ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/પારુલ ખખ્ખર: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 25: Line 25:
‘હા બા, સાંભળું છું.’ મારો અવાજ ભીનો હતો.  

‘મેં બાને આજીજીભર્યા સ્વરે કહ્યું, ‘બા... બસ હવે...પ્લીઝ...’

      ‘હું ધ્રુસકે ધ્રુસકે રડતી હતી.’     
‘હું ધ્રુસકે ધ્રુસકે રડતી હતી.’     
  જયુની આ પ્રતિક્રિયા શરૂઆતમાં બાની વેદના સમજાવાના ભાગરૂપે જણાય પણ અંતે ખ્યાલ આવે કે જયુ નાનીની નહીં પણ નાનીના મુખે જાણે પોતાની જ કથા સાંભળી રહી છે. રા.વિ.પાઠકની પ્રખ્યાત વાર્તા ‘મુકુંદરાય’ અહીં યાદ આવે. પિતા કથા કહેતા જાય અને દીકરીની પ્રતિક્રિયાઓ બદલાતી જાય. વાર્તાકાર આ જાણીતી પ્રયુક્તિને ઉપયોગમાં લઈને કરુણની ધાર કાઢે છે. એટલું જ નહીં, નાનીના દુ:ખની સાથે જયુની વેદનાને એક જ કથા વડે જોડી દે છે. આખી વાર્તામાં બાપુજીનો એક પણ સંવાદ નથી, જે યોગ્ય છે. સનેપાત ઉપડ્યો હોય તેમ આયખા આખાની દબાવી રાખેલી પીડા, વેદના નાની કથારૂપે જયુને કહે છે. નાનીના તાવથી ધીખતા શરીર પર ફરતો જયુનો પ્રેમાળ હાથ અને આરંભે નાનકડી જયુને હેતથી પંપાળતી નાનીનો હાથ- બંને દૃશ્યોની સન્નિધિ રચાય છે. નાનીના સંવાદોમાં જોવા મળતી બોલીની બળકટતા વાર્તાને ઉપકારક સિદ્ધ થઈ છે.   

‘કાપો’ અને ‘પરવાનો’ વિષયવસ્તુની રીતે નજીકની વાર્તાઓ છે. બંને વાર્તામાં પતિ દ્વારા પત્નીના માનસિક શોષણની વાત કહેવાઈ છે. માવજતની દૃષ્ટિએ બંને જુદો આકાર ધારણ કરે છે. ‘કાપો’ વાર્તામાં સર્વજ્ઞનું કથનકેન્દ્ર છે. વાર્તામાં મુખ્ય ત્રણ પાત્રો છે: સાસુ મીનલ, વહુ નંદિની અને કટાક્ષબાણથી મીનલને રોજેરોજ વીંધી નાંખતાં પતિદેવ. એક ગૌણ પાત્ર કચરો વીણવા આવતી છોકરીનું છે. એ ગૌણ પાત્ર અગત્યનું છે. વાર્તામાં બે ખંડ છે. પ્રથમ ખંડમાં વહુ નંદિની સાસુ મીનલ સાથે કૉફી પીતાં પીતાં તેમના અંગુઠામાં પડેલો કાપો જુએ છે અને તે સાસુને સમજાવવા લાગે છે. પ્રથમ ખંડમાં સાસુ-વહુની વાતચીત છે. એ વાંચતાં ભાવકને ખ્યાલ આવે કે, રોજ સવારે શાક સમારવા મીનલબેન બેસે ત્યારે અખબાર વાંચતાં વાંચતાં પતિ આકરા વ્યંગકટાક્ષ કરીકરીને મીનલબેનને હેરાન કરી નાંખે છે. પતિ સામે બોલવાનું ટાળતાં મીનલબેન છરીથી પોતાના હાથ પર ઘા કરી બેસે છે. સાવ નજીવી વાતે પણ મીનલબેનને ટોકીને, ગમાર ઠેરવીને પતિ પોતાની પરપીડનવૃત્તિ સંતોષે છે. બીજા ખંડમાં બીજા દિવસની સવારની ઘટના છે. જેમાં કચરો વીણવા આવતી પંદરેક વર્ષની છોકરી બેભાન થઈ જાય છે. એમ્બ્યુલન્સ આવે છે ત્યાં સુધીમાં છોકરી ભાનમાં આવી જાય છે અને ઘરે જવાની વાત કરે છે. મીનલબેનના પતિ છોકરીને બળજબરીથી ધમકાવીને એમ્બ્યુલન્સમાં બેસી જવા કહે છે પણ મીનલબેન છોકરીનો પક્ષ લે છે. તેથી સોસાયટીના લોકોની હાજરીમાં પતિ મીનલબેનને ધમકાવવા લાગે છે. જવાબમાં મીનલબેન મક્કમ રીતે ઊભા રહીને સામો જવાબ આપે છે અને પેલી છોકરી કચરો વીણવાનો થેલો ખભે ઉપાડીને ઘર તરફ ચાલી નીકળે છે ત્યાં વાર્તા પૂરી થાય છે. આ વાર્તામાં અગત્યની પ્રયુક્તિ સંવાદો છે. પારુલ ખખ્ખર રોજબરોજની વાતચીતની ભાષાને કુશળતાથી વાર્તામાં પ્રયોજે છે. એ વડે તેઓ પુરુષપ્રધાન સમાજવ્યવસ્થા અને પુરુષોના સામૂહિક અચેતનને તાગે છે. પ્રથમ ખંડનો વહુ અને સાસુનો વાર્તાલાપ પ્રથમ નજરે બિનઉપયોગી જણાય, પરંતુ વાર્તાની સંકલનાની રીતે એ ખંડ મહત્ત્વનો છે. બીજા ખંડમાં મીનલબેન પતિને જાહેરમાં ધારદાર જવાબ આપી શકે છે તેના મૂળમાં નંદિની સાથેની વાતચીત રહેલી છે એ સમજાઈ જાય. જો કે, પ્રથમ ખંડના સંવાદો હજુ વધારે ચુસ્ત કરી શકાય તેમ છે. પતિની પરપીડન વૃત્તિ અને સ્ત્રી પ્રત્યેની હીન માનસિકતાને સર્જક ચાર-પાંચ સંવાદમાં જ લસરકાભેર ઉપસાવી દે છે. જુઓ.

