સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/પરિણીતા: Difference between revisions

+1
(+1)
 
(+1)
Line 2: Line 2:
{{Heading|૭. પરિણીતા}}
{{Heading|૭. પરિણીતા}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ ટૂંકી વાર્તા અનેક દૃષ્ટિએ સુંદર છે. તેના પ્રસંગોની ગૂંથણી સુંદર છે. એનાં અંગપ્રત્યંગનાં પરસ્પર પ્રમાણો સુંદર છે. પણ આ ટૂંકા૧<ref>૧. લખી રહ્યા પછી સમજાય છે કે ટૂંકો કરવાની ઇચ્છા હોવા છતાં તે લાંબો થઈ ગયો છે.</ref> ઉપોદ્‌ઘાતમાં હું માત્ર બે જ દૃષ્ટિબિંદુથી તેની સુંદરતાનું નિરૂપણ કરવા પ્રયત્ન કરીશ. વાર્તાની નાયિકા લલિતાના માનસનો વિકાસ, તેની લાગણીનાં પરિવર્તનો અને તેને લીધે વાર્તાના બદલાતા જતા ભાવો અને સમગ્રનો રસ. બીજી તરફથી આ વાર્તાનાં પાત્રોના સ્વભાવોનું વૈવિધ્ય અને તેની ફૂલગૂંથણી. આ બન્નેમાં કવિએ વિશિષ્ટ શક્તિ બતાવી છે. બનાવો, પાત્રોના સ્વભાવો અને પરિસ્થિતિમાંથી સ્વાભાવિક રીતે સરતા સરતા ભાવોનો ગ્રાફ તેઓ ગૂંથતા જાય છે.

લલિતા માબાપ વિનાની હોઈ તેના મામા ગુરુચરણને ઘેર ઊછરે છે. ગુરુચરણ ઊંચા કુળનો પણ ગરીબ છે. એટલી ગરીબીમાં પણ તે પોતાની કે પોતાનાં ફરજંદોની ચિંતા કરે તે કરતાં વિશેષ લલિતાની કરે છે એટલું એનું આભિજાત્ય છે. ગરીબ હોવાથી તેને, પૈસાદાર પડોશી કુટુંબને આશ્રયે રહેવું પડે છે. એ આશ્રય મળવામાં પણ અનેક હેતુઓ છે. પડોશી નવીનરાય જે ગોળનો વેપાર કરીને પૈસાદાર થઈ ગયો છે તેની દાનત પૈસા ધીરી ધીરીને ગુરુચરણનું ઘર પોતાના લાગતું હોવાથી પડાવી લઈને પોતાના દીકરા શેખર માટે તૈયાર કરવાની છે. તેની પત્ની ભુવનેશ્વરી સ્વભાવથી ભોળી, ઉદાર, પ્રેમાળ છે. તે માત્ર પોતાના ઉમદા સ્વભાવથી આ કુટુંબને મદદ કરે છે. તેને લલિતા તરફ સ્વાભાવિક પક્ષપાત છે. પુત્ર શેખરમાં તેના બાપની નિષ્ઠુરતા નથી ઊતરી પણ માતાની ઋજુતા, ઔદાર્ય ઊતર્યાં છે. બન્ને કુટુંબો વચ્ચે એટલી નિકટતા થઈ ગઈ છે કે લલિતા શેખર પાસેથી જોઈએ ત્યારે જોઈએ તેટલા પૈસા લઈ આવી શકે છે. બન્ને કુટુંબ વચ્ચે પરસ્પર એટલો બંધુભાવ ખીલેલો છે કે લલિતા અને શેખરને હંમેશ ભેગાં જોવા છતાં બન્ને ઘરનાં કોઈ મુરબ્બીને એમ કલ્પના પણ આવતી નથી કે બન્ને વચ્ચે લગ્નપરિણામી પ્રેમ થઈ શકે. આવી પરસ્પર ચોતરફની શ્રદ્ધાના વાતાવરણમાં જગતમાં સૌથી વધારે ઉદ્યોગી દેવ મનસિજ બન્નેનાં માનસ ઉપર નિઃશંક રીતે પોતાનું કામ કર્યે જાય છે.

Line 42: Line 41:
શરદબાબુનો સૂક્ષ્મ હાસ્યરસ, એક બાજુ નવીનરાયની સામે કટાક્ષથી જોતો અને બીજી બાજુ ગુરુચરણની સામે સમભાવથી જોતો અને કરુણની સાથે સાથે વહેતો, નજર બહાર રહે તેવો નથી. અને શ્રી નગીનદાસે આ આખો અનુવાદ તે તે રસો અને ભાવોને ઝીલે તેવો કર્યો છે તે પણ વાંચનારના લક્ષ બહાર રહેશે નહિ એમ હું માનું છું.

{{Poem2Close}}
{{Poem2Close}}
તા. ૧-૮-૩૧
તા. ૧-૮-૩૧<br>
'''પાદટીપ'''  
'''પાદટીપ'''  
{{reflist}}
{{reflist}}