સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નીતિન મહેતા/વિવેચક નીતિન મહેતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+૧)
 
No edit summary
Line 7: Line 7:
કારકિર્દીના આરંભનાં વર્ષોમાં તેઓ ૧૯૭૨-૭૩માં ‘ગ્રંથ’ માસિક સાથે સંલગ્ન હતા. થોડો સમય ‘યાહોમ’નું પણ સંપાદન કર્યું. નિવૃત્તિ બાદ સુરેશ જોષીએ શરૂ કરેલા ‘એતદ્‌’ સામયિકનું સંપાદન કર્યું હતું. તેમનું અવસાન ૧ જૂન, ૨૦૧૦ના રોજ થયું હતું.  

નીતિન મહેતાનો પહેલો કાવ્યસંગ્રહ ‘નિર્વાણ’ ૧૯૮૮માં પ્રકાશિત થયા બાદ ૨૦૧૨માં ‘નિર્વાણ’ની મરણોત્તર સંવર્ધિત આવૃત્તિ પ્રકાશિત થઈ હતી. બીજો કાવ્યસંગ્રહ ‘અનિત્ય’(૨૦૧૪)નું પ્રકાશન પણ તેમના અવસાન બાદ થયું. નીતિન મહેતાના ‘નિર્વાણ’ કાવ્યસંગ્રહમાં આધુનિક ગુજરાતી કવિતાની છાંટ વર્તાય છે, આધુનિકતાના પ્રવાહને વેગવંતો રાખનારા મુખ્ય કવિઓ સુરેશ જોષી, ગુલામમોહમ્મદ શેખ, લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચન્દ્ર, દિલીપ ઝવેરી આદિ વચ્ચે નીતિન મહેતા સભાનતાપૂર્વક, કવિતા પ્રત્યેની ઉત્કટ નિસબત સાથે આ પડકાર ઝીલે છે અને સમય જતાં એમાં સફળ પુરવાર થાય છે. આ કવિતાઓનો  આધુનિકોત્તર તરફ વધુ ઝોક જોવા મળે છે. તેમને મોટાભાગે અછાંદસ કાવ્ય રીતિ અપનાવી છે. આ કવિતામાં જોવા મળતા પ્રાસંગિક ઘટનાત્મક ઉલ્લેખો, નાટ્યાત્મક રજૂઆત – કવિતાના વિષયવસ્તુને, ભાવને આધાર આપવા અવારનવાર પ્રવેશે છે, આ એમની એક નિજી શૈલીની વિશેષતા છે.  

‘કાવ્યબાની’ (૨૦૦૧), અપૂર્ણ (૨૦૦૪), ‘નિરંતર’ (૨૦૦૭), ‘નયપ્રમાણ’ (૨૦૧૦, મરણોત્તર) તેમના વિવેચનગ્રંથો છે. કાવ્યબાની એ નીતિન મહેતાના શોધનિબંધનું ગ્રંથસ્વરૂપ છે. ‘અપૂર્ણ’ અને ‘નિરંતર’ આ બે વિવેચન ગ્રંથોમાં તેમની વિવેચકીય સૂઝ અને તેમની સૈદ્ધાંતિક ચર્ચા જોવા મળે છે, નીતિન મહેતાનું વિવેચકીય પ્રદાન ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વનું છે. કૃતિના રસપ્રદેશને સૈદ્ધાંતિક વિચારો સાથે જોડવા અને ખાસ કરીને પશ્ચિમના વિચારોને ગુજરાતીમાં પ્રાયોગિક રૂપે મૂકવામાં તેમનો ફાળો રહ્યો છે. સાહિત્ય  સિદ્ધાંત નીતિન મહેતા માટે કૃતિ સુધી પહોંચવાનું અને કૃતિના ગૃહિતને ઉઘાડવાનું સાધન છે. તેઓની એક વિશિષ્ટ શોધ એ રહી છે કે સાહિત્ય કૃતિના વિષયવસ્તુ અને બાનીમાં  જોવા મળતું સતત પરિવર્તન અને તેનાં કારણોની તપાસ સાથે આસપાસનો પરિસર, સમાજવ્યવસ્થાને જોડીને પશ્વિમના સાહિત્ય સિદ્ધાંતોને આધારે તપાસવું, આ સામાજિક અભિગમને  કળાના પરિપ્રેક્ષ્યથી જોવાનો પ્રયત્ન તેમણે કર્યો છે. પશ્ચિમમાં કૃતિ વિવેચનને ભારતીય અને પ્રાદેશિકતા સાથે જોડી તુલનાત્મક અને ગતિશીલ રીતિના તેઓ આગ્રહી રહ્યા છે.  

પશ્ચિમમાં બદલાતાં સાહિત્ય વિચારના પ્રવાહોની અસરમાં તેમણે કવિતાઓનું વિવેચન કર્યું છે. ‘નિરંતર’ વિવેચન ગ્રંથ તેમણે ગ્રહણ કરેલા આધુનિક વિવેચનાત્મક પાસાંની સમજણ આપે છે. ‘નયપ્રમાણ’ તેમણે ‘એતદ્‌’ સામયિકમાં લખેલા સંપાદન લેખોનો સંગ્રહ છે. તેમણે સંપાદિત કરેલા ‘પંડિતયુગનું પુનર્મૂલ્યાંકન’ (૧૯૮૭) નામના ગ્રંથમાં પંડિતયુગના સાહિત્ય પરનાં વ્યાખ્યાનોને સંપાદિત કર્યાં છે. ‘સુરેશ જોષી : કેટલીક નવલિકાઓ’ (૨૦૦૨) અને ‘ગુજરાતી કવિતાચયન : ૨૦૦૩’ (૨૦૦૫) નામના સંપાદિત ગ્રંથોમાં તેમની વિશિષ્ટ સાહિત્યસૂઝનો પરિચય થાય છે. નીતિન મહેતાના કાવ્યસંગ્રહને ‘સંધાન ક્રિટિક્સ ઍવૉર્ડ’ પ્રાપ્ત થયો છે. તેમના વિવેચનગ્રંથને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું છે.  

નીતિન મહેતા પર નગરની ઉદારતા અને ઉઘાડ બંનેએ વ્યાપક અસર કરી છે, તેથી મોટાપાયે જયારે પરંપરાગત રીતિમાં બદલાવ આવતાં, તેને, તેઓએ સહૃદય ભાવકની ભૂમિકાએ તપાસવાનો પ્રયત્ન કર્યો છે. કોઈ પણ નકાર પહેલાં તેઓ તેની શક્યતાઓને ખૂબ નિકટતાથી તપાસતા.  

Navigation menu