‘તારી મા ક્યાં કાચની પૂતળી છે તે આવા લાડ કરવાના? ખોટા ચાળે ચડાવ મા આ બૈરાની જાત ને!’ (ચોપર ખરીદવાની વાત કરતાં દીકરાને ધમકાવતાં)

Line 32: Line 32:
‘બુદ્ધિ તો પગની પાનીએથી ઉપર જ ન આવી... હાળા બૈરાં કીધા એટલે થઈ રહ્યું.’ (જાહેરમાં પત્નીને ટોકતાં)

વાર્તાના અંતે મીનલબેનના પતિ સામે ટગર ટગર જોતી કચરો વીણનારી છોકરી કોથળો ઉપાડીને મક્કમ ડગલે ચાલી નીકળે છે. એ વર્ણનમાં કવયિત્રી પારુલ ખખ્ખર વાર્તાકાર પારુલ ખખ્ખરની પડખે આવીને ઊભા રહી ગયા છે.  

‘મીનલે છોકરીની સામે કોઈ અનોખી નજરે જોયું અને જાણે શક્તિપાત થયો હોય એમ ક્ષણવારમાં છોકરીનો રંગ બદલાઈ ગયો. છોકરી કશું બોલ્યા વગર સાહેબને ટગર ટગર જોઈ રહી. સાહેબ એ નજરને જીરવી ન શકતા હોય તેમ આડું જોઈ ગયા...  

એ વેંત એકની છોકરી કોઈ અપૂર્વ તેજોમંડળમાં લપેટાઈને ધીમા પરંતુ મક્કમ પગલે રાજરાણીના ઠસ્સાથી પોતાની મરજીના માર્ગે જઈ રહી હતી. રસ્તામાં આવતા કાંકરા જાણે સાહેબની આબરૂના પ્રતિનિધિ હોય તેમ એને ઠેબે લેતી હતી. એના રાણી કલરના ઘાઘરી પોલાકા પર કેસરી કલરની ઓઢણી મુક્તિધ્વજ સમી લહેરાઈ રહી હતી. મીનલનાં રૂંવાડા હર્ષથી ઊભા થઈ ગયાં. એણે હથેળી ખોલીને જોયું તો પેલા કાપા પર રૂઝ વળવા લાગી હતી.’

‘પરવાનો’ વાર્તામાં ડૉક્ટરે મયંકને કૉલ કરીને મમ્મી પ્રેમિલાબેનની સાથે આવવાનું કહ્યું હોવાથી સાંજના છ વાગ્યે મયંક મમ્મીને લઈને ડૉક્ટરને ત્યાં જવા નીકળે છે ત્યાંથી વાર્તા શરૂ થાય છે. વાર્તામાં મયંક, તેની મમ્મી પ્રેમિલાબેન અને પપ્પા પ્રવીણભાઈ મુખ્ય પાત્રો છે. વાર્તામાં બે દિવસ અને એક સાંજનું વર્ણન છે. વાર્તામાં બે ખંડ છે. પ્રથમ ખંડમાં ડૉક્ટર પ્રેમિલાબેનને કેન્સર હોવાનું જણાવે અને મયંક ઢીલો થઈ જાય. તે મમ્મીને લઈને ઘરે આવે તે સાથે જ પ્રવીણભાઈના બૂમબરાડા શરૂ થઈ જાય. તે પ્રેમિલાબેનને શું થયું છે એ જાણવાની પણ દરકાર ન કરે. બીજા દિવસે સવારે પ્રેમિલાબેન પોતાની નાની બહેન અલકાને કેન્સરની ગાંઠ વિશે ફોન પર જણાવતાં હોય ત્યાં વળી પ્રવીણભાઈની કાનમાં કીડા ખરી પડે તેવી ભાષા સાથે આ સંવાદ અટકે. બીજા ખંડમાં પ્રેમિલાબેન પોતાના જન્મદિવસે ટેવવશ પતિના રૂમમાં જવા જતાં હોય ત્યાં મયંક તેમને અટકાવે અને તેમના માટે સજાવીને રાખેલા અલાયદા ઓરડામાં લઈ જઈને કહે કે, ‘હવેથી આ રૂમ તારો છે મમ્મી. માત્ર તારો, સાવ અલાયદો અને તારી માલિકીનો. અહીંયા તું તારી મરજીથી જીવી શકીશ અને તારી મરજીથી મરી શકીશ...પપ્પાનું મોઢું જોવાનું મન થાય તો દિવસમાં એકાદ આંટો મારજે બાકી આજથી પપ્પાની તમામ જવાબદારીઓમાંથી તું મુક્ત છે.’

Line 41: Line 41:
વાર્તામાં કથક વૃંદા છે. વૃંદાની સાસુ અને મા સાથેની વાતચીત જેટલી જ અગત્યની સ્વ સાથેની વાતચીત છે. વૃંદા પોતાના સ્વભાવ વિશે, પોતાને આવતાં વિચારો આદિનો પણ ઉલ્લેખ કરતી રહે છે. એ રીતે અહીં વહુ વૃંદા, દીકરી વૃંદા અને સ્ત્રી વૃંદા – એમ વૃંદાના વ્યક્તિત્વના ત્રણ પાસાં સર્જકે આલેખ્યાં છે. વૃંદા વાર્તાને જોડતી કડી છે. સાથે જ તે જેઠ-જેઠાણી, પતિ ઉમંગ, સાસુ અને માનાં વિચારો, સંવેદનાઓને જુએ, સમજે, અનુભવે છે. વૃંદા પાત્ર, પ્રતિભાવક અને કથક એમ ત્રેવડી ભૂમિકા નિભાવે છે. વાર્તાના આરંભે વૃંદા સાંજના આકાશને જે રીતે જુએ છે ત્યાં તેની અંદર રહેલી મોકળાશની ઝંખના દેખાય. સાથે જ તેની નિરીક્ષણવૃત્તિ પણ જોવા મળે છે. વાર્તાના આરંભે આવતું વર્ણન વૃંદાની આંખે થયું હોઈ માત્ર વર્ણન ન બની રહેતાં વાર્તાનો અનિવાર્ય અંશ બની રહે છે.

