સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/મારું બચાવનામું: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 15: Line 15:
અંતે, પ્રૉસીક્યુટર સાહેબ, મારા વિશે અનેક વસ્તુઓ કહીને, છેવટે કહેલ છે, કે પાઠક મોટો સમર્થ પંડિત છે. એમણે મમ્મટના કાવ્યપ્રકાશના મતો પચાવ્યા છે, અને એ બૌદ્ધિક વ્યાપારો કરે છે! નામદાર, આ ગુનો હું કબૂલ કરું છું. માત્ર એટલું જ કે એને માટે સજા કરવાની જરૂર નથી. કારણ કે મમ્મટનો અભ્યાસ કરવાની અને બૌદ્ધિક વ્યાપાર કરવાની સજા, આપ કોઈ ન કરી શકો તેવી અને તેટલી મને થઈ ચૂકેલી છે. મેં મમ્મટનો અભ્યાસ કર્યો તેથી લોકો કહે છે કે મને નવીન રીતે વિવેચન કરતાં આવડતું નથી. મેં પ્રમાણશાસ્ત્ર લખ્યું છે તેથી લોકો કહે છે કે હું કાવ્ય સમજવાને અનધિકારી છું. હું હમણાં પિંગળ લખું છું એટલે જરૂર મને કહેશે કે એને કવિતા સમજતાં આવડતી નથી, એ માત્ર કવિતાનું હાડપિંજર સમજી શકે, અને કદી કવિતા કરી તો ન જ શકે. નામદાર, હું કંઈ પણ કરું છું તે શું છે તે જોવાને બદલે લોકો એના ઉપરથી શું શુ ન કરી શકે એના જ તર્કો કરે છે! શરૂઆતમાં પ્રૉસીક્યુટરે, મેં જિંદગીમાં મોડું લખવાનું શરૂ કર્યું તેને ગુનો ગણાવ્યો હતો. એ ગુનો તો નથી જ, પણ મારા અત્યારસુધીના અનુભવ પરથી મને એટલી તો ખાતરી થાય છે કે મેં કંઈ પણ ન લખ્યું હોત, તો હું એકપણ ખોડ વિનાનો  આદર્શ સજ્જન હોત. હજી જેમજેમ કંઈ પણ લખતો જઈશ તેમતેમ મારા પર અશક્તિના નવાનવા આરોપો જ આવવાના છે! હવે કોઈ એમ પણ કહે તો નવાઈ નહિ, કે પાઠક વિવેચક છે માટે કવિ નથી, અને કવિ છે માટે વિવેચક નથી, પિંગલશાસ્ત્રકર્તા છે માટે સર્જક નથી, અને સર્જક છે માટે શાસ્ત્રકર્તા નથી, અને છેવટે એમ પણ કહે કે પાઠક પુરુષ છે માટે સ્ત્રી તરફ પ્રેમ રાખી શકતો નથી, ઘરડો છે માટે બાળક પર પ્રેમ રાખી શકતો નથી, વિદ્વાન છે માટે અજ્ઞાનીને ભણાવી શકતો નથી, તેનામાં બુદ્ધિ છે માટે લાગણી નથી, લાગણી છે માટે બુદ્ધિ નથી અને છેવટે એમ પણ કહે કે તેને લખવામાં રસ છે માટે જીવનમાં રસ નથી, અને જીવે છે માટે તેના લખાણમાં રસ નથી, કે એવું કાંઈ!—તો નવાઈ નહિ. મને લાગે છે કે જીવવું એટલે જ તહોમતદાર થવું. આત્મહત્યાનું પાપ લેખકને માથે આ રીતે ઊતરતું હશે. હશે, નામવર અને જ્યૂરીના સભ્ય સાહેબો, કોઈના ઉપર તહોમત મૂકવું એ એટલો સહેલો, સુલભ, સર્વાકર્ષક અને સર્વવ્યાપક આનંદ છે, કે આ તહોમતનામુ સાંભળીને, ન્યાય આપવાને બદલે મારા પર નવાં તહોમતો મૂકવાનું આપને પણ મન ન થઈ જાય, તો મારાં સદ્‌ભાગ્ય!!

{{Poem2Close}}
{{Poem2Close}}
‘રુચિ’ વર્ષ ૧લું અંક ૫. મે ૧૯૬૩
‘રુચિ’ વર્ષ ૧લું અંક ૫. મે ૧૯૬૩<br>
'''પાદટીપ'''  
'''પાદટીપ'''  
{{reflist}}
{{reflist}}

Navigation menu