે કે એની પાસે જે કાંઈ વસ્તુ હતું તેને સંપૂર્ણ ગુજરાતી કરીને તેણે ગુજરાતના સમાજ આગળ મૂક્યું. હજી સુધી મને પ્રેમાનંદ જેટલો કોઈ સાચો ગુજરાતી કવિ જણાયો નથી. તેના દોષો કે મર્યાદા ગુજરાતનાં છે, તો ગુજરાતની કેટલીક વિશેષતાઓ પણ તેણે એ વસ્તુમાં મૂકેલી છે. નળાખ્યાનમાં દમયંતી પોતાની પરણવાની | આ વાંચતાં ગત લેખમાં પ્રેમાનંદનાં કાવ્યો માટે મેં દર્શાવલ આદરહર્ષ કોઈને આની સાથે અસંગત લાગશે; પણ આ જે કાંઈ મેં કહ્યું છે તે છતાં પ્રેમાનંદ માટે મને ઘણું જ મમત્વ છે. ઘણો જ આદર છે, ઘણું જ અભિમાન છે. પ્રેમાનંદની મર્યાદા મને તેની અંગત મર્યાદા નથી લાગતી, એના સમાજની લાગે છે. કદાચ એ કે એના જેવી મર્યાદાઓ માત્ર ગુજરાતની જ નહિ, તે વખતના આખા હિંદની હતી. પ્રેમાનંદની મહત્તા મને એ લાગે છે કે એની પાસે જે કાંઈ વસ્તુ હતું તેને સંપૂર્ણ ગુજરાતી કરીને તેણે ગુજરાતના સમાજ આગળ મૂક્યું. હજી સુધી મને પ્રેમાનંદ જેટલો કોઈ સાચો ગુજરાતી કવિ જણાયો નથી. તેના દોષો કે મર્યાદા ગુજરાતનાં છે, તો ગુજરાતની કેટલીક વિશેષતાઓ પણ તેણે એ વસ્તુમાં મૂકેલી છે. નળાખ્યાનમાં દમયંતી પોતાની પરણવાની ઇચ્છા<ref>કડવું ૧૬, કડી ૧૨, ૧૩, ૧૪ ૨</ref> સૂચવે છે ત્યાં મને ગુજરાતની સ્ત્રીની કુટુંબિની થવાની ઇચ્છા અને તેની સ્વતંત્રતા જણાય છે. સામળનાં અનેક સાહસ કરતાં સ્ત્રીપાત્રો પરથી તમે ગુજરાતની સ્ત્રી વિશે અનુમાન નહિ કરી શકો, પણ પ્રેમાનંદનાં માત્ર સ્ત્રીપાત્રો જ નહિ, બીજાં પણ અનેક પાત્રોમાં તમને ગુજરાત પ્રતીત થશે. નળનું એક વસ્ત્ર પણ હરાઈ જાય છે ત્યારે એ દંપતીની લજ્જાના વર્ણનમાં<ref>કડવું ૩૩, કડી ૧૩, ૧૪</ref> ગુજરાતની મર્યાદાશીલતા છે, આભિજાત્ય છે. પારધીને શાપ દઈ ભસ્મ કર્યા પછી દમયંતીની મનોવેદના : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem> પ્રેમદા પામી પરિતાપ, ઉપકારીને દીધો શાપ. ૨૭ | {{Block center|'''<poem> પ્રેમદા પામી પરિતાપ, ઉપકારીને દીધો શાપ. ૨૭ | ||