‘સુરજદાદા ચોપાટ પર છેલ્લા પાસા ફેંકી રહ્યા હતા. બધી કૂકરીઓને ફટાફટ ઘરભેગી કરવાની નેમ હોય એમ ઝડપથી ચાલી રહ્યા હતા. પરંતુ કૂકરીઓને કોઈ જ ઉતાવળ ન હોય તેમ તે અહીંથી ત્યાં ટહેલતી હતી. કોઈ વાદળી બનીને, કોઈ પક્ષી બનીને, કોઈ અજવાસ બનીને, કોઈ મનુષ્ય બનીને તો કોઈ આ બસ બનીને પોતાની ગતિમાં મગ્ન હતી… ધીમે ધીમે અંધારું થવા લાગ્યું. આકાશનું બધું જ સૌંદર્ય ચોરીને પોતાના ખજાનામાં મૂકીને રાતના રાજાએ ધાક બેસાડી દીધી. ચાંદો હવે આખી રાત ચોકીદારી કરીને એ ખજાનાનું રક્ષણ કરશે.’

આ સુંદર પ્રકૃતિને જોઈને હરખાતી વૃંદા ઉમંગના કહેવાથી અને પ્રજ્ઞાભાભીના આગ્રહને કારણે પૂના જવા નીકળી છે એ વાત જણાવે. શા માટે પોતાને બોલાવી? ઉમંગ સાચું કારણ જાણતો હશે પણ પોતાને ન જણાવ્યું એવા વિચારોને બાજુએ હડસેલતી વૃંદા ‘જે હશે તે વાજતું ગાજતું માંડવે આવશે’ એમ કહીને રમણીય પ્રકૃતિને જોવામાં, તેના ફોટા પાડવામાં ખોવાઈ જાય. રાત પડે એટલે બહારથી નજર ભીતર વાળે અને વિધવા મમ્મી સાથે વાતો કરવાના ઈરાદે માને ફોન કરે. મા-દીકરી વચ્ચેની વાતચીત અગત્યની છે. તેનો અંશ જુઓ.

‘જો કે તમારે આમ તો એકેય રોગ નથી એટલે સારું છે. મારા સાસુને તો બી.પી. ડાયાબિટીસ વર્ષોથી વળગ્યાં છે.’

‘પણ બેટા, રોગ કંઈ માત્ર શરીરના જ થોડા હોય!’ એ દબાતા સાદે બોલ્યાં.

Line 58: Line 58:
‘મેં મનને ઢંઢોળ્યું કે સાસુ આવે છે એ ખૂંચે છે? જવાબ ‘ના’માં આવ્યો. તો તને જાણ કર્યા વગર બધુ નક્કી થયું એ ખૂંચે છે? ઇનો જવાબ પણ ‘ના’માં જ આવ્યો. જેઠાણીનાં છોકરાં આટલી પ્રગતિ કરે છે એ ખૂંચે છે? ઇનો જવાબ પણ ‘ના’માં મળ્યો. તો શું પેટમાં દુ:ખે છે? મેં મારામાં ખોદકામ શરૂ કર્યું.’  

બસમાં પાછા ફરતી વેળા વૃંદા પોતાની મમ્મીને ફોન કરે છે. બનેલી ઘટના જણાવે છે. સાથે જ મમ્મીને તેના જીવન વિશે પૂછે છે. મમ્મીના અવાજમાં રહેલી ખારાશ તે ઓળખે છે અને તેને પેટછૂટી વાત કરવા કહે છે. મમ્મીનો જવાબ સાંભળીને વૃંદાના ગળામાં ખારાશ બાઝી જાય છે.

‘કશુંક બોલવા ગઈ પરંતુ એ બન્ને સ્ત્રીઓના ગળામાંથી નીકળેલું જાળું ઓચિંતુ મારા ગળામાં આવીને ચોંટી ગયું હતું. કેટલીય મથામણ પછી માંડ માંડ શબ્દો ગોઠવાયા. મારા ગળામાં પડેલી ખરેડી દૂર કરવાના પ્રયાસરૂપે મેં સહેજ ગળું ખંખેર્યુ અને ખોખરા અવાજે કહ્યું ‘ઉમંગને પૂછીને જવાબ આપું.’

પ્રશ્ન થાય કે વૃંદાએ પોતાની માને તેના ઘરે રહેવાનું કહેવા ઉમંગને પૂછવું પડે? આર્થિક રીતે સ્વતંત્ર હોવા છતાં તે પોતાના જ ઘરમાં નિર્ણય લઈ શકવા સમર્થ કેમ નથી? વાર્તાકારે કુશળતાથી આ પ્રશ્નોનાં જવાબ વાર્તામાં આરંભથી જ આપ્યા છે. વૃંદા ઉમંગના કહેવાથી, ઉમંગની અનુમતિથી જેઠાણીના ઘરે જવા નીકળે છે. ઉમંગ પોતે જાણતો હોવા છતાં પૂરી વાત વૃંદાને કહેતો નથી. વળી, સાસુ પોતે ક્યાં રહેવું તેનો નિર્ણય જાતે લઈ શકે, પરંતુ વૃંદા ઉમંગને પૂછ્યા વિના કોઈ નિર્ણય ન લઈ શકે. આ જ આપણી પુરુષપ્રધાન સમાજવ્યવસ્થાનું સત્ય છે જે વાર્તાકાર સીધેસીધું ન લખતાં કલાત્મક રીતે આલેખે છે. શુક્રવારની સાંજથી શરૂ થતી વાર્તા રવિવારે રાત્રે પરત આવી રહેલી વૃંદાની યાત્રા સાથે પૂરી થાય છે. ત્રણ સ્ત્રીઓના ગળામાં બાઝતી ખારાશ, ત્રણેય સ્ત્રીએ પોતાની લાગણી વ્યક્ત કરવા માટે કરવી પડતી મથામણ - એની સહોપસ્થિતિ વાર્તાને સુરેખ બનાવે છે. કથક તરીકે અંતે ગળામાં બાઝેલી ખારાશ સાથે બોલતી વૃંદા અને આરંભે માને અને સાસુને સ્પષ્ટ રીતે વિચારો કહી દેવા પ્રોત્સાહન આપતી વૃંદા- આ બેની પણ સન્નિધિ રચાય છે. ત્યાં પેલી સ્ત્રી વૃંદા જોવા મળે છે જે એક નિર્ણય પણ સ્વતંત્રપણે લઈ શકતી નથી એ વાતે ગૂંગળાય છે. વાર્તાકારે વૃંદા પાછી આવતી હોય છે તે વેળાએ પ્રકૃતિનું કે રમણીય રાત્રિનું વર્ણન કર્યું નથી અને એ વડે વૃંદાની ગૂંગળામણને સ્પર્શક્ષમ બનાવી છે. વાર્તાના આરંભે બારી બહારનું દૃશ્ય અને અંતે બારી પરનો પડદો ખસેડ્યો હોવાછતાં બહાર ન જોતી વૃંદા- ભાવકને યાદ રહી જાય છે.  

‘ઢાંકણ’ વાર્તામાં સર્વજ્ઞ કથક હોવાછતાં આખી વાર્તા કથક દીકરી સુગંધાના દૃષ્ટિકોણથી કહે છે. પપ્પાના અવસાન પછી વરસી વળાઈ ગયા બાદ મમ્મી મામના ઘરે જતી રહી છે અને ત્રણેક વર્ષથી ઘર બંધ છે. મમ્મીને પપ્પા વિનાના ઘરમાં ગોઠતું નથી. વાર્તા અનાયાસપણે બે ભાગમાં વહેંચાઈ જાય છે. ત્રણ-ત્રણ વર્ષથી બંધ ઘરમાં સુગંધા પગ મૂકે અને તેની ભૂતકાળની સ્મૃતિઓ તાજી થઈ જાય અને મમ્મી આવી પહોંચે ત્યાં સુધીનો પ્રથમ ભાગ છે. સુગંધા ઘરમાં ફરતી જાય અને ભૂતકાળ તાજો થતો જાય એ આખું વર્ણન ખૂબ સરસ થયું છે. કાવ્યાત્મક અને સુંદર આ વર્ણન સુગંધાની ચેતના શી રીતે ઘરને, મમ્મી-પપ્પાને ઝીલે છે તે રીતે થયું છે. મમ્મીના આગમનથી વાર્તાનો બીજો ખંડ શરૂ થાય છે. મમ્મી આવે અને સુગંધા તેને ભેટી પડે. મા-દીકરીની આંખ ભીની થઈ જાય. સુગંધાનો ભાઈ પપ્પાના મિત્ર રમણીકભાઈ સાથે આવી પહોંચે અને પપ્પાના વિલ મુજબ આ ઘર તેણે રમણીકભાઈને વેચ્યાનું તથા તેમાંથી મળેલી કુલ રકમના દસ-દસ ટકા સુગંધાને અને મમ્મીને મળી ગયાનું લખાણ બતાવીને તેના પર સહી કરવા કહે. મમ્મી એક પણ રૂપિયો લેવાની ના પાડે અને સહી કરી દે. સુગંધા પણ એમ જ કરે. મમ્મી દીકરાને કહે,

‘લાત મારું છું તારી ૧૦%ની ભીખ પર, એક રૂપિયો ય મારે કે મારી દીકરીને નથી જોઈતો જા...ગામની બહાર મોટું વૃદ્ધાશ્રમ બન્યું છે ત્યાં જ લખાવી દેજે આ રૂપિયા... અને હા, તારા બાપના નામની તક્તી જરૂર મરાવજે જેથી ભવિષ્યમાં તારે કામ લાગશે.’

  આ બધું સુગંધા ભીની આંખે જુએ અને મનોમન બોલે, ‘સાચે જ ઢાંકણ દેવાઈ ગયું.’ ત્યાં વાર્તા પૂરી થાય છે. વાર્તાના આરંભે આવતું સુગંધાની સ્મૃતિઓ વડે રચાતું ચિત્ર જુઓ.

‘એ મેઈનડોર ખોલી ઘરમાં પ્રવેશી. એક જાણીતી સુગંધ ઘેરી વળી. એણે ઊંડો શ્વાસ લઈ સુગંધને નાકમાં ભરી. આ સુગંધને કોઈ એક સરનામું ન હતું. મમ્મી પગે ચોળતી એ તેલની, પપ્પા છાતીએ લગાવતા એ બામની અને ઠાકોરજીને ધરાયેલા અત્તરની એમ ત્રણેય સુગંધોના મિશ્રણ જેવી આ સુગંધ એના નાકને  રળિયાત કરી ગઈ.’

‘આ રસોડામાં જ પહેલીવાર ચા બનાવી હતી, આ અરીસામાં જોઈને જ પહેલો ખીલ ફોડ્યો હતો, આ ઘરમાં સૌમિલ એને જોવા આવ્યો હતો અને અહીંથી જ એ વિદાય થઈ હતી. પપ્પાએ માથા પર હાથ મૂકી કહ્યું હતું ‘તું મારી દીકરી નથી પણ બીજો દીકરો છે. આ ઘર તારું જ છે. મન થાય ત્યારે આવી જવાનું, તારો બાપ રાહ જોઈને જ બેઠો હશે.’

મમ્મી ઉતાવળે આવીને પાછી જતી રહેતી સુગંધાને ટોકતી કે, ‘આ મા-બાપ બેય બેઠાં છે ત્યાં લાગી અવાશે. બે માંથી એક ઓછું થ્યું પછી હરિવાલા... આવવું હશે તોય કોઈ ‘આવો’ કહેવાવાળું નહીં હોય. ભર્યાભાદર્યા ઘરને ઢાંકણ દેવાઈ જશે ઢાંકણ!’  

Line 77: Line 77:
‘અને પપ્પા ભડક્યા. ‘શું કીધું તેં? હેં શું કીધું? એ માણસ નહીં સમજે? વાહ રે...જટાધારી મહારાજ તમને પ્રણામ. તમે એક જ સમજદાર છો આ ઘરમાં.’ કહી પપ્પાએ દીદી સામે હાથ જોડ્યા. પપ્પાના આવા નૌટંકીવેડા જોઈ મને હસવું આવતું હતું.’  

આ જ વાર્તાલાપમાં આગળ પપ્પા દીકરીને કહી દે છે,

‘કોઈ ભોજીયોભાઈ ય તારો ધણી નથી થાવાનો…આ ઘરમાં બાપ તું નથી, હું છું એ યાદ રાખજે.’

દીકરી જટા જેવા વાળ કપાવવાની વાત કરે છે ત્યારે પપ્પા બોલી ઊઠે,

‘મારા જીવતેજીવ વાળને કાતર નથી અડાડવાની. બાપ મારે ત્યારે એની પાછળ વાળ ઉતરાવજો. હું મરું પછી કળપાવજો મારા નામનું’

કથક તરીકે નાની દીકરીની ભાષા અને ટિપ્પણીઓ પણ વાર્તામાં અગત્યની છે. જેમ કે, વાર્તાના આરંભે જ મમ્મી-પપ્પાના ઝઘડાનું વર્ણન કરતી દીકરી પપ્પાની ક્રિયા, પ્રતિક્રિયાઓ કેવા શબ્દોમાં વર્ણવે છે તે જુઓ.

‘પપ્પા રસોડામાં ધસી આવ્યા.’ ‘પપ્પા ઉકળવા લાગ્યા હતા.’, ‘મમ્મી એન સ્વભાવ મુજબ ઠંડકથી જવાબ આપ્યે રાખશે અને પપ્પા ભડકો થતા રહેશે. પાણીથી તો આગ ઠરવી જોઈએ, ભડકે છે શું કામ?’ ‘ઝઘડો મારી ધારણા મુજબ ઝાળ પકડી રહ્યો હતો અને દીદીએ એન્ટ્રી મારી.’ ‘પપ્પા ભડક્યા.’, ‘પપ્પાનો બાટલો ફાટ્યો.’  

કથકની ટિપ્પણીઓ અને તેના વાણી-વર્તન વડે તેનું પાત્ર ઊઘડે છે. તેને આ ઝઘડા ગમતાં નથી પણ પોતે ‘સૌથી નાની હોઈ આ નાટ્યશ્રેણીના કથાનકમાં કશો ફેરફાર કરી શકવા સક્ષમ નથી’ એ વાત જાણતી હોઈ જોયા કરે છે. મોટી બહેનને છોકરાવાળા જોવા આવે છે ત્યારે તે ઓછી રૂપાળી લાગવાના પ્રયાસો કરે છે. નાની બહેન તરીકે તેને મોટી બહેન સુંદર લાગે છે. બંને બહેનોનું છોકરાવાળા આવે ત્યારનું વર્ણન જોવા જેવુ છે.

Line 86: Line 86:
મમ્મીની એક જ ચેષ્ટા, એક સંવાદ કેટકેટલું સૂચવી જાય છે! એ જ રીતે દીદીની વિદાયવેળાએ પપ્પાને રડતાં જોઈને નાની દીકરી જે વિચારે છે તે જોવા જેવું છે.

‘અંતે આવ્યો વિદાયનો સમય. દીદી પહેલા મમ્મીને વળગીને ખૂબ રડી. પછી પપ્પા પાસે ગઈ, નીચે નમી, પપ્પાની ચરણરજ લઈને માથે ચડાવી. પછી બે હાથ જોડી બોલી ‘મારી ભૂલચૂક માફ કરજો પપ્પા...’ નાટકનાં બે સૂત્રધારો આજે સામસામે નહીં પણ સાથેસાથે હતાં. પપ્પાએ દીદીના માથા પર હાથ મૂકીને કહ્યું,‘માફ તો મને કરી દે તેં મારા કારણે બહુ વેઠ્યું છે.’  

વાર્તાકારે એક મધ્યમવર્ગીય કુટુંબની ચિંતા અને તેમના હર્ષની વાત હળવાશભરી રીતિએ પણ અસરકારક શૈલીમાં કહી છે. પિતા હોઈ જાહેરમાં રડી ન શકે. દીકરીને પરણાવી નથી શકતા એ વાતે લાચારી અનુભવતા પિતા પ્રતિક્રિયા રચના વડે ગુસ્સો, આક્રોશ વ્યક્ત કરીને દબાયેલી વેદના ઠાલવતા રહે છે. દીકરી પણ પિતાના આક્રોશ પાછળના સ્નેહાને, ડરને, લાચારીને જોઈ શકે છે પણ નિ:સહાય હોવાથી લડતી-ઝઘડતી રહે છે. આરંભે જૈન સાધ્વીને દાન આપવાની વાતે ઝઘડતા પપ્પા અંતે દીકરીના લગ્ન નક્કી થયા પછી જૈન સાધ્વીને દાન આપતા ખચકાતી મમ્મીને કહે છે, ‘સરખું વ્હોરાવજે હો! કોના આશીર્વાદથી મોટીનું ગોઠવાયું હશે કોને ખબર?’  

આમ, કથકની પસંદગી, સંવાદો અને વ્યંગ-કટાક્ષ વડે બાપ-દીકરીના સ્નેહનું થયેલું નિરૂપણ આ વાર્તાને આસ્વાદ્ય બનાવે છે.   

સાસુ-વહુનું સંવેદન ધરાવતી ‘છપતરી’ વાર્તામાં સમયગાળો આશરે એક વર્ષનો છે. લગ્ન બાદ પહેલી સાતમ-આઠમ આવતી હોવાથી રીમા રોહનને પોતાના પિયર જવા માટે પૂછે છે ત્યાંથી વાર્તા આરંભાય છે. બીજા દિવસે નાસ્તો કરતી વેળાએ રીમા રોહનને સાસુ અવનિબહેનને એ વાત પૂછવા ઇશારાથી જણાવે. સાસુ રાજી થઈ હા પાડે. રીમા પિયર જવા ઊપડે. આઠમ ઉજવીને પાછી ફરેલી રીમા સાસુને થોડાં બીમાર જોઈ ગૂંચવાઈ જાય. સાસુ તેને ચિંતા મુક્ત કરી આરામ કરવા કહે. રીમા વિચારે કે પોતાના પિયર કરતાં અહીં ઘણી સાદગી છે. વિધવા માનો એકનો એક દીકરો અને આઈટી કંપની, બેંગલોરમાં સારી જોબ, સંસ્કારી કુટુંબ જોઈ રીમાના માતા-પિતાએ તેને પરણાવી. રીમાને સાસુની નાની નાની વાતોની કાળજી મૂંઝવે. જેમ કે, જૂનો સાબુ થાય એટલે તેની બાકી બચેલી છપતરી નવા ભેગી ચોંટાડી દેવી. બચેલી ટુથપેસ્ટ ઘસી ઘસીને કાઢવી કે દૂધનું વાસણ વગેરે. એક સાંજે સાસુ પોતાના ભૂતકાળની વાતો કહે. લગ્ન બાદ અવનિબહેનને સાસરીમાં પડેલી મુશ્કેલીઓ, વિધવા થયા બાદ માંડ બે છેડા ભેગા કરીને રોહનને ભણાવ્યો તે રીમાને જણાવે. સાવ સહજ રીતે થયેલી આ વાતચીતથી રીમાને સાસુના વર્તન પાછળનું કારણ સમજાઈ જાય છે. તેને સાસુ માટે અધિક વહાલ જન્મે છે. તે બીજી આઠમે પિયર જવાને બદલે બેંગ્લોરમાં પોતાના ઘરે જ કાનુડાનો જન્મદિવસ ઉજવે છે. પારણાનોમની સવારે તે સાસુને કહે છે, ‘મમ્મી, આજથી રસોડું મારા માથે હો! તમારે હવે મનગમતી પ્રવૃત્તિ કરવાની બસ.’ સાસુ પૂછે છે આમ અચાનક શું થયું? જવાબમાં રીમા કહે છે, ‘થયું તો કંઇ નથી પણ બસ... મને સાબુની છપતરી ચોંટાડતા આવડી ગઈ.’ એ સાથે જ વાર્તા પૂરી થાય છે.

Line 94: Line 94:
‘ઉઝરડા’ વાર્તામાં ચાલીશીમાં પહોંચેલી સુડોળ કાયાને ટેકવીને નાયિકા ટી.વી. જોતી હોય છે. ઘરમાં અચાનક વોટ્સ એપ મિત્ર આવી પહોંચે છે. તેનું આમ એકાએક આવવું નાયિકાને મૂંઝવે છે. તે ચા મૂકવા રસોડામાં જાય છે. ઘરમાં કોઈ નથીની ખાતરી કર્યા બાદ તે અતિથિ એકાએક આવેશમાં નાયિકાને ચૂમી લે છે. તેનો નકાર પેલો જોતો નથી. ડઘાયેલી નાયિકા હજુ તો કંઇ સમજે તે પહેલાં આ ઘટના બની જાય છે. અતિથિ ચાલ્યો જાય છે પણ તે હતપ્રભ થઈ જાય છે. બે વરસનો ચેટ સંબંધ. ફોટા ને ઇમોજીની આપ-લે. તેની મરજી પૂછ્યા વિના અતિથિનું આ વર્તન તેને આઘાત પમાડે છે. રાત સુધી તે સ્તબ્ધ બેઠી છે. બહાર એક અલમસ્ત વાછડો તેના ગુલાબના એકએક છોડને પીંખી નાંખે છે ત્યારે તે ભાનમાં આવે છે. પતિ માલવ તેને બોલાવવાના પ્રયત્નો કરે છે પણ બંને વચ્ચે એ સંવાદનો સેતુ ક્યારનો તૂટી ગયો છે. દીકરી જીયા તેને પૂછે છે પરંતુ તે કહી શકતી નથી. માતા, બહેનપણીઓ સાથે વાત થાય તેમ નથી. પરિણામે તે ધુંધવાયેલી ફરે છે. વસંતપંચમીએ તે પોતાને પણ આ ઘટના માટે માફ કરે છે અને ગુલાબના છોડને સરખા કરી ફેસિયલ કરાવવા જાય છે ત્યાં વાર્તા પૂરી થાય છે. ગુલાબ અહીં પ્રતીક બને છે.  

‘પાપણી’ વાર્તા દિવાળી પછીના દિવસોમાં ‘હર કી પેડી’ પર ગંગાઘાટે સંધ્યા આરતી થયા બાદ સ્મિતા બેઠી છે ત્યાંથી વાર્તા શરૂ થાય છે. પોતાનો પતિ સંજય સાત વર્ષથી ક્યાંક ચાલ્યો ગયો છે. પતિને પાડોશી તરુણ રંજુ સાથે શારીરિક સંબંધ બાંધતા જોઈ ગયેલી સ્મિતા આજે પણ એ ગુના માટે બેઉને માફ કરી શકતી નથી. સખી કલ્પના તેને બધું છોડી દેવા જણાવે પણ સ્મિતાથી એમ થઈ શકતું નથી. કલ્પના વૃદ્ધાશ્રમમાં મૃત્યુ પામેલા સસરાની વાતે અપરાધબોધ અનુભવે છે. એટલે તે સસરાનો અંતિમ વિધિ ગંગા કિનારે કરાવે છે. પુલના સામા છેડે ઊભેલી સ્મિતાને અચાનક ગંગામાં ડૂબકી લગાવતી ગર્ભવતી રંજુ દેખાય. સ્મિતા તેને જોતાવેંત સળગી  ઊઠે અને તેના ચિત્ત પર પતિ સંજય સાથેના રંજુના પ્રણયદૃશ્યો તાજા થઈ જાય. ક્રોધમાં અંધ બનેલી સ્મિતા સગર્ભા રંજુને ગંગામાં સરી જતી જુએ. તેના મોઢામાંથી એક પણ અક્ષર ન નીકળે. ઠંડા કલેજે મોબાઈલ પર્સમાં મૂકી, આંખે ગોગલ્સ ચઢાવી તે ત્યાંથી ચાલી નીકળે ત્યાં વાર્તા પૂરી થાય છે. અહીં વાર્તાકાર સ્ત્રીની અંદર રહેલી આદિમ વેરવૃત્તિને ગંગાઘાટ જેવા પવિત્ર સ્થળ પર થતાં કૃત્ય વડે આલેખે છે. ‘પાપણી’ કોણ? રંજુ કે સ્મિતા? કે પછી સ્મિતાનો વર? એવો પ્રશ્ન ભાવકના ચિત્તમાં જન્મે. વાર્તાકાર સમયના બે બિંદુ પર થયેલા કૃત્યને સામસામે મૂકી પાપણી શબ્દનો નવો જ અર્થ પ્રગટાવે છે. સ્મિતાનો રંજુ પ્રત્યેનો પ્રબળ તિરસ્કાર, વેરનો ભાવ અને પાપનાશિની ગંગાનો પરિવેશ, નજર સામે રંજુનું પાણીમાં ડૂબી જવું વિષયને ઉપકારક બન્યા છે. તેમાંય કથક સ્મિતા પોતે હોઈ સર્જક સ્મિતાની વેરવૃત્તિને પ્રતીતિકર અને સ્પર્શક્ષમ રીતે આલેખી શક્યા છે.  

‘બાવળિયો’ વાર્તામાં મુખ્ય પાત્ર સુશીલાબહેનનું છે. આખી વાર્તા કૉલેજમાં ભણતી યુવતી ધરતીના મુખે કહેવાઈ છે. આ વાર્તાની કથક ધરતી કૉલેજમાં અભ્યાસ કરવાની સાથેસાથે માને ભરતકામમાં મદદ કરતી રહે છે. એક સાંજે માતા બાજુના બંગલામાં રહેતા સુશીલાબહેન તેને બોલાવે છે એમ કહે છે. ધરતી તેમના ઘરે સાંજે પહોંચે છે. તે સુશીલાબહેન પાસેથી ભરતકામ લે છે. તેના મનમાં કેટલાંક પ્રશ્નો છે. આવડાં મોટા ઘરમાં રહેતાં સુશીલાબેન આવું ભરતકામ શા માટે કરતાં હશે? વરસાદ તૂટી પડતાં સુશીલાબહેનને પોતાના લગ્ન સમયની મેઘલી રાત યાદ આવે છે. તેઓ  ધરતીને ચા પીવડાવે છે સાથે જ પોતાનું અંતર ઉઘાડે છે. સુશીલાબહેન પરણીને આવ્યા એ રાતની વાત સાંભળવામાં ધરતીને રસ પડે છે. તેઓ કહે છે કે લગ્નની રાતે જ તેમના પતિએ તેમને પૂછ્યું હતું કે આપણે માત્ર મિત્રો બનીને ન રહી શકીએ? એમને સ્ત્રી કરતાં પુરુષોમાં વધુ રસ પડે છે. ડાયવોર્સ લેવા કે દત્તક બાળક લેવાની વાત પણ તેઓ કહે છે. ખૂબ વહાલ સાથે જોડે સૂતા પતિને લીધે તે પોતાના આવેગો વહાલમાં જ ઠારી લેતાં. એમ કરતાં કરતાં એમના પિસ્તાળીસ વર્ષ થયાં. આ વાતો સાંભળીને ઘરે પરત ફરતી ધરતીને વિરેન્દ્રનું વર્તન સમજાય છે અને પોતાના પ્રપોઝલને ફગાવી દેનાર એ છોકરાને તે માફ કરે છે. વાર્તાનો અંત ચોટદાર છે. ગેટમાં પ્રવેશેલી અને ત્યાંથી નીકળતી ધરતી વધુ પુખ્ત થાય છે. કહો કે, સુશીલાબહેનના અનુભવે તે પુખ્ત બની જાય છે. અહીં બાવળિયો પ્રતીક છે. બાવળિયો એક કચ્છી ભરતકામ છે જેમાં બાવળના ઝાડના પાન બનાવવામાં આવે છે. ઘેરા રંગો અને કાચ વડે થતું આ ભરતકામ અઘરું હોવા છતાં લોકપ્રિય પણ એટલું જ છે. અહીં ૨૦૨૩માં આવેલી મલયાલમ ફિલ્મ ‘કથલ: ધ કોર’ યાદ આવે. જેમાં મામૂટી સાથે જ્યોતિકા તે સમલૈંગિક હોવાથી લગ્નના વર્ષો પછી પણ ડાયવોર્સ લે છે. સમલૈંગિક સંબંધોની આ વાર્તા એક સ્ત્રીના, પરણેતરના દૃષ્ટિકોણથી આલેખાઈ છે. વળી, કથક પણ એક યુવતી જ છે. સ્ત્રી-પુરુષ સંબંધમાં શારીરિક સંબંધ ઉપરાંત પણ કંઈક ગૂઢ તત્ત્વ રહેલું છે એ વાત સુશીલાબહેનના પાત્ર વડે દર્શાવી છે. જોવા જેવું એ છે કે, અહીં સર્જક સહેજ પણ મુખર થયા વિના, અત્યંત સંયમિત રીતે આવા સંબંધની વાત એક જુદા દૃષ્ટિકોણથી કરે છે. કથક અને સુશીલાબહેન વચ્ચેનો સંબંધ પણ આ ઘટનાથી દૃઢ બને છે. આવા સંવેદનશીલ વિષયને સ્ત્રીના દૃષ્ટિકોણથી આલેખવાનો પ્રયાસ અને તે દ્વારા સ્ત્રી-પુરુષ સંબંધના દૈહિક સંબંધને ઓળંગી જતાં સ્નેહસંબંધનું થયેલું નિરૂપણ, ચુસ્ત સમયસંકલના, વરસાદી માહોલ અને ભરતકામનો પ્રતીક તરીકેનો વિનિયોગ – આ બધાને કારણે આ વાર્તા નોંધપાત્ર બની છે.     

‘હોંકારો’ વાર્તા બે ભાગમાં વહેંચાયેલી છે. વાર્તાનો આરંભ પ્રેમિલાબહેન હોસ્પિટલમાં ભાનમાં આવે છે તે ક્ષણથી થાય છે. કુલીન અને વૈશાલી તેમને જાળવીને ઘરે લાવે છે. નવો ફોન આપે છે પરંતુ એક છોકરીની ચિંતામાં આ બધું થયું હોવાનું માની દીકરો-વહુ પ્રેમિલાબહેનને ફોન આપતાં નથી. થોડા દિવસ બાદ નવો ફોન આપે છે. પેલી છોકરીના મેસેજીસ વંચાવે છે પણ નંબર ડિલીટ કરીને આપે છે. કુલીનના મતે મમ્મી પેલી અજાણી છોકરીની વાતો સાંભળી દુ:ખી થાય છે ને તબિયત બગાડે છે. પ્રેમિલાબહેન ઘરની શાંતિ ના હણાય એ વિચારે દીકરાની વાત માને છે. બીજા ભાગમાં ૨૬મી જાન્યુઆરીનો દિવસ છે. પ્રેમિલાબહેનને મુખ્યમંત્રીના હાથે એવોર્ડ પ્રાપ્ત થવાનો હતો. મુખ્યમંત્રીને હોંકારો જેવી સમાજસેવાની સંસ્થા વિશે જાણવાનું મન થાય. ત્યારે જવાબમાં પ્રેમિલાબહેન એક ગરીબ ઘરની છોકરી સાથેની બસમાં મુલાકાત વિશે જણાવે. એના પર પારાવાર મુશ્કેલીઓ પડી છે અને એવામાં ગેંગરેપનો ભોગ બને છે. આ સમાચાર સાંભળીને પ્રેમિલાબહેન બેભાન થઈ ગયા હતા. હોસ્પિટલમાં હોવાથી તેને જવાબ આપી શકતા નથી અને તે યુવતી આત્મહત્યા કરે છે. આ બનાવે તેઓ મજબૂત મને આવા અસહાય લોકોની વાત સાંભળીને તેમને હોંકારો દેવાનું નક્કી કરે છે. ઘણી વાર માત્ર વાત સાંભળવાથી દુ:ખ હળવાં થઈ જાય એમ વિચારી તેઓ તેમની બહેનપણીઓ સાથે મળીને હોંકારો ફાઉન્ડેશન શરૂ કરે છે. આ વાત સાંભળીને કુલીન અને વૈશાલી ખુશ થઈ જાય છે ત્યાં વાર્તા પૂરી થાય છે. વાર્તામાં સંકલનાની ખામી છે. હોસ્પિટલમાંથી પાછા ફર્યા બાદ પ્રેમિલાબહેન કેવી રીતે એક્ટિવ રહી કાર્ય કરે છે તે વિસ્તારપૂર્વક દર્શાવ્યું હોત તો આખી વાત અસરકારક બનત.

‘જવું એટલે’ એ થોડી જુદા પ્રકારની વાર્તા છે. વાર્તાકથક એવી નાયિકાને એક પત્ર મળે છે, એમાં માત્ર એક યુવાનનો ફોટો છે. વળી, આ પત્ર પણ બીજાનો છે પણ ભૂલથી નાયિકાના સરનામે આવી ગયો છે. ફોટો જોઈને વિચારોમાં, તરંગલીલામાં નાયિકા ખોવાઈ જાય છે એ જ વાર્તા છે. અંતે ખબર પડે કે આ ફોટો એ જ પત્ર છે. ફોટા વડે મોકલનારે પોતે આવી રહ્યો છે તેમ કહ્યું છે. જ્યારે આખી વાર્તામાં નાયિકા તે જઈ રહ્યો છે એમ માનતી કલ્પનાઓ કરતી જોવા મળે છે. કવયિત્રી પારુલ ખખ્ખરની કલમ આ વાર્તાને ઉપકારક બની છે. નાયિકાની કલ્પનાઓ ધ્યાનથી વાંચીએ તો, સમજાય કે સર્જક આવી વાર્તામાં પણ કેવું ઊંડાણ સિદ્ધ કરી શક્યા છે. એક ઉદાહરણ જુઓ.

Line 103: Line 103:
પારુલ ખખ્ખરની વાર્તાઓમાંથી પસાર થતાં સૌ પ્રથમ કોઈ વાત નજરે પડે તો તે છે તેમના સ્ત્રી પાત્રો. ગર્વિષ્ઠ, અધિ-અહમનું પ્રાબલ્ય ધરાવતાં પણ સંવેદનશીલ અને સમજદાર સ્ત્રી પાત્રો આ સર્જકનો આગવો વિશેષ છે. બીજું કે, તેમની  કૌટુંબિક સંબંધોની વાર્તાઓમાં માનસશાસ્ત્રી આલ્ફ્રેડ એડલર જે સહકારની ભાવનાની વાત કરે છે તે મૂર્તરૂપ ધારણ કરે છે. આ વાતના દૃષ્ટાંત તરીકે‘ગલો ગોર’, ‘પારિજાત’, ‘છપતરી’, ‘હોંકારો’ જેવી વાર્તાઓ જોઈ શકાય. સંવાદકલા એ તેમની વાર્તાઓની ત્રીજી ખાસિયત છે. બોલી અને શિષ્ટ બને પ્રકારની ભાષા તેઓ સહજ રીતે સંવાદોમાં પ્રયોજે છે. રૂઢિપ્રયોગો અને કહેવતો પણ સંવાદોમાં આવે છે. બોલી સંદર્ભે જોઈએ તો,  બોલીના નામે બિનજરૂરી લટકણિયારૂપ શબ્દો જેમ કે, ‘હાલ્ય’, ‘હોવ્વે’, ‘હેં’, આદિનો અભાવ તેમની વાર્તાઓના સંવાદોને નક્કર બનાવે છે. તેઓ પાત્રની મન:સ્થિતિને ઉજાગર કરતાં સંવાદો બોલચાલની ભાષાનો લય જાળવીને લખતાં હોવાથી વાર્તાઓમાં એક પ્રકારની નાટ્યાત્મકતા અનુભવાય છે. પરિવેશ હોય કે પાત્રોના દેખાવ- પારુલ ખખ્ખર તેનું ઝીણવટભર્યું અને દૃશ્યાત્મક આલેખન કરે છે. પાત્રોની જ વાત કરીએ તો,  વિશેષ કરીને સ્ત્રી પાત્રોની તો, તેમનાં પાત્રો લાગણીવેડામાં સરી જતાં નથી. હાસ્ય વડે કરૂણ નિપજાવવાની આવડત અને મુખ્ય સંવેદન કે ભાવને સંયમિત રીતે વાર્તારૂપ આપવાનો પ્રયાસ તેમની આ સ્વરૂપ પ્રત્યેની સભાનતા દર્શાવે છે.            તેમની વાર્તાઓમાં ભારેખમ ઘટનાઓ જોવા મળતી નથી. તેમનો ઝુકાવ એકાદ સંવેદન કે ભાવને આધારે માનવચિત્તની સંકુલતાનું નિરૂપણ કરવા તરફનો છે. આ વિશેષોને કારણે પારુલ ખખ્ખરની  વાર્તાઓ ગુજરાતી નવલિકાક્ષેત્રે મહત્ત્વની બની રહે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|-હીરેન્દ્ર પંડ્યા<br>
{{right|-હીરેન્દ્ર પંડ્યા<br>
નવલકથાકાર, વિવેચક<br>
નવલકથાકાર, વિવેચક<br>
મો.નં. ૮૪૬૦૩૭૫૩૮૬}}<br><br>  
મો.નં. ૮૪૬૦૩૭૫૩૮૬}}<br><br>  
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =   નીતા જોશી
|previous = નીતા જોશી
|next =  મુકેશ સોજીત્રા
|next =  મુકેશ સોજીત્રા
}}
